Last Update : 18-December-2012, Tuesday

 

ભારત સાથે દાયકાઓથી છેતરપીંડી કરતીં પાકિ. સરકાર
૧૯૭૧ના યુધ્ધ બાદ પાક. જેલમાં સબડતા ૫૪ ભારતીય યુધ્ધ કેદીઓ

યુધ્ધ કેદીઓને મુક્ત કરવા માટે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં દાદ માગવામાં આવશેઃ દેશભક્ત જવાનોની પાકિસ્તાનની જેલમાં કફોડી હાલત

રાજકોટ, તા.૧૭
૧૯૭૧માં ભારત-પાકિસ્તાન વચ્ચે યુધ્ધ થયું હતું. આ યુધ્ધમાં ભારતનો વિજય થયો હતો. પરંતુ પાકિસ્તાને ત્યારે ભારત સાથે ગંભીર છેતરપીંડી કરી ૫૪ જેટલા યુધ્ધ કેદીઓને પાકિસ્તાનમાં જ ગોંધી રાખતા હાલ ૫૪ યુધ્ધ કેદીઓ પાકિસ્તાની જેલમાં સબડી રહ્યા છે. કેદીઓ વતી આંતરરાષ્ટ્રીય કોર્ટમાં રજૂઆત કરવાની તૈયારી હાથ ધરાઇ છે.
૩ ડીસે.થી ૧૬ ડીસે. ૧૯૭૧ સુધી ભારત-પાક. વચ્ચે ગંભીર યુધ્ધ થયેલું હતું. યુધ્ધના અંતે ૧૬ ડીસે. ૧૯૭૧ સાંજે ૪.૩૧ વાગ્યે પાક.ની સેનાના જન. અમિર અબ્દુલ્લા નિયાઝીએ ભારતની સેનાના જન. જગજીતસિંઘ અરોડા સમક્ષ ઢાકા મુકામે ૯૩,૦૦૦ સૈનિકો સાથે શરણાગતિ સ્વિકારી હતી. ત્યારબાદ ભારતના તાત્કાલિક પ્રધાનમંત્રી શ્રીમતિ ઇન્દીરા ગાંધી અને પાક.ના પ્રધાનમંત્રી ઝુલ્ફીકારઅલી ભુટ્ટો વચ્ચે સીમલા કરાર થયેલો. ભારત સરકાર દ્વારા ઇમાનદારી પૂર્વક પાક.ના બધા ૯૩૦૦૦ સૈનિકો પાક.ને પરત કરી દીધા હતા અને પાક. દ્વારા ફક્ત ૬૧૬ ભારતના સૈનિકો પરત કરેલા હતા અને ભારત સરકાર સાથે ગંભીર છેતરપીંડી કરીને ભારત-પાક.ના ૧૯૭૧ના યુધ્ધના ભારતના ૫૪ યુધ્ધ કેદીઓ ગેરકાયદેસર પાક.માં રોકી લીધેલા હતા જે ૪૧ વર્ષથી આજે પણ પાક.ની જેલમાં સબડી રહ્યા છે. અને પાક. દ્વારા વિશ્વનો સૌથી મોટો માનવ અધિકાર ભંગનો ગુનો કરેલ છે. આ અંગે એડવોકેટ એમ.કે .પાલ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં સ્પે. એપ્લી. દ્વારા દાખલ કરવામાં આવેલ અને જેમાં ગુજરાત હાઇકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપી ભારત સરકારને આદેશ કરેલ છે કે ભારત-પાક.ના ૧૯૭૧નાં યુધ્ધનાં ૫૪ યુધ્ધ કેદીઓ જે પાક. જેલમાં સબડે છે તેમના આશ્રિત પરિવારોને ૪૦ વર્ષનો પગાર, હક્ક, હીસ્સા આપવામાં આવે અને આ યુધ્ધ કૈદીઓનો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય કોર્ટ જિનિવામાં ભારત સરકાર રજૂ કરે. પરંતુ બહુજ દુઃખની વાત છે કે ભારત સરકારે ૫૪ યુધ્ધ કૈદી પરિવારોને જેમના હક્ક, હિસ્સા અને પગાર આપવાનું શરૃ કરી દીધેલ છે પરંતુ આંતરરાષ્ટ્રીય કોર્ટ જિનિવા મારફત સૈનિકોને જેલમાંથી છોડાવવાના હુકમ સામે ભારત સરકારે નામ. સુપ્રિમ કોર્ટમાં અપીલ ફાઇલ કરીને સ્ટે લઇ લીધેલ છે, તેનાથી ફલિત થાય છે કે ભારતની કોંગ્રેસ સરકારને ભારતનાં ૧૯૭૧ના યુધ્ધનાં ૫૪ યુધ્ધ કૈદીઓની જિંદગીની કોઇ કદર નથી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતે પાકિસ્તાન સાથેની ક્રિકેટ સિરીઝ રદ કરવી જોઇએઃ ભાજપ
સરકારે ચાલુ નાણાકીય વર્ષનો વિકાસ દર ઘટાડી ૫.૭ ટકા કર્યો

ગુજરાત માટે હિમાચલની મત ગણતરી રોકવી ન જોઈએ ઃ અડવાણી

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને ફાયદો, ભાજપને નુકસાન
કેશ સબસિડી યોજનાનો લાભ ગરીબોને નહીં મળે ઃ મમતા બેનર્જી
ઈંગ્લેન્ડ સામે ભારત ઘરઆંગણે ૨૮ વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી હાર્યું

શ્રેણીની હાર માટે બેટ્સમેનો અને ફાસ્ટ બોલરોની નિષ્ફળતા જવાબદાર

તેંડુલકર અને સેહવાગની હકાલપટ્ટી માટે વધતુ દબાણ

પાકિસ્તાનમાં કાર બોંબ વિસ્ફોટ ૧૯ મૃત્યુ ઃ ૭૦ ઘાયલ

સામાજિક દૂષણોના લીધે પાકિસ્તાન ફરી વિભાજનના આરેઃ કાદિરખાન
પાકમાં શિયા મુસ્લિમોની વ્યાપક હત્યા અંગે લખનઉમાં વિરોધ

ઈન્ડોનેશિયામાં ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ

જીએમઆરે માલદિવના પાસે ૮૦ કરોડ ડૉલરનું વળતર માગ્યું
કોચનો ભારતીય ખેલાડીઓ પર કોઇ કન્ટ્રોલ જ નથી લાગતો
ટેસ્ટ જીતવા માટેના ૩૯૩ના પડકાર સામે શ્રીંલંકાના ૬૫/૨
 
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved