Last Update : 18-December-2012, Tuesday

 

અર્ધ વાર્ષિક આર્થિક વિશ્લેષણ રજૂ
સરકારે ચાલુ નાણાકીય વર્ષનો વિકાસ દર ઘટાડી ૫.૭ ટકા કર્યો

રોકાણકારોના વિશ્વાસને સુધારવા સહાયક નીતિઓ પર ભાર મૂકયો

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૧૭
સરકારે આજે વર્તમાન નાણાકીય વર્ષ માટેનો વિકાસ દર અગાઉના અંદાજિત ૭.૬ ટકાથી ઘટાડીને ૫.૭ થી ૫.૯ ટકા જાહેર કર્યો હતો તેમજ રોકાણકારોનો વિશ્વાસ વધારવા સહાયક નાણાકીય અને રાજકોષીય નીતિઓની તરફેણ કરી હતી.
સંસદમાં રજૂ થયેલા અર્ધવાર્ષિક આર્થિક વિશ્લેષણમાં જણાવવામાં આવ્યું હતું કે હાલની પરિસ્થિતિ જોતા વર્ષ ૨૦૧૨-૧૩ માટે જીડીપીનો વૃધ્ધિ દર એકંદરે ૫.૭ ટકાથી ૫.૯ ટકા રહી શકે છે. અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે ઇચ્છિત વિકાસ દર હાંસલ કરવા ચાલુ નાણાકીય વર્ષના બીજા છ માસિક ગાળામાં અર્થતંત્રએ ૬ ટકાનો વૃધ્ધિ દર મેળવવો જરૃરી છે. અહેવાલ મુજબ ૨૦૧૨-૧૩ના એપ્રિલ- સપ્ટેમ્બર ગાળામાં વિકાસ દર ૫.૪ ટકા નોંધાયો છે. અગાઉ આર્થિક વિશ્લેષણમાં ચાલુ નાણાકીય વર્ષ માટે ૭.૬ નો વૃધ્ધિ દર નક્કી કરવામાં આવ્યો હતો.
અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ૫.૭-૫.૯ ટકાનો વૃધ્ધિ દર હાંસલ કરવા અને રોકાણકારોનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે નાણાકીય અને રાજકોષીય નીતિઓ સહાયકારી હોય એ જરૃરી છે. અહેવાલમાં એમ પણ કહેવાયું હતું કે સરકારે પુરવઠા અંગેની મુશ્કેલીઓ પણ દૂર કરવી પડશે.
ઘરેલુ અને વૈશ્વિક બંને કારણે ૨૦૧૧-૧૨ દરમિયાન આર્થિક વૃદ્ધિ દર ઘટીને છેલ્લા નવ વર્ષના ન્યૂનતમ ૬.૫ ટકાએ પહોંચી ગયો હતો. અહેવાલમાં ફૂગાવા અંગે જણાવાયું હતું કે ચાલુ નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિક ગાળામાં મોંઘવારીના દરમાં ઘટાડો શરૃ થશે.

વિકાસદરનો અંદાજ ઘટાડાતાં રૃપિયો ત્રણ સપ્તાહના તળિયે
મુંબઈ, તા.૧૭
ભારતમાં આર્થિક વિકાસદરનો અંદાજ ઘટાડાતાં આજે કરન્સી બજારમાં ડોલર સામે રૃપિયાનું મુલ્ય ઝડપથી ઘટીને ત્રણ સપ્તાહની નવી નીચી સપાટીએ ઉતરી ગયું હતું. વિકાસ દરનો અંદાજ ઘટાડી ૫.૭૦થી ૫.૯૦ ટકા કરાયાના નિર્દેશોએ આજે ડોલરના ભાવો વધ્યા હતા અને રૃપિયો તૂટયો હતો. ડોલરના ભાવો રૃ.૫૪.૪૯ વાળા આજે ઉછળી રૃ.૫૪.૮૯ થઈ છેલ્લે રૃ.૫૪.૮૫ રહ્યા હતા. આજે રૃપિયો ૦.૬૮ ટકા નબળો પડયો હતો. રિઝર્વ બેન્ક દ્વારા મંગળવારે (આજે) ધિરાણ નીતિની સમીક્ષા થનાર છે એ પૂર્વે રૃપિયો ગગડયો છે એ વાત સૂચક મનાઈ રહી હોવાનું ઉદ્યોગ જગતના સૂત્રોએ જણાવ્યું હતું.
શેરબજારમાં ઘટાડાના કારણે પણ આજે ડોલર વધ્યો હતો. વિશ્વબજારમાં પણ વિવિધ પ્રમુખચલણો સામે ડોલર આજે ઉંચકાયો હતો. જોકે ફોરવર્ડ બજારમાં આજે ડોલરના પ્રિમિયમો ઘટયા હતા. છ મહિનાના પ્રિમિયમો ૧૬૪-૧૬૫ પૈસાથી ઘટી ૧૬૦-૧૬૨ પૈસા તથા ૧૨ મહિનાના પ્રિમિયમો ૩૦૯.૫૦થી ૩૧૧.૫૦ પૈસાથી ઘટી ૩૦૪.૫૦થી ૩૦૬.૫૦ પૈસા રહ્યા હતા. ડોલર ઉપરાંત આજે રૃપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવો પણ રૃ.૮૭.૮૨થી વધી રૃ.૮૮.૮૬ તથા યુરોના ભાવો રૃ.૭૧.૩૫થી વધી રૃ.૭૨.૧૬ રહ્યા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતે પાકિસ્તાન સાથેની ક્રિકેટ સિરીઝ રદ કરવી જોઇએઃ ભાજપ
સરકારે ચાલુ નાણાકીય વર્ષનો વિકાસ દર ઘટાડી ૫.૭ ટકા કર્યો

ગુજરાત માટે હિમાચલની મત ગણતરી રોકવી ન જોઈએ ઃ અડવાણી

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને ફાયદો, ભાજપને નુકસાન
કેશ સબસિડી યોજનાનો લાભ ગરીબોને નહીં મળે ઃ મમતા બેનર્જી
ઈંગ્લેન્ડ સામે ભારત ઘરઆંગણે ૨૮ વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી હાર્યું

શ્રેણીની હાર માટે બેટ્સમેનો અને ફાસ્ટ બોલરોની નિષ્ફળતા જવાબદાર

તેંડુલકર અને સેહવાગની હકાલપટ્ટી માટે વધતુ દબાણ

પાકિસ્તાનમાં કાર બોંબ વિસ્ફોટ ૧૯ મૃત્યુ ઃ ૭૦ ઘાયલ

સામાજિક દૂષણોના લીધે પાકિસ્તાન ફરી વિભાજનના આરેઃ કાદિરખાન
પાકમાં શિયા મુસ્લિમોની વ્યાપક હત્યા અંગે લખનઉમાં વિરોધ

ઈન્ડોનેશિયામાં ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ

જીએમઆરે માલદિવના પાસે ૮૦ કરોડ ડૉલરનું વળતર માગ્યું
કોચનો ભારતીય ખેલાડીઓ પર કોઇ કન્ટ્રોલ જ નથી લાગતો
ટેસ્ટ જીતવા માટેના ૩૯૩ના પડકાર સામે શ્રીંલંકાના ૬૫/૨
 
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved