Last Update : 18-December-2012, Tuesday

 
એક્ઝિટ પોલ મુજબ
હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને ફાયદો, ભાજપને નુકસાન

કોંગ્રેસને ૩૦થી ૩૮ તો ભાજપને ૨૭થી ૩૫ બેઠકો મળવાની સંભાવના

નવી દિલ્હી, તા. ૧૭
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી જારી થઇ રહેલાં એક્ઝિટ અને ઓપિનિયન પોલ્સમાં ગુજરાતમાં સતત ત્રીજી વખત સરકાર બનવાના એંધાણ વર્તાઇ રહ્યા છે તો બીજી બાજુ હિમાચલ પ્રદેશ ભાજપના હાથમાંથી સરકી જાય તેવી શક્યતા છે. હિમાચલમાં તો કોંગ્રેસના ધરખમ નેતા વીરભદ્ર સિંહને સત્તાનું સુકાન સોંપાય તેવી આગાહી પણ કરી દેવામાં આવી છે.
૬૮ ધારાસભ્યોની આ વિધાનસભામાં ૩૦-૩૮ બેઠકો સાથે કોંગ્રેસનો હાથ હરીફ પક્ષ ભાજપ સામે ઊંચો રહે તેવી આગાહી સી-વોટરે કરી છે. ભાજપને ૨૭-૩૫ની વચ્ચે બેઠકો મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અન્યોને એકથી પાંચ બેઠકો મળી શકે છે અને તેઓ સરકાર રચવામાં મહત્વની ભૂમિકા અદા કરી શકે છે.
કેન્દ્રસરકારે ગેસના બાટલા પર મર્યાદા જેવા પગલાં ન ભર્યા હોત તો અહીં કોંગ્રેસને વધુ ફાયદો થઇ શક્યો હોત તેમ માનવામાં આવે છે. ગૃહિણીઓએ ભાજપ તરફી મતદાન કર્યું છે તો પુરૃષોએ કોંગ્રેસની તરફેણમાં વધુ મતદાન કર્યાની સંભાવના વ્યક્ત કરાઇ છે. કોંગ્રેસને નાના માર્જિનથી ફાયદો થઇ શકે છે. ઉત્તરાખંડની જેમ અહીંના પરિણામો આવે તેવી ધારણા વ્યક્ત કરવામાં આવી છે.
ઇન્ડિયા ટીવીના સર્વેમાં હિમાચલમાં કોંગ્રેસને ૩૪ અને ભાજપને ૩૧ બેઠકો મળવાની શક્યતા દર્શાવવામાં આવી છે. અન્યને માત્ર ત્રણ બેઠક મળશે. ૪૧ ટકા મતદારોએ વીરભદ્ર સિંહને તેમના મુખ્યપ્રધાન બનાવવા પર પસંદગી ઉતારી છે તો હાલના મુખ્ય પ્રધાન પ્રેમ કુમાર ધુમલને ૩૫ ટકા મતદારોએ તેમના સીએમ બનાવવા માગે છે. શાંતા કુમાર માત્ર પાંચ ટકા મત સાથે સ્પર્ધામાં ઘણાં પાછળ છે.
હિમાચલમાં પાંચમી નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી હતી. પરંતુ ગુજરાતની ચૂંટણીને અનુલક્ષીને તેનું પરિણામ પણ ૨૦ ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

 

સી-વોટર
પક્ષ બેઠક
કોંગ્રેસ ૩૦થી૩૮
ભાજપ ૨૭થી૩૫

 

ઇન્ડિયા ટીવી
પક્ષ બેઠક
કોંગ્રેસ ૩૪
ભાજપ ૩૧
અન્ય ૩

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતે પાકિસ્તાન સાથેની ક્રિકેટ સિરીઝ રદ કરવી જોઇએઃ ભાજપ
સરકારે ચાલુ નાણાકીય વર્ષનો વિકાસ દર ઘટાડી ૫.૭ ટકા કર્યો

ગુજરાત માટે હિમાચલની મત ગણતરી રોકવી ન જોઈએ ઃ અડવાણી

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને ફાયદો, ભાજપને નુકસાન
કેશ સબસિડી યોજનાનો લાભ ગરીબોને નહીં મળે ઃ મમતા બેનર્જી
ઈંગ્લેન્ડ સામે ભારત ઘરઆંગણે ૨૮ વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી હાર્યું

શ્રેણીની હાર માટે બેટ્સમેનો અને ફાસ્ટ બોલરોની નિષ્ફળતા જવાબદાર

તેંડુલકર અને સેહવાગની હકાલપટ્ટી માટે વધતુ દબાણ

પાકિસ્તાનમાં કાર બોંબ વિસ્ફોટ ૧૯ મૃત્યુ ઃ ૭૦ ઘાયલ

સામાજિક દૂષણોના લીધે પાકિસ્તાન ફરી વિભાજનના આરેઃ કાદિરખાન
પાકમાં શિયા મુસ્લિમોની વ્યાપક હત્યા અંગે લખનઉમાં વિરોધ

ઈન્ડોનેશિયામાં ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ

જીએમઆરે માલદિવના પાસે ૮૦ કરોડ ડૉલરનું વળતર માગ્યું
કોચનો ભારતીય ખેલાડીઓ પર કોઇ કન્ટ્રોલ જ નથી લાગતો
ટેસ્ટ જીતવા માટેના ૩૯૩ના પડકાર સામે શ્રીંલંકાના ૬૫/૨
 
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved