Last Update : 18-December-2012, Tuesday

 

વન મિનિટ પ્લીઝ

 

રાષ્ટ્રીય
- ભાજપથી નોખાં થઇને અલગ પક્ષ રચનાર કલ્યાણસિંહનો ફરીથી ભાજપમાં પુનરાગમનનો માર્ગ મોકળો થયો છે. આગામી ૨૧ જાન્યુઆરીએ કલ્યાણસિંહના પુત્ર રાજવીરસિંહ પોતાના પૂરા દળ સાથે ભાજપમાં ભળી જશે. જો કે રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટીના નેતા કલ્યાણસિંહ લોકસભામાં સંસદસભ્ય પદ બચાવી રાખવા હાલ ભાજપમાં નહી જઇ શકે.
- દુનિયાભરમાં પ્રેમના પ્રતીક તરીકે ખ્યાતિ મેળવનાર આગ્રાના તાજમહેલની સુંદરતા સામે ખતરો પેદા થયો છે. સુપ્રીમ કોર્ટનો તાજમહેલની ફરતેના ૫૦૦ મીટરના ક્ષેત્રમાં કોઇપણ પ્રકારના નિર્માણકાર્ય પર પ્રતિબંધ હોવા છતાં તાજમહેલની આસપાસ ૪૬ ઇમારતો ખડી થઇ ગઇ છે. તાજમહેલની રક્ષા માટે કામ કરતી સ્વયંસેવી સંસ્થાઓનું કહેવું છે કે તાજ ફરતેના ગેરકાયદેસર બાંધકામો પ્રત્યે પુરાતત્વ ખાતું અને સરકાર આંખ આડા કાન ધરી રહ્યાં છે.
- અત્યારે આપણે શિયાળાની ફુલગુલાબી ઠંડી માણી રહ્યા છીએ ત્યારે હિમાચલપ્રદેશમાં થઇ રહેલી ભારે બરફવર્ષાના કારણે એટીએમ સુદ્ધાં થીજી ગયાં છે! હિમાચલવાસીઓને સવારે વાહન ચાલુ કરવા બળતણની ટાંકી નીચે તાપણું સળગાવવું પડે છે જેથી કરીને થીજી ગયેલું ડિઝલ પીગળે. નળમાં પાણી આવે એ માટે પાણીની પાઇપલાઇન પર ઉકળતું પાણી રેડવું પડે છે.
- કેરળના કોટ્ટાયમ શહેરમાં રહેતી ૨૪ વર્ષીય શેરીન કેથરિન ઓસ્કાર નોમિનેશન મેળવવાની હોડમાં સામેલ થઇ ગઇ છે. 'સેન્ટ ડ્રેક્યુલા' નામની ફિલ્મના શેરીને લખેલાં બે ગીતો ૮૫મા એકેડમી એવોર્ડઝના ઓરિજિનલ સોંગ કેટેગરીના નોમિનેશન માટે પસંદ થયા છે. આશ્ચર્યની વાત છે કે ફિલ્મ માટે ગીત લખવાનો શેરીનનો આ પ્રથમ પ્રયાસ છે.
- ઓબીસી કેટેગરીમાં અલગ અનામત ક્વોટાની માંગ કરી રહેલ ખાપ પંચાયતના નેતાઓએ હરિયાણાથી દિલ્હીની સાત દિવસીય કૂચનો આરંભ કરી દીધો છે. સર્વ જાટ ખાપ પંચાયતના પ્રવક્તા સુબેસિંહ સમૈને કહ્યું છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ૨૩ ડિસેમ્બરે તેઓ દિલ્હી પહોંચીને સડકો અને રેલવે જામ કરીને રાજધાનીવાસીઓને મળતો દૂધ અને શાકભાજી સહિતની જીવનજરૃરી ચીજવસ્તુઓનો પૂરવઠો અટકાવી દેશે.

આંતરરાષ્ટ્રીય
- આપણા દેશના ઘણાં પ્રાંતોમાં જ્યારે કન્યાજન્મ પ્રત્યે અણગમો જોવા મળે છે ત્યારે બ્રિટનના એક પરિવારમાં પૂરા ૧૦૦ વર્ષ બાદ બાળકીનો જન્મ થતા સમગ્ર પરિવાર આનંદના હિલોળે ચડયો છે. વેલ્સ ખાતે વસતા જેનકિન્સ પરિવારમાં છેલ્લે ૧૯૦૯માં છોકરીનો જન્મ થયેલો. છેલ્લી એક સદીથી બાળકીના જન્મ માટે તરસી રહેલા પરિવારમાં જન્મેલી અવેન વિનિથ જેનકિન્સ નામની આ નાનકડી પરીએ સમગ્ર ઘરને ખુશીઓથી ભરી દીધું છે.
- સ્વિડનમાં વસતા ફ્રેડરિક સાકેર નામના યુવકે પોતાની એવી કાબિલેદાદ તસવીર બનાવી કે ડ્રાઈવિંગ લાઈસન્સની અરજીમાં લગાવેલી એ તસવીરને લાઈસન્સ બનાવનાર એજન્સીએ ફોટોગ્રાફ ગણીને ચલાવી લીધી ! આ વાત બહાર આવતા લાઈસન્સમાં કેવો તસવીર ચાલે એનો ભારે હોબાળો થતા ફ્રેડરિકે ખુલાસો કર્યો કે અરજીપત્રકમાં એવું ક્યાંય નથી લખ્યું કે પેઈન્ટિંગ કરેલી તસવીર નહીં ચાલે. હાલ તો ફ્રેડરિક પોતાની ચિત્રકામકળા પર પોરસાઈ રહ્યો છે.
- તાજેતરમાં અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં બરાક ઓબામા સામે હારી ગયેલા રિપબ્લીકન ઉમેદવાર મિટ રોમ્નીના એક પ્રશંસકે ભારે પરાક્રમ કર્યું છે. વોશિંગ્ટનના પરા વિસ્તારમાં આવેલી વર્જિનિયા બેંક આ મહાશયે રોમ્નીનું મહોરું પહેરીને લૂંટી. બે વર્ષ અગાઉ આ જ બેંકમાં હિલેરી કિલન્ટનનું મહોરુ પહેરીને ધાડ પાડવા આવેલો લુંટારું ઝડપાયેલો. લાગે છે કે અમેરિકાના ધાડપાડુંઓ એવું માનવા લાગ્યા છે કે નેતાઓના મહોરા પહેરીને લુંટ કરવામાં કોઈ આંચ નહીં આવે. (ભારતમાં નેતાઓના મહોરા પહેરીને લૂંટ કરવાની જરૃર છે ?)
- થોડા દિવસો અગાઉ આ જ કોલમમાં ઈટાલીના ભૂતપૂર્વ પ્રમુખ સિલ્વિયો બર્લુસ્કોનીની નવી પ્રેમિકા ફ્રાન્સેસ્કા પાસ્કલ વિશેના સમાચાર વાંચ્યા હશે. હવે બુર્લુસ્કોનીએ પોતાની આ નવી ૨૭ વર્ષીય પ્રેમિકા સાથે સગાઈ કરવાની જાહેરાત કરી છે. બે વખત લગ્ન કરીને પાંચ સંતાનોના પિતા બની ચૂકેલા બર્લુસ્કોનીએ હજુ તેમની બીજુ પત્ની વેરોનિકા લારિયોથી છૂટાછેડા લેવાના બાકી છે.
- ચીનના હેનાન પ્રાંતના એક ગામડામાં એક વૃદ્ધા અને શાળાના ૨૩ નાનકડા બાળકો પર ચાકુ વડે હિચકારો હુમલો કરીને તેમને ઘાયલ કરનાર મિંગ યોંગજુન નામનો શખ્સ માનસિક રોગી હોવાનું અને આવતા ૨૧ ડિસેમ્બરે 'પ્રલયદિન' છે એવી અંધશ્રદ્ધાનો ભોગ બનેલો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. જાણીતી વાત છે કે હાલના મેક્સિકોમાં સદીઓ અગાઉ વસતી માયા સંસ્કૃતિના કેલેન્ડરમાં ૨૧ ડિસેમ્બર, ૨૦૧૨ અંતિમ દિવસ હોવાથી એ દિવસે પૃથ્વીનો અંત આવશે એવી અફવાએ છેલ્લાં ઘણા વર્ષોથી ખાસું જોર પકડયું છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતે પાકિસ્તાન સાથેની ક્રિકેટ સિરીઝ રદ કરવી જોઇએઃ ભાજપ
સરકારે ચાલુ નાણાકીય વર્ષનો વિકાસ દર ઘટાડી ૫.૭ ટકા કર્યો

ગુજરાત માટે હિમાચલની મત ગણતરી રોકવી ન જોઈએ ઃ અડવાણી

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને ફાયદો, ભાજપને નુકસાન
કેશ સબસિડી યોજનાનો લાભ ગરીબોને નહીં મળે ઃ મમતા બેનર્જી
ઈંગ્લેન્ડ સામે ભારત ઘરઆંગણે ૨૮ વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી હાર્યું

શ્રેણીની હાર માટે બેટ્સમેનો અને ફાસ્ટ બોલરોની નિષ્ફળતા જવાબદાર

તેંડુલકર અને સેહવાગની હકાલપટ્ટી માટે વધતુ દબાણ

પાકિસ્તાનમાં કાર બોંબ વિસ્ફોટ ૧૯ મૃત્યુ ઃ ૭૦ ઘાયલ

સામાજિક દૂષણોના લીધે પાકિસ્તાન ફરી વિભાજનના આરેઃ કાદિરખાન
પાકમાં શિયા મુસ્લિમોની વ્યાપક હત્યા અંગે લખનઉમાં વિરોધ

ઈન્ડોનેશિયામાં ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ

જીએમઆરે માલદિવના પાસે ૮૦ કરોડ ડૉલરનું વળતર માગ્યું
કોચનો ભારતીય ખેલાડીઓ પર કોઇ કન્ટ્રોલ જ નથી લાગતો
ટેસ્ટ જીતવા માટેના ૩૯૩ના પડકાર સામે શ્રીંલંકાના ૬૫/૨
 
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved