Last Update : 21-December-2012, Friday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૧-૧૨-૨૦૧૨, શુક્રવાર
માગશર સુદ નોમ- પંચક હવામાનમાં ફેરફારી ?
ઉત્તરાયણ- શિશિર ઋતુનો પ્રારંભ
ગુંસાઈજીની વધાઈનો પ્રારંભ

 

દિવસના ચોઘડિયા ઃ ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા ઃ રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૭ ક. ૧૮ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૮ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૭ ક. ૧૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૧ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૭ ક. ૦૮ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૪ મિ.
નવકારસી સમય (અ) ૮ ક. ૦૬ મિ. (સૂ) ૮ ક. ૦૧ મિ. (મું) ૭ ક. ૫૬ મિ.
જન્મ રાશિ ઃ આજે જન્મેલ બાળકની મીન (દ. ચ. ઝ. થ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ ઉત્તરાભાદ્રપદ સવારના ૯ ક. ૪૮ મિ. સુધી પછી રેવતી
ગોચર ગ્રહ ઃ સૂર્ય - ધન, મંગળ- મકર, બુધ- વૃશ્ચિક, ગુરૃ- વૃષભ, શુક્ર- વૃશ્ચિક, શનિ- તુલા, રાહુ- વૃશ્ચિક, કેતુ- વૃષભ, હર્ષલ (યુરેનસ)- મીન, નેપચ્યુન- કુંભ, પ્લુટો- ધન, ચંદ્ર- મીન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૯ ક્રોધી સં. શાકે ૧૯૩૪ નંદન સંવત્સર જૈનવીર સંવતઃ ૨૫૩૯ ઉત્તરાયણ શિશિર ઋતુ, રા.દિ. મા. ૩૦
માસ તિથિ વાર માગશર સુદ નોમ ને શુક્રવાર
- સાયન સૂર્ય મકરમાં ૧૬ ક. ૪૩ મિ.થી
- સાયન સૂર્ય સંક્રાંતિ પુણ્યકાળ ૧૬ ક. ૪૩ મિ.થી સૂર્યાસ્ત સુધી
- આજથી ઉત્તરાયણ, શિશિર ઋતુનો પ્રારંભ.
- આજે પંચક છે.
- ગુંસાઈજીની વધાઈનો પ્રારંભ
- હરિનવમી
- ઘી, તેલના ભાવો વધે ! અનાજમાં મંદી ! રૃ, લાલ વસ્ત્ર, અનાજના ભાવ વધે ! ગોળમાં વૃદ્ધિ.
- કોઈ સ્થળે પવન ફૂંકાય ? ઠંડી, હિમ, વરસાદ થાય ?
- પ્રજાને રાહત, હળવાશ !
મુસલમાની હિજરીસન ઃ ૧૪૩૪ સફર માસનો ૭ રોજ.
પારસી શહેનશાહી વર્ષ ઃ ૧૩૮૨ અમરદાદ માસનો ૬ રોજ ખોરદાદ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજથી શિશિર ઋતુનો પ્રારંભ થઈ રહ્યો છે. તેથી આપના આરોગ્યની કાળજી રાખવી, નોકરી- ધંધામાં જોખમ કરવું નહીં.

 

વૃષભ ઃ શિશિર ઋતુના પ્રારંભે આજે નોકરી- ધંધાના કામમાં સાનુકૂળતા રહે. આપની શારીરિક- માનસિક સ્ફૂર્તિથી આનંદમાં રહો.

 

મિથુન ઃ આજે આપના નોકરી- ધંધાના જૂના- નવા સંબંધોમાં વ્યવહારિક, સામાજિક સંબંધોમાં કોઈને મળવાનું થાય, ખર્ચ થાય.

 

કર્ક ઃ તમારા અંગત કામ માટે કોઈને મળવાનું થાય. નોકરી- ધંધાના કામમાં સાનુકૂળતા રહે. રૃકાવટવાળા માર્ગ સરળ થતો જાય.

 

સિંહ ઃ આજથી શિશિર ઋતુનો પ્રારંભ થઈ રહ્યો છે તેથી આપે આપના આરોગ્યમાં ખાવા-પીવામાં ધ્યાન રાખવું. નોકરી- ધંધામાં જોખમ કરવું નહીં.

 

કન્યા ઃ આપના હૃદય-મનની પ્રસન્નતા રહે. રોજીંદા કામમાં સાનુકૂળતા રહે, પત્ની- પુત્ર- પૌત્રાદિકનું, નોકરી- ધંધાનું કામ થઈ શકે.

 

તુલા ઃ શિશિર ઋતુના પ્રારંભે આપના આરોગ્યની કાળજી રાખવી. સામાન્ય બીમારીની ઉપેક્ષા કરવી નહીં નોકરી- ધંધાના કામની ચિંતા રહે.

 

વૃશ્ચિક ઃ આજથી શિશિર ઋતુનો પ્રારંભ થતા આપના આરોગ્યની કાળજી રાખવી. વધુ પડતા શ્રમ- થાક- દોડધામમાં જમવાની અનિયમિતતાથી તકલીફ થાય.

 

ધનઃ શિશિર- ઋતુનો પ્રારંભે શરદી-કફ- ખાંસી- તાવથી સંભાળવું. નોકરી- ધંધાના કે અન્ય કામમાં આજે ચિંતા ઉચાટ રહે.

 

મકર ઃ શિશિર ઋતુનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે તેથી આરોગ્યની કાળજી રાખવી વધુ પડતી કામગીરી દોડધામથી તકલીફ થાય.

 

કુંભ ઃ આજથી શિશિર ઋતુનો પ્રારંભ થઈ રહ્યો છે તેથી અન્યની બીમારી- ચિંતા મુશ્કેલી, દખલગીરીના કારણે શાંતિ જણાય નહીં.

 

મીન ઃ શિશિર ઋતુના પ્રારંભે શરદી- ખંાસી મસ્તક ગળામાં, ગરદનમાં દર્દપીડાથી, શ્રમ- થાક ચિંતાથી અનિદ્રાથી બેચેની અનુભવો.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨૧-૧૨-૨૦૧૨, શુક્રવાર

આજથી શરુ થતા આપના જન્મવર્ષ દરમ્યાન નોકરી- ધંધામાં ઉતાવળીયા જોખમી કોઈ નિર્ણયો કરવા નહીં. લોભ- લાલચમાં લાભને બદલે નુકસાની થાય. પોતાનું નસીબ બે ડગલા પીછેહઠ કરતું હોય તેમ લાગ્યા કરે.

 

વિશેષમાં -* આપે પેટ- કમર- ગુદા પેશાબના ભાગમાં, આંખમાં દર્દપીડાથી સંભાળવું. પડવા વાગવાથી ફ્રેક્ચરથી આપને દર્દપીડા અનુભવાય, રોજીંદા, કામકાજમાં, રૃકાવટ મુશ્કેલી અનુભવો.

 

* નોકરી- કામચલાઉ હોય કે કાયમી હોય તેમને વર્ષ સંઘર્ષનું રહે. નસીબ યારી આપે નહીં ખાતાકીય પરેશાની- તપાસ- શિક્ષા- બંધન, આક્ષેપ અપયશથી સંભાળવું.

 

* ધંધામાં દેવું કરવું નહીં જોખમ વધારવું નહી. માલનો ભરાવો કરવો નહીં. ભાગીદારી ધંધામાં વિખવાદ થાય.* સ્ત્રી વર્ગને ગાયનેક તકલીફ, કમરમાં, ખભામાં તકલીફના લીધે રોજીંદા કામમાં તકલીફ અનુભવાય.

 

* વિદ્યાર્થી વર્ગને પરીક્ષા સમયે આરોગ્યની કાળજી રાખવી પડે. મિત્રવર્ગથી આસપાસના પરીક્ષાર્થી સંભાળવું પડે.

 

સુપ્રભાતમ્

- સર્વ મંગળનું ધામ એવા શ્રી હરિ જેમના હૃદયમાં વસે છે, તેમને સદા યશ મળે અને જય મળે, તેમનો પરાજય ક્યાંથી હોય ?

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગન વિમાનમાં પહેલીવાર બેઠો અને એ મુંબઈ જઈ રહ્યો હતો. વિમાન અડધી કલાક મોડું ઉપડયું અને રનવે પર દોડવા લાગ્યું. એ જોઈને છગન બુમ મારવા લાગ્યો, ''અરે ! અરે ! વિમાન પહેલાંથી જ અડધી કલાક મોડું ઉપાડયું છે અને હવે પાછા બાય રોડ લઈ જઈ રહ્યા છે ? વિમાન ઊભું રાખો, ઊભું રાખો ! મારી ટિકિટના પૈસા પાછા આપો, હું નીચ ઉતરી જઉં છું.''

[Top]
 

આજ ની રેસીપી

સ્વાદિષ્ટ પુડિંગ અને કટલેસ

બાસ્કેટ કેક(ફરાળી)

 

સામગ્રી ઃ ૧૨૫ ગ્રામ આરારોટનો લોટ, ૧ મોટી ચમચી બેકંિગ પાવડર, (મોટી ચમચી ખાંડ (દળેલી) ૮ મોટી ચમચી મિલ્ક પાવડર, ૪ મોટી ચમચી માખણ, જરૂર પ્રમાણે દૂધ અને વેનીલા એસેન્સ.

 

રીત ઃ આરારોટનાલોટમાં બેકંિગ પાવડર નાખી જીણી ચરણીથી ત્રણ-ચાર વખત ચાળવું. માખણમાં ખાંડ નાખી. લાકડાના ચમચાથી ક્રીમ જેવું ઘટ્ટ થાય ત્યાં સુધી ફીણવું તેમાં મિલ્ક પાવડર મિક્સ કરો. હવે બેકંિગ પાવડર મિક્સ આરારોટનો લોટ તેમા ંનાખી ફરીથી મિક્સ કરો. તેમાં થોડું દૂધ નાખી મિશ્રણને પાતળું કરવું તથા વેનિલા એસેન્સ નાખવું. હવે ખીરું ચમચામાં ચોટાડ્યા વગર નીચે પડે એવું બનાવવું. ગોળ ટીનમાં ઘી લગાડી આરારોટ છાંટી મિશ્રણ નાખો. ઓવનમાં મઘ્યમ આંચે ૨૫-૩૦ મિનિટ બેક કરવું. ઠંડુ થાય પછી બહાર કાઢો.

 

કેન્ડલ માટેની સામગ્રી ઃ રાજગરાનો લોટ, જરૂરપ્રમાણે ખાંડ, મોણ માટે ઘી, ચેરી.

 

રીત ઃ રાજગરાના લોટમાં ઘીનું મોણ નાખી પાણીથી બાંધી તેની સરખી સ્ટીક્સ કરી ઘીમાં તળવી તથા ચાસણી પીવડાવી. સહેજ ભીની હોય ત્યારે અડધી ચેરી ચોટાડવી.

 

આઈસીંગ માટે ઃ ૨૦૦ ગ્રામ આઈસીંગ સુગર, ૮ ચમચી માખણ, લાલ રંગ, લીલો રંગ મિક્સ કરી તેના ત્રણ ભાગ કરો. એકમાં લાલ રંગ એકમાં લીલો અને ત્રીજો ભાગ એમને એમ જ રહેવા દો.

 

બાસ્કેટ માટે ઃ ૧ વાટકી લાલ તલ, ૧/૨ વાટકી ખાંડ. ખાંડે પહોળા જાડા વાસણમાં ગરમ કરવી. પીગળીને બ્રાઉન રંગ થાય એટલે તેમાં તલ નાખવા. જરા જાડુ થવા આવે એટલે નીચે ઉતારી ઘી લગાડેલી થાળી પર પાથરી, તરત જ વણવું. વણેલી પેસ્ટને ઘી લગાડેલા મોલ્ડમાં મૂકી દાબી દેવી. તેના છેડા ખાંડની ચાસણીમાં બોળી બાસ્કેટની બંને બાજુએ ચોંટાડી દેવા.

 

ડેકોરેશન ઃ ઠંડા કે કેક પર ચારે બાજુ સફેદ આઈસીંગ કરો. બાસ્કેટમાં કેક મૂકી બાસ્કેટની કિનારી પર નોઝલથી સફેદ કોટ્‌સ કરવા હેન્ડલ પર પણ ડોટ્‌સ કરવા. વચ્ચે કેન્ડલ મૂકી આજુબાજુ લાલ-લીલા રંગથી ડેકોરેશન કરો.

[Top]
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved