Last Update : 21-December-2012, Friday

 

મહિલા પર અત્યાચાર કરનારાને જેલની લાંબી સજા આપશે રાજ્ય સરકારનો કાયદો

સમય કરતા પહેલાં ગુનેગાર છૂટી ન જાય એ માટે લાવવામાં આવેલા કાયદા અનુસાર આરોપીને ૧૮થી ૨૮ વર્ષની સજા થઈ શકે છે

મુંબઈ, તા. ૨૦ ઃ
મહારાષ્ટ્રની સરકારે મહિલા પર અત્યાચાર કરવાનો આરોપ સાબિત થયા બાદ ગુનેગારને જેલની લાંબી સજા ભોગવવી પડે એ માટે ૨૦૧૦માં કાયદો ઘડયો છે. આ કાયદા અનુસાર આરોપીને ૧૮થી ૨૮ વર્ષની સજા ભોગવવી પડશે. બોમ્બે હાઇકોર્ટના વકીલ અરફાન સૈતે જણાવ્યું હતું કે આ કાયદો એવા આરોપીઓ પર લાગુ પડે છે જેમને જુદા-જુદા ગુના હેઠળ જન્મટીપની સજા કરવામાં આવી હોય. જન્મટીપની સજા એટલે ગુનેગારનું જ્યાં સુધી મૃત્યુ ન થાય ત્યાં સુધી તેણે જેલમાં સજા ભોગવવી પડે. જોકે રાજ્ય સરકાર પાસે આ અપરાધીને વહેલા છોડવાની સત્તા હોય છે.
૨૦૧૦માં રાજ્ય સરકારે ઠરાવ પસાર કર્યો હતો અને સજાના વર્ષો પૂરા થાય એ પહેલાં આરોપી છૂટી શકે એ માટેના કાયદામાં ફેરફાર કરવામાં આવ્યા હતા. જોકે આ ફેરફાર મુખ્યત્વે ત્રાસવાદીઓ પર લાગુ પડતા હતા, પણ મહિલા સામે ગુનો કરનારાની નવી કેટેગરી ઉમેરવામાં આવી હતી. ભૂતકાળમાં કોઈ ગુનો ન કરનારા અને પૂર્વતૈયારી વિના મહિલાનું ખૂન કરનારા આરોપીને ૨૦ વર્ષની સજા આપવામાં આવે એમ જણાવવામાં આવ્યું હતું. જોકે એમાં સારી વર્તણૂંક માટે સજાના દિવસોમાં આપવામાં આવતી માફીનો પણ સમાવેશ થતો હતો. પૂર્વતૈયારી સાથે મહિલાની હત્યા કરનારા માટે ૨૨ વર્ષની સજા કરવાનો નિર્ણય લેવાયો હતો. નિર્દયતા અને ઘૃણાજનક હિંસા આચરવામાં આવી હોય તો ૨૬ વર્ષની જેલની સજા નક્કી કરાઈ હતી. બળાત્કાર અને ખૂનના આરોપીને ૨૮ વર્ષની જેલની સજા નક્કી કરવામાં આવી હતી.
જોકે આતંકવાદના આરોપ હેઠળ ૪૦થી ૬૦ વર્ષની સજાની સરખામણીમાં આ સજા ઘણી ઓછી લાગે, પણ બીજા કિસ્સાઓમાં ખૂનના આરોપ હેઠળ જેટલી સજા આપવામાં આવે છે એની સરખામણીમાં આ સજા નોંધપાત્ર છે. ખૂનના બીજા આરોપમાં ૧૮થી ૨૬ વર્ષ સુધીની સજા આપવામાં આવે છે. બળાત્કારના આરોપ માટે સજાનું અલગ ધોરણ નક્કી કરવામાં આવ્યું હતું. બળાત્કારીએ ખૂન ન કર્યું હોય તો તેને જન્મટીપની સજા ફરમાવવામાં આવે એમ નક્કી કરવામાં આવ્યું હતું. ૧૮ વર્ષની સજામાં સારા વર્તણૂંક માટે માફીના દિવસોનો પણ સમાવેશ થતો. જોકે ગુનાની ગંભીરતાને આધારે જન્મટીપના વર્ષોમાં વધારો કરવામાં આવ્યો હતો. જેના પર બળાત્કાર થયો હોય એ અલ્પવયની હોય તો આરોપીને ૨૦ વર્ષની સજાનું સૂચન કરાયું હતું. ગેન્ગ રેપ, શારીરિક કે માનસિક અસ્વસ્થ અથવા ગર્ભવતી મહિલા પર બળાત્કારના આરોપ હેઠળ ૨૨ વર્ષની સજા નક્કી કરવામાં આવી છે.
જોકે ભૂતકાળમાં આ વિશેષ કાયદાની ગેરહાજરીને લીધે અલગ કેટેગરી નક્કી કરવી પડી હતી. ૧૯૯૦માં ૧૬ વર્ષની રિન્કુ પાટિલને ક્લાસરૃમમાં તેને એકતરફી પ્રેમ કરનારા હરેશ પટેલે જીવતી સળગાવી હતી. ક્લાસરૃમની બહાર રહી હત્યાના કાવતરામાં ભાગ લેનારા અનુપ વર્માને ૧૯૯૨ના નિયમાનુસાર ૧-ઈ કેટેગરી મુજબ ૨૮ વર્ષની સજા આપવામાં આવી હતી. ૩૦મી એપ્રિલ, ૧૯૯૦ના દિવસે થયેલી ઘટના બાદ પહેલી મેએ હરેશ પટેલે આત્મહત્યા કરી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મહિલા પર અત્યાચાર કરનારાને જેલની લાંબી સજા આપશે રાજ્ય સરકારનો કાયદો
લાંબા ગાળે ભારતીય એરલાઇનો વિદેશી એરલાઇનોની આંતરદેશીય શાખા બની જશે

થાણે જિલ્લાનું વિભાજન થશે ઃ નવા જિલ્લા પાલઘરને વિકાસ માટે રૃા. ૫૦૦ કરોડ મળશે

સબ-ઈન્સ્પેક્ટરે પાલાંડેને છટકવા દીધા બાદ તેણે ત્રણ હત્યા કરી હતી
મુંબઈમાં કારના કાચ ઉપરથી ડાર્ક ફિલ્મ ઉતરાવવા પોલીસ કામે લાગી
મહિલા પર અત્યાચાર કરનારાને જેલની લાંબી સજા આપશે રાજ્ય સરકારનો કાયદો
લાંબા ગાળે ભારતીય એરલાઇનો વિદેશી એરલાઇનોની આંતરદેશીય શાખા બની જશે

થાણે જિલ્લાનું વિભાજન થશે ઃ નવા જિલ્લા પાલઘરને વિકાસ માટે રૃા. ૫૦૦ કરોડ મળશે

યુ.બી.એસ.ના વ્યાજદરમાં ચેડા કરનારા પરસ્પર 'હીરો''સુપરમેન'થી બોલાવતા હતા

પાક.માં હિન્દુ વેપારીનું બંદૂકની અણીએ અપહરણ
અમેરિકા પાકિસ્તાનને ૬,૮૮૦ લાખ ડોલરની સહાય કરશે

ભારતીય ડેન્ટિસ્ટના મૃત્યુથી આયર્લેન્ડના કાયદામાં પરિવર્તન

નાઈજિરીયા પાસે પાંચ ભારતીય ખલાસીઓનું અપહરણ
કેપ્ટન્સીના ભાર હેઠળ કોહલીની બેટિંગ પર ચિંતાજનક અસર થશે

ભારતે પ્રથમ ટ્વેન્ટી-૨૦માં ઈંગ્લેન્ડ સામે પાંચ વિકેટથી વિજય મેળવ્યો

 
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved