Last Update : 18-December-2012, Tuesday

 

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો

- કોઈના લુકની કોપી કરવાના બદલે આપણા શરીરને સુટ કરે તેવી સ્ટાઈલ અપનાવાથી સારી છાપ પડે છે.

તમારી મનપસંદ સેલિબ્રિટી કે બહેનપણીના સેક્સી ફિગરની ઈર્ષા કરવાનું છોડીને તમારા શરીરના પ્રકાર પર નજર ફેરવીને એને લાયક ડ્રેસ પહેરીને આકર્ષક બનવાનો પ્રયત્ન કરો. એવી અમદાવાદના ડિઝાઈનરો સલાહ આપે છે.
ફૂટપટ્ટી જેવો વળાંક વગરનો આકાર
એથ્લેટિક અથવા ફૂટપટ્ટી જેવો બોડી શેપ ધરાવતી માનુનીઓને વળાંકોેની જરૃર નથી. આ પ્રકારના શરીરમાં ટોપ, કમર અને બોટમ એક જ લાઈનમા ંહોય છે. અનુષ્કા શર્મા, ફ્રેડા પિન્ટો આના ઉદાહરણો છે.
આ પ્રકારની નારીઓએ તેમનું ટોન્ડ ફિગર દેખાડે એવું ફિટિંગ ધરાવતા કપડાં પહેરવા જોઈએ. સ્કર્ટ પણ તેમના શરીર પર શોભે છે. ડ્રેસ ઉપર પટ્ટો બાંધવાથી બાંધો આકર્ષક લાગશે.
ફ્લોરલ પેટર્નના ફ્લોઈ ટોપ્સ સાથે સ્ટ્રેઈ અને ફિટેડ પેન્ટ પહેરી શકાય છે. જો કે સ્ટ્રેઈટ ફિટિંગ ટયૂનિક અથવા તો ડિફાઈન્ડ વેઈસ્ટ લાઈન વિનાના ડ્રેસ પહેરવાનો પ્રયોગ આપ્રકારનો બાંધો ધરાવતી સ્ત્રીઓ કરવા જેવો નથી.
નાસપતિ જેવો આકાર
તમારી કમર અને છાતી નિતંબ કરતા નાના હોય તો તમારો સમાવેશ આ પ્રકારના બોડી શેપમાં થાય છે. ગાયિકા વિપોન્સ અને સોેનમ કપૂર આના ઉદાહરણો છે.
આવો બાંધો ધરાવતી માનુનીઓએ ચુસ્ત ફિટિંગ ધરાવતા રફલ્સ અથવા તે ઊંડા ગળાના પોશાકો પહેરવા જોઈએ. નિતંબ ઉપર સ્લોટ થતા પરિધાનો પણ શોભી ઉઠશે. વી નેક પહેરવાથી તમારો ઉદર પટલ (મિડ રિફ) વધુ લાંબો લાગશે અને તમારા શરીરના ઉપલા ભાગ પર લોકોનું ધ્યાન ખેંચશે. તમે રફલ્સ કે કોલરવાળા અસ્તર મૂકેલા પરિધાનો પહેરી શકો છો. આ પોશાક તમારું શરીર પર્ફેક્ટ હોવાનો આભાસ આપશે. (ફટેડ સ્કર્ટ્સ તેમજ મોટા ખિસાવાળા ચૂસ્ત ટ્રાઉઝર્સ થી દૂર રહો. નિતંબ સુધી લાંબા ટયૂનિક કે ટોપ્સ પણ પહેરવાથી દૂર રહો આ કારણે તમારા નિતંબ પણ વધુ મોટા લાગશે.
સફરજનનો આકાર
તમારી કમર તમારા નિતંબ તેમજ છાતી કરતા મોટી અથવા સસ્તી હોત તો તમારો સમાવેશ આ પ્રકારના બાંધામાં થાય છે. કરીના કપૂર, કેથરીન ઝીટા જોન્સ અને ડ્રુ બેરીમોર આના આદર્શ ઉદાહરણો છે. આ પ્રકારનો વાંધો ધરાવતી સ્ત્રીઓએ ટૂંકા ટોપ્સ તરફ જોવાની જરૃર નથી. નિતંબ ઢાંકે તેવા ટોપ્સ પર પસંદગી ઉતારો ટેપર્ડ ટ્રાઉઝર્સ પહેરવાથી તમારા પગ પાતળા લાગશે. આ ઉપરાંત 'એ' લાઈન ડ્રેસ પણ તમને શોેભશે. બેલ્ટ પણ પહેરી શકાય છે. તમારું પેટ ઉપસેલું હોય તો ઢાંકી દે એવા ખૂલતા કપડા પહેરો તેમજ લેગિંગ્સ અને જેકેટ પહેરી શિયાળાની ઠંડીથી બચી શકાય છે. ચૂસ્ત કપડા પહેરવાનું ટાળો કમર પટ્ટો પહેરવાથી લોકોનું ધ્યાન તમારા ઉપસેલા પેટ પર પડી શકે છે. આવી સ્ટ્રેઈટ ટ્રાઉઝર્સ અને સ્કર્ટ્સ પહેરવાનું રાખો.
અવરગ્લાસ જેવો બાંધો
આ પ્રકારનો બાંધો શ્રેષ્ઠ છે. જેનિફર લોપેઝ, શિલ્પા શેટ્ટી અને બિપાશા બાસુ આ બાંધો ધરાવતી ભાગ્યશાળી માનુનીઓ છે. આ પ્રકારના બાંધાની સ્ત્રીઓની છાતી અને નિતંબનું માપ એક જ હોય છે જ્યારે કમર ... બંને કરતા પાતળી હોય છે. આ પ્રકારનો બાંધો ધરાવતી સ્ત્રીઓ માટે બેલ્ટ પહેરવાનો તેમજ કમર પર ચૂસ્ત બેસે એવો ડ્રેસ પહેરવાનો વિકલ્પ સારો છે. આ પ્રકારના પોશાકથી તેમના ફિગર પર લોકોનું તરત જ ધ્યાન ખેંચાય છે. આ ઉપરાંત પહોળા કમર પટ્ટા સાથેની પેન્ટ, હાઈ વેઈસ્ટેડ સ્કર્ટ્સ અને ટ્રાઉઝર્સ પણ તેમને માટે શ્રેષ્ઠ છે. તમારી પાતળી કમર પર લોકોનું ધ્યાન ખેંચાય એ વાતનો ખ્યાલ રાખો. પહોળા પરિધાનોથી દૂર રહો. સ્ટ્રેઈટ ફિટિંગ ડ્રેસ પર તમારે માટે આદર્શન નથી. ચૂસ્ત ડ્રેસ પહેરવાનું ગમતું ન હોય તો બોડી કન્ટ્રોલ અંડરવેરનો ઉપયોગ કરી જુઓ. આ કારણે તમારા પ્રોબ્લેમ એરિયા ઢંકાઈ જશે. ટર્ટલનો નેક અને બોક્સી સ્વેટર્સથી દૂર રહેવામાં જ તમારી ભલાઈ છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતે પાકિસ્તાન સાથેની ક્રિકેટ સિરીઝ રદ કરવી જોઇએઃ ભાજપ
સરકારે ચાલુ નાણાકીય વર્ષનો વિકાસ દર ઘટાડી ૫.૭ ટકા કર્યો

ગુજરાત માટે હિમાચલની મત ગણતરી રોકવી ન જોઈએ ઃ અડવાણી

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને ફાયદો, ભાજપને નુકસાન
કેશ સબસિડી યોજનાનો લાભ ગરીબોને નહીં મળે ઃ મમતા બેનર્જી
ઈંગ્લેન્ડ સામે ભારત ઘરઆંગણે ૨૮ વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી હાર્યું

શ્રેણીની હાર માટે બેટ્સમેનો અને ફાસ્ટ બોલરોની નિષ્ફળતા જવાબદાર

તેંડુલકર અને સેહવાગની હકાલપટ્ટી માટે વધતુ દબાણ

પાકિસ્તાનમાં કાર બોંબ વિસ્ફોટ ૧૯ મૃત્યુ ઃ ૭૦ ઘાયલ

સામાજિક દૂષણોના લીધે પાકિસ્તાન ફરી વિભાજનના આરેઃ કાદિરખાન
પાકમાં શિયા મુસ્લિમોની વ્યાપક હત્યા અંગે લખનઉમાં વિરોધ

ઈન્ડોનેશિયામાં ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ

જીએમઆરે માલદિવના પાસે ૮૦ કરોડ ડૉલરનું વળતર માગ્યું
કોચનો ભારતીય ખેલાડીઓ પર કોઇ કન્ટ્રોલ જ નથી લાગતો
ટેસ્ટ જીતવા માટેના ૩૯૩ના પડકાર સામે શ્રીંલંકાના ૬૫/૨
 
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved