Last Update : 19-December-2012, Wednesday

 

વધુ એક આર્થિક સુધારાથી સરકારને હાશ
બેંકિંગ સુધારા બિલને લોકસભાની મંજૂરી ઃ વિવાદિત નિયમ પડતો મૂકાયો

બેંકોને ફ્યુચર્સનાં સોદા કરવા અનુમતિ આપતા નિયમનો વિવાદ હતો ઃ ડાબેરીઓના સુધારા ફગાવાયા

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૧૮
અર્થતંત્ર પર દુરોગામી અસર કરી શકે, તેમજ બેંકિંગ ક્ષેત્રે મહત્ત્વનું પરિવર્તન લાવી શકે તેવું 'બેંકિંગ એમેન્ડમેન્ટ બિલ' લોકસભામાં પસાર થયું છે. જો કે સરકારને બિલને ગૃહમાં પસાર કરતા પૂર્વે વિવાદાસ્પદ જોગવાઈઓ પડતી મુકવી પડી હતી પણ આર્થિક સુધારણા અને વૈશ્વિકરણના માર્ગે આગળ વધી રહેલી સરકારને આ બિલ પસાર થતા હાશકારો અનુભવાયો છે.
બેંકિંગ કાનૂન (સુધારણા) બિલ (૨૦૧૧)ની ચર્ચાનું સમાપન કરતા નાણાંપ્રધાન પી. ચિદમ્બરમે જણાવ્યું હતું કે 'આ બિલ પસાર થાય તે મારા માટે ઘણું મહત્ત્વનં હતું. તેથી આ બિલની વિવાદ સર્જક જોગવાઈઓ પડતી મૂકીને આ બિલ રજૂ કરી દેવાયું છે. આ બિલ ધ્વનિમતથી પસાર કરાયું હતું. ડાબેરી પક્ષોએ સૂચવેલા સુધારા ગૃહે નામંજૂર કર્યા હતા.' સંસદમાં સરકાર પાંચ મહત્ત્વના આર્થિક સુધારા સંદર્ભે બિલ પસાર કરાવવા માંગતી હતી. જેમાં પેન્શન, વિમો અને બેકિંગ ધારમાં સુધારાના બિલ મુખ્ય હતા. જો કે નાણાં મંત્રાલયની સ્ટેન્ડિંગ કમિટીએ કરેલી મોટાભાગની ભલામણોનો બિલમાં યોગ્ય રીતે સમાવેશ કરી દેવાયો હતો.
બિલ અનુસાર બેંકો જરૃરી ચીજોના વાયદાના વેપારમાં ભાગ લઈ શકશે. પણ બેંકોએ તે વ્યાપારમાં અન્ન અને ગ્રાહકોને લગતી બાબતોની સ્ટેન્ડીંગ કમિટી તેમજ રીઝર્વ બેંકના વર્કિંગ ગુ્રપની ભલામણોનો અમલ કરવાનો રહેશે.
રીઝર્વ બેંક તમામ બેંકોનું નિયમન કરી શકશે. 'કોમ્પીટીશન કમીશન ઓફ ઈન્ડિયા' (સી.સી.આઈ.) બેંકની સ્પર્ધા પર નજર રાખશે. સરકારે જાહેરક્ષેત્રની બેંકો દ્વારા ૧૫,૦૦૦ કરોડની થાપણો એકત્ર કરવાનો જે લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે તે પુરો કરાશે. તેવી આશા વ્યક્ત કરી હતી.
બેંકિંગ બિલ અનુસાર ખાનગી ક્ષેત્રની બેંકોમાં રોકાણકારોને ૧૦ ટકા મતાધિકાર હતો તે વધારીને ૨૬ ટકા કરવામાં આવ્યો છે.
રીઝર્વ બેંક ખાનગી બેંકના બોર્ડને સુપરસીડ કરીને વહિવટદાર પણ નીમી શકશે, વહિવટ પોતાને હસ્તક લઈ શકશે.
બેંકિંગ સુધારણઆથી તે ક્ષેત્રમાં બેકારી વધશે તેવી ચિંતા વચ્ચે જાહેર બેંકોએ ચાલુ વર્ષે ૮૪,૫૦૦ લોકોને કામે રાખવાની તેમજ પ્રતિવર્ષ ૬૦૦૦ શાખાઓ ખોલવાની બાંહેધરી આપી હતી.
ચિદમ્બરે બી. એન. શ્રીકૃષ્ણ કમિટીનો આખરી અહેવાલ આવ્યા બાદ સઘન બેંકિંગ કાયદો ઘડવા તેમજ મનમોહનસિંહ મોડલથી જ દેશનો ૯ ટકા વિકાસદર સિદ્ધ થયાનું, નાણાકીય ગાળાઓ દરમ્યાન અંદાજપત્રીય ખાધ ઘટાડવામાં સફળતા સહિતના મુદ્દે વડાપ્રધાનને યશ આપ્યો હતો.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતે પાકિસ્તાન સાથેની ક્રિકેટ સિરીઝ રદ કરવી જોઇએઃ ભાજપ
સરકારે ચાલુ નાણાકીય વર્ષનો વિકાસ દર ઘટાડી ૫.૭ ટકા કર્યો

ગુજરાત માટે હિમાચલની મત ગણતરી રોકવી ન જોઈએ ઃ અડવાણી

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને ફાયદો, ભાજપને નુકસાન
કેશ સબસિડી યોજનાનો લાભ ગરીબોને નહીં મળે ઃ મમતા બેનર્જી
ઈંગ્લેન્ડ સામે ભારત ઘરઆંગણે ૨૮ વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી હાર્યું

શ્રેણીની હાર માટે બેટ્સમેનો અને ફાસ્ટ બોલરોની નિષ્ફળતા જવાબદાર

તેંડુલકર અને સેહવાગની હકાલપટ્ટી માટે વધતુ દબાણ

પાકિસ્તાનમાં કાર બોંબ વિસ્ફોટ ૧૯ મૃત્યુ ઃ ૭૦ ઘાયલ

સામાજિક દૂષણોના લીધે પાકિસ્તાન ફરી વિભાજનના આરેઃ કાદિરખાન
પાકમાં શિયા મુસ્લિમોની વ્યાપક હત્યા અંગે લખનઉમાં વિરોધ

ઈન્ડોનેશિયામાં ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ

જીએમઆરે માલદિવના પાસે ૮૦ કરોડ ડૉલરનું વળતર માગ્યું
કોચનો ભારતીય ખેલાડીઓ પર કોઇ કન્ટ્રોલ જ નથી લાગતો
ટેસ્ટ જીતવા માટેના ૩૯૩ના પડકાર સામે શ્રીંલંકાના ૬૫/૨
 
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved