Last Update : 18-December-2012, Tuesday

 

હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ

- વ્યક્તિ કોઈક ઇલેકટ્રોનિક પ્રોસેસિંગ સાધન પસંદ કરીને તેને પોતાની ચામડી પર છાપી શકશે અને શરીર પોતે ઇન્ટરફેસ તરીકે કામ કરશે અને ડેટૂને જરૃરી ઉર્જા પૂરી પાડશે.

શરીર પર 'ટેટૂ' કે છૂંદણાં ત્રોફાવવાની ફેશન જુવાનિયાઓમાં સ્ટાઇલિશ દેખાવાનું હાથવગું માધ્યમ બની ગઈ છે. પરંતુ હવે એક કંપનીએ એક એવી આકર્ષકત્વચા (સ્માર્ટ સ્કિન) ધરાવતું 'ડેટૂ' નામનું છૂંદણું બનાવ્યું છે, જે ચામડી કે કપડાં પર લગાવી શકાય છે અને તે સ્માર્ટ ફોન કે લેપટોપ જેવાં ત્રિ-પરિમાણી (થ્રી-ડાઈમેન્શનલ) સાધનોની ગરજ સારે છે.
મજાની વાત એ છે કે આ 'ટેટૂ' પહેરનારના 'ડીએનએ' પણ જાણી શકાતા હોવાથી વપરાશકાર કે તેના મશીનના ગાઢ સંબંધની ખાતરી કરી શકાય છે. ઓનલાઈન ડિઝાઈન પોર્ટલના ઉપયોગ વડે કોઈ પણ વ્યક્તિ કોઈક ઇલેકટ્રોનિક પ્રોસેસિંગ સાધન પસંદ કરીને તેને પોતાની ચામડી પર છાપી શકશે.
મેટ્રિક્સ જેવી અટપટી અને કાયમી છાપ જેવી ઇમેજો ત્વચા પર ઉપસાવ્યા છતાં 'ડેટૂ' હકીકતમાં તાત્પૂરતાં ત્રોફાવી શકાશે. અર્થાત તેને ગમે ત્યારે શરીર કે કપડાં પરથી ધોઈને મિટાવી શકાશે. એટલે બીજે દિવસે વપરાશકાર નવું 'ડેટૂ' લગાડી શકશે.
શરીર પોતે 'ઇન્ટરફેસ' તરીકે કામ કરશે અને 'ડેટૂ'ને જરૃરી ઉર્જા પૂરી પાડશે. સ્માર્ટ ફોન કે લેપટોપ જેવાં ત્રિ-પરિમાણી સાધનોનું કામ 'ટેટૂ' કરશે, જેનાથી આવી ચીજવસ્તુઓ બનાવવાનો, તેમને એક ઠેકાણેથી બીજે ઠેકાણે પહોંચાડવાનો અને નકામી થયા બાદ તેનો નિકાલ કરવાનો ખર્ચ બચશે તેમજ પર્યાવરણ પણ સલામત રહેશે. વળી 'ડેટૂ' સમાન રસ-રુચિ ધરાવતા પણ જુદા દેશોમાં રહેતા વપરાશકારોને એક કડીથી જોડશે, જેથી તેઓ એકમેક સાથે સંપર્ક રાખી શકશે. તેમાં કેમેરા, માઈક્રોફોન અથવા લેસર-લાઉડસ્પીકર જેવાં ઇનપુટ/ આઉટપુટનાં પ્રિન્ટેબલ સાધનોનો સમાવેશ પણ કરી શકાશે.
વ્યક્તિના ડીએનએના વાચન અને ઓળખતી સુવિધા ઉપરાંત ડેટૂમાં નેનો-સેન્સર્સ અને બ્રેઈલ લિપિ જેવી, સ્પર્શથી વાંચી શકાય તેવી (ટચ-રીડિંગ) પેટર્ન, તસવીર ઓળખવાની (ઇમેજ રેકગ્નિશન), જાતે શીખવાની અને શૈક્ષણિક ઉપયોગની તેમજ ફલેક્સિબલ ઓ.એલ.ઇ.ડી. ડિસ્પ્લે, નેનો ચિપ્સ અને સાઈબોર્ગ કમ્પોનન્ટ્સ વગેરેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતે પાકિસ્તાન સાથેની ક્રિકેટ સિરીઝ રદ કરવી જોઇએઃ ભાજપ
સરકારે ચાલુ નાણાકીય વર્ષનો વિકાસ દર ઘટાડી ૫.૭ ટકા કર્યો

ગુજરાત માટે હિમાચલની મત ગણતરી રોકવી ન જોઈએ ઃ અડવાણી

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને ફાયદો, ભાજપને નુકસાન
કેશ સબસિડી યોજનાનો લાભ ગરીબોને નહીં મળે ઃ મમતા બેનર્જી
ઈંગ્લેન્ડ સામે ભારત ઘરઆંગણે ૨૮ વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી હાર્યું

શ્રેણીની હાર માટે બેટ્સમેનો અને ફાસ્ટ બોલરોની નિષ્ફળતા જવાબદાર

તેંડુલકર અને સેહવાગની હકાલપટ્ટી માટે વધતુ દબાણ

પાકિસ્તાનમાં કાર બોંબ વિસ્ફોટ ૧૯ મૃત્યુ ઃ ૭૦ ઘાયલ

સામાજિક દૂષણોના લીધે પાકિસ્તાન ફરી વિભાજનના આરેઃ કાદિરખાન
પાકમાં શિયા મુસ્લિમોની વ્યાપક હત્યા અંગે લખનઉમાં વિરોધ

ઈન્ડોનેશિયામાં ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ

જીએમઆરે માલદિવના પાસે ૮૦ કરોડ ડૉલરનું વળતર માગ્યું
કોચનો ભારતીય ખેલાડીઓ પર કોઇ કન્ટ્રોલ જ નથી લાગતો
ટેસ્ટ જીતવા માટેના ૩૯૩ના પડકાર સામે શ્રીંલંકાના ૬૫/૨
 
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved