Last Update : 20-December-2012, Thursday

 

સરકારે અનેક પગલાં જાહેર કર્યા
દિલ્હી રેપ ઃ વધુ એક આરોપી પકડાયો, હાઇકોર્ટે પોલીસને ઠપકો આપ્યો

બસોમાંથી ટિન્ટેડ ગ્લાસ અને પડદા દૂર કરાશેઃ એક આરોપીએ ફાસીની સજા માગી

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૧૯
પેરામેડિકલની યુવા વિદ્યાર્થિની પર ગેંગરેપને મામલે દેશવ્યાપી કાગારોળ મચતાં સરકાર હવે જાગી છે અને તેણે લોકોમાં વિશ્વાસ પ્રસ્થાપિત કરવા માટે અનેક પગલાં જાહેર કર્યા છે. આ કેસમાં પાંચમા આરોપીની બિહારમાંથી ધરપકડ કરવામાં આવી છે. એક આરોપીએ એમ કહ્યું છે કે મને ફાસીએ લટકાવી દો.
ચાલતી બસમાં ૨૩ વર્ષીય વિદ્યાર્થિનીના ગેંગરેપની ઘટનાની સુઓ મોટો નોંધ લઇને દિલ્હી હાઇ કોર્ટે આજે એમ કહીને શહેર પોલીસની ઝાટકણી કાઢી છે કે ગુનાઓ શોધાયા વિના કેમ રહી જાય છે? સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી વિદ્યાર્થિની હાલત હજુ પણ કટોકટીભરી છે.
આ ઘટનાની ગંભીરતાની નોંધ લઇને વડાપ્રધાન મનમોહન સિંહે તેને આઘાતજનક ગણાવી હતી. તેમને ગુનેગારો સામે કડક હાથે કામ ચલાવવાની અને આવી ઘટનાઓ ન દુહરાય તેની તકેદારી રાખવાની કેન્દ્રીય ગૃહ પ્રધાન સુશીલ કુમાર શિંદેને સૂચના આપી છે.
'આ એકદમ ધૃણાસ્પદ અને હતાશાજનક કૃત્ય છે'તેમ વડાપ્રધાને કહ્યું હતું. તેની નોંધ લઇને શિંદેએ અનેક પગલા લેવાની સંસદમાં જાહેરાત કરી હતી. જેમાં બસોમાંથી ટિન્ટેડ ગ્લાસ અને વધુપડતાં પડદા ઉતારી લેવાની સૂચના આપી દેવામાં આવી હોવાનો સમાવેશ થાય છે. જો આ કામગીરી હાથ ધરવામાં નહિ આવે તો તમામની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે.
દિલ્હીમાં રાત્રે ચાલતી બસોને તેમની લાઇટો ચાલુ રાખવાની સૂચના આપવામાં આવી છે. ગાડીઓની પાર્કિગ ડ્રાઇવરો નહિ પણ માલિકો કરશે. બસમાં કામ કરતાં તમામ સ્ટાફનું પોલીસ વેરિફિકેશન કરવામાં આવશે. આની સાથે સાથે પોલીસની ચોકસાઇ વધારવામાં આવે તે માટે પીસીઆર વેનોની સંખ્યા પણ વધારાશે તેમ શિંદેએ રાજ્યસભામાં કહ્યું હતું.
આ કેસમાં પોલીસે અન્ય આરોપી અક્ષય ઠાકુરની બિહારના ઔરંગાબાદમાંથી ધરપકડ કરી લીધી છે. તેને દિલ્હી લાવવામાં આવી રહ્યો છે. આ કેસમાં ચાર આરોપીની અગાઉ ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાંથી આજે બેને કોર્ટમાં રજૂ કરીને ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં આપી દેવામાં આવ્યા છે. ડ્રાઇવર રામ સિંહનો ભાઇ મુકેશને ૧૪ દિવસની જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. તેને ટેસ્ટ આઇડેન્ટિફિકેશન પેરેડમાં રજૂ કરવામાં આવશે.
એક આરોપી વિનય શર્માએ કબૂલ્યું હતું કે તે આ ઘટનામાં છોકરાને મારવામાં હતો. પરંતુ વિદ્યાર્થિની સાથે દુષ્કૃત્ય કર્યું ન હતું. તે એવું રટણ કરતો હતો કે મને ફાસી આપી દો.
ગુનેગારોને કડક સજા આપવાની માગણીના ટેકામાં આજે દિલ્હીના મુખ્ય પ્રધાન શીલા દીક્ષિતની ઘર બહાર સહિત અનેક સ્થળે પ્રદર્શનો થયા હતા. કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે બસ ૪૦ મિનિટ સુધી નજરમાંથી કેવીરીતે બચી રહી હતી? દિલ્હી હાઇ કોર્ટના ચીફ જસ્ટિસ ડી. મુરૃગસેને જણાવ્યું હતું કે દિલ્હીના તમામ નાગરિકો માટે આ ચિંતાની બાબત છે. ખાસકરીને મહિલા અને વિદ્યાર્થિનીની સલામતીની વાત હોય ત્યારે આ બાબત વિશેષ કાળજી માગી લે તેમ છે. કોર્ટે દિલ્હીના પોલીસ કમીશનરને બે દિવસની અંદર વિસ્તૃત સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કરવાની સૂચના આપી છે.
જોકે પોલીસને હજુ પીડિત વિદ્યાર્થિની અને તેના પુરુષ મિત્રના એટીએમ કાર્ડ અને મોબાઇલ ફોન જપ્ત કરવાના બાકી છે. આ તપાસ પર બારીકાઇથી નજર રાખવા માટે ડીસીપી છાયા શર્માની આગેવાનીમાં એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.
મુઝે અભી જીના હૈ માઃ પીડિતાનો સંદેશ
વિદ્યાર્થિનીને એ વાતની ખબર નથી કે તેની સાથે બનેલી ઘટના એક રાષ્ટ્રીય મુદો બની ગયો છે અને સમગ્ર દેશ તેનાથી ખળભળી ગયો છે. પોતાની માતાને સંબોધીને કરેલાં એક મેસેજમાં તેણે કહ્યું છે કે મુઝે, અભી જીના હૈ, મા (મા, હું હજુ જીવવા માગું છું). એ રાત્રે મારા ક્રેડિટ કાર્ડ અને મોબાઇલ ફોન પણ લઇ ગયા છે. ઘરે જે મોબાઇલ ફોન છે તેમાં મારા બે મિત્રોના નંબર છે. તેમને ફોન કરીને કહી દેજો કે હું ત્રણ મહિના માટે બહાર છું.

મર્દાનગી કો તુમને તો મજમા બના દિયાઃ ગુલઝાર
જાણીતા ગીતકાર ગુલઝાર પણ પીડિતા માટે પોતાનું દર્દ જાહેર કરવાથી પોતાની જાતને અટકાવી શક્યા ન હતા. એક શાયરીમાં પોતાના દર્દની સાથે હવસખોરો પ્રત્યેનો આક્રોશને ઠાલવતાં તેમણે કહ્યું કે નાખૂન સે તરાશે જો ખૂન કે ધબ્બે હૈ, ખામોશ ચીખે ઉનમેં કઇ કૈદ પડી હૈ, એક બાર ફિર. મર્દાનગી કો તુમને તો મજમ(સમૂહ) બના દિયા, અબ દોજખ (નર્ક) મેં ભી દો ગજ જમીન ન મિલેગી, એક બાર ફિર.

મેં ધૃણિત કામ કર્યું ઃ આરોપીએ સામે આવવાની ના પાડી
દિલ્હીમાં ચાલતી બસમાં બળાત્કારના ત્રણ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્રણેય આરોપીઓએ કોર્ટમાં ગુનો કબૂલી લીધો હતો. કોર્ટમાં પવન નામના આરોપીએ કહ્યું કે હું ઓળખ પરેડ કરાવવા માગતો નથી કેમ કે મેં તે છોકરી સાથે દુષ્કર્મ કર્યું હતું. આમ તેણે ભોગ બનેલી વિદ્યાર્થિની સામે જવાનો ઇન્કાર કર્યો હતો. જ્યારે મૂકેશ ઓળખ પરેડમાં હાજર રહેવાની તૈયારી દર્શાવી હતી.
દિલ્હીમાં મુખ્યપ્રધાનન ઘરની સામે વિરોધઃ પાણીનો મારો ચલાવાયો
આજે આ ઘટનાના વિરોધમાં દિલ્હીમાં ઠેર-ઠેર રેલીઓ કાઢવામાં આવી હતી. મુખ્ય પ્રધાન શીલા દીક્ષિતના ઘરની સામે વિરોધ પ્રદર્શન કરી રહેલાં લોકોને વિખેરવા માટે પોલીસે વૉટર કેનનનો મારો ચલાવ્યો હતો. પ્રદર્શનકારીઓએ શીલા દીક્ષિતના વિરોધમાં સુત્રોચ્ચાર કરીને તેમના રાજીનામાની માગ કરી હતી. જોકે શીલાએ કહ્યું હતું કે હું આ મુદાને રાજકીય રંગ આપવા માગતી નથી. મારા ઘરની બહાર જે લોકો વિરોધ કરી રહ્યા છે તેમને હું આવકારુ છું.
વિદ્યાર્થિની લગ્નજીવન તો ઠીક સામાન્યજીવન જીવવાને લાયક નથીઃ ડોક્ટર
રવિવારે મોડી રાતે બળાત્કારનો ભોગ બનેલી વિદ્યાર્થિની હાલત ખરાબ છે. આ છોકરીના દર્દ અંગે જણાવવાનું મુશ્કેલ છે. ડોક્ટરોએ તેની હાલત હાલમાં જીવતી લાશ જેવી હોવાનું કહ્યું છે. તેના ગુપ્તાંગ, નાના અને મોટા આંતરડા સંપૂર્ણ નુકસાન પામી ચૂક્યા છે. તેના શરીરની પાસળીઓ ભાંગી ગઇ છે. તે હવે લગ્નજીવન તો જવા દો સામાન્ય જીવવાને પણ લાયક રહી નથી. ૧૬ ડિસેમ્બરથી આજ સુધી પેરામેડિકલની આ વિદ્યાર્થિની પાંચ વખત કોમામાં જઇ ચૂકી છે. હાલમાં તે બેભાન છે અને ગંભીર છે તેમ છતાં તેના આખમાંથી સતત અશ્રુઓ વહી રહ્યા છે. તેની સ્થિતિ બતાવતાં મને દર્દ થાય છે તેમ ડોક્ટરોએ ઉમેર્યું હતું.
પીડિતા પર ડૉક્ટરોએ આજે પાંચમી સર્જરી કરીને તેની એક ઇજાગ્રસ્ત આંતનો એક ટુકડો દૂર કર્યો હતો. તેની હાલત કટોકટીભરી છે. પરંતુ સ્થિર હોવાનું ડોક્ટરોએ કહ્યું હતું. તે સારવારનો સારો પ્રતિસાદ આપી રહી છે તેમ જણાવતાં ડોક્ટરોએ કહ્યું હતું કે હાલમાં તો તે વેન્ટિલેટર પર જ છે. તે એકદમ એલર્ટ છે અને પોતાની માતા અને ભાઇ સાથે થોડીક વાત કરી હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યુ.બી.એસ.ના વ્યાજદરમાં ચેડા કરનારા પરસ્પર 'હીરો''સુપરમેન'થી બોલાવતા હતા

પાક.માં હિન્દુ વેપારીનું બંદૂકની અણીએ અપહરણ
અમેરિકા પાકિસ્તાનને ૬,૮૮૦ લાખ ડોલરની સહાય કરશે

ભારતીય ડેન્ટિસ્ટના મૃત્યુથી આયર્લેન્ડના કાયદામાં પરિવર્તન

નાઈજિરીયા પાસે પાંચ ભારતીય ખલાસીઓનું અપહરણ
આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પુણેમાં પ્રથમ ટ્વેન્ટી-૨૦ જંગ

ધોનીની કેપ્ટન્સીનો મદાર આવનારી મેચોના પરિણાંમ પર રહેશે

ભારતને ટ્વેન્ટી-૨૦ના વર્લ્ડ રેન્કિંગમાં નંબર વન બનવાની તક
બઢતીમાં અનામત બિલનો વિરોધ ચાલુ રાખીશું ઃ મુલાયમસિંહ
કર્ણાટકમાં લોકાયુક્તનો હવાલદાર જ લાંચીયો નિકળ્યો

આઇ. આઇ. ટી. બી.ના વિદ્યાર્થીને દોઢ લાખ ડૉલરની સર્વોચ્ચ ઓફર

ઉ.પ્ર.માં સરકારી અધિકારીઓની સવિનય કાનૂન ભંગની ચેતવણી
લોકપાલ બિલ રજૂ થયા વગર જ વધુ એક સત્ર પૂરું થશે
પાકિસ્તાન સામેના મુકાબલામાં ભારતનો મદાર સ્પિનરો પર રહેશે
ટ્વેન્ટી-૨૦માં ધોનીનું ઓપનીંગ કોમ્બીનેશન જોવા બધા આતુર છે
 
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved