Last Update : 20-December-2012, Thursday

 

દોઢ મહિનાની આતુરતાનો અંત આવશે
હિમાચલ પ્રદેશમાં ધૂમલની ગાદી રહેશે કે વીરભદ્રને મળશે તે આજે જાહેર થશે

૬૮ બેઠકોની મતગણતરી આજે ઃ ૪ નવેમ્બરે રાજ્યમાં ૭૪.૭ ટકા વિક્રમી મતદાન થયું હતું

(પી.ટી.આઇ.) સિમલા, તા. ૧૯
ચૂંટણીના પરિણામ સંદર્ભે હિમાચલ પ્રદેશને ભારે રાહ જોવી પડી છે. એટલું જ નહિ પણ બન્ને રાજ્યની મત ગણતરી સાથે કરવાનો પંચનો નિર્ણય હોવાથી ૪૬ દિવસે હિમાચલની મત ગણત્રી આવતીકાલે થશે. સરકારને હિમાચલ પ્રદેશની ચૂંટણીનો કુલ ખર્ચ ૧૦ કરોડ રૃા. આવ્યો છે જેના ૪૦ ટકા એટલે કે રૃા. ૪ કરોડ ખર્ચ તો ઇ.વી.એમ.ને સાચવવાનો જ આવ્યો છે. જોવાનું એ રહે છે કે સત્તા ફરી ધુમલને મળે છે કે વીરભદ્રસિંહનું નસીબ ચમકે છે.
હિમાચલ પ્રદેશમાં ૪થી નવેમ્બરે ચૂંટણી યોજાઈ હતી. ૨૦મી ડિસેમ્બરે (કાલે) તેની ગણત્રી થશે. હિમાચલ પ્રદેશમાં ૬૮ મતક્ષેત્રો, એટલા જ ધારાસભ્યો છે. દરેક મતક્ષેત્રોની પેટીઓ અલગ રખાઈ હોવાથી રાજ્યના દરેક મતક્ષેત્રના ૬૮ હોલ ખાતે સવારે આઠ વાગ્યાના સુમારે તેની ગણત્રી ચાલુ થશે. તમામ મતક્ષેત્રોના પરિણામો સાંજ સુધીમાં આવી જશે. તેમ રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશ્નર નરીન્દરસિંહ ચૌહાણે જણાવ્યું હતું.
હિમાચલ પ્રદેશમાં પણ મોટા પ્રમાણમાં મતદાન થયું છે. ગુજરાતમાં સરાસરી મતદાન ૭૧.૩૨ ટકા છે જ્યારે હિમાચલ પ્રદેશમાં તે સરાસરી ગુજરાત કરતા પણ ઉંચી ૭૪.૭ ટકા રહી છે હિમાચલના એક્ઝીટ પોલમાં કેટલીક સંસ્થાઓએ કોંગ્રેસની સરસાઈ તો કેટલીક સંસ્થાઓએ બંને પક્ષો વચ્ચે સામાન્ય તફાવતનું પૂર્વાનુંમાન રજૂ કર્યા છે.
હિમાચલની ૬૮ બેઠકો પર ૪૫૯ ઉમેદવારોએ નસીબ અજમાવ્યું છે. જેમાં મુખ્યપ્રધાન પી. કે. ધુમલ, ૧૦ પ્રધાનો હિ.પ્ર.ની કોંગ્રેસ કમિટીના વડા વી. બી. સિંહ, ભાજપના રાજ્ય વડા સતપાલસિંહ સેટ્ટી, વિધાનસભાના વિપક્ષી વડા વિદ્યા સ્ટોક્સ, ૬૪ વર્તમાન ધારાસભ્યો ઉપરાંત એક ડઝન પૂર્વમંત્રીઓ અને ધારાસભ્યોનું ભાવિ નક્કી થશે.
હિમાચલમાં ૧૭,૦૨,૭૯૦ મિલા ૧૬,૪૭,૧૫૬ પુરુષો સહિત કુલ ૩૩,૪૯,૬૪૮ મતદારોએ મતદાન કર્યું છે ત્યાં નાનું રાજ્ય હોવાના કારણે એક તબક્કામાં જ ચૂંટણી યોજાઈ હતી. ૧૦૬ અપક્ષો અને ૨૬ મહિલાઓએ ચૂંટણીમાં ઝુકાવેલું છે જેમાં કોંગ્રેસ- ભાજપે બધી જ બેઠકો માટે ઉમેદવારો ઉભા રાખ્યા હતા. ૪૫૦૦ સુરક્ષા દળના જવાનો હજી ચૂંટણી સંબંધી ફરજ બજાવી રહ્યા છે.
રાજ્યમાં કુલ ૧.૧૬ લાખ પોસ્ટલ બેલેટ પેપર વિતરીત કરાયા છે જેમાંથી ૩૩,૦૦૦ પોસ્ટલ મત પરત આવી ગયા છે. કાલ સાંજે ૭.૩૦ સુધીમાં ૩૫,૦૦૦ મત આવી જશે એટલે કે બે હજાર મત હજી ઉમેરાશે તેમ મનાય છે. આ પ્રકારનો મતાધિકાર રાજ્યના સુરક્ષા દળમાં ફરજ બજાવતા કે ચૂંટણી સંબંધી કાર્યને લીધે પોતાના મત વિસ્તારમાં મત ન આપી શકનારા કર્મચારીઓના છે. જે કાલે ચાલુ ગણત્રીએ ૭.૩૦ કલાક સુધી આવનારા પોસ્ટલ મત મહત્ત્વના ગણાશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

યુ.બી.એસ.ના વ્યાજદરમાં ચેડા કરનારા પરસ્પર 'હીરો''સુપરમેન'થી બોલાવતા હતા

પાક.માં હિન્દુ વેપારીનું બંદૂકની અણીએ અપહરણ
અમેરિકા પાકિસ્તાનને ૬,૮૮૦ લાખ ડોલરની સહાય કરશે

ભારતીય ડેન્ટિસ્ટના મૃત્યુથી આયર્લેન્ડના કાયદામાં પરિવર્તન

નાઈજિરીયા પાસે પાંચ ભારતીય ખલાસીઓનું અપહરણ
આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પુણેમાં પ્રથમ ટ્વેન્ટી-૨૦ જંગ

ધોનીની કેપ્ટન્સીનો મદાર આવનારી મેચોના પરિણાંમ પર રહેશે

ભારતને ટ્વેન્ટી-૨૦ના વર્લ્ડ રેન્કિંગમાં નંબર વન બનવાની તક
બઢતીમાં અનામત બિલનો વિરોધ ચાલુ રાખીશું ઃ મુલાયમસિંહ
કર્ણાટકમાં લોકાયુક્તનો હવાલદાર જ લાંચીયો નિકળ્યો

આઇ. આઇ. ટી. બી.ના વિદ્યાર્થીને દોઢ લાખ ડૉલરની સર્વોચ્ચ ઓફર

ઉ.પ્ર.માં સરકારી અધિકારીઓની સવિનય કાનૂન ભંગની ચેતવણી
લોકપાલ બિલ રજૂ થયા વગર જ વધુ એક સત્ર પૂરું થશે
પાકિસ્તાન સામેના મુકાબલામાં ભારતનો મદાર સ્પિનરો પર રહેશે
ટ્વેન્ટી-૨૦માં ધોનીનું ઓપનીંગ કોમ્બીનેશન જોવા બધા આતુર છે
 
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved