Last Update : 21-December-2012, Friday

 

ગુજરાતનાં પરિણામોથી કોંગ્રેસ નાખુશ
મોદી માટે રાષ્ટ્રીય મહત્વાકાંક્ષા સંતોષવાની રાહ આસાન નથી

કોંગ્રેસ મોદીને ગુજરાતમાં કેમ પછાડી શકતી નથી તેવા સવાલના જવાબમાં ખુરશીદે કહ્યું હતું કે મોદી અમને દેશમાં કેમ પરાજય આપી શકતા નથી?

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨૦
ગુજરાત વિધાનસભાના પરિણામો આવતાની સાથે જ કોંગ્રેસના રાષ્ટ્રીય અને સ્થાનિક નેતાઓએ તેમની હાર સ્વીકારી લીધી હતી. જોકે તેઓ માને છે કે આનાથી મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની રાષ્ટ્રસ્તરે રાજકીય મહત્વાકાંક્ષાના બીજ રોપાયા નથી.
ભાજપશાસિત રાજ્યમાં કોંગ્રેસની લોકપ્રિયતા સુધરી છેઃ કમલનાથ ઃ પરિણામોની સમીક્ષા કરાશેઃ સિબલ
હવે મોદી માટે આગળ ખુલ્લું આકાશ નથી. તેમની રાહ કંઇ સરળ નથી તેમ કહેતાં વિદેશી બાબતોના કેન્દ્રીય પ્રધાન સલમાન ખુરશીદે મોદીને વડાપ્રધાનપદ માટે પ્રોજેક્ટ કરવા અંગે ચાલતી ચર્ચાઓના પ્રતિસાદમાં કહ્યું હતું.
સંસદીય બાબતોના કેન્દ્રીય પ્રધાન કમલનાથે કહ્યુ હતું કે ભાજપશાસિત રાજ્યમાં કોંગ્રેસની લોકપ્રિયતામાં વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં ભાજપે દાવો કર્યો હતો કે તેને ૧૫૦ બેઠકો મળશે અને મતદારોનો ઝોક પણ તેની તરફેણમાં હતો. પરંતુ હવે એ સાબિત થઇ ગયું છે કે કોંગ્રેસ એક તાકાત બનીને ઉભરી છે. ભાજપ નબળો પડયો છે.
ગુજરાતના પરિણામોને જોઇ નિરાશા વ્યક્ત કરતાં કોંગ્રેસના એક અન્ય નેતા અને કેન્દ્રીય પ્રધાન કપિલ સિબલે કહ્યું હતું કે આ જનાદેશ દર્શાવે છે કે જે લોકો મોદીની વિરૃધ્ધમાં છે તે વિરૃધ્ધમાં જ છે અને જે સાથે છે તેઓ સાથે જ છે. અમે આશા રાખી હતી તેવા પરિણામો અમને ન મળ્યા. પરંતુ આ બાબતમાં દેખરેખ રાખવામાં આવશે.

આજે સવારે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીનો ટ્રેન્ડ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં જતા જ કેન્દ્રીય નાણાં પ્રધાન પી. ચિદમ્બરમે કહ્યું હતું કે ત્યાં કોંગ્રેસ જીતેલી કહેવાય કેમ કે તેણે ભાજપને અંકુશમાં રાખવામાં સફળતા મેળવી છે.
પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે 'કોંગ્રેસ હિમાચલ પ્રદેશમાં જીતી છે. ગુજરાતમાં પણ હું માનું છું કે કોંગ્રેસ જ વિજેતા છે. કોંગ્રેસને અનેક બેઠકો પર ફાયદો થયો છે. ભાજપ અંકુશમાં રહ્યો છે. છેલ્લો આંકડો મેં જોયો ત્યારે કોંગ્રેસના આંકડામાં થોડોક સુધારો થયો હતો.'
ચૂંટણીમાં ભાજપની જીત અંગે તેમણે કહ્યું હતું કે આ અપેક્ષિત પરિણામ હતું. સરકાર અને અમલદારશાહી અહીં સમગ્ર તંત્ર પર છવાયેલી છે. ત્યાં એવી સામાન્ય માન્યતા છે. મહત્વની બાબત એ છે કે ત્યાં ભાજપ કોંગ્રેસના સુપડા સાફ કરી દેશે તેમ મનાતું હતું.
આ પરિણામો વર્ષ ૨૦૧૪ની સામાન્ય ચૂંટણી માટે એક સંકેત છે કે તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે અમે હાલમાં ૨૦૧૪ની ચૂંટણી વિશે બોલતા નથી. હજુ એને ૧૬ મહિનાની વાર છે.

મોદી ભલે જીત્યા પણ વડાપ્રધાન પદ માટે તો નીતિશ

રાજ્યના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા છે, વડાપ્રધાન તરીકે નહિ ઃ જદ(યુ)
(પી.ટી.આઇ.) પટના, તા. ૨૦
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભાજપને મળેલા ભવ્ય વિજયને જ.દ. (યુ)એ આવકારતા જણાવ્યું હતું કે ભાજપના વિજયથી એનડીએ વધુ મજબૂત બનશે. સાથે સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે, મોદી ભલે જીત્યા હોય પરંતુ વડાપ્રધાન પદ માટે તો નીતિશકુમાર જ વધારે સારા ઉમેદવાર છે.
બિહાર ખાતે ભાજપના સહયોગી હોવા છતાં જ.દ. (યુ) ગુજરાતમાં સ્વતંત્ર રીતે ચૂંટણી લડયો હતો. ત્યારે બિહારમાં જ.દ. (યુ)ના રાજ્ય પ્રમુખ વશિષ્ઠ નારાયણસિંહે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપના વિજયથી રાષ્ટ્રીય કક્ષાએ એનડીએ વધારે મજબૂત બનશે અને આ ધમાકેદાર વિજયે એ સાબિત કર્યું છે કે, દેશની જનતામાં કોંગ્રેસ વિરોધી લાગણી જન્મી છે.
ગુજરાતમાં જ. દ. (યુ)ના ફાળે ફક્ત એક જ બેઠક આવતા તેમણે જણાવ્યું હતું કે અમે પક્ષનો ગુજરાતમાં વ્યાપ વધારવા માંગતા હતા.
નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવા અંગે તેમણે જણાવ્યું હતું કે, મોરચા સરકારમાં સૌથી મોટા પક્ષની ભૂમિકા મહત્ત્વની હોય છે. અને એન.ડી.એ. પણ સમય આવ્યે વડાપ્રધાનપદ માટે ઉમેદવાર પસંદ કરશે. તેમણે કહ્યું હતું કે તેમના પક્ષે એનડીએના વડાપ્રધાનપદના ઉમેદવાર માટેનું વલણ અગાઉથી સ્પષ્ટ કરી દીધું છે કે એ બિનસાંપ્રદાયિક છબી ધરાવતા હોવા જોઈએ તેમજ બિહાર જેવા વિકસી રહેલા રાજ્ય માટે સહાનુભૂતિ ધરાવતા હોવા જોઈએ.
જ.દ. (યુ)ના નેતા શબીર અલીએ કહ્યું હતું કે, ભલે નરેન્દ્ર મોદી ગુજરાતની ચૂંટણી જીત્યા હોય પરતુ વડાપ્રધાનપદે તો નીતિશકુમાર જ વધારે સારા ઉમેદવાર છે. તેમણે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી એક રાજ્યના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા છે વડાપ્રધાન તરીકે નહિ. મોદીના વિજયને તેમણે એન.ડી.એ. માટે સારો ગણાવ્યો હતો પરંતુ મોદી માટે સામાન્ય ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે મોદીએ તેમનું પદ જાળવી રાખ્યું છે પરંતુ કોઈ મોટી ઉપલબ્ધિ સર્જી નથી.

 

નરેન્દ્ર મોદી વડાપ્રધાનની રેસમાં હોવાના મુદ્દે ભાજપનું મૌન
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૨૦
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિજયની હેટ્રિક નોંધાવનારા નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર હશે કે કેમ તે અંગે પૂછાયેલા સવાલનો જવાબ આપવાનું ભાજપે ટાળ્યું હતું.
નરેન્દ્ર મોદીની ત્રીજી જીત તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવશે કે કેમ તેવું પૂછાતા ભાજપના મુખ્ય પ્રવક્તા રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી ભાજપમાં હંમેશા મહત્ત્વના નેતા રહ્યા છે... ભાજપ કોઈ યુવરાજથી ચાલતો પક્ષ નથી. આ પક્ષ સંપૂર્ણપણે લોકશાહી ઢબે ચાલે છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ તમામ પ્રકારની અડચણો અને દુષ્પ્રચાર સામે લડત આપી છે. આ દુષ્પ્રચાર રાજ્ય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે હતો.
પ્રસાદે જણાવ્યું હતું કે આ દેશમાં જ્ઞાાતિના આધારે ઘણું વિભાજન છે ત્યારે લોકોની અપેક્ષા પર ખરો ઉતરેલો નેતા વિજયી થયો છે. આ બાબત ગુજરાતની ચૂંટણીની વિશેષતા છે. ભાજપ અને બિહારના મુખ્યપ્રધાન નિતિશકુમાર વચ્ચેના સંબંધો અંગે પૂછાયેલા સવાલને પ્રસાદે ટાળ્યો હતો. તેમણે કહ્યું હતું કે મોદી અને કુમારનો મુદ્દો અનેકવાર ચર્ચાયો છે.
બન્ને પક્ષોના મૂળ ઘણા મજબૂત છે અને બન્ને પક્ષોએ અનેક ચૂંટણી સાથે લડી છે.આ મુદ્દે પૂછાયેલા અન્ય સવાલોને 'ધારણા કે અનુમાનો' ગણાવી તેમણે કહ્યું હતું કે અમને નરેન્દ્ર મોદીના વિજયની ઉજવણી કરવા દો. વડાપ્રધાન પદે બેસવાની ક્ષમતા ધરાવતા અનેક નેતાઓ ધરાવવાનો ભાજપને ગર્વ છે તેવું પણ પ્રસાદે જણાવ્યું હતું.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મહિલા પર અત્યાચાર કરનારાને જેલની લાંબી સજા આપશે રાજ્ય સરકારનો કાયદો
લાંબા ગાળે ભારતીય એરલાઇનો વિદેશી એરલાઇનોની આંતરદેશીય શાખા બની જશે

થાણે જિલ્લાનું વિભાજન થશે ઃ નવા જિલ્લા પાલઘરને વિકાસ માટે રૃા. ૫૦૦ કરોડ મળશે

સબ-ઈન્સ્પેક્ટરે પાલાંડેને છટકવા દીધા બાદ તેણે ત્રણ હત્યા કરી હતી
મુંબઈમાં કારના કાચ ઉપરથી ડાર્ક ફિલ્મ ઉતરાવવા પોલીસ કામે લાગી
મહિલા પર અત્યાચાર કરનારાને જેલની લાંબી સજા આપશે રાજ્ય સરકારનો કાયદો
લાંબા ગાળે ભારતીય એરલાઇનો વિદેશી એરલાઇનોની આંતરદેશીય શાખા બની જશે

થાણે જિલ્લાનું વિભાજન થશે ઃ નવા જિલ્લા પાલઘરને વિકાસ માટે રૃા. ૫૦૦ કરોડ મળશે

યુ.બી.એસ.ના વ્યાજદરમાં ચેડા કરનારા પરસ્પર 'હીરો''સુપરમેન'થી બોલાવતા હતા

પાક.માં હિન્દુ વેપારીનું બંદૂકની અણીએ અપહરણ
અમેરિકા પાકિસ્તાનને ૬,૮૮૦ લાખ ડોલરની સહાય કરશે

ભારતીય ડેન્ટિસ્ટના મૃત્યુથી આયર્લેન્ડના કાયદામાં પરિવર્તન

નાઈજિરીયા પાસે પાંચ ભારતીય ખલાસીઓનું અપહરણ
કેપ્ટન્સીના ભાર હેઠળ કોહલીની બેટિંગ પર ચિંતાજનક અસર થશે

ભારતે પ્રથમ ટ્વેન્ટી-૨૦માં ઈંગ્લેન્ડ સામે પાંચ વિકેટથી વિજય મેળવ્યો

 
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved