Last Update : 20-December-2012, Thursday

 

બઢતીમાં અનામત મુદ્દે લોકસભામાં ધમાલ ઃ સપા સાંસદે બિલ ફાડયું

સપાના ઉગ્ર વિરોધ વચ્ચે સરકાર આજે બિલ પસાર કરવા કટિબધ્ધ

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૧૯
સરકારી નોકરીઓમાં બઢતીમાં અનુસૂચિત જાતિ અને જનજાતિને અનામત અંગેના બિલની નકલને સમાજવાદી પાર્ટીના સભ્યએ લોકસભામાં ફાડી નાખતા ગૃહમાં ભારે હોબાળો મચી ગયો હતો. સપાનાં યશવીર સિંહે રાજયકક્ષાના પ્રધાન બી. નારાયણ સામીના હાથમાંથી બિલની નકલ ઝુંટવી લીધી હતી. આ અગાઉ બંધારણ સુધારણા બિલ અંગે ગૃહમાં ચર્ચા શરૃ થાય તે પહેલાં લોકસભામાં ભારે ઉહાપોહ જોવા મળ્યો હતો. આ બિલના મુદ્દે લોકસભાની કામગીરી બે વખત મોકુફ રાખવી પડી હતી. દરમિયાન લોકસભામાં બઢતીમાં અનામતને મુદ્દે સપા સાથે થયેલા ઘર્ષણને કોંગ્રેસે બહુમત્વ આપ્યું ન હોતું. કોંગ્રેસે જણાવ્યું હતું કે આ મુદ્દે સપા સાથે વાટાઘાટો ચાલી રહી છે. સરકાર આવતી કાલે બિલ લોકસભામાં પસાર કરવાના પ્રયત્નો કરશે.
નારાયણ સામી બઢતીમાં અનામત અંગેનું બિલ પસાર કરવા માટે તેમની જગ્યાએ ઊભા થયા કે તરત જ સપાના યશબીર સિંહે બિલ તેમના હાથમાંથી ઝુટવી લઇને ફાડી નાખ્યું હતું. સિંહના આ પગલાના પરિણામે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના વડપણ હેઠળ કોંગ્રેસના સભ્યો ગૃહની મધ્યમાં ધસી આવ્યા હતાં અને તેમણે સિંહને અટકાવવાની માગણી કરી હતી. જેના કારણે ગૃહમાં ભારે તંગદિલી ઉભી થઈ હતી. ત્યાર બાદ કોંગ્રેસ અને સપાના સભ્યો વચ્ચે ગરમાગરમીના દ્રશ્યો પણ સર્જાયા હતા. ગૃહના અધ્યક્ષ મીરા કુમારે આ ઘટનાક્રમના કારણે ગૃહને મોકુફ જાહેર કર્યું હતું. સપા આ બિલના વિરોધના મુદ્દે ગૃહમાં એકલી પડી ગઈ છે. આ બિલ ગયા સોમવારે રાજયસભામાં પસાર થઇ ગયું છે અને આજે તેને લોકસભામાં પસાર કરવાની શાસક ગઠબંધનની યોજના હતી.
મહિલાઓ પર વધતાં અત્યાચારોના મામલે મહિલાઓના રક્ષણની માગણી કરતા સૂત્રોચ્ચારમાં શિવસેના, અકાલી દળ, જદ (યુ) અને ભાજપના મહિલા સાસંદો જોડાયા હતા.
દરમિયાન બઢતીમાં અનામતના મુદ્દે સપાના વલણથી જરા પણ નિરાશ થયા વગર સરકારે આવતીકાલે આ બિલ લોકસભામાં પસાર કરવાની કટિબદ્ધતા વ્યકત કરી હતી. કોંગ્રેસે પ્રવકતા રેણુકા ચૌધરીએ જણાવ્યું હતું કે સરકાર સપા સાથે વાટાઘાટો ચાલુ રાખશે. આજે ગૃહમાં બનેલી ઘટના અંગે ચૌધરીએ દુઃખની લાગણી વ્યકત કરી હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યુ.બી.એસ.ના વ્યાજદરમાં ચેડા કરનારા પરસ્પર 'હીરો''સુપરમેન'થી બોલાવતા હતા

પાક.માં હિન્દુ વેપારીનું બંદૂકની અણીએ અપહરણ
અમેરિકા પાકિસ્તાનને ૬,૮૮૦ લાખ ડોલરની સહાય કરશે

ભારતીય ડેન્ટિસ્ટના મૃત્યુથી આયર્લેન્ડના કાયદામાં પરિવર્તન

નાઈજિરીયા પાસે પાંચ ભારતીય ખલાસીઓનું અપહરણ
આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પુણેમાં પ્રથમ ટ્વેન્ટી-૨૦ જંગ

ધોનીની કેપ્ટન્સીનો મદાર આવનારી મેચોના પરિણાંમ પર રહેશે

ભારતને ટ્વેન્ટી-૨૦ના વર્લ્ડ રેન્કિંગમાં નંબર વન બનવાની તક
બઢતીમાં અનામત બિલનો વિરોધ ચાલુ રાખીશું ઃ મુલાયમસિંહ
કર્ણાટકમાં લોકાયુક્તનો હવાલદાર જ લાંચીયો નિકળ્યો

આઇ. આઇ. ટી. બી.ના વિદ્યાર્થીને દોઢ લાખ ડૉલરની સર્વોચ્ચ ઓફર

ઉ.પ્ર.માં સરકારી અધિકારીઓની સવિનય કાનૂન ભંગની ચેતવણી
લોકપાલ બિલ રજૂ થયા વગર જ વધુ એક સત્ર પૂરું થશે
પાકિસ્તાન સામેના મુકાબલામાં ભારતનો મદાર સ્પિનરો પર રહેશે
ટ્વેન્ટી-૨૦માં ધોનીનું ઓપનીંગ કોમ્બીનેશન જોવા બધા આતુર છે
 
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved