Last Update : 21-December-2012, Friday

 

ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાયત ખરડો પસાર
બનાવટી ચલણી નોટોનો પ્રસાર હવે આતંકવાદી કૃત્ય ગણાશે

ત્રાસવાદી પ્રવૃત્તિ માટે ભંડોળ મેળવવા, શસ્ત્રો લેવા અને ચલણી નોટોની બનાવટ આવરાશે

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨૦
ભારતની આર્થિક સલામતી સામે ખતરો ઊભો કરતા ગુનાઓને હવેથી આતંકવાદી કૃત્ય માનવામાં આવશે. તે અંગેનો એક ખરડો આજે રાજયસભામાં પસાર કરવામાં આવતાં તેને સંસદમાં બહાલી મળી ગઇ છે. આ ખરડામાં બનાવટી ચલણી નોટોના પ્રસારને આવરી લેવામાં આવ્યો છે. આમ હવે બનાવટી નોટો ઘુસાડીને દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડનારાને આતંકવાદીની સમકક્ષ માનવામાં આવશે.
આજે રાજ્યસભામાં અનલૉફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એમેન્ડમેન્ટ બિલ,(ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાયત સુધારા ખરડો) ૨૦૧૨ને મૌખિક મતદાનથી બહાલી આપવામાં આવી હતી. જોકે ડાબેરીઓ, જેડી(યુ) અને આરજેડીએ વૉક આઉટ કરીને તેમનું સમર્થન આપ્યું ન હતું. જેેમાં સંગઠન પરનો પ્રતિબંધ હાલના બે વર્ષથી વધારીને પાંચ વર્ષ કરવામાં આવ્યો હતો. આ ખરડો લોકસભામાં અગાઉ પસાર થઇ ચૂક્યો છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન સુશીલ કુમાર શિંદેએ જણાવ્યું હતું કે બનાવટી ચલણી નોટોના ચલણમાં સામેલ કોઇ વ્યક્તિ, વ્યક્તિઓના જૂથ અને સંગઠનને આ કાયદા હેઠળ આવરી લેવામાં આવશે. જોકે નિર્દોષ વ્યક્તિને તેમાંથી માફી આપવામાં આવશે. આ ખરડાના અન્ય પાસામાં આતંકવાદી કાયદાની વ્યાખ્યાનો વ્યાપ વિસ્તારવા જેમ કે અટકાયત, અપહરણ, મારી નાખવાની ધમકી આપવી કે ઇજા પહોંચાડવી કે અન્ય પગલાં લેવાનો સમાવેશ કરવામાં આવશે.
આ ખરડામાં શસ્ત્રો મેળવવા, આતંકવાદી પ્રવૃત્તિ માટે ભંડોળ એકત્ર કરવા અને ભારતીય ચલણની બનાવટ કરવા જેવી બાબતોને આવરી લેવામાં આવશે. કંપનીઓ, સોસાઇટી કે ટ્રસ્ટો દ્વારા કરવામાં આવતા કેટલાક ગુનાને પણ તેમાં આવરી લેવામાં આવશે.કોર્ટોને પણ મિલ્કતની જબ્તી સહિતની વધારાની સત્તા આપવામાં આવશે. જેમાં ગુનામાં સામેલ બનાવટી ભારતીય ચલણની જેટલી રકમ અથવા ગુનામાં સામેલ આતંકવાદની આવકના મૂલ્ય જેટલી સંપત્તિનો સમાવેશ કરવામાં આવશે.
આ કાયદાનો દુરૃપયોગ કરવામાં આવશે તેવી અનેક સભ્યોએ વ્યક્ત કરેલી દહશતને નકારતાં રાજ્યકક્ષાના કેન્દ્રીય ગૃહ પ્રધાન આર.પી.એન. સિંહે જણાવ્યું હતું કે આ ખરડો આતંકવાદ અને આતંકવાદીઓ સામેનો છે. આ કાયદાનો ઉપયોગ એકદમ તટસ્થરીતે કરવામાં આવશે. આતંકવાદની પ્રવૃત્તિ માત્ર બંદૂકથી નહિ પણ દેશના અર્થતંત્રને પણ નુકસાન પહોંચાડીને કરી શકાય છે.આ કાયદામાંથી વેપારી સંગઠનોને બાકાત રાખવાનો સુધારો કરવાનો સીપીઆઇ-એમે માગણી કરી હતી. જોકે તેને ફગાવી દેવામાં આવ્યો હતો. કાયદાના અમલમાં મહિલા કે પુરૃષ એમ બન્ને વચ્ચે કોઇ ભેદભાવ રાખવામાં નહિ આવે. જોકે આ ખરડાનો અન્ય કોઇ ખરડા (પોટા જેવા) સાથે કોઇ સંબંધ નથી. તે માત્ર અર્થતંત્રને નબળી પાડતી બનાવટી ચલણી નોટોના પ્રસારને લગતી છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મહિલા પર અત્યાચાર કરનારાને જેલની લાંબી સજા આપશે રાજ્ય સરકારનો કાયદો
લાંબા ગાળે ભારતીય એરલાઇનો વિદેશી એરલાઇનોની આંતરદેશીય શાખા બની જશે

થાણે જિલ્લાનું વિભાજન થશે ઃ નવા જિલ્લા પાલઘરને વિકાસ માટે રૃા. ૫૦૦ કરોડ મળશે

સબ-ઈન્સ્પેક્ટરે પાલાંડેને છટકવા દીધા બાદ તેણે ત્રણ હત્યા કરી હતી
મુંબઈમાં કારના કાચ ઉપરથી ડાર્ક ફિલ્મ ઉતરાવવા પોલીસ કામે લાગી
મહિલા પર અત્યાચાર કરનારાને જેલની લાંબી સજા આપશે રાજ્ય સરકારનો કાયદો
લાંબા ગાળે ભારતીય એરલાઇનો વિદેશી એરલાઇનોની આંતરદેશીય શાખા બની જશે

થાણે જિલ્લાનું વિભાજન થશે ઃ નવા જિલ્લા પાલઘરને વિકાસ માટે રૃા. ૫૦૦ કરોડ મળશે

યુ.બી.એસ.ના વ્યાજદરમાં ચેડા કરનારા પરસ્પર 'હીરો''સુપરમેન'થી બોલાવતા હતા

પાક.માં હિન્દુ વેપારીનું બંદૂકની અણીએ અપહરણ
અમેરિકા પાકિસ્તાનને ૬,૮૮૦ લાખ ડોલરની સહાય કરશે

ભારતીય ડેન્ટિસ્ટના મૃત્યુથી આયર્લેન્ડના કાયદામાં પરિવર્તન

નાઈજિરીયા પાસે પાંચ ભારતીય ખલાસીઓનું અપહરણ
કેપ્ટન્સીના ભાર હેઠળ કોહલીની બેટિંગ પર ચિંતાજનક અસર થશે

ભારતે પ્રથમ ટ્વેન્ટી-૨૦માં ઈંગ્લેન્ડ સામે પાંચ વિકેટથી વિજય મેળવ્યો

 
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved