Last Update : 19-December-2012, Wednesday

 

શિવાજી પાર્ક પર નિર્માણ કરાયેલા ચબૂતરાને શિવસેનાએ પોતે હટાવ્યો

રાતે બારથી પરોઢિયે ત્રણ વાગ્યા સુધી લગભગ ત્રણ કલાકમાં ચબૂતરો હટાવાયો

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૧૮
શિવાજી પાર્ક મેદાન પર શિવસેનાના પ્રમુખ દિવંગત બાળાસાહેબ ઠાકરેનો જે ઠેકાણે અંતિમ સંસ્કાર કરાયો હતો. ત્યાં બંધાયેલા કામચલાઉ સ્મારક (ચબૂતરા)ને આજે પરોઢિયે શિવસૈનિકોએ હટાવી દીધો હતો. ઠાકરેની અંત્યેષ્ટી બાદ બંધાયેલા ગેરકાયદે ચબૂતરાને હટાવવાનો વિવાદ આજે એક મહિને સમી ગયો હતો.
ગઈકાલ રાતે બારવાગ્યાથી ચબૂતરાને હટાવવાની કાર્યવાહી શિવસૈનિકોએ શરૃ કરી હતી, અને પરોઢિયે લગભગ ત્રણ વાગ્યાના સુમારે ચબૂતરાને સંપૂર્ણપણે હટાવી લેવાયો હતો.
અહીં ચબૂતરાને હટાવવાની કાર્યવાહી વેળા મેયર સુનીલ પ્રભુ, શિવસેનાના નેતા તથા વિધાનસભામાં શિવસેનાના નેતા સુભાષ દેસાઈ સહિત અનેક શિવસેનાના સીનિયર નેતાઓ ઉપસ્થિત હતા.
બાળાસાહેબ ઠાકરે ૧૭ નવેમ્બરના રોજ નિધન પામ્યા હતા અને શિવાજી પાર્ક પર બંધાયેલા ગેરકાયદે ચબૂતરાને ૧૭ ડિસેમ્બર એટલે કે બરાબર એક મહિના બાદ શિવાજી પાર્ક પરથી હટાવવામાં આવશે એમ શિવસેનાના નેતા તથા સાંસદ સંજય રાઉતે મુંબઈ મહાનગર પાલિકાએ લેખિતમાં પત્રમાં જણાવ્યું હતું. આથી ગઈકાલે મધરાતે બાર વાગ્યાથી આજે પરોઢિયે ત્રણ વાગ્યા સુધીમાં ચબૂતરો હટાવવાની શિવસેનાએ પોતે કાર્યવાહી કરી હતી. ગઈકાલે ચબૂતરાના દર્શન કરવા હજારો શિવસૈનિક ઉમટી પડયા હતા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને એટલે શિવસેનાએ દિવસ દરમિયાન ચબૂતરો હટાવ્યો નહોતો. પરંતુ મધરાતે ચબૂતરો હટાવવાનું કામ શરૃ કર્યું હતું.
દરમિયાન આ કાર્ય શરૃ કરાય તે પહેલાથી શિવાજી પાર્કના મેદાન પર પોલીસ બંદોબસ્ત કરાયો હતો.
ગઈકાલે રાતે ૧૧.૩૦ વાગ્યાના સુમારે ચબૂતરાની ફરતે પ્રથમ પડદો લગાડી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ શિવસૈનિકો ચબૂતરાની ફરતે ઊભા રહી ગયા હતા. અને ત્યાં મૂકાયેલા બાળાસાહેબ ઠાકરેના અસ્થિ કળશને એક મારુતી કારમાં મૂકીને લઈ જવાયો હતો. ચબૂતરા પરથી ફૂલ હાર હટાવી દીધા બાદ લગભગ પોણા ત્રણ વાગ્યે જે.સી.બી. મશીન થકી ચબૂતરાનું બાંધકામ તોડી નખાયું અને ચાર ટ્રક ભરીને ચબૂતરાના અવશેષ શિવાજી પાર્ક મેદાનની બહાર લઈ જવાયા હતા. તે વેળા ઉપસ્થિત ન્યુઝ ચેનલના પ્રતિનિધિઓ પર આ પ્રક્રિયાનું પ્રસારણ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
ચબૂતરો હટાવ્યા બાદ શિવસૈનિકોએ ત્યાં મેદાન પર આવેલા છત્રપતિ શિવાજી મહારાજના પૂતળાની બાજુમાં ચબૂતરો બાંધવાનો પ્રયત્ન કર્યા હતો. પરંતુ ત્યાં હાજર રહેલા પોલીસે તેમને અટકાવ્યા હતા. તે વેળા શિવસૈનિક અને પોલીસે વચ્ચે શાબ્દીક જીભાજોડી થઈ હતી.
અહીં તંગવાતાવરણ ફેલાયું હતું. પરંતુ પોલીસે આ મામલાની તાબડતોબ નિયંત્રણમાં લીધો હતો.
ચબૂતરા પરના કેટલાક અવશેષોનું શિવાજી પાર્કના દરિયામાં વિર્સજન કરાયા હતા. તો અસ્થિ કળશ તેમજ કેટલાક અવશેષોને મેયર બંગલામાં મૂકવામાં આવ્યા હતા.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતે પાકિસ્તાન સાથેની ક્રિકેટ સિરીઝ રદ કરવી જોઇએઃ ભાજપ
સરકારે ચાલુ નાણાકીય વર્ષનો વિકાસ દર ઘટાડી ૫.૭ ટકા કર્યો

ગુજરાત માટે હિમાચલની મત ગણતરી રોકવી ન જોઈએ ઃ અડવાણી

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને ફાયદો, ભાજપને નુકસાન
કેશ સબસિડી યોજનાનો લાભ ગરીબોને નહીં મળે ઃ મમતા બેનર્જી
ઈંગ્લેન્ડ સામે ભારત ઘરઆંગણે ૨૮ વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી હાર્યું

શ્રેણીની હાર માટે બેટ્સમેનો અને ફાસ્ટ બોલરોની નિષ્ફળતા જવાબદાર

તેંડુલકર અને સેહવાગની હકાલપટ્ટી માટે વધતુ દબાણ

પાકિસ્તાનમાં કાર બોંબ વિસ્ફોટ ૧૯ મૃત્યુ ઃ ૭૦ ઘાયલ

સામાજિક દૂષણોના લીધે પાકિસ્તાન ફરી વિભાજનના આરેઃ કાદિરખાન
પાકમાં શિયા મુસ્લિમોની વ્યાપક હત્યા અંગે લખનઉમાં વિરોધ

ઈન્ડોનેશિયામાં ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ

જીએમઆરે માલદિવના પાસે ૮૦ કરોડ ડૉલરનું વળતર માગ્યું
કોચનો ભારતીય ખેલાડીઓ પર કોઇ કન્ટ્રોલ જ નથી લાગતો
ટેસ્ટ જીતવા માટેના ૩૯૩ના પડકાર સામે શ્રીંલંકાના ૬૫/૨
 
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved