Last Update : 21-December-2012, Friday

 

દાગીના સાચા અને નેતા ખોટા

મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
 

 

સોનાની વિંટી કે ગળામાં પહેરવાના પેન્ડન્ટમાં કોઈ દેવ-દેવીઓની ટચુકડી તસવીરો મૂકાવે છે તો વળી કોઈ પોતાના જીવનસાથીની તસવીરો મૂકાવીને પ્રેમનું પ્રદર્શન કરે છે. પરંતુ દક્ષિણ ભારતની તો વાત જ જુદી છે. ચેન્નાઈમાં ગોલ્ડ રિંગમાં અને પેન્ડન્ટમાં ટૂંકી દ્રષ્ટિવાળા નેતા કરૃણાનિધિ વજનદાર નેતા જયલલિતા કે પછી સાઉથના સુપરસ્ટાર રજનીકાન્તના ફોટા મૂકાવાનું ઘણાં પસંદ કરે છે. એટલે જવેલરીના શો-રૃમમાં પણ લોકોની ડિમાન્ડ સમજીને ફિલ્મસ્ટાર કે નેતાઓના ફોટાવાળા દાગીના તૈયાર જ રાખવામાં આવે છે. સાઉથની નેતાભક્તિ અને અભિનેતા ભક્તિને કોઈ ન પહોંચે. અભિનેતા તો જાણે હજી પણ સમજાય કે એમના ચાહકો એમને ભગવાનની જેમ પૂજતા હોય છે. બાકી આજે કયા નેતા એવાં જણાય છે જેને દાગીનામાં દેવદેવીને ઠેકાણે જડી શકાય? આજે કેવી પરિસ્થિતિ છે ખબર છે? દાગીના સાચા અને નેતા ખોટા.
ફિલ્મના પડદે અભિનેત્રીની સાચી સુવાવડ
હાય હાય ફિલ્મના કેમેરાની સામે સુવાવડ? ફિલ્મના પડદા પર પ્રસૂતિ? આ શું માંડયું છે? વાસ્તવિકતા લાવવા માટે હિરોઈન પોતાની ડિલિવરી પડદા પર દેખાડવા તૈયાર થાય એવો ભારતનો કદાચ પહેલો કિસ્સો કેરળમાં બન્યો છે. કેરળનો મલયાલી સમાજ ઉખળી ઊઠયો છે. જ્યાં સુધી ફિલ્મમાંથી આ લાઈવ ડિલિવરીનો સીન દૂર નહીં થાય ત્યાં સુધી ફિલ્મ રિલિઝ નહીં થવા દેવાનો થિયેટરના માલિકોએ નિર્ધાર કર્યો છે.
ખરેખરી પ્રસૂતિ પડદા પર દેખાડવાના વિવાદમાં કેન્દ્ર સ્થાને છે ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા રનરઅપ અને એવોર્ડ વિજેતા એકટ્રેસ શ્વેતા મેનન. શ્વેતાની થોડા વખત પહેલાં જ મુંબઈના એક મેટરનીટી હોપમાં સુવાવડ થઈ એ આખું જ દ્રશ્ય ફિલ્માવવામાં આવ્યું હતું. આ દ્રશ્ય ડાયરેક્ટર બ્લેસીની કલીમન્નુ (માટી) ફિલ્મમાં પડદા પર દેખાડશે, ફિલ્મની હિરોઈન શ્વેતા મેનને જ છે. શ્વેતાની કેવી હિંમત કહેવાય? નામ અને દામ મેળવવા ફિલ્મોમાં અંગ પ્રદર્શનનો અભિનેત્રીઓ છોછ ન રાખે એ સમજાય, પણ પોતાની જ સુવાવડ આપી દુનિયાને દેખાડવાનું હોય? ફિલ્મ એક્ઝિબીટર્સ ફેડરેશને તો ચેતવણી આપી છે કે આ દ્રશ્ય ફિલ્મમાંથી દૂર કરવામાં નહીં આવે તો કેરળના ૩૫૦ થિયેટરોમાંથી એક પણ થિયેટરમાં આ ફિલ્મ દેખાડવામાં નહીં આવે. મોરલ પોલીસો પણ દંડુકા લઈને સજ્જ થઈ ગયા છે શ્વેતાને ઠમઠોરવા. જોકે અગાઉ કામસૂત્રની ભડકામણી એડમાં કામ કરી ચૂકેલી શ્વેતા કે ડાયરેક્ટર બ્લેસીએ આ મુદ્દે ચૂપકીદી જ સેવી છે.
શાદી કે ખાને સે ખાના-ખરાબી
દહેજ ભૂખ્યા દૂલ્હાને સબક શીખવવા ક્યારેક હિંમતવાળી કન્યાઓ બારાત પછી કાઢતી હોવાના કિસ્સા બનતા હોય છે. પરંતુ રાજસ્થાનમાં લગ્નના જમણવારને મામલે કન્યાપક્ષ અને વરપક્ષ વચ્ચે બોલાચાલી અને પછી મારઝૂડ થતા કન્યાએ ભૂખલા ભાવી ભરથારને વગર પરણ્યે સાભાર પરત કર્યો હતો. જયપુરની એક કંપનીમાં રિસર્ચ ઓફિસરના ઊંચા હોદ્દા પર ફરજ બજાવતી કન્યાના લગ્ન નિર્ધાર્યા હતા. વરપક્ષવાળાએ પહેલેથી કહ્યું હતું કે મીઠાઈ અને ફરસાણ સહિત જાત જાતની અને ભાતભાતની વાનગીઓના ૨૧ સ્ટોલ શમિયાણામાં ઊભા કરવા પડશે. ડિસેમ્બરમાં જ લગ્નની તારીખ નક્કી થઈ. વાજતેગાજતે વરરાજા પરણવા આવ્યા. પણ લગ્નની વિધિ શરૃ થાય એ પહેલાં વરના પિતા અને સગાવ્હાલા જમણવારનો બંદોબસ્ત જોવા ગયા. જોઈને ભવાં તણાયા. કારણ ૨૧ સ્ટોલ ઊભા કરવાનું કહ્યું હતું અને કન્યાવાળાએ તો ૧૩ સ્ટોલ જ ઊભા કર્યા હતા. ખલાસ મામલો બગડયો બોલાચાલી શરૃ થઈ પછી રાડારાડ થવા માંડી અને છેવટે કન્યાના પિતા અને બીજા સગાઓને પકડીને વરપક્ષવાળાએ ઝૂડી નાખ્યા. સોળે શણગાર સજી બેઠેલી કન્યા મંડપમાં દોડી આવી અને હિંમતભેર જાહેર કર્યું કે 'આવી નજીવી વાતમાં મારા પિતા પર હાથ ઉપાડે અને માન ન જાળવે એવાં 'ભૂખલા' ભાવી ભરથાર સાથે સંસાર માડીને હું શું કરું? પરણવું નથી, ચાલતા થાવ.' વરરાજા વિલે મોઢે હાથ હલાવતા પાછા વળ્યા. કન્યાના પિતા મનોમન ધરપત અનુભવતા હશે કે જાન ભલે પાછી ગઈ, પણ જાન તો બચી?
બાળકો પર તૂટી પડતા સ્તર વિનાના માસ્તર
ઇન્સાફ કી ડગર પે બચ્ચોં દિખાવ ચલકે યે દેશ હૈ તૂમ્હારા નેતા તૂમ્હી હો કલ કે... આજે પણ બાલદિન વખતે 'ગંગા-જમના' ફિલ્મનું આ ગીત કાને પડે છે. કરૃણતા એ છે કે બાળકોને ઇન્સાફની રાહ પર ચાલવાની શીખ આપીને પછી એ જ બાળકો સાથે નાઈન્સાફી મોઢેરાઓ કરતા હોય છે. નાઇન્સાફી જ નહીં પણ મારણો ઉપર ઘણી વાર પાશવી અત્યારચાર ગુજારવામાં આવે છે. અખબારોને પાને આવાં કિસ્સા વાંચીને કંપી ઉઠાય છે.
રાજસ્થાનના અલ્વર વિસ્તારમાં ૨૧ વર્ષના યુવાને પાડોશમાં રહેતી બાર વર્ષની બાળા ઉપર બળાત્કારની કોશિશ કરી પણ ઘરવાળાએ બૂમાબૂમ કરતા નાસી છૂટયો. બે દિવસ સમસમીને બેસી રહ્યો અને પછી અચાનક કેરોસીનનો ડબો લઈ બાળકી સૂતી હતી એના ગાદલા પર ડબો ઊંધો વાળી દિવાસળી ચાંપી ઘરનો આગળીઓ બંધ કરી નાસી ગયો. ભડકે બળતી બાળકીનો ચીસાચીસથી આસપાસવાળા દોડી આવ્યા અને આગ ઠારી. આ માસુમા ગંભીર રીતે દાઝી ગઈ છે. પરંતુ ગામની પંચાયતે યુવકને દંડવાને બદલે એવું ફરમાન છોડયું કે આરોપીને આ બાળકી સાથે પરણાવી દો. હદ કરે છે ને પાશવી પંચાયતવાળા? સારું થયું છોકરીને ફેમિલીએ ઘસીને ના પાડી દીધી છે.
તામિલનાડુના સાલેમમાં ત્રણ ટીનએજર છોકરીઓને ચોરીના આરોપસર દુકાનદારોએ પકડી. સિલાઈકામ કરતી છોકરીઓએ હજાર રૃપિયા ચોર્યા હતા એવો આક્ષેપ એક દરજીએ કર્યો હતો. આ છોકરીઓને ચોરીના આરોપસર પોલીસને હવાલે કરવાને બદલે બત્તીના થાંભલા સાથે દોરેડથી બાંધીને ઢોર માર મારવામાં આવ્યો. ત્રણેયની ચીસાચીસથી આ એરિયા ગાજી ઊઠયો છતાં કોઈ છોડાવવા ન આવ્યું.
સોટી વાગે ચમચમ વિદ્યા આવે ઝમઝમ.. એ ઉક્તિ પ્રમાણે વિદ્યાર્થીઓને સોટીથી ફટાકરવાના દિવસો ગયા. માસ્તર સોટી મારે કે હાથ ઉપાડે એ ગુનો ગણાય. છતાં કાયદાની ઐસીતૈસી કરી સ્તર વિનાના માસ્તરો ફટકારતા હોય છે સ્ટુડન્ટને. આ ઘટના કોઈ અંતરિયાળ ગામડામાં નહીં પણ આઈટી સિટી બેંગ્લોરમાં બની હતી. પહેલાં બનાવમાં કિંડરગાર્ટનની સાત બાળકીઓ ખૂબ બૂમાબૂમ કરતી હતી એને લીધે ઉશ્કેરાયેલા એટેન્ડન્ટે ધગધગતી છરીના ડામ દીધાં હતા. બીજા ઘટનામાં નવ વર્ષનો પ્રાયમરીનો વિદ્યાર્થી હોમવર્ક કર્યા વિના સ્કૂલમાં આવતા ટીચરનો પીત્તો ગયો હતો. તેણે બાળકનું માથું વાળથી પકડી નીચે પટકી દીધો હતો. આને લીધે બાળકના આગલા બે દાંત તૂટી ગયા હતા અને લોહીલુહાણ થઈ ગયો હતો.
આંધ્ર પ્રદેશમાં ઇસ્ટ ગોદાવરી જિલ્લાના અન્ના પર્થી ગામે એક શિક્ષકે હદ કરી નાખી. છ વર્ષના બાળકે કંઈક તોફાન કરતા સજા શું કરી ખબર છે? પહેલાં એક પાત્રમાં બાળકને પેશાબ કરાવ્યો અને પછી એ પેશાબ પીવડાવી દીધો.
ભોપાલના સાગર જિલ્લાના એક ગામે સ્કૂલના સમયે બીજા ધોરણની એક વિદ્યાર્થિની બહાર રમતી હતી એ જોઈને જાલીમ ટીચરને ગુસ્સો આવ્યો. તેણે વાળ ખેંચીને એટલા જોરથી ઘસડી કે મૂળમાંથી વાળ નીકળી ગયા. ટીચર અને એનાં ભાઈની પોલીસે ધરપકડ કરી છે.
પંજાબના ફતેહગઢ-સાહિબ ગામે સાત વર્ષની બાળકી ગણિતનો દાખલો સાચો ન ગણી શકી એની સજા રૃપે મારકણા માસ્તરે પેટમાં એટલા જોરથી લાત મારી કે બાળકી બેવડ વળી ગઈ. આ જાલીમ જમાદાર જેવા જડસુ માસ્તરને આટલી સજાથી સંતોષ ન થયો હોય એમ રોતી-કકળતી બાળકીનો હાથ વારંવાર મરડી નાખ્યો. ગંભીર આંતરિક ઇજાને લીધે બાળકીને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આને ટીચર કહેવાય કે ફટીચર? માસ્તર કહેવાય કે માર-સ્તર?

 

પંચ-વાણી
આજકાલ રાજકારણમાં શું ચાલે છે?
લાગવગિયાઓની લટકાબાજી
કટકી કરનારાની કટકાબાજી
છળકપટિયાની છટકાંબાજી
*****
સગાં દીકરા ઊઠીને મા-બાપને તરછોડે અને કાઢી મૂકે એને ઇંગ્લિશમાં શું કહેવાય? સન-સ્ટ્રોક.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મહિલા પર અત્યાચાર કરનારાને જેલની લાંબી સજા આપશે રાજ્ય સરકારનો કાયદો
લાંબા ગાળે ભારતીય એરલાઇનો વિદેશી એરલાઇનોની આંતરદેશીય શાખા બની જશે

થાણે જિલ્લાનું વિભાજન થશે ઃ નવા જિલ્લા પાલઘરને વિકાસ માટે રૃા. ૫૦૦ કરોડ મળશે

સબ-ઈન્સ્પેક્ટરે પાલાંડેને છટકવા દીધા બાદ તેણે ત્રણ હત્યા કરી હતી
મુંબઈમાં કારના કાચ ઉપરથી ડાર્ક ફિલ્મ ઉતરાવવા પોલીસ કામે લાગી
મહિલા પર અત્યાચાર કરનારાને જેલની લાંબી સજા આપશે રાજ્ય સરકારનો કાયદો
લાંબા ગાળે ભારતીય એરલાઇનો વિદેશી એરલાઇનોની આંતરદેશીય શાખા બની જશે

થાણે જિલ્લાનું વિભાજન થશે ઃ નવા જિલ્લા પાલઘરને વિકાસ માટે રૃા. ૫૦૦ કરોડ મળશે

યુ.બી.એસ.ના વ્યાજદરમાં ચેડા કરનારા પરસ્પર 'હીરો''સુપરમેન'થી બોલાવતા હતા

પાક.માં હિન્દુ વેપારીનું બંદૂકની અણીએ અપહરણ
અમેરિકા પાકિસ્તાનને ૬,૮૮૦ લાખ ડોલરની સહાય કરશે

ભારતીય ડેન્ટિસ્ટના મૃત્યુથી આયર્લેન્ડના કાયદામાં પરિવર્તન

નાઈજિરીયા પાસે પાંચ ભારતીય ખલાસીઓનું અપહરણ
કેપ્ટન્સીના ભાર હેઠળ કોહલીની બેટિંગ પર ચિંતાજનક અસર થશે

ભારતે પ્રથમ ટ્વેન્ટી-૨૦માં ઈંગ્લેન્ડ સામે પાંચ વિકેટથી વિજય મેળવ્યો

 

 

 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved