Last Update : 18-December-2012, Tuesday

 
 

ઘરઆંગણે આઠ વર્ષ બાદ ભારતનો ટેસ્ટ શ્રેણીમાં પરાજય
ઈંગ્લેન્ડ સામે ભારત ઘરઆંગણે ૨૮ વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી હાર્યું

આખરી ટેસ્ટ નિરસ ડ્રો થઇ ઃ ટ્રોટના ૧૪૩ અને બેલના ૧૧૬* એન્ડરસન મેન ઓફ ધ મેચ અને કૂક મેન ઓફ ધ સિરિઝ

નાગપુર,તા.૧૭
અત્યંત કંગાળ અને નિરૃત્સાહિત બોલીંગ અને પોતાના ડામાડોળ ભવિષ્યને કારણે ચિંતિત કેપ્ટનના બિનઅસરકારક નિર્ણયોને કારણે આખરે અપેક્ષા પ્રમાણે ઈંગ્લેન્ડે ભારતને ઘરઆંગણે ૨૮ વર્ષ બાદ ટેસ્ટ શ્રેણીમાં શરમજનક હાર આપી હતી. આજે આખરી દિવસે ટ્રોટના ૧૪૩ અને બેલના અણનમ ૧૧૬ રનની મદદથી ઈંગ્લેન્ડે ટી બ્રેક બાદ પણ બેટિંગ કરતાં બીજી ઇનિંગ ૪ વિકેટે ૩૫૨ રને ડિકલેર કરતાં ભારતને ૩૫૭ રનનો અશક્ય પડકાર મળ્યો હતો અને બંને ટીમોની સહમતીથી મેચ ડ્રો કરવામાં આવી હતી. આ સાથે ઈંગ્લેન્ડે ચાર ટેસ્ટની શ્રેણી ૨-૧થી જીતી લીધી હતી. એન્ડરસનને આખરી ટેસ્ટમાં ચાર વિકેટ ઝડપવા બદલ મેન ઓફ ધ મેચ અને કૂકને ચાર મેચમાં ૮૦.૨૮ની સરેરાશથી ૫૬૨ રન ફટકારવા બદલ મેન ઓફ ધ સિરિઝ જાહેર કરવામાં આવ્યો હતો.
ઈંગ્લેન્ડે આ સાથે ૧૯૮૪-૮૫ બાદ ભારતની ધરતી પર સૌપ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળતા મેળવી હતી. જ્યારે ભારતીય ટીમનો છેલ્લા આઠ વર્ષમાં ઘરઆંગણે એક પણ ટેસ્ટ શ્રેણી ના હારવાના અજેય રેકોર્ડનો અંત આવ્યો હતો. ભારતને ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં છેલ્લે ૨૦૦૪માં ઓસ્ટ્રેલિયાએ હરાવ્યું હતુ.
આજે ચોથા દિવસે ઈંગ્લેન્ડે બીજી ઇનિંગના ગઇકાલના સ્કોરને ૩ વિકેટે ૧૬૧ રનથી આગળ ધપાવી હતી. શ્રેણીમાં બરોબરી મેળવવા માટે ભારતને આખરી ટેસ્ટ જીતવી જરૃરી હતી અને તે માટે સવારના સેશનમાં જ ઈંગ્લેન્ડની બાકીની સાત વિકેટ ઝડપવી પડે તેમ હતી. જો કે ધોનીની કંગાળ કેપ્ટન્સી અને બોલરોના સાવ નિમ્ન સ્તરના દેખાવને કારણે ઈંગ્લેન્ડના ગઇકાલ સાંજથી રમતાં બેટસમેનો ટ્રોટ અને બેલ આજે લગભગ આખો દિવસ રમી ગયા હતા.
ટ્રોટે ૩૧૦ બોલમાં ૧૮ ચોગ્ગા સાથે ૧૪૩ રન ફટકાર્યા હતા. જ્યારે બેલે ૩૦૬ બોલમાં ૧૩ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે અણનમ ૧૧૬ રન નોંધાવ્યા હતા. ઈંગ્લેન્ડે આજે ટી બ્રેક બાદ પણ ૧૫ ઓવર સુધી બેટિંગ કરતાં મેચ ડ્રો થાય તે સુનિશ્ચિત કર્યું હતુ અને બીજી ઇનિંગ ચાર વિકેટે ૩૫૨ રને ડિકલેર કરી હતી. અશક્ય એવા ૩૫૭ રનના પડકારને ઝીલવા ભારત બેટિંગમાં ઉતર્યું નહતુ અને બંને ટીમોએ સહમતીથી મેચ ડ્રો કરતાં ઈંગ્લેન્ડે જીત મેળવી હતી.
ઈંગ્લેન્ડ પ્રથમ ઇનિંગ ઃ૩૩૦ ભારત પ્રથમ ઇનિંગ ઃ ૩૨૬/૯ ડિક.
ઈંગ્લેન્ડ બીજી ઇનિંગ

-

રન

બોલ

કૂક કો.ધોની બો.અશ્વિન

૧૩

૯૩

કોમ્પ્ટોન એલબી બો.ઓઝા

૩૪

૧૩૫

ટ્રોટ કો.કોહલી બો.અશ્વિન

૧૪૩

૩૧૦

૧૮

પીટરસન બો.જાડેજા

૦૬

૩૦

બેલ અણનમ

૧૧૬

૩૦૬

૧૬

રૃટ અણનમ

૨૦

૫૬

વધારાના (લેગબાય ૬, બાય ૮, નોબોલ ૬)

૨૦

 

 

 

કુલ ૧૫૪ ઓવરમાં ૪ વિકેટે ડિક.

૩૫૨

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૪૮ (કૂક ૨૯.૫), ૨/૮૧ (કોમપ્ટોન ૪૬.૪), ૩/૯૪ (પીટરસન ૫૫.૫).
બોલિંગ ઃ ઇશાંત ૧૨-૩-૨૭-૦, ઓઝા ૨૩-૧૦-૩૯-૧, અશ્વિન ૧૮-૯-૩૪-૨, ચાવલા ૧૦-૨-૨૦-૦, જાડેજા ૧૬-૯-૨૭-૧.

 

૧૯૮૪-૮૫માં ગોવરની કેપ્ટન્સી હેઠળ ઇંગ્લેન્ડ ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતેલું
* ભારતનો ૨૮ વર્ષ બાદ ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણીમાં પરાજય થયો હતો. ૧૯૮૪-૮૫માં રમાયેલી પાંચ ટેસ્ટની શ્રેણીમાં ભારત ૨-૧થી હાર્યું હતુ. ગોવરની કેપ્ટન્સી હેઠળની ટીમે સામે ગાવસ્કરની ટીમે પ્રથમ મુંબઇ ટેસ્ટ ૮ વિકેટથી જીતી હતી. જે પછી બીજી દિલ્હી ટેસ્ટ ઈંગ્લેન્ડ ૮ વિકેટથી જીત્યું હતુ. ત્રીજી અને પાંચમી ટેસ્ટ ડ્રો થઇ હતી. જ્યારે ચોથી કોલકાતા ટેસ્ટ ઈંગ્લેન્ડ ૯ વિકેટથી જીત્યું હતુ.
* ઈંગ્લેન્ડ આ ૧૪ વખતના ભારત પ્રવાસમાં માત્ર પાંચમી વખત ટેસ્ટ શ્રેણી જીત્યું હતુ. ભારત છ વખત શ્રેણી જીત્યું છે અને ત્રણ વખત શ્રેણી ડ્રો રહી છે.
* ભારતનો આ ઘરઆંગણે છેલ્લા આઠ વર્ષમાં પ્રથમ અને છેલ્લા ૧૨ વર્ષમાં બીજો ટેસ્ટ શ્રેણી પરાજય હતો. ભારતને ઘરઆંગણે છેલ્લે ૨૦૦૪માં ઓસ્ટ્રેલિયાએ ચાર ટેસ્ટની શ્રેણીમાં ૨-૧થી હરાવ્યું હતુ. જ્યારે વર્ષ ૨૦૦૦માં સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે હાર્યા બાદનો આ છેલ્લા ૧૨ વર્ષમાં થયેલો ભારતનો બીજો પરાજય હતો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતે પાકિસ્તાન સાથેની ક્રિકેટ સિરીઝ રદ કરવી જોઇએઃ ભાજપ
સરકારે ચાલુ નાણાકીય વર્ષનો વિકાસ દર ઘટાડી ૫.૭ ટકા કર્યો

ગુજરાત માટે હિમાચલની મત ગણતરી રોકવી ન જોઈએ ઃ અડવાણી

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને ફાયદો, ભાજપને નુકસાન
કેશ સબસિડી યોજનાનો લાભ ગરીબોને નહીં મળે ઃ મમતા બેનર્જી
ઈંગ્લેન્ડ સામે ભારત ઘરઆંગણે ૨૮ વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી હાર્યું

શ્રેણીની હાર માટે બેટ્સમેનો અને ફાસ્ટ બોલરોની નિષ્ફળતા જવાબદાર

તેંડુલકર અને સેહવાગની હકાલપટ્ટી માટે વધતુ દબાણ

પાકિસ્તાનમાં કાર બોંબ વિસ્ફોટ ૧૯ મૃત્યુ ઃ ૭૦ ઘાયલ

સામાજિક દૂષણોના લીધે પાકિસ્તાન ફરી વિભાજનના આરેઃ કાદિરખાન
પાકમાં શિયા મુસ્લિમોની વ્યાપક હત્યા અંગે લખનઉમાં વિરોધ

ઈન્ડોનેશિયામાં ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ

જીએમઆરે માલદિવના પાસે ૮૦ કરોડ ડૉલરનું વળતર માગ્યું
કોચનો ભારતીય ખેલાડીઓ પર કોઇ કન્ટ્રોલ જ નથી લાગતો
ટેસ્ટ જીતવા માટેના ૩૯૩ના પડકાર સામે શ્રીંલંકાના ૬૫/૨
 
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved