Last Update : 18-December-2012, Tuesday

 

અજિત 'દાદા' પવાર ઉપર ફરી લટકતી તલવાર!
મહારાષ્ટ્રમાં કરોડોના સિંચાઇ કૌભાંડની 'સિટ' તપાસની જાહેરાત

વિધાન પરિષદમાં સરકારે નિષ્ણાત સમિતિ રચવાની વિપક્ષોની માગણી સ્વીકારી ઃ એક વ્યક્તિની તપાસ ટીમ

(પ્રતિનિધિ દ્વારા) નાગપુર, તા.૧૭
અજિત 'દાદા' પવારને ઝડપથી નિર્દોષ સાબિત કરવા સિંચાઇ વિભાગે બહાર પાડેલી શ્વેતપત્રિકામાં દર્શાવાયેલા આંકડા અને આર્થિક સર્વેક્ષણના આંકડાઓમાં સામ્યતા ન હોવાનું જણાઇ આવ્યા બાદ ઊભા થયેલાં વિવાદને પગલે મહારાષ્ટ્ર સરકારે સિંચાઇ વિભાગના નિષ્ણાતની સમિતિ નીમી તપાસ કરવાની જાહેરાત કરી છે.
એનસીપીના 'દાદા' અજિત પવારે સિંચાઇ વિભાગમાં ૭૦ હજાર કરોડની ગેરરીતિ આચરી હોવાના આક્ષેપથી તેઓએ નૈતિક રીતે રાજીનામું આપ્યા બાદ ૬૫ દિવસમાં શ્વેતપત્રિકા બહાર પાડી તેઓને નિર્દોષ જાહેર કરી ફરી નાયબ મુખ્ય પ્રધાન બનાવી દેવાતાં એક અઠવાડિયાથી વિપક્ષોએ વિધાનસભામાં હોબાળો મચાવ્યો હતો.
એક અઠવાડિયાથી વિધિમંડળના બંને સભાગૃહોની કાર્યવાહી 'સીટ' મારફત સિંચાઇ વિભાગની તપાસ કરવામાં આવે એવી વિપક્ષોની માગણીથી ખોરવાઇ ગઇ હતી જેની સામે આજે સરકાર ઝૂકી ગઇ હતી.
વિધાનપરિષદમાં સિંચાઇ પ્રધાન સુનિલ તટકરેએ સિંચાઇ નિષ્ણાત માધવરાવ ચિત્તળેની અધ્યક્ષતાહેઠળ સિંચાઇ કૌભાંડની તપાસ કરવામાં આવશે એવી જાહેરાત કરી બંને સભાગૃહમાં કરી હતી.
વિધાન સભા અને પરિષદમાં પ્રશ્નોત્તરીનો સમય પૂરો થયા બાદ સિંચાઇ પ્રધાન સુનિલ તટકરેએ નિવેદન કરતાં જણાવ્યું હતું કે માધવરાવ ચિત્તળેની અધ્યક્ષતા હેઠળ તપાસ કરાશે અને આ સમિતિની સમય મર્યાદા વગેરેની માહિતી ૩૧ ડિસેમ્બર સુધી અપાશે.
વિરોધ પક્ષોએ સિંચાઇ વિભાગે રજૂ કરેલાં આંકડાઓ સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો.
વિપક્ષના નેતા વિનોદ તાવડેએ જણાવ્યું હતું કે અધિવેશનના પ્રથમ દિવસે આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હોત તો સભાગૃહનો મૂલ્યવાન સમય ન વેડફાયો હોત. નવી તપાસ સમિતિ નીમવામાં આવતાં રાજ્યમાં ચાલી રહેલાં સિંચાઇ પ્રોજેક્ટોને કોઇ અસર નહિ પડે એમ સુનિલ તટકરેએ જણાવ્યું હતું.
માધવ ચિત્તળેની અધ્યક્ષતા હેઠળની સમિતિએ તપાસ કરવાના મુદ્દાઓ ૩૧ ડિસેમ્બર સુધીમાં ઘડી કઢાશે એમ સિંચાઇ પ્રધાને ઉમેર્યું હતું.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતે પાકિસ્તાન સાથેની ક્રિકેટ સિરીઝ રદ કરવી જોઇએઃ ભાજપ
સરકારે ચાલુ નાણાકીય વર્ષનો વિકાસ દર ઘટાડી ૫.૭ ટકા કર્યો

ગુજરાત માટે હિમાચલની મત ગણતરી રોકવી ન જોઈએ ઃ અડવાણી

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને ફાયદો, ભાજપને નુકસાન
કેશ સબસિડી યોજનાનો લાભ ગરીબોને નહીં મળે ઃ મમતા બેનર્જી
ઈંગ્લેન્ડ સામે ભારત ઘરઆંગણે ૨૮ વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી હાર્યું

શ્રેણીની હાર માટે બેટ્સમેનો અને ફાસ્ટ બોલરોની નિષ્ફળતા જવાબદાર

તેંડુલકર અને સેહવાગની હકાલપટ્ટી માટે વધતુ દબાણ

પાકિસ્તાનમાં કાર બોંબ વિસ્ફોટ ૧૯ મૃત્યુ ઃ ૭૦ ઘાયલ

સામાજિક દૂષણોના લીધે પાકિસ્તાન ફરી વિભાજનના આરેઃ કાદિરખાન
પાકમાં શિયા મુસ્લિમોની વ્યાપક હત્યા અંગે લખનઉમાં વિરોધ

ઈન્ડોનેશિયામાં ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ

જીએમઆરે માલદિવના પાસે ૮૦ કરોડ ડૉલરનું વળતર માગ્યું
કોચનો ભારતીય ખેલાડીઓ પર કોઇ કન્ટ્રોલ જ નથી લાગતો
ટેસ્ટ જીતવા માટેના ૩૯૩ના પડકાર સામે શ્રીંલંકાના ૬૫/૨
 
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved