Last Update : 21-December-2012, Friday

 

થાણે જિલ્લાનું વિભાજન થશે ઃ નવા જિલ્લા પાલઘરને વિકાસ માટે રૃા. ૫૦૦ કરોડ મળશે

આદિવાસીઓ અને ખેડૂતોએ સરકારી કામ માટે લાંબો પ્રવાસ નહિ ખેડવો પડે

મુંબઇ, તા.૨૦
થાણે બહુવિધ વસતિ અને અનોખા વિસ્તારો ધરાવતા દેશના સૌથી મોટા જિલ્લા તરીકેનું બિરૃદ ગુમાવવાની તૈયારીમાં છે. રાજ્ય સરકારે જિલ્લાને બે ભાગમાં વહેંચી નાખવાની યોજના બનાવી છે. એને પગલે નવા પ્રશાસકીય જિલ્લા પાલઘરનો જન્મ થશે. અલબત્ત, થાણે જિલ્લાના ૧૩ વિસ્તારોના ભાગલા પાડવાનું સરકાર માટે પડકારજનક બની રહેશે.
'ભાગલાની પ્રક્રિયા વિશે કોઇ ગૂંચવણ નથી. એપ્રિલ- મે સ ુધીમાં સરકાર જિલ્લાના ભાગલાની ઔપચારિક જાહેરાત કરશે. હાલના થાણે જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળ થાણે શહેર, નવી મુંબઇ, મીરા-ભાયંદર, કલ્યાણ- ડોંબિવલી અને ભિવંડી જેવા શહેરી વિસ્તારો અને શાહપુર તથા મુરબાદ જેવા ગ્રામીણ પોકેટસનો સમાવેશ હશે,' એમ શાસક ડેમોક્રેટીક ફ્રંટના એક નેતાએ જણાવ્યું હતું.
સૂચિત પાલઘર જિલ્લો જવાહર, મોખાડા, વિક્રમગઢ, વાડા, તલાસરી અને દહાણુ જેવા આદિવાસી તાલુકાઓના વિકાસ કાર્યો પર દેખરેખ રાખશે.
થાણે જિલ્લાના ભાગલાનું પગલું બહુ વિચારપૂર્વક ઘડાયેલી વ્યૂહરચના છે. વિકાસ અને લોકકલ્યાણ માટેના ભંડોળનો યોગ્ય ઉપયોગ થાય એ માટે નાના કાર્યક્ષેત્ર ધરાવતા પ્રશાસકીય વડા મથકો રચવાનો આ વ્યૂહરચનાનો મુખ્ય ઉદ્દેશ છે.
થાણેના વિભાજન માટે રાજ્ય સરકાર આવતા નાણાંકીય વરસના બજેટમાં રૃા. ૫૦૦ કરોડની ફાળવણી કરશે. નવા જિલ્લા પાલઘરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા આ ભંડોળનો ઉપયોગ થશે એમ એક માહિતગાર સ્ત્રોતે જણાવ્યું હતું.
'હાલના થાણે જિલ્લાનો માત્ર એના વિશાળ કદને કારણે જ નહિ પણ એની વસતિના અનોખા મિશ્રણને કારણે વહીવટ ચલાવવો મુશ્કેલ છે,' એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
તળ મુંબઇમાં સ્પેસની કમીને કારણે પ્રોપર્ટીના ભાવ સામાન્ય માણસની પહોંચની બહાર વધી ગયા હોવાથી પાડોશી જિલ્લા થાણેમાં છેલ્લા ૧૦ વરસમાં રિયાલ્ટી ક્ષેત્રની તેજી આવી છ.'મુંબઇમાં રહેવું મુશ્કેલ બનવાથી લોકોની નજર તુરંત પાડોશના શહેરો થાણે, નવી મુંબઇ અને મીરા- ભાયંદર પર ગઇ હતી, એને પગલે આ વિસ્તારોની વસતિ વધતા એમના સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવા વિકાસ ભંડોળમાં વધુ મોટો ભાગ મેળવવાની માગણી ઉઠી હતી' એમ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.
થાણે જિલ્લાની ૭૦ ટકાથી વધુ વસતિ શહેરી વિસ્તારોમાં રહે છે અને વિકાસ ભંડોળનો ઘણો મોટો ભાગ એની પાછળ ખર્ચાતો હોવાથી આદિવાસી તાલુકાઓ પહેલેથી ઉપેક્ષાની ફરિયાદ કરતા આવ્યા છે. 'આદિવાસી તાલુકાઓમાં કોઇ ઔદ્યોગિક વિકાસ થયો ન હોવાથી પાણી, ઉચ્ચ શિક્ષણ અને રોજગારીની તકો જેવી મૂળભૂત સવલતો અહીં પહેલેથી અલ્પ છે. વધુમાં, જવાહરના કોઇ આદિવાસી કે દહાણુના કોઇ ખેડૂતને નાનુ અમથુ સરકારી કામે હોય તો પણ એણે ૧૦૦થી ૧૫૦ કિ.મી.નો પ્રવાસ કરીને જિલ્લા વડામથકે આવવું પડે છે. સરકાર આદિવાસી વિસ્તારો માટે પાલઘરમાં જિલ્લા વડામથકો સ્થાપવાના પોતાના નિર્ણય બાબતમાં મક્કમ હોવાથી આ બધી મુશ્કેલીઓનો અંત આવી જશે' એવો દાવો એક અમલદારે કર્યો હતો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મહિલા પર અત્યાચાર કરનારાને જેલની લાંબી સજા આપશે રાજ્ય સરકારનો કાયદો
લાંબા ગાળે ભારતીય એરલાઇનો વિદેશી એરલાઇનોની આંતરદેશીય શાખા બની જશે

થાણે જિલ્લાનું વિભાજન થશે ઃ નવા જિલ્લા પાલઘરને વિકાસ માટે રૃા. ૫૦૦ કરોડ મળશે

સબ-ઈન્સ્પેક્ટરે પાલાંડેને છટકવા દીધા બાદ તેણે ત્રણ હત્યા કરી હતી
મુંબઈમાં કારના કાચ ઉપરથી ડાર્ક ફિલ્મ ઉતરાવવા પોલીસ કામે લાગી
મહિલા પર અત્યાચાર કરનારાને જેલની લાંબી સજા આપશે રાજ્ય સરકારનો કાયદો
લાંબા ગાળે ભારતીય એરલાઇનો વિદેશી એરલાઇનોની આંતરદેશીય શાખા બની જશે

થાણે જિલ્લાનું વિભાજન થશે ઃ નવા જિલ્લા પાલઘરને વિકાસ માટે રૃા. ૫૦૦ કરોડ મળશે

યુ.બી.એસ.ના વ્યાજદરમાં ચેડા કરનારા પરસ્પર 'હીરો''સુપરમેન'થી બોલાવતા હતા

પાક.માં હિન્દુ વેપારીનું બંદૂકની અણીએ અપહરણ
અમેરિકા પાકિસ્તાનને ૬,૮૮૦ લાખ ડોલરની સહાય કરશે

ભારતીય ડેન્ટિસ્ટના મૃત્યુથી આયર્લેન્ડના કાયદામાં પરિવર્તન

નાઈજિરીયા પાસે પાંચ ભારતીય ખલાસીઓનું અપહરણ
કેપ્ટન્સીના ભાર હેઠળ કોહલીની બેટિંગ પર ચિંતાજનક અસર થશે

ભારતે પ્રથમ ટ્વેન્ટી-૨૦માં ઈંગ્લેન્ડ સામે પાંચ વિકેટથી વિજય મેળવ્યો

 
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved