Last Update : 18-December-2012, Tuesday

 

બેસ્ટ નોકરી...? વિધાનસભ્યની નોકરી!

- મન્નુ શેખચલ્લી

આપણે ત્યાં કહેવત છે કે ''સબ નૌકરી કી ઐસીતૈસી, માસ્તરી મેં મઝા... બારા મહિને કી નૌકરી મેં છે મહિને કી રજા!''
પણ એનાથી યે બેસ્ટ નોકરી આજકાલ વિધાનસભ્યની છે! જૂઓને, ૧૮૩ નોકરીઓ માટે ૭૦૦૦થી વધુ ઉમેદવારો ઉમટયા છે! પણ આ નોકરી 'બેસ્ટ-માં-બેસ્ટ' શા માટે છે? વાંચો કારણો....
* * *
- કારણ કે આ એક જ એવી નોકરી છે જ્યાં નોકરી આપનારા ઘેરે બેઠા હોય છે અને નોકરી માગનારાઓ ગલીગલીએ ભટકતા હોય છે !
- આ એક જ એવી નોકરી છે જ્યાં નોકરી આપનારા (ઉમેદવારો) (રાજ્યના લોકો) કડકા છે અને નોકરી લેનારા (ઉમેદવારો) ઓલરેડી કરોડપતિઓ છે!
* * *
- વળી આ એક જ એવી નોકરી છે જેમાં માલિકો કર્મચારીને એકવાર રાખે પછી પાંચ વરસ લગી એનો વાળ પણ વાંકો કરી શકતા નથી!
* * *
- આ એક જ નોકરી એવી છે જેમાં કર્મચારીને ક્યાંય હાજરી આપવા જવું પડતું નથી! (હા, વરસમાં પંદર-વીસ દહાડા વિધાનસભામાં હાજરી આપે છે પણ એનું તો એમને તગડું 'એકસ્ટ્રા' ભથ્થું મળે છે)
* * *
- કર્મચારીએ શું કામ કર્યું? કેટલું કામ કર્યું? ક્યાં કર્યું? ક્યારે કર્યું ? માલિકોને કોઇ હિસાબ આપવાનો હોતો નથી!
* * *
- નોકરીમાં વિકાસ હંમેશા કર્મચારીનો જ થાય છે છતાં નોકરીઆતો માલિકોને એવું કહી કહીને ઉલ્લુ બનાવ્યા કરે છે કે અમે અહીં 'તમારો' વિકાસ કરવા આવ્યા છીએ!
* * *
- નોકરી સિવાય કર્મચારી કેવા કેવા ધંધા કરે છે એ વિશે માલિકને કશું પુછવાનો હક્ક નથી.
* * *
- હા, પાંચ વરસ પછી કર્મચારી પોતાની મિલકતનો આંકડો જાહેર કરે છે ખરો, પણ એ કરોડો રૃપિયા કર્મચારી શી રીતે કમાઇ ગયો એ માલિકો તો ઠીક, સીબીઆઇ પણ નથી પૂછતી! (રેલવેના ઓફિસરને પૂછે છે, વિધાનસભ્યને નહિ)
* * *
અને
- આ એક જ નોકરી એવી છે જેમાં માલિકોના રૃપિયાની તિજોરીની ચાવીઓ કર્મચારીઓ પાસે હોય છે!
- મન્નુ શેખચલ્લી
Share |
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved