Last Update : 18-December-2012, Tuesday

 

ગુજરાત વિધાનસભાની
બીજા તબક્કાની ૯૫ બેઠકોમાં ૭૦ ટકાથી વધુ મતદાન

સૌથી ઊંચુ ૭૨ ટકા મતદાન બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર અને પંચમહાલમાં ઃ ઓછું મતદાન કચ્છમાં ૬૪.૫ ટકા ઃ ૨૦મીએ મતગણતરી

અમદાવાદ, તા.૧૭
ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ૯૫ બેઠકોની ચૂંટણીમાં સરેરાશ ૭૦.૨૦ ટકા જેટલા ઊંચા મતદાનનું વાવાઝોડું ફરી વળ્યું હતું. પ્રથમ તબક્કામાં મતદાનમાં મતદારોએ દાખવેલા ઉત્સાહનું પુનરાવર્તન આજે બીજા તબક્કામાં જોવા મળ્યું હતું. પંચમહાલ જિલ્લામાં શહેરા વિસ્તારમાં ભાજપના ઉમેદવાર- ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ અને પ્રતિસ્પર્ધી કોંગ્રેસના કાર્યકરો વચ્ચેની જૂથ અથડામણ તથા ગોળીબારની એક મોટી ઘટના સિવાય બીજા કોઇ અશાંતિસર્જક બનાવો બન્યા નથી. ગુજરાતના ૧૨ જિલ્લાઓની ૯૫ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ૮૨૦ ઉમેદવારોનું ભાવિ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ) દ્વારા કેદ થઇ ગયું હતું.
આજે કચ્છ, અમદાવાદ શહેરની ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર જિલ્લાઓ, મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને વડોદરા શહેર- જિલ્લાના જિલ્લાઓમાં મતદાન થયું હતું.
બીજા તબક્કાનું જ્યાં મતદાન થયું ત્યાં મતદાનના પ્રારંભિક સમયથી જ ઝડપભેર શરૃ થયું હતું અને મતાધિકારનો ઉપયોગ કરવામાં યુવાનો, મહિલા મતદારોએ રીતસરની કતારો લગાવી હતી. ચૂંટણીતંત્રએ પણ આ વખતે સતસવીર મતદાર સ્લીપો વહેંચી હોવાના કારણે મતદારોને ઝાઝી પૂછપરછ કરવાનું કારણ રહ્યું નહોતું. ઊંચા મતદાનના સૂચિતાર્થો શું હોઇ શકે તે વિશે મુખ્ય પ્રતિસ્પર્ધિ પક્ષો ભાજપ, કોંગ્રેસ, જીપીપીના અગ્રણીઓ ફોડ પાડયા વગર પોતાની તરફેણનો મુદ્દો રજુ કરી રહ્યા હતા.
આજે થયેલા મતદાનમાં જેમનુ નસીબ દાવ પર લાગેલું હતું તેમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી (મણિનગર), ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના ઉમેદવાર શંકરસિંહ વાઘેલા (કપડવંજ) ગુજરાતના વર્તમાન મંત્રીમંડળના ૧૪ સભ્યો, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ (ડભોઇ) વગેરેનો સમાવેશ થતો હતો.
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોતે મણિનગર વિસ્તારમાં વોટ આપી શકે તેમ નહોતા કેમકે તેઓ સાબરમતી વિસ્તારના મતદાર છે. એટલે ત્યાંના મતદાન મથકે મતદાન કર્યું હતું. ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ ખાનપુર વિસ્તારના કેન્દ્રમાંથી, રાજ્યસભાના વિપક્ષી નેતા અરૃણ જેટલીએ કર્ણાવતી ક્લબ સામેના વિસ્તારમાંની શાળાના મથકમાં મતદાન કર્યું હતું.
આજે થયેલા આ મતદાનમાં સૌથી વધુ ૭૨ ટકા મતદાન બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, ગાંધીનગર જિલ્લાઓમાં થયું છે. જ્યારે ઓછું ૬૪.૫ ટકા મતદાન કચ્છ જિલ્લામાં નોંધાયું છે. આજે થયેલા મતદાન પછી ચૂંટણી જંગનો મહત્વનો તબક્કો પૂરો થયો છે હવે ૨૦મી ડિસેમ્બરે મતગણતરી થશે અને આખીય પ્રક્રિયા પૂરી થશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતે પાકિસ્તાન સાથેની ક્રિકેટ સિરીઝ રદ કરવી જોઇએઃ ભાજપ
સરકારે ચાલુ નાણાકીય વર્ષનો વિકાસ દર ઘટાડી ૫.૭ ટકા કર્યો

ગુજરાત માટે હિમાચલની મત ગણતરી રોકવી ન જોઈએ ઃ અડવાણી

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને ફાયદો, ભાજપને નુકસાન
કેશ સબસિડી યોજનાનો લાભ ગરીબોને નહીં મળે ઃ મમતા બેનર્જી
ઈંગ્લેન્ડ સામે ભારત ઘરઆંગણે ૨૮ વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી હાર્યું

શ્રેણીની હાર માટે બેટ્સમેનો અને ફાસ્ટ બોલરોની નિષ્ફળતા જવાબદાર

તેંડુલકર અને સેહવાગની હકાલપટ્ટી માટે વધતુ દબાણ

પાકિસ્તાનમાં કાર બોંબ વિસ્ફોટ ૧૯ મૃત્યુ ઃ ૭૦ ઘાયલ

સામાજિક દૂષણોના લીધે પાકિસ્તાન ફરી વિભાજનના આરેઃ કાદિરખાન
પાકમાં શિયા મુસ્લિમોની વ્યાપક હત્યા અંગે લખનઉમાં વિરોધ

ઈન્ડોનેશિયામાં ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ

જીએમઆરે માલદિવના પાસે ૮૦ કરોડ ડૉલરનું વળતર માગ્યું
કોચનો ભારતીય ખેલાડીઓ પર કોઇ કન્ટ્રોલ જ નથી લાગતો
ટેસ્ટ જીતવા માટેના ૩૯૩ના પડકાર સામે શ્રીંલંકાના ૬૫/૨
 
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved