Last Update : 18-December-2012, Tuesday

 

ભારતે વળતો જવાબ આપવો જોઇએ
ભારતે પાકિસ્તાન સાથેની ક્રિકેટ સિરીઝ રદ કરવી જોઇએઃ ભાજપ

પાકિસ્તાનના ગૃહ પ્રધાન રહેમાને ભારતનું 'અપમાન' કર્યું છેઃ યશવંત સિંહા

(પી.ટી.આઇ।) નવી દિલ્હી, તા. ૧૭
ભારતની મુલાકાતે આવેલા પાકિસ્તાનના ગૃહ પ્રધાન રહેમાન મલિકે ભારતનું 'અપમાન' કર્યું છે તેમ કહીને ભારતીય જનતા પાર્ટીએ આગામી ભારત-પાક. ક્રિકેટ સિરીઝને રદ્દ કરવાની માગણી કરી છે. તેણે મલિકને યોગ્ય જવાબ નહિ આપી ચુપ રહેવાનો ભારતના ગૃહ પ્રધાન સુશીલ કુમાર શિંદે પર આક્ષેપ કર્યો છે. જોકે કોંગ્રેસે તે અંગે ખુલાસો કરવામાં આવશે તેમ કહીને આશ્વાસન આપ્યું હતું.
રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન ભાજપના નાયબ નેતા રવિશંકર પ્રસાદે પૂછ્યું હતું કે સરકાર કેમ બાબરી ધ્વંસ મામલે અલ્લાહાબાદ હાઇ કોર્ટનો ચુકાદો ન ટાંક્યો ? જેમાં ત્યાં મસ્જિદ હોવાનો દાવો કરનારા તેને પૂરવાર ન કરી શક્યા હતા. શિંદેની હાજરીમાં જ તેમણે ઉમેર્યું હતું કે મલિકે જે કંઇપણ કહ્યું છે તે બિનજરૃરી અને ઉશ્કેરણીજનક છે. અમે તેને જોરદારરીતે વખોડીએ છીએ. હું ગૃહપ્રધાનને એ જ પૂછવા માગું છું કે જો મલિક કોઇ એજન્ડા સાથે ભારતની મુલાકાતે આવ્યા હતા તો તેમને કેમ અહીં આવવાની છૂટ આપવામાં આવી? સરકારે આ તમામ બાબતોનો જવાબ કેમ ન આપ્યો ?
રહેમાને ૨૬/૧૧ મુંબઇ હુમલાને બાબરી ધ્વંસ સાથે સરખાવીને તેમ જ લશ્કરે તોઇબાના આતંકવાદી અબુ જુંદાલને ભારતની ઇન્ટલિજન્સ સંસ્થાનો કાર્યકર ગણાવી ભારતની હાસી ઉડાવી છે તેમ જુંદાલે કહ્યું છે. ભારતે મલિકના નિવેદનોને પાયાવગરના ગણાવ્યા હતા.
ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિંહાએ જણાવ્યું હતું કે૨૫ ડિસેમ્બરે શરૃ થઇ રહેલી ક્રિકેટ સિરીઝ રદ થવી જોઇએ. મલિકની મુલાકાત બાદ હવે આપણને સંબંધો વધારવાની દિશામાં કોઇ પગલાં લેવાની જરૃર નથી. હવે ક્રિકેટ મેચ રચીને આપણે કઇ સદ્ભાવના વધારીશું.
સંસદની બહાર પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે રહેમાન મલિકને વળતો જવાબ નહિ આપીને આપણા ગૃહપ્રધાને તેમની નબળાઇ દર્શાવી છે. જો તમે ભારતનું અપમાન કરશો તો અમેે તેને ન ચલાવી લઇએ. શિંદેએ તરત જ તેમનો જવાબ આપી દેવાની જરૃર હતી.
સિંહાએ ઉમેર્યું હતું કે પાકિસ્તાન ક્યારેય પણ તેણે આપેલાં વચન પર સ્થિરક રહેતું નથી. હાલની ભારત સરકારે પાકિસ્તાનને તેનું વચન યાદ અપાવવાની જરૃર હતી કે તમે મને આ ખાતરી આપી હતી. તેઓ હુમલા કરે છે ત્યારે અમે ચૂપ રહીએ છીએ એ અમારી સમસ્યા છે. એનાથી સંબંધો સુધરશે તેમ આપણે માનીએ છીએ.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતે પાકિસ્તાન સાથેની ક્રિકેટ સિરીઝ રદ કરવી જોઇએઃ ભાજપ
સરકારે ચાલુ નાણાકીય વર્ષનો વિકાસ દર ઘટાડી ૫.૭ ટકા કર્યો

ગુજરાત માટે હિમાચલની મત ગણતરી રોકવી ન જોઈએ ઃ અડવાણી

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને ફાયદો, ભાજપને નુકસાન
કેશ સબસિડી યોજનાનો લાભ ગરીબોને નહીં મળે ઃ મમતા બેનર્જી
ઈંગ્લેન્ડ સામે ભારત ઘરઆંગણે ૨૮ વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી હાર્યું

શ્રેણીની હાર માટે બેટ્સમેનો અને ફાસ્ટ બોલરોની નિષ્ફળતા જવાબદાર

તેંડુલકર અને સેહવાગની હકાલપટ્ટી માટે વધતુ દબાણ

પાકિસ્તાનમાં કાર બોંબ વિસ્ફોટ ૧૯ મૃત્યુ ઃ ૭૦ ઘાયલ

સામાજિક દૂષણોના લીધે પાકિસ્તાન ફરી વિભાજનના આરેઃ કાદિરખાન
પાકમાં શિયા મુસ્લિમોની વ્યાપક હત્યા અંગે લખનઉમાં વિરોધ

ઈન્ડોનેશિયામાં ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ

જીએમઆરે માલદિવના પાસે ૮૦ કરોડ ડૉલરનું વળતર માગ્યું
કોચનો ભારતીય ખેલાડીઓ પર કોઇ કન્ટ્રોલ જ નથી લાગતો
ટેસ્ટ જીતવા માટેના ૩૯૩ના પડકાર સામે શ્રીંલંકાના ૬૫/૨
 
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved