Last Update : 19-December-2012, Wednesday

 

ફડચામાં ગયેલી કિંગફિશરના માલિક
વિજય માલ્યાએ તિરુપતિ બાલાજી મંદિરમાં ત્રણ કિલો સોનાની ભેટ ચડાવી

કિંગફિશર થાળે પડશે તો પહેલાં ફલાઈટો મંદિર સુધી આવશે તેની માનતા રાખી

(પી.ટી.આઈ.) તિરુપતિ, તા.૧૮
ગંભીર આર્થિક સંકડામણમાંથી પસાર થઈ રહેલી એરલાઈન્સ કિંગફિશરના માલિક અને યુબી જુથના ચેરમેન વિજય માલ્યાએ તેના ૫૮માં જન્મદિને દક્ષિણ ભારતના પ્રસિધ્ધ વેંકટેશ્વર મંદિરમાં (તિરુપતિ બાલાજી) ત્રણ કિલોગ્રામ વજનની સોનાની ઈંટો દાનમાં આપી છે. ઉલ્લેખનીય છે કે વિજય માલ્યાએ માર્ચ મહિનાથી કિંગફિશરના કર્મચારીઓને પગાર ચૂકાવ્યો નથી અને રૃા. ૬૧ કરોડથી વધુનો સર્વિસ ટેક્સ ભરવાનો બાકી હોવાથી તેના પાંચ વિમાનો પણ તાજેતરમાં જપ્ત થયા છે.
તિરુમાલા તિરુપતિ દેવ સ્થાનમના નાયબ એક્સિક્યુટિવ અધિકારી ચિન્નામગરિ રામનું થગાળું એ કહ્યું હતું કે માલ્યાએ મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ આ સોનાની ઈંટોનું દાન કર્યું હતું. આ સોનાનો ઉપયોગ મંદિરના ગર્ભગ્રહના દરવાજા પર સોનાનો ઢોળ ચડાવવા માટે કરવાની વિનંતી પણ તેમણે મંદિરને કરી છે.
કિંગફિશરના માલિક મંદિરમાં યોજાયેલા સાદા સમારોહમાં તેમનો જન્મ દિવસ ઉજવવા માટે ગઈ રાત્રે પરિવાર સાથે આવી પહોંચ્યા હતા. તેમનણે ૧૫ વર્ષ પહેલા મંદિરને દાનમાં આપેલા અતિથિગૃહમાં જ તેઓ રોકાયા હતા. ઓગસ્ટ મહિનામાં માલ્યાએ કર્ણાટકના દક્ષિણ કન્નડ જીલ્લાના કુક્કે સુબ્રમણ્ય મંદિરમાં રૃા. ૮૦ લાખના સોનાથી મઢેલા દરવાજાની ભેટ ચઢાવી હતી. માલ્યા આ મંદિરની અનેકવાર મુલાકાતે આવી ચુક્યા છે.
૨૦૦૫માં માલ્યાએ શરૃ કરેલી કિંગફિશર ક્યારેક ભારતની ડોમેસ્ટિક માર્કેટ શેરવાળી બીજી સૌથી મોટી એરલાઈન્સ હતી પણ હવે આ કંપની મોટી આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહી છે. ઓક્ટોબર મહિનાથી આ એરલાઈન્સની ફ્લાઈટો પણ બંધ છે. ઉલ્લેખનીય છે કે કિંગફિશરની સ્થિતિ થાળે પડી જાયતો તેના દરેક વિમાનો પહેલું ઉડયન તિરુપતિ મંદિર સુધીનું કરશે અને ભગવાનના મંદિર ફરતે આકાશમાં પ્રદશિણા કરીને પછી જ કામકાજ શરૃ થશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતે પાકિસ્તાન સાથેની ક્રિકેટ સિરીઝ રદ કરવી જોઇએઃ ભાજપ
સરકારે ચાલુ નાણાકીય વર્ષનો વિકાસ દર ઘટાડી ૫.૭ ટકા કર્યો

ગુજરાત માટે હિમાચલની મત ગણતરી રોકવી ન જોઈએ ઃ અડવાણી

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને ફાયદો, ભાજપને નુકસાન
કેશ સબસિડી યોજનાનો લાભ ગરીબોને નહીં મળે ઃ મમતા બેનર્જી
ઈંગ્લેન્ડ સામે ભારત ઘરઆંગણે ૨૮ વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી હાર્યું

શ્રેણીની હાર માટે બેટ્સમેનો અને ફાસ્ટ બોલરોની નિષ્ફળતા જવાબદાર

તેંડુલકર અને સેહવાગની હકાલપટ્ટી માટે વધતુ દબાણ

પાકિસ્તાનમાં કાર બોંબ વિસ્ફોટ ૧૯ મૃત્યુ ઃ ૭૦ ઘાયલ

સામાજિક દૂષણોના લીધે પાકિસ્તાન ફરી વિભાજનના આરેઃ કાદિરખાન
પાકમાં શિયા મુસ્લિમોની વ્યાપક હત્યા અંગે લખનઉમાં વિરોધ

ઈન્ડોનેશિયામાં ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ

જીએમઆરે માલદિવના પાસે ૮૦ કરોડ ડૉલરનું વળતર માગ્યું
કોચનો ભારતીય ખેલાડીઓ પર કોઇ કન્ટ્રોલ જ નથી લાગતો
ટેસ્ટ જીતવા માટેના ૩૯૩ના પડકાર સામે શ્રીંલંકાના ૬૫/૨
 
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved