Last Update : 18-December-2012, Tuesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૭-૧૨-૨૦૧૨, સોમવાર
માગશર સુદ પાંચમ - રાજકીય પક્ષોને પીડા?
ગાંધીનગર સેક્ટર-૨, સ્વામિનારાયણ મંદિર પાટોત્સવ
પંચક સાંજના ૭ ક. ૫૬ મિ.થી શરૃ


દિવસના ચોઘડિયા ઃ અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
રાત્રિના ચોઘડિયા ઃ ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.

અમદાવાદ સૂર્યોદય ઃ ૭ ક. ૧૫ મિ., સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૬ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૭ ક. ૧૧ મિ., સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૯ મિ.
મુંબઈ સૂર્યાદય ઃ ૭ ક. ૦૬ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૩ મિ.
નવકારસી સમય ઃ (અ) ૮ ક. ૦૩ મિ., (સૂ) ૭ ક. ૫૯ મિ., (મું) ૭ ક. ૫૪ મિ.
જન્મરાશિ ઃ આજે સાંજના ૭ ક. ૫૬ મિ. સુધીમાં જન્મેલ બાળકની મકર (ખ.જ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની કુંભ (ગ.શ.સ.ષ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ શ્રવણ સવારના ૮ ક. ૨૬ મિ. સુધી પછી ધનિષ્ઠા
ગોચર ગ્રહ ઃ સૂર્ય-ધન, મંગળ-ધન, બુધ-વશ્ચિક, ગુરૃ-વૃષભ
શુક્ર-વૃશ્ચિક, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ
હર્ષલ (યુરેનસ) મીન નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન
ચંદ્ર-સાંજના ૭ ક. ૫૬ મિ. સુધી મકર પછી કુંભ
વિક્રમ સંવત ઃ ૨૦૬૯ ક્રોધી શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૯
દક્ષિણાયન હેમંત ઋતુ રા.દિ. મા/૨૬
માસ-તિથિ-વાર ઃ માગશર સુદ પાંચમને સોમવાર
- પંચક સાંજના ૭ ક. ૫૬ મિ.થી શરૃ
- નાગપંચમી
- હવામાનમાં, બજારોમાં ફેરફારી જણાય!
- મદનમોહનજીનો પાટોત્સવ
- ગાંધીનગર, સેક્ટર-૨, સ્વામિનારાયણ મંદિરનો પાટોત્સવ.
- ઘી, તેલના ભાવ વધે! અનાજમાં મંદી! રૃપામાં મંદી પછી તેજી!
- લોકોને દુઃખ, કષ્ટપીડા! રાજકીય પક્ષોને કષ્ટપીડા, દુઃખ?
મુસલમાની હિજરીસન ૧૪૩૪ સફર, માસનો ૩ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ અમરદાદ માસનો ૨ રોજ બહેમન

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. ધંધો-આવક થાય નવા કામમાં ધ્યાન આપી શકો. જવાબદારીવાળા કામમાં યશ-સફળતા મળે.
વૃષભ ઃ આજે સરકારી-રાજકીય-ખાતાકીય કામમાં, જવાબદારીમાં, નોકરીમાં જાગૃતિ, સાવધાની રાખવી. ઉશ્કેરાટ, ગુસ્સો, વિવાદ કરવો નહીં. શાંતિ રાખવી.
મિથુન ઃ આકસ્મિક ચિંતા, ઉપાધિ, મુશ્કેલ આવી જવાના કારણે તમારી મુંઝવણ બંધનરૃપ બની જાય. ગણત્રી ધારણા પ્રમાણેનું કામ થાય નહીં.
કર્ક ઃ નોકરી-ધંધાના કામમાં, અન્ય કામમાં સાનુકૂળતા થતી જાય. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. આકસ્મિક કોઈ લાભ, ફાયદો થાય.
સિંહ ઃ જવાબદારીવાળા કામ અંગે ચિંતા-વ્યસ્તતા રહે. અન્યની સાથે સહકારથી સમજાવટથી પ્રશ્નો ઉકેલ લાવવા પ્રયત્ન કરવો પડે.
કન્યા ઃ માનસિક વ્યગ્રતા, ચિંતા રાહત થાય. પરંતુ મસ્તકમાં દર્દપીડા, શ્રમ-થાક અનુભવો. વધારાના કામની જવાબદારીમાં વ્યસ્ત રહેવાનું થાય.
તુલા ઃ સગા સંબંધી-મિત્રવર્ગનું નોકરી-ધંધાનું કામ હોય, જવાબદારીવાળું કામ હોય, કોઈને મળવાનું હોય, ચર્ચા વિચારણા કરવાની હોય તો તેમાં સંભાળવું પડે.
વૃશ્ચિક ઃ સ્વસ્થતા-ધીરજ-શાંતિ રાખીને તમારા તેમજ અન્યના કામમાં ધ્યાન આપવું. છેલ્લી ઘડીએ તમારું કામ સાનુકૂળ સફળતાવાળું થાય.
ધન ઃ હરિફ વર્ગ, ઈર્ષા કરનારથી તમને ચિંતા-ઉચાટ રહે. નુકસાની થાય. તમારી ગણત્રી-ધારણા પ્રમાણેનું કામ થાય નહીં.
મકર ઃ તમારા શરીર, આરોગ્ય કે પૈસાના ભોગે પરેશાની થાવ તેવા નિર્ણય કામમાં બંધનમાં આવી ન જાવ તેની સાવધાની રાખવી.
કુંભ ઃ સરકારી, રાજકીય, ખાતાકીય કામમાં, નોકરી ધંધાના કામમાં તકલીફ, મુશ્કેલી અનુભવાય. પોતાની ગણત્રી, ધારણા પ્રમાણેનું કામ થાય નહીં.
મીન ઃ નોકરી-ધંધાના કામ અંગે બહારગામ કે બહાર જવાનું થાય. જવાબદારીવાળા કામમાં લાપરવાહી, જીભ-મુખથી તકલીફ થાય.

 

જન્મતારીખ વર્ષ સંકેત
તા. ૧૭ ડિસેમ્બર
૨૦૧૨ સોમવાર
આજની તારીખે શરૃ થતા આપના જન્મવર્ષના પ્રારંભે છત્રીસ કલાક ચિંતા-વ્યાધિ-પીડાના રહે. પરંતુ ત્યારપછી માનસિક પરિતાપ છતાં તમે ધીમે ધીમે હળવાશ, રાહત અનુભવતા જાવ. તમારા નોકરી ધંધાના કામમાં ધ્યાન આપી શકો. એક બે કામમાં તમને ફાયદો-લાભ થાય. આવકમાં વધારો થાય. વિશેષ ઃ-
* વર્ષની શરૃઆતમાં નુકસાન, વિવાદ થાય, તબિયત બગડે નહીં તેનું ધ્યાન રાખવું. હરોફરો કામકાજ કરો પરંતુ આપને માનસિક પરિતાપ રહે. વર્ષનાં ઉત્તરાર્ધમાં વડીલ વર્ગના આરોગ્ય અંગે ચિંતા ખર્ચ જણાય.
* વર્ષારંભે ધર્મકાર્ય, શુભકાર્ય થાય. યાત્રા પ્રવાસ થાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
* નોકરી ધંધામાં આકસ્મિક સારી તક પ્રાપ્ત થાય. પરંતુ સગા સંબંધી-મિત્રવર્ગને ત્યાં નોકરી, ધંધો કરનારને વર્ષના ઉત્તરાર્ધમાં તકલીફ થાય, મનદુઃખ, વિવાદ થાય.
* સ્ત્રી વર્ગને મધ્યમ રહે, કામગીરી વધે, જવાબદારી વધવાથી માનસિક પરિતાપ રહે.
* વિદ્યાર્થી વર્ગને ભણવામાં ધ્યાન રાખવું પડે.

 

 

સુપ્રભાતમ્

- નવા રોપેલા અને તેથી નબળા (મૂળવાળા) વૃક્ષની માફક, ઘોડા જ સમય પર રાજગાદીએ બેઠેલો રાજા, હજુ પરિસ્થિતિઓથી પૂરેપૂરો જાણકાર ન થયો હોય ત્યરે ઉખેડી (પદભ્રષ્ટ કરી) દેવો સહેલો હોય છે.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

ન્યુયોર્કમાં પ્રસુતિગૃહમાં દાખલ થયેલી માર્થાએ ડોક્ટર સ્મિથને પૂછ્યું, ''ડોક્ટર, તમને શું લાગે છે.. પ્રસવ વખતે મારા સંતાનનો બાપ અહિં હાજર રહી શકે?''
''હા, જરૃર રહી શકે,'' ડૉ. સ્મિથે કહ્યું.
''તો મારા પતિને ગેરહાજર રહેવા કહી દઉં?'' માર્થાએ પૂછ્યું.

[Top]
 

આજ ની રેસીપી

સ્વાદિષ્ટ પુડિંગ અને કટલેસ

બાસ્કેટ કેક(ફરાળી)

 

સામગ્રી ઃ ૧૨૫ ગ્રામ આરારોટનો લોટ, ૧ મોટી ચમચી બેકંિગ પાવડર, (મોટી ચમચી ખાંડ (દળેલી) ૮ મોટી ચમચી મિલ્ક પાવડર, ૪ મોટી ચમચી માખણ, જરૂર પ્રમાણે દૂધ અને વેનીલા એસેન્સ.

 

રીત ઃ આરારોટનાલોટમાં બેકંિગ પાવડર નાખી જીણી ચરણીથી ત્રણ-ચાર વખત ચાળવું. માખણમાં ખાંડ નાખી. લાકડાના ચમચાથી ક્રીમ જેવું ઘટ્ટ થાય ત્યાં સુધી ફીણવું તેમાં મિલ્ક પાવડર મિક્સ કરો. હવે બેકંિગ પાવડર મિક્સ આરારોટનો લોટ તેમા ંનાખી ફરીથી મિક્સ કરો. તેમાં થોડું દૂધ નાખી મિશ્રણને પાતળું કરવું તથા વેનિલા એસેન્સ નાખવું. હવે ખીરું ચમચામાં ચોટાડ્યા વગર નીચે પડે એવું બનાવવું. ગોળ ટીનમાં ઘી લગાડી આરારોટ છાંટી મિશ્રણ નાખો. ઓવનમાં મઘ્યમ આંચે ૨૫-૩૦ મિનિટ બેક કરવું. ઠંડુ થાય પછી બહાર કાઢો.

 

કેન્ડલ માટેની સામગ્રી ઃ રાજગરાનો લોટ, જરૂરપ્રમાણે ખાંડ, મોણ માટે ઘી, ચેરી.

 

રીત ઃ રાજગરાના લોટમાં ઘીનું મોણ નાખી પાણીથી બાંધી તેની સરખી સ્ટીક્સ કરી ઘીમાં તળવી તથા ચાસણી પીવડાવી. સહેજ ભીની હોય ત્યારે અડધી ચેરી ચોટાડવી.

 

આઈસીંગ માટે ઃ ૨૦૦ ગ્રામ આઈસીંગ સુગર, ૮ ચમચી માખણ, લાલ રંગ, લીલો રંગ મિક્સ કરી તેના ત્રણ ભાગ કરો. એકમાં લાલ રંગ એકમાં લીલો અને ત્રીજો ભાગ એમને એમ જ રહેવા દો.

 

બાસ્કેટ માટે ઃ ૧ વાટકી લાલ તલ, ૧/૨ વાટકી ખાંડ. ખાંડે પહોળા જાડા વાસણમાં ગરમ કરવી. પીગળીને બ્રાઉન રંગ થાય એટલે તેમાં તલ નાખવા. જરા જાડુ થવા આવે એટલે નીચે ઉતારી ઘી લગાડેલી થાળી પર પાથરી, તરત જ વણવું. વણેલી પેસ્ટને ઘી લગાડેલા મોલ્ડમાં મૂકી દાબી દેવી. તેના છેડા ખાંડની ચાસણીમાં બોળી બાસ્કેટની બંને બાજુએ ચોંટાડી દેવા.

 

ડેકોરેશન ઃ ઠંડા કે કેક પર ચારે બાજુ સફેદ આઈસીંગ કરો. બાસ્કેટમાં કેક મૂકી બાસ્કેટની કિનારી પર નોઝલથી સફેદ કોટ્‌સ કરવા હેન્ડલ પર પણ ડોટ્‌સ કરવા. વચ્ચે કેન્ડલ મૂકી આજુબાજુ લાલ-લીલા રંગથી ડેકોરેશન કરો.

[Top]
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved