Last Update : 18-December-2012, Tuesday

 

એકઝીટ પોલ : મોદીને 118 થી 140 બેઠકો

-કોંગ્રેસને 50 થી 56બેઠકો મળવા ધારણા

 

-કેશુભાઇ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટી ખાસ ઉકાળશે નહિ

નવી દિલ્હી, તા. ૧૭
ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન આજે પૂર્ણ થઇ જતાં હવે કોની સરકાર બનશે તે અંગેની ચર્ચાઓએ જોર પકડી લીધું છે. ટીવી ચેનલોએ પણ તેમના એક્ઝિટ પોલ જાહેર કરવાની શરૃઆત કરી દીધી છે. તમામ આંકડાઓ પર નજર રાખીએ તો આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર રાજ્યમાં બને છે. ચૂંટણીનું પરિણામ તો ૨૦મીએ જાહેર થવાનું છે.
રાજ્યમાં આ વખતે ૭૦ ટકા જેટલું વિક્રમી મતદાન થયું છે. આજતક-ઓઆરજીના સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં વિધાનસભાની કુલ ૧૮૨માંથી ૧૧૮થી ૧૨૮ જેટલી બેઠકો લઇને ભાજપ સરકાર બનાવે છે. ગુજરાત પરિવર્તન પાર્ટી માત્ર એક કે બે બેઠકો સાથે કંઇ ઉકાળી શકવાની નથી. તો કોંગ્રેસ ૫૦થી ૫૬ બેઠકો સાથે જૂના આંકડાને પકડીને બેસી રહેશે.
સી-વોટર એક્ઝિટ પોલમાં મોદીને ૧૧૯-૧૨૯ સુધીની બેઠકો મળશે તેવી આગાહી કરવામાં આવી છે તો ચાણક્યના એક્ઝિટ પોલમાં આ આંકડો ભાજપ માટે પ્રોત્સાહક ૧૪૦ જેટલો છે. તેને કુલ વોટિંગમાં ૪૬ ટકા હિસ્સો મળવાની સંભાવના સી-વોટરે વ્યક્ત કરી છે. કોંગ્રેસ માટે આ આંકડો ૪૯-૫૯ની વચ્ચે છે. ચાણક્યના એક્ઝિટ પોલમાં એવું જણાવવામાં આવ્યું છે કે જીપીપીએ કોંગ્રેસના મતોને નુકસાન પહોંચાડયું છે. ન્યૂઝ ૨૪ માટે કરવામાં આવેલાં આ સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે કોંગ્રેસને આ વખતે ગત ચૂંટણીની સરખામણીએ ૧૯ જેટલી ઓછી એટલે કે માત્ર ૪૦ બેઠકો જ મળવાની છે.
હેડલાઇન્સ ટૂડેએ પણ ભાજપને ૧૧૮થી ૧૨૮ વચ્ચે બઠકો મળવાની સંભાવના વ્યક્ત કરી છે. ૩૭ ટકા મતફાળા સાથે કોંગ્રેસને માત્ર ૫૦થી ૫૬ જ બેઠકો મળશે. એબીપીએ ભાજપને ૧૧૬ બેઠકો મળવાની ધારણા વ્યક્ત કરી છે તો કોંગ્રેસના ફાળે માત્ર ૬૦ બેઠકો જ આવશે.
આમ આ તમામ સર્વે પર નજર રાખીએ તો એક જ ચિત્ર સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં સતત ત્રીજી વખત ભાજપની સરકાર બને છે. સીટોમાં વધઘટની સંભાવના ખરી પણ ભાજપની સરકાર નિશ્ચિત છે.
એબીપી ન્યૂઝ-નિલ્સનનો સર્વે
ગુજરાત (૧૮૨/૧૮૨)

પક્ષ

મળનારા મતોની ટકાવારી

બેઠક

ભાજપ

૬૩.૭

૧૧૬

કોંગ્રેસ

૩૩

૬૦

જીપીપી

૧.૬

અન્ય

૧.૬

 

આજતક-ઓઆરજી

પક્ષ

બેઠક

ભાજપ

૧૧૮થી૧૨૮

કોંગ્રેસ

૫૦થી ૫૬

જીપીપી

૧થી૨

અન્ય

૪થી૬


સી-વોટર

પક્ષ

બેઠક

ભાજપ

૧૧૯થી ૧૨૪

કોંગ્રેસ

૫૪

 

ઈન્ડિયા ટીવી

ભાજપ

૧૨૪

કોંગ્રેસ

૫૪

અન્ય

૦૪

 

ચાણક્ય

પક્ષ

બેઠક

ભાજપ

૧૪૦

કોંગ્રેસ

૪૦

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતે પાકિસ્તાન સાથેની ક્રિકેટ સિરીઝ રદ કરવી જોઇએઃ ભાજપ
સરકારે ચાલુ નાણાકીય વર્ષનો વિકાસ દર ઘટાડી ૫.૭ ટકા કર્યો

ગુજરાત માટે હિમાચલની મત ગણતરી રોકવી ન જોઈએ ઃ અડવાણી

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને ફાયદો, ભાજપને નુકસાન
કેશ સબસિડી યોજનાનો લાભ ગરીબોને નહીં મળે ઃ મમતા બેનર્જી
ઈંગ્લેન્ડ સામે ભારત ઘરઆંગણે ૨૮ વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી હાર્યું

શ્રેણીની હાર માટે બેટ્સમેનો અને ફાસ્ટ બોલરોની નિષ્ફળતા જવાબદાર

તેંડુલકર અને સેહવાગની હકાલપટ્ટી માટે વધતુ દબાણ

પાકિસ્તાનમાં કાર બોંબ વિસ્ફોટ ૧૯ મૃત્યુ ઃ ૭૦ ઘાયલ

સામાજિક દૂષણોના લીધે પાકિસ્તાન ફરી વિભાજનના આરેઃ કાદિરખાન
પાકમાં શિયા મુસ્લિમોની વ્યાપક હત્યા અંગે લખનઉમાં વિરોધ

ઈન્ડોનેશિયામાં ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ

જીએમઆરે માલદિવના પાસે ૮૦ કરોડ ડૉલરનું વળતર માગ્યું
કોચનો ભારતીય ખેલાડીઓ પર કોઇ કન્ટ્રોલ જ નથી લાગતો
ટેસ્ટ જીતવા માટેના ૩૯૩ના પડકાર સામે શ્રીંલંકાના ૬૫/૨
 
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved