Last Update : 18-December-2012, Tuesday

 
દિલ્હીની વાત
 

મમતા, માયાનું જોર કેટલું ?
નવી દિલ્હી,તા.૧૫
તૃણમૂલ કોંગ્રેસ અને બહુજન સમાજ પક્ષ વચ્ચે ગઠબંધન થઈ રહ્યું છે. હા, જો પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીના નિકટવર્તી સૂત્રોને સાચા માનીએ તો ટીએમસી અને બસપા વચ્ચેનું જોડાણ હાથવગું છે. જો જોડાણ થઈને રહ્યું તો એનો યશ વિવાદી ક્વોટા ખરડાને 'ઘટશે' કે જેનો સમાજવાદી પક્ષ વિરોધી છે. મમતા, રાજ્યસભાના સભ્ય એવા બસપા નેતા માયાવતીને મળવા જશે. આ બેઠક સોમવારે સંસદના મધ્યસ્થ હોલમાં યોજાશે. એ જ દિવસે રાજ્યસભા ક્વોટા બિલ વિષે મતદાન કરશે. સંકેતો મળી ચૂક્યા છે કે કેવોટા ખરડો એકીકરણ કરાવનારું પરિબળ બની રહી શકે. બંને માનુનીઓ સખત પ્રકૃતિની છે, માટે એમનું જોડાણ યુપીએ સરકાર માટે ગંભીર સૂચિતાર્થો પૂરા પાડશે. તેઓ સરકારને પોતાની માગણીઓ સ્વીકારવા માટે દબાણ કરશે.
મમતા, મુલાયમથી નારાજ
મમતો અન્ય પક્ષો સાથે જોડાણ રચવા માટે કરેલા પ્રયાસો નિષ્ફળ જતાં એમણે માયાવતી સામે હાથ લંબાવવો પડયો છે. મમતાને મન સપાનેતા મુલાયમસિંઘ એકદમ બેવફા છે. રાષ્ટ્રપતિની ચૂંટણી વેળાં એમને મુલાયમનો અનુભવ થઇ ગયો છે. મુલાયમને છેલ્લી ઘડીએ એમનું નીચાજોવું કર્યું હતું. માયાવતી સાથેનું જોડાણ મમતાને મુલાયમ સાથેના હિસાબો ચૂકતે કરવામાં મદદ કરશે, કારણ કે મુલાયમ અને માયાવતી ક્વોટા ખરડા બાબતે સામસામે પાટલે છે.
''બ્લેક બેલ્ટ''
મમતાને મદદરૃપ!
મમતા બેનરજીએ એફડીઆઇ મુદ્દે યુપીએ સરકાર છોડી ત્યારથી તેઓ એક કટોકટીમાંથી બીજી કટોકટીનો સામનો કરતાં રહ્યાં છે. એમની અવિશ્વાસની દરખાસ્તનો પરાભવ થયો હતો. હવે, ભ્રષ્ટાચારના આક્ષેપો થઇ રહ્યા છે. અને તાજેતરમાં એમના ધારાસભ્યો અને ડાબેરી ધારાસભ્યો મારામારી પર આઇ ગયા હતા. અલબત્ત, તેઓ ખડકની જેમ અડગ રહ્યાં છે. હવે સમાચાર એ છે કે દક્ષિણ કોરિયા એમને માનદ બ્લેક બેલ્ટ એનાયત કરવા માંગે છે. જોવાનું એ રહે છે કે શું 'બ્લેક બેલ્ટ' એમની લડાયક વૃતિ માટે ઉપકારક સાબિત થઇ એમને રાજકીયપણે મદદરૃપ થશે?
ચૂંટણી પરિણામોથી શિયાળુ સત્રમાં ખાંચ
આગામી સપ્તાહ શિયાળુ સત્રનું છેલ્લુ સપ્તાહ હોવાથી મહત્વનું બની રહેશે. ખાસ તો એટલે કે વિવાદાસ્પદ ક્વોટા ખરડા અંગે બંને ગૃહોમાં મતદાન થશે. જો કે યુપીએના ફલોર મેનેજરોને ચિંતા એ વાતની છે કે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં યોજાનારી ચૂંટણીની મતગણતરી તા.૨૦ ડિસેમ્બરે હાથ ધરવાની હોઇ સત્રના છેલ્લા દિવસો એમાં વેડફાઇ જશે. સાંસદો પરિણામો જોતા હશે. ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં અપૂર્વ મતદાન થયું હોઇ એ રાજ્ય બાબત વધુ આતુરતા રહેશે. એ બંને રીતે ઉપયોગ થઇ શકે એમ છે. હિમાચલ પ્રદેશમાં મતદારો દર પાંચ વર્ષે સત્તાધારી પક્ષને બદલી કાઢે છે. જો ભાજપ ફરીથી જીતશે તો એ શિરોમણી અકાલી દળ અને ભાજપ જોડાણ ગઇ વિધાનસભા ચૂંટણીમાં પંજાબમાં જે કરી શક્યું એની પુનરાવર્તન થશે.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved