Last Update : 21-December-2012, Friday

 
 

કોહલીને કેપ્ટન બનાવવાની ગાવસ્કરની માગને કપિલે ટેકો ના આપ્યો
કેપ્ટન્સીના ભાર હેઠળ કોહલીની બેટિંગ પર ચિંતાજનક અસર થશે

કોહલી સિનિયરોને શી સલાહ આપી શકશે, તેને કોણ ટેકો આપશે ? ઃ કપિલના વેધક સવાલ

નવી દિલ્હી,તા.૨૦
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ઘરઆંગણે ૨૮ વર્ષ બાદ મળેલી હાર પછી ભૂતપૂર્વ કેપ્ટન ગાવસ્કરે માંગણી કરી હતી કે, ટેસ્ટ કેપ્ટન તરીકે ધોનીને હટાવીને કોહલીને આ જવાબદારી સોંપવાનો સમય આવી ગયો છે. જો કે ગાવસ્કરની માગની સાથે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને તેનો એક સમયનો સાથીદાર કપિલ દેવ સહમત નથી. કપિલ માને છે કે ટેસ્ટ કેપ્ટન્સી માટે કોહલી હજુ તો ખુબ જ યુવાન છે અને જો તેના પર આવી મોટી જવાબદારી નાંખી દેવામાં આવશે તો તેની બેટિંગ પર ટીમના સિનિયરોની જેમ ગંભીર અસર પડશે. કપિલે દ્રઢતાપૂર્વક જણાવ્યું હતુ કે, હાલના તબક્કે ભારતીય ટીમમાં એવો કોઇ સિનિયર ખેલાડી નથી કે જે ધોનીની જગ્યા લઇ શકે. મોટાભાગના સિનિયરો પોતે જ આઉટ ઓફ ફોર્મ છે.
કપિલ દેવે એક મુલાકાતમાં જણાવ્યું કે, કોહલી ખરેખર જબરજસ્ત બેટ્સમેન છે. તે સારો ક્રિકેટર છે અને ટીમનો દેખાવ સારો થાય તે માટે પ્રયત્નશીલ છે. જો કે ટેસ્ટ કેપ્ટન બનવા માટે તે ખુબ જ યુવાન છે. ભારતીય ટીમમાં ઘણા દિગ્ગજ સિનિયરો છે અને બધાને મેનેજ કરવા કોહલી માટે મુશ્કેલ બનશે. અગાઉ દ્રવિડે પણ ધોનીની કેપ્ટન્સીમાં વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતુ કે, તે જ ભારતને સિનિયરો વિના આગળ ધપાવવાની ક્ષમતા ધરાવે છે. કપિલે જણાવ્યું કે, ભારતીય ટીમ પાસે તો કોઇ બીજો વિકલ્પ જ નથી કે જે ધોનીની જગ્યા લઇ શકે. છેલ્લા એક વર્ષથી વધુ સમય દરમિયાન આખી ભારતીય ટીમનો દેખાવ અત્યંત કંગાળ અને નિમ્ન સ્તરનો રહ્યો છે, જેના કારણે હાર માટે એકલા કેપ્ટનનો જ વાંક કાઢવો યોગ્ય નથી. જો આપણે ઊતાવળમાં કોહલીને કેપ્ટન બનાવી પણ દઇએ તો તે ટીમના હિતમાં નહીં કહેવાય .તમે જ કહો કે કોહલી આપણાં સિનિયરોને શું સલાહ આપી શકે ? અને તેને ટેકો આપશે કોણ ?
ભારતને ૧૯૮૨માં વર્લ્ડ કપ વિજય અપાવનારી ટીમના કેપ્ટન કપિલ દેવે કહ્યું કે, આટલી નાની ઊંમરમાં કોહલીને કેપ્ટન તરીકેની જવાબદાર આપી દેવામાં આવશે તો તેની બેટિંગ પર ગંભીર અને ચિંતાજનક અસર થઇ શકે. સાઉથ આફ્રિકાએ પણ ગ્રીમ સ્મિથને માત્ર ૨૦-૨૧ વર્ષની ઊંમરે કેપ્ટન બનાવી દેવાયો હતો અને તે પછી તેણે જોરદાર સફળતા મેળવી હતી. જો કે કપિલ કહ્યું કે, સાઉથ આફ્રિકાની ટીમમાં ભારતની હાલની ટીમ જેવા સુપરસ્ટાર્સ નહતા, જેના કારણે તેને કોઇ મુશ્કેલી ના પડી. જો કે ભારતમાં પરિસ્થિતી ભિન્ન છે, જેના કારણે તેની સાથે કોઇ તુલના થઇ શકે તેમ નથી.
કપિલે પોતાનું જ ઉદાહરણ રજુ કરતાં કહ્યું કે, હું માત્ર ૨૩ વર્ષની વયે ભારતીય ટીમનો કેપ્ટન બન્યો હતો. તે સમયે ટીમમાં ગાવસ્કર, વેંગસરકર, અમરનાથ, કિરમાણી જેવા સિનિયરો હતા. મને ત્યારે ખબર જ નહતી કે મારે તેમને શું કહેવું જોઇએ. મારો ટેસ્ટમાં પ્રવેશ જ વેંગસરકરની કેપ્ટન્સી હેઠળ થયો હતો અને ત્યાર બાદ તેઓ જે ટીમમાં હતા તેનો હું કેપ્ટન હતો. સમયની સાથે મેં તેમની સાથે કામ પાર પાડવાની કળા શીખી લીધી. જો કે ત્યાર બાદ મને તેમની સાથે કેમ પાર પાડવું તેની ખબર પડી, જો કે તેમ કરવા જતાં મારી કેપ્ટન્સી છીનવાઇ ગઇ હતી. મારા અનુભવને આધારે કહું છું કે કોહલી માટે યુવા વયે કેપ્ટન્સીનો ભાર સહન નહી થાય.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મહિલા પર અત્યાચાર કરનારાને જેલની લાંબી સજા આપશે રાજ્ય સરકારનો કાયદો
લાંબા ગાળે ભારતીય એરલાઇનો વિદેશી એરલાઇનોની આંતરદેશીય શાખા બની જશે

થાણે જિલ્લાનું વિભાજન થશે ઃ નવા જિલ્લા પાલઘરને વિકાસ માટે રૃા. ૫૦૦ કરોડ મળશે

સબ-ઈન્સ્પેક્ટરે પાલાંડેને છટકવા દીધા બાદ તેણે ત્રણ હત્યા કરી હતી
મુંબઈમાં કારના કાચ ઉપરથી ડાર્ક ફિલ્મ ઉતરાવવા પોલીસ કામે લાગી
મહિલા પર અત્યાચાર કરનારાને જેલની લાંબી સજા આપશે રાજ્ય સરકારનો કાયદો
લાંબા ગાળે ભારતીય એરલાઇનો વિદેશી એરલાઇનોની આંતરદેશીય શાખા બની જશે

થાણે જિલ્લાનું વિભાજન થશે ઃ નવા જિલ્લા પાલઘરને વિકાસ માટે રૃા. ૫૦૦ કરોડ મળશે

યુ.બી.એસ.ના વ્યાજદરમાં ચેડા કરનારા પરસ્પર 'હીરો''સુપરમેન'થી બોલાવતા હતા

પાક.માં હિન્દુ વેપારીનું બંદૂકની અણીએ અપહરણ
અમેરિકા પાકિસ્તાનને ૬,૮૮૦ લાખ ડોલરની સહાય કરશે

ભારતીય ડેન્ટિસ્ટના મૃત્યુથી આયર્લેન્ડના કાયદામાં પરિવર્તન

નાઈજિરીયા પાસે પાંચ ભારતીય ખલાસીઓનું અપહરણ
કેપ્ટન્સીના ભાર હેઠળ કોહલીની બેટિંગ પર ચિંતાજનક અસર થશે

ભારતે પ્રથમ ટ્વેન્ટી-૨૦માં ઈંગ્લેન્ડ સામે પાંચ વિકેટથી વિજય મેળવ્યો

 
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved