Last Update : 20-December-2012, Thursday

 

સુષમાએ ઝડપથી પગલાં લેવાની માગ કરી
સોનિયા ગાંધી ભોગ બનેલી છાત્રાને હોસ્પિટલમાં મળ્યાં

શીલા દીક્ષિત અને શિંદેને પત્રો લખી ઘટનાને શરમજનક ગણાવીઃ પગલાં લેવાનું કહ્યું

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૧૯
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી બળાત્કારનો ભોગ બનેલી વિદ્યાર્થિનીને મળવા માટે હોસ્પિટલમાં ગયા હતા. ગેંગરેપની ઘટનાને ગંભીરતાથી લઇને તેને શરમજનક ગણાવી હતી. તેમણે દિલ્હીના મુખ્ય પ્રધાન શીલા દીક્ષિત અને કેન્દ્રીય ગૃહ પ્રધાન સુશીલ કુમાર શિંદેને કડક શબ્દોમાં પત્રો લખીને આવી ઘટના અવાર-નવાર બનતી હોવા તરફ ધ્યાન દોર્યું હતું. તેમણે ખાતરી આપી હતી કે આવા જંગલિયતભરી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે શક્ય કડક પગલાં લેવામાં આવશે.
તેઓ આશરે ૧૫-૨૦ મિનિટ હોસ્પિટલમાં રહ્યા હતા અને ડોક્ટરો સાથે વાત કરી હતી. તેઓ પીડિતના વાલીઓને પણ મળ્યા હતા. વિદ્યાર્થિની કટોકટીભરી સ્થિતિમાં હોવાની ડોક્ટરોએ તેમને માહિતી આપી હતી.
શીલા દીક્ષિતને લખેલાં પત્રમાં સોનિયાએ કહ્યું હતું કે આવી હિંસા અને ગુનાઇત પ્રવૃત્તિની માત્ર ટીકા કરવાથી કામ નહિ ચાલે. તેની સામે લડવા માટે નક્કર પ્રયાસો જરૃરી છે. નિયમિત અંતરે બનતી આ ઘટના દિલ્હીમાં આપણી પુત્રીઓ, બહેનો અને માતાઓની સલામતી સામે સવાલ ઉઠાવે છે.
શિંદેને લખેલાં પત્રમાં તેમણે ઉમેર્યું હતું કે આ અમારા માટે શરમજનક બાબત છે કે એક યુવા વિદ્યાર્થિની પર દેશની રાજધાનીમાં ચાલુ બસે સામૂહિક બળાત્કાર કરી શકાય છે અને તેને સડક પર ફેંકી દેવામાં આવે છે.
જોકે તે અંગે વિપક્ષના નેતા ભાજપના સુષમા સ્વરાજે કહ્યું હતું કે સોનિયા ગાંધીના પક્ષની સરકાર કેન્દ્રમાં છે. તેમણે કડક પગલાંની માગ કરવાને બદલે પગલાં લેવાની જરૃર છે.

દિલ્હીમાં વિદ્યાર્થિની પર થયેલી
ગેંગરેપની ઘટના પર આટલી કાગારોળ કેમ?ઃ જસ્ટિસ કાત્જૂ
સંસદ અને મીડિયાએ દેશની અન્ય સમસ્યાને લઇને આટલો હાઇપ ક્યારેય ઊભો કર્યો નથી
નવી દિલ્હી, તા. ૧૯
દિલ્હીમાં ત્રણ દિવસ અગાઉ મેડિકલની વિદ્યાર્થિની પર થયેલાં સામૂહિક બળાત્કારની ઘટનાથી સમગ્ર દેશમાં રોષ વ્યાપી રહ્યો છે. સંસદથી માર્ગો પર આ રોષ દેશના નેતાઓથી માંડીને સામાન્ય માણસોમાં ભંયકરરીતે વ્યાપી રહ્યો છે. પરંતુ પ્રેસ કાઉન્સિલના અધ્યક્ષ માર્કંડેય કાત્જૂ માને છે કે આ મામલે મીડિયાને જોશ નહિ પરંતુ હોશથી કામ કરવાની જરૃર છે.
કાત્જૂએ આ મામલે જારી કરેલાં નિવેદનમાં જણાવ્યું હતું કે કેટલાક લોકો દિલ્હીમાં બનેલી આ ઘટના વિશે મારો અભિપ્રાય પૂછી રહ્યા હતા. હું આ ઘટનાની જોરદાર ટીકા કરું છું. મારું માનવું છે કે જે પણ દોષી છે તેમને કડક સજા આપવી જોઇએ. પરંતુ તેની સાથે સાથ હું આ પણ જાણવા માગું છું કે શું આ ઘટના દેશના અન્ય કોઇ જગ્યાએ બની હોય તો શું મીડિયા કે સંસદમાં આ પ્રકારે જ કાગારોળ મચી હોત ? ખાસકરીને ગ્રામ્ય વિસ્તારોમાં આ ઘટના બને છે ત્યારે તેની સામે અવાજ ઉઠાવનારા ઘણાં ઓછા હોય છે. પરંતુ આપણે માનવું જોઇએ કે દિલ્હી સંપૂર્ણ ભારત નથી.
કાત્જૂએ કહ્યું હતું કે છેલ્લાં ૧૦થી ૧૫ વર્ષમાં વિદર્ભ અને આંધ્ર પ્રદેશ સહિત અનેક સ્થળોએ અઢી લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. જે કદાચ તેનીરીતે એક વિશ્વરેકોર્ડ હશે. પરંતુ તેના પર કદાચ જ ક્યારેય કોઇએ કાગારોળ મચાવ્યો હશે. હાલમાં ૪૮ ટકા બાળકો કુપોષણથી પીડાય છે. જે સોમાલિયા અને ઇથિયોપિયાથી પણ બદતર હાલત કહી શકાય. હાલમાં દેશમાં બેરોજગારીનું પ્રમાણ ૩૩ ટકાએ પહોંચ્યું છે. ગરીબો માટે આરોગ્યની સવલતનો અભાવ છે. શિક્ષણમાં પણ આ જ પરિસ્થિતિ છે. મોંઘવારી આસમાને છે.
હાલમાં દેશની ૮૦ ટકા વસતિ કેવીરીતે પોતાનું ગુજરાન ચલાવે છે તે પણ એક આશ્ચર્ય છે. પરંતુ ક્યારેય મીડિયા કે સંસદમાં તે અંગે કાગારોળ મચ્યો નથી. જોકે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે એમ કહીને હું બળાત્કારને યોગ્ય ઠેરવવાનો મારો પ્રયાસ નથી. હું લોકોને મર્યાદામાં રહીને દિલ્હીની ગેંગરેપની ઘટનાને હાઇપ નહિ આપવાની અપીલ કરું છું. હાલ એવું લાગે છે કે બળાત્કાર જ દશની એકમાત્ર સમસ્યા છે. હાલમાં બળાત્કાર માટે ૩૭૬ની કલમ છે અને તેમાં દોષિતને આજીવન કારાવાસની મહત્તમ સજાની જોગવાઇ છે. મને આમાં ફાસીની સજાની કલમ ઉમેરવાનું કારણ દેખાતું નથી.

ઉ. પ્રદેશના મુખ્યપ્રધાન અખિલેશની જાહેરાત
ગેંગરેપની પીડિતાની સારવારનો ખર્ચ ઉ.પ્ર. સરકાર ઉપાડશે
લખનૌ, તા. ૧૯
નવી દિલ્હીમાં રવિવારે રાત્રે ચાલુ બસે બનેલા ગેંગ રેપની પીડિત યુવતીની સારવારનો ખર્ચ ઉત્તર પ્રદેશ સરકાર ઉપાડશે આ ઉપરાંત યુવતીને સરકારી નોકરી પણ અપાશે તેવી રાજ્યના મુખ્યપ્રધાન અખિલેશ યાદવે જાહેરાત કરી છે.
યુવતી અને ઘટનામાં તેની સાથે ઘાયલ થયેલા તેના મિત્રને સરકારી નોકરીની ઓફર
અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, તેમને આ જધન્ય અપરાધથી ઘણું દુઃખ થયું છે અને તેમની સરકાર યુવતીની સારવારનો ખર્ચ વહન કરવાની સાથે યુવતી તેમજ તેના મિત્રને સરકારી નોકરી પણ આપશે.
આ યુવતી ઉત્તરપ્રદેશના બલિયાની વતની છે અને દિલ્હીની એક હોસ્પિટલમા ંકેટલાક મહિનાઓથી તેની ઇન્ટર્નશીપ ચાલી રહી હતી. બળાત્કારનો ભોગ બનેલી યુવતીને ઝડપી ન્યાય મળે તેવી માગણી કરતા યાદવે જણાવ્યું હતું કે, અત્યારે યુવતીને સાથ આપવાની તાતી જરૃરિયાત છે અને સાથે ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરીથી ન બને તે સુનિશ્ચિત કરવું પણ જરૃરી છે.
ઉલ્લેખનીય છે કે ગેંગ રેપનો ભોગ બનેલી આ ૨૩ વર્ષીય યુવતી હાલ દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની તબિયત ગંભીર હોવાનું તબીબોનું કહેવું છે.

 

ગેંગરેપની પીડિતાના મિત્રએ કોર્ટમાં આઈવિટનેસ તરીકે નિવેદન આપ્યું
રેપ દરમિયાન યુવતીની સાથે તેના આ મિત્રને પણ ઢોરમાર મરાયો હતો
નવી દિલ્હી, તા. ૧૯
દિલ્હીના ચકચાર ભર્યો ગેંગરેપ કેસમાં ઘટનાને નજરે જોનારા યુવતીના મિત્ર અને ઘટના સમયે યુવતીની સાથે હુમલાનો ભોગ બનેલા ૨૮ વર્ષીય સોફટવેર એન્જિનીયરે દિલ્હી કોર્ટમાં નિવેદન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે યુવતી અને તેના આ મિત્રને આરોપીઓએ લોખંડનાં સળીયાથી માર માર્યો હતો અને ત્યારબાદ ચાલુ બસે બહાર ફેંકી દીધા હતાં.
મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ પ્રશાંત શર્મા સમક્ષ આઈવિટનેસ નિવેદન આપવા આવેલા યુવકનું નિવેદન મજિસ્ટ્રેટે પોતાના રૃમમાં રેકોર્ડ કર્યું હતું. આ પ્રક્રિયા ત્રણ કલાક જેટલી ચાલી હતી. આ ઘટનાને લગતા દસ્તાવેજો અને નિવેદનને સિલકવરમાં મુકી દેવાયા છે.
દિલ્હી પોલીસે યુવકનું નિવેદન નોંધવા માટે નિર્દેશ આપવાની કોર્ટને કરેલી વિનંતીના પગલે કોર્ટે યુવકને સમન્સ બજાવ્યું હતું. આ નિવેદનથી હવે યુવક સુનાવણી દરમિયાન ફરી જઈ શકશે નહીં અને તે આવું કંઈ કરશે તો તેના પર અદાલતને ગેરમાર્ગે દોરવાનો આરોપ મુકાશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યુ.બી.એસ.ના વ્યાજદરમાં ચેડા કરનારા પરસ્પર 'હીરો''સુપરમેન'થી બોલાવતા હતા

પાક.માં હિન્દુ વેપારીનું બંદૂકની અણીએ અપહરણ
અમેરિકા પાકિસ્તાનને ૬,૮૮૦ લાખ ડોલરની સહાય કરશે

ભારતીય ડેન્ટિસ્ટના મૃત્યુથી આયર્લેન્ડના કાયદામાં પરિવર્તન

નાઈજિરીયા પાસે પાંચ ભારતીય ખલાસીઓનું અપહરણ
આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પુણેમાં પ્રથમ ટ્વેન્ટી-૨૦ જંગ

ધોનીની કેપ્ટન્સીનો મદાર આવનારી મેચોના પરિણાંમ પર રહેશે

ભારતને ટ્વેન્ટી-૨૦ના વર્લ્ડ રેન્કિંગમાં નંબર વન બનવાની તક
બઢતીમાં અનામત બિલનો વિરોધ ચાલુ રાખીશું ઃ મુલાયમસિંહ
કર્ણાટકમાં લોકાયુક્તનો હવાલદાર જ લાંચીયો નિકળ્યો

આઇ. આઇ. ટી. બી.ના વિદ્યાર્થીને દોઢ લાખ ડૉલરની સર્વોચ્ચ ઓફર

ઉ.પ્ર.માં સરકારી અધિકારીઓની સવિનય કાનૂન ભંગની ચેતવણી
લોકપાલ બિલ રજૂ થયા વગર જ વધુ એક સત્ર પૂરું થશે
પાકિસ્તાન સામેના મુકાબલામાં ભારતનો મદાર સ્પિનરો પર રહેશે
ટ્વેન્ટી-૨૦માં ધોનીનું ઓપનીંગ કોમ્બીનેશન જોવા બધા આતુર છે
 
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved