Last Update : 19-December-2012, Wednesday

 

દિલ્હીમાં ચાલુ બસે યુવતી પર સામૂહિક બળાત્કાર કરનાર
બળાત્કારીઓને ફાંસી આપો ઃ સંસદમાં હોબાળો

ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે ઃ જયા બચ્ચન રડી પડયાં ઃ સાંસદોમાં ઉશ્કેરાટ ઃ કાયદો કડક બનાવો ઃ પીડિતાની સ્થિતિ બગડી

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૮
દિલ્હીમાં મેડિકલની વિદ્યાર્થિની પર ચાલુ બસમાં કરવામાં આવેલા સામૂહિક બળાત્કાર મુદ્દે શેરીઓથી લઇને સંસદ સુધી હોબાળો થયો હતો. સંસદના બંને ગૃહોમાં આ મુદ્દે સાંસદોએ રોષ વ્યકત કર્યો હતો. દરમિયાનમાં ગૃહ પ્રધાન સુશીલ કુમાર શિંદેએ આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની મજૂરી આપી હતી. દિલ્હીમાં ચાલુ બસમાં સામૂહિક બળાત્કારની ઘટનાનો શિકાર બનેલી ૨૩ વર્ષની પીડિતાની સ્થિતિ આજે સાંજે કથળતાં તેને સંપૂર્ણ પણે વેન્ટિલેટર પર રાખવામાં આવી છે. તે હાલ આઇસીયુમાં છે. આ માહિતી હોસ્પિટલના પીઆરઓ એસ. એન. મકવાણાએ આપી હતી. રાજધાનીના સફદરગંજ હોસ્પિટલમાં પીડિતાની સારવાર કરી રહેલા હોસ્પિટલના એક વરિષ્ઠ ડોકટરે જણાવ્યું હતું કે હાલમાં પીડિતાની સર્જરી કરવાની કોઇ યોજના નથી.
લોકસભામાં વિપક્ષના નેતા અને ભાજપના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજે આવા બળાત્કારીઓ માટે ફાંસીની સજા આપવાની માંગ કરી હતી. રાજયસભામાં ચર્ચા દરમિયાન સપા સાંસદ જયા બચ્ચનની આંખોમાંથી પણ આંસુ સરી પડયા હતાં. સ્વયં લોકસભા અધ્યક્ષ મીરા કુમાર વ્યથિત ગઇ ગયા હતાં. દિલ્હીનાં માર્ગો પર ઘણા સ્થળોએ વિદ્યાર્થીઓએ દેખાવો કર્યા હતાં.
વિપક્ષે આ મુદ્દો આજે સંસદમાં ઉઠાવ્યો હતો. લોકસભામાં પ્રશ્રકાળ દરમિયાન સુષમા સ્વરાજે આ મુદ્દો ઉઠાવતા જણાવ્યું હતું કે આ ઘટનાથી સમગ્ર દેશ શરમ અનુભવે છે. એવુ લાગે છે કે દિલ્હીમાં મહિલાઓ સુરક્ષિત નથી. મને લાગે છે કે આવા લોકોને ફાંસીની સજા આપવી જોઇએ.
કોંગ્રેસના ગિરિજા વ્યાસે દેશમાં બળાત્કારની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરતા આ વિષયને ગંભીરતાથી લેવાની જરૃરિયાત દર્શાવી હતી. તેમણે કાયદાને કડક બનાવવા અને ફાસ્ટ ટ્રેક અદાલતોની રચના કરવાની સાથે સાથે પોલીસ ટ્રેઇનિંગ અને જાગૃતિ વધારવા પર ભાર મૂકયો હતો. લોકસભા અધ્યક્ષ મીરા કુમાર પણ આ મુદ્દે વ્યથિત થઇ ગયા હતાં. તેમણે આ ઘટનાને સમાજ માટે શરમથી માથુ ઝુકાવી દેનારી ઘટના ગણાવી હતી.
રાજયસભામાં પણ આ મુદ્દે હોબાળો થતાં કાર્યવાહીમાં અવરોધ ઉભો થયોે હતો. રાજયસભાની કાર્યવાહી શરૃ થતા જ ભાજપે આ મુદ્દો ઉઠાવ્યો હતો. ભાજપના સાંસદો માયા સિંહ, એમ. વેૈંકેયા નાયડુ અને અન્ય પોતાના સ્થાને ઉભા થઇ ગયા હતા અને તેમણે આ ઘટનાની નિંદા કરી હતી. માયા સિંહે જણાવ્યું હતું કે દિલ્હી મહિલાઓ માટે સંપૂર્ણ રીતે અસુરક્ષિત છે. હોબાળાને ધ્યાનમાં રાખી અધ્યક્ષે સંસદની કાર્યવાહી બપોરે વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી. રાજયસભાની કાર્યવાહી ફરીથી શરૃ થતા સપાના સાંસદ જયા બચ્ચન લાગણીવશ થઇ ગયા હતાં. તેઓ રડી પડયા હતાં.

ચર્ચા સમયે કેન્દ્રીય મંત્રી રાજીવ શુક્લ હસતા હતા!
સમગ્ર દેશ આ ચર્ચા કૃદ્ધ દ્રષ્ટિથી નિહાળતો હતો ત્યારે પ્રધાન જ ગંભીર નહી!
નવી દિલ્હી તા.૧૮
દેશના પાટનગરમાં એક મેડીકલ સ્ટુડન્ટની આબરૃં ચાલુ બસે લુંટી લેવાઇ. ૬ જણાએ ચાલુ બસે ગેંગરેપ કર્યો. સમગ્ર દેશ આ ઘટનાથી સ્તબ્ધ છે. સડકથી માંડીને સંસદ સુધી પીડીત બાળાની ચીસ પડઘાઇ રહી છે. પ્રત્યેક વ્યક્તિ જવાબદાર સામે કડક પગલા લેવા માંગ કરે છે ત્યારે ઘણાએવા લોકો, એમાયે ટોચે બિરાજમાન લોકો એવા છે જેમને મન આ ઘટનાની કોઇ ગંભીરતાજ નથી.
રાજ્યસભામાં જ્યારે ગેંગરેપ કાંડની ચર્ચા ચાલતી હતી ત્યારે કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી રાજીવ શુક્લ હસી રહ્યા હતા. રાજીવ શુક્લના હાસ્યને કેમેરાએ ઝડપી લીધું હતું. તેમના હાસ્યથી એ બાબતો સાફ જણાઇ આવી હતી કે તેઓ આ મામલે ગંભીર ન હતા અને તેઓ આ ચર્ચાને પણ ગંભીરતાથી લઇ રહ્યા ન હતા.
ભાજપના સાંસદ માયાસિંહે આ મામલો ઉઠાવ્યો હતો. તેમણે આ ઘટના અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા. સવાલોના જવાબ આપવા શુકલા ઉભા થયા તે દરમ્યાન વિપક્ષે હંગામો મચાવ્યો હતો, આ બનાવ સંદર્ભે સપાના જયા બચ્ચન રડી પડયા હતા, એટલે સુધી કે ગેંગ રેપ કરનારા યુવાનો પૈકી એકના પિતાએ તેનો પુત્ર આરોપી હોય તો લટકાવી દેવા(ફાંસી આપવા) માંગ કરી છે. ત્યારે જવાબ આપવા ઉભા થયેલા શુકલા હસી પડયા હતા. તેમને કદાચ એ બાબતનો અંદેશો નહી હોય કે આખો દેશ તેમના હાસ્યને કૃધ્ધ દ્રષ્ટિથી જોઇ રહ્યો છે, ક્રોધી નજરે નિહાળી રહ્યો છે.

દિલ્હીના મહિલા મેયર પણ પોતાને સુરક્ષિત માનતા નથી
નવી દિલ્હી, તા. ૨૩
પૂર્વીય દિલ્હીના મેયર અન્નપૂર્ણા મિશ્રાએ જણાવ્યું હતું કે હું મેયર હોવા છતાં પોતાને સુરક્ષિત માનતી નથી. આ શરમની વાત છે કે આટલી ઘટનાઓ પછી પણ આપણુ વહીવટી તંત્ર કોઇ પગલા લઇ રહ્યુ નથી અને સરકાર ઉંઘી રહી છે. દક્ષિણ દિલ્હીના મેયર સવિતા ગુપ્તાએ જણાવ્યું હતું કે આ ખુબ જ શરમજનક અને ભયજનક ઘટના છે. આવા લોકોને ફાંસી આપવી જોઇએ. રેપના કેસોને તરત જ ફાસ્ટ ટ્રેક કોર્ટોમાં ચલાવવા જોઇએ જેથી દોષીઓને તરત સજા મળી શકે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતે પાકિસ્તાન સાથેની ક્રિકેટ સિરીઝ રદ કરવી જોઇએઃ ભાજપ
સરકારે ચાલુ નાણાકીય વર્ષનો વિકાસ દર ઘટાડી ૫.૭ ટકા કર્યો

ગુજરાત માટે હિમાચલની મત ગણતરી રોકવી ન જોઈએ ઃ અડવાણી

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને ફાયદો, ભાજપને નુકસાન
કેશ સબસિડી યોજનાનો લાભ ગરીબોને નહીં મળે ઃ મમતા બેનર્જી
ઈંગ્લેન્ડ સામે ભારત ઘરઆંગણે ૨૮ વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી હાર્યું

શ્રેણીની હાર માટે બેટ્સમેનો અને ફાસ્ટ બોલરોની નિષ્ફળતા જવાબદાર

તેંડુલકર અને સેહવાગની હકાલપટ્ટી માટે વધતુ દબાણ

પાકિસ્તાનમાં કાર બોંબ વિસ્ફોટ ૧૯ મૃત્યુ ઃ ૭૦ ઘાયલ

સામાજિક દૂષણોના લીધે પાકિસ્તાન ફરી વિભાજનના આરેઃ કાદિરખાન
પાકમાં શિયા મુસ્લિમોની વ્યાપક હત્યા અંગે લખનઉમાં વિરોધ

ઈન્ડોનેશિયામાં ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ

જીએમઆરે માલદિવના પાસે ૮૦ કરોડ ડૉલરનું વળતર માગ્યું
કોચનો ભારતીય ખેલાડીઓ પર કોઇ કન્ટ્રોલ જ નથી લાગતો
ટેસ્ટ જીતવા માટેના ૩૯૩ના પડકાર સામે શ્રીંલંકાના ૬૫/૨
 
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved