Last Update : 21-December-2012, Friday

 

ભ્રષ્ટાચાર અને મોંઘવારીના આક્ષેપો છતાં
હિમાચલમાં કોંગ્રેસનો વિજય ઃ વીરભદ્ર મુખ્ય મંત્રીના પ્રબળ દાવેદાર ઃ ભાજપે સત્તા ગુમાવી

૬૮માંથી કોંગ્રેસને ૩૬ અને ભાજપને ૨૬ બેઠકો ઃ '૭૭ પછી કોઇ પક્ષની સતત બીજી સરકાર ન બનવાનો રેકોર્ડ કાયમ

(પીટીઆઇ) શિમલા, તા. ૨૦
હિમાચલ પ્રદેશમાં ૧૯૭૭ પછી અત્યાર સુધી કોઇ પણ પક્ષ દ્વારા સતત બીજી વખત સરકાર નહીં બનાવી શકવાનો રેકોર્ડ આ વખતે પણ કાયમ રહ્યો છે. ભ્રષ્ટાચાર અને મોંઘવારીના આક્ષેપો છતાં કોંગ્રેસે ૩૬ બેઠકો પર વિજય મેળવી ભાજપ પાસેથી સત્તા છીનવી લીધી છે. ભાજપને આ વખતે ૨૬ બેઠકો મળી છે જ્યારે અપક્ષોએ પાંચ બેઠકો પર વિજય મેળવ્યો છે. હિમાચલ લોકહિત પાર્ટી એક બેઠક મેળવવામાં સફળ રહી છે.
ઉલ્લેખનીય છે કે ૨૦૦૭ની ચુંટણીમાં ભાજપે ૪૧ બેઠકો મેળવી હતી જ્યારે કોંગ્રેસે ૨૩ બેઠકો પર વિજય મેળવ્યો હતો. રાજયમાં સરકાર બનાવવા માટે કોઇ પણ પક્ષ કે ગઠબંધનને ૩૫ સભ્યોનું સમર્થન હોવું જરૃરી છે. હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ વીરભદ્ર સિંહે શીમલા ગ્રામીણ બેઠક પર વિજય મેળવ્યો છે. હમીપુર બેઠક પર મુખ્યપ્રધાન પ્રેમકુમાર ઘુમલે વિજય મેળવ્યો છે. વીરભદ્ર સિંહને મુખ્ય પ્રધાનના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. તેઓ હાલમાં લોકસભાના સાંસદ પણ છે. ૭૮ વર્ષીય વીરભદ્ર સિંહ અગાઉ પાંચ વખત મુખ્ય પ્રધાન રહી ચુક્યા છે. આ વખતે રાજયમાં ૭૪ ટકા જેટલુ વિક્રમી મતદાન થયું હતું. બસપાએ ૬૬, હિમાચલ લોકહિત પાર્ટીએ ૩૬, તૃણમુલ કોંગ્રેસે ૨૫, સમાજવાદી પાર્ટીએ ૧૬, માકપાએ ૧૫ બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા હતાં. આ ચુંટણી દરમિયાન ભાજપે વીરભદ્ર સિંહ પર ભ્રષ્ટાચારના આરોપો મૂક્યા હતાં.
સૌથી વધુ સરસાઇથી કોંગ્રેસના મોહનલાલે વિજય મેળવ્યો છે. તેઓ ૨૮,૪૧૫ મતોથી રોહરો બેઠક પરથી વિજયી રહ્યા છે.
સૌથી ઓછા મતોથી ભાજપના રાજીવ સૈઝલ જીત્યા છે. તેઓ માત્ર ૨૪ મતોથી કસૌલી બેઠક પરથી વિજયી રહ્યા છે.

ચાર કેબિનેટ પ્રધાનોનો પરાજય
(પીટીઆઇ) શિમલા, તા. ૨૦
હિમાચલના બાગાયત પ્રધાન નરિન્દર બ્રાગતા શિમલા જિલ્લાની જુબ્બલ અને કોઠારી બેઠક પરથી હારી ગયા છે. તેમને કોંગ્રેસના રોહિત ઠાકુરે ૮૦૦૦ મતોથી હરાવી દીધા છે. આ ઉપરાંત અન્ય ત્રણ કેબિનેટ પ્રધાનો ખિમિ રામ, ક્રિશનકુમાર અને રોમેશ ધવાલાને હારનો સામનો કરવો પડયો છે. જો કે અન્ય કેબનિટ પ્રધાનો ગુલાબ સિંહ, મોહિન્દર સિંહ, જયરામ ઠાકુર, રવિન્દરસિંહ રવિ,ઇશ્વરદાસ ધિમન અને સારવિન ચૌધરીએ વિજય મેળવ્યો છે. શિક્ષણ પ્રધાન ઇશ્વરદાસ ધિમન કોંગ્રેસના રોમેશ ચાંદ વિરુદ્ધ ૧૦,૦૬૨ મતોથી જીતી ગયા છે. ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ પ્રધાન જયરામ ઠાકુર સેરાજ બેઠક પરથી જીતી ગયા છે. તેમણે કોંગ્રેસના તારા ઠાકુરને હરાવી દીધા છે.

સોનિયા ગાંધી હિમાચલના મુખ્ય પ્રધાન નકકી કરશે ઃ વીરભદ્ર
(પીટીઆઇ) શિમલા, તા. ૨૦
હિમાચલ પ્રદેશમાં કોંગ્રસના વિજય પછી પક્ષના વરિષ્ઠ નેતા વીરભદ્ર સિંહે આજે જણાવ્યું હતું કે તેમણે ચૂંટણીમાં તમામ શક્ય પ્રયત્નો કર્યા હતા અને હવે સોનિયા ગાંધી મુખ્ય પ્રધાન નક્કી કરશે.
બહારના ઉમેદવારને મુખ્ય પ્રધાન બનાવવાની શક્યતા નકારી
વીરભદ્ર સિંહે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મને પક્ષને સત્તામાં લાવવાની કામગીરી સોંપવામાં આવી હતી અને મે સંપૂર્ણ તાકાત સાથે આ કામગીરી કરી હતી. હવે અમારા રાષ્ટ્રીય નેતાએ નક્કી કરવાનું છે કે રાજ્યના મુખ્ય પ્રધાન કોણ બનશે.
સિંહે જણાવ્યું હતું કે એ વાતની સંભાવના નથી કે કોંગ્રેસ હાઇકમાન્ડ કોઇ બહારના ઉમેદવારને મુખ્ય પ્રધાન બનાવશે.
વીરભદ્ર સિંહે બુધવારે કેન્દ્રીય પ્રધાન આનંદ શર્માને મુખ્ય પ્રધાન બનાવવાની સંભાવનાને ફગાવી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે શર્મા દાવેદાર છે કે નહીં તે મને ખબર નથી પરંતુ તે અહીં આવી રહ્યા નથી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મહિલા પર અત્યાચાર કરનારાને જેલની લાંબી સજા આપશે રાજ્ય સરકારનો કાયદો
લાંબા ગાળે ભારતીય એરલાઇનો વિદેશી એરલાઇનોની આંતરદેશીય શાખા બની જશે

થાણે જિલ્લાનું વિભાજન થશે ઃ નવા જિલ્લા પાલઘરને વિકાસ માટે રૃા. ૫૦૦ કરોડ મળશે

સબ-ઈન્સ્પેક્ટરે પાલાંડેને છટકવા દીધા બાદ તેણે ત્રણ હત્યા કરી હતી
મુંબઈમાં કારના કાચ ઉપરથી ડાર્ક ફિલ્મ ઉતરાવવા પોલીસ કામે લાગી
મહિલા પર અત્યાચાર કરનારાને જેલની લાંબી સજા આપશે રાજ્ય સરકારનો કાયદો
લાંબા ગાળે ભારતીય એરલાઇનો વિદેશી એરલાઇનોની આંતરદેશીય શાખા બની જશે

થાણે જિલ્લાનું વિભાજન થશે ઃ નવા જિલ્લા પાલઘરને વિકાસ માટે રૃા. ૫૦૦ કરોડ મળશે

યુ.બી.એસ.ના વ્યાજદરમાં ચેડા કરનારા પરસ્પર 'હીરો''સુપરમેન'થી બોલાવતા હતા

પાક.માં હિન્દુ વેપારીનું બંદૂકની અણીએ અપહરણ
અમેરિકા પાકિસ્તાનને ૬,૮૮૦ લાખ ડોલરની સહાય કરશે

ભારતીય ડેન્ટિસ્ટના મૃત્યુથી આયર્લેન્ડના કાયદામાં પરિવર્તન

નાઈજિરીયા પાસે પાંચ ભારતીય ખલાસીઓનું અપહરણ
કેપ્ટન્સીના ભાર હેઠળ કોહલીની બેટિંગ પર ચિંતાજનક અસર થશે

ભારતે પ્રથમ ટ્વેન્ટી-૨૦માં ઈંગ્લેન્ડ સામે પાંચ વિકેટથી વિજય મેળવ્યો

 
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved