Last Update : 17-December-2012, Monday

 

લગ્ન વિના સાથે રહેવાની ફેશન સામાજિક પ્રદૂષણ બની જશે

જુવાનિયાઓને જવાની માણવી છે પરંતુ લગ્નનું બંધન જોઈતું નથી

ભારતીય સમાજ પરંપરાગત વિચારધારાને અનુસરે છે. અન્ય દેશોની સરખામણીએ આપણા દેશમાં હજી પણ કુટુંબપ્રથાનું અદકેરું મહત્ત્વ છે. ભારતમાં ભલે પ્રાંતો, બોલી તથા તેમાં વસતા લોકોની જીવનશૈલી ભિન્ન હશે. પરંતુ આ બધામાં એક વાત સામાન્ય છે. અને તે છે, 'લગ્ન સંસ્થા' કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીના કોઈપણ શહેર, ગામ કે સ્થળે જશો તો ત્યાં મોટે ભાગે પરિણીત સ્ત્રી-પુરુષ જ સાથે રહીને પોતાના સંતાનોને ઉછેરતા જોવા મળશે. કોઈપણ જગ્યાએ લગ્ન વગર ગર્ભ ધારણ કરનાર કન્યાની અવહેલના જ કરવામાં આવે છે. અને સંતાનો યુવાન બનતા પ્રત્યેક ધર્મ અને રિવાજ મુજબ તેમના માટે યોગ્ય પાત્ર શોધીને તેમના લગ્ન કરાવી આપવામાં આવે છે. લગ્નબાદ સંજોગોવશાત્ દંપતીમાંથી એકનું મૃત્યુ થાય તો પુનઃલગ્ન કરાવી આપવામાં આવે છે. અથવા આજીવન તે વ્યક્તિ વિધુર/ વિધવા થઈને ગાળે છે.
આ તો આપણા સંગઠિત સમાજની એક રૃપરેખા છે. પરંતુ વાસ્તવમાં આપણા મહાનગરોમાં યુવાનોમાં કંઈક નવું ચાલી રહ્યું છે. સતત કંઈક નવું કરીને ચર્ચામાં રહેતાં યુવાનોમાં સમાજ કો બદલ ડાલો' ની ભાવના તો હોય જ છે. પહેલાંના જમાનામાં આ પ્રકારે સમાજમાં બદલાવ લાવવાની ભાવના તો ઘણામાં હતી. પરંતુ હિંમત બહુ થોડામાં હતી. જ્યારે આજના યુવાનોમાં અનેરી હિંમત છે તેઓ જે વિચારે છે તે વર્તનમાં મૂકે છે. અન ેતેનાથી સમાજમાં થનારા ઉહાપોહને પણ તેઓ સામી છાતીએ ઝીલે છે.
આવા ક્રાંતિકારી યુવાનોએ આજે સમાજમાં જબરજસ્ત બદલાવ લાવવાની દિશામાં અજાણતાં જ પ્રયાણ કર્યું છે. તેમણે સ્ત્રી-પુરુષોના સંબંધને કોઈપણ બંધન વગર નિભાવવાનું શરૃ કર્યું છે. લગ્ન કર્યા વગર 'લિવિંગ ઈન' પધ્ધતિથી સહજીવન જીવવાનું તેમણે પસંદ કર્યું છે. મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચેન્નઈ જેવા મેટ્રો શહેરોના યુવાનોમાં આ ચલણ ઝડપથી વધી રહ્યું છે. કોઈપણ પ્રકારના સામાજીક બંધન અને પરવાનગી વગર યુવક-યુવતી એક ઘરમાં સાથે રહે છે. અને તે વાતનો લેશમાત્ર અફસોસ કે શરમ તેમના ચહેરા પર નથી.
થોડા વખત પૂર્વે મિસ ઈન્ડિયા સૌંદર્ય સ્પર્ધાની સ્પર્ધક લક્ષ્મી પંડિતનો થયેલો ફિયાસ્કો યાદ છે. તે તેના બોયફ્રેન્ડ સાથે લિવિંગ ઈન પધ્ધતિથી રહેતી હતી. પરંતુ ઘર મેળવવા માટે તેણે તેની મકાન માલકણને કહ્યું હતું કે, તેના લગ્ન થઈ ગયા છે. બસ, આનાથી વિવાદ ઊભો થયો. અને તેની પાસેથી તાજ છીનવી લેવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં ઘણા યુવાનો સાથે વાતચીત કરી. આ ટ્રેન્ડ બોલીવૂડમાં પણ આગળ વધી રહ્યો છે. રિમિક્સની હોટ અભિનેત્રી નિગારખાન તેના બોયફ્રેન્ડની સાહિલ ખાન સાથે જ રહે છે. અન ેતેનો ખુલ્લેખુલ્લો એકરાર પણ કરે છે.
અંગ્રેજી દૈનિકમાં પત્રકાર તરીકે કામ કરતી સુગંધા જણાવ્યું હતું કે 'કૌશિક સાથે છેલ્લા બે વર્ષથી 'લિવિંગ ઈન' પધ્ધતિ થી રહું છું. મારા માતા-પિતાને આનો કંઈ વાંધો નથી. પરંતુ હું નથી ઈચ્છતી કે મારા અન્ય સંબંધીઓ આ વિશે જાણે.'' સુગંધાની માતા બંગાળી અને પિતા મહારાષ્ટ્રીયન છે અને તે મુંબઈમાં પોતાની કારકિર્દી ઘડવા આવી છે.
ઘણી વખત બીજા શહેરમાંથી ભણવા આવતા યુવાનો રહેઠાણની સમસ્યાને કારણે આ રીતે રહેવા પ્રેરાય છે. ભણતીવખતે હોસ્ટેલમાં રહ્યા બાદ કારકિર્દી ઘડતી વખતે ક્યાં રહેવું? તેવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. મોંઘવારીમાં એક વ્યક્તિ ઘર ભાડે લે તો મોંઘુ પડે છે. એટલે તેઓ સાથે મળીને રહેવાનું શરૃ કરે છે. અને તે તેમને સગવડરૃપ પણ લાગે છે.
મયુરી અને નીતિન કહે છે, આજના યુવાનોમાં આ રીતે રહેવાની 'સિસ્ટમ' શરૃ થઈ છે. મોટાભાગના અમારા મિત્રો આ રીતે રહે છે. અન્ય શહેરોમાંથી ભણવા કે કામ કરવા આવેલા લોકો માટે આ પધ્ધતિ ખૂબ જ સુવિધાજનક લાગે છે.'' મયુરી અને નીતિનને પૂછ્યું કે તેઓ ભવિષ્યમાં લગ્ન કરશે? તો તેમણે જણાવ્યું કે, ''અમને ખબર નથી. જીવનની કોઈ યોજના બનાવી નથી. અત્યારે તો અમે વર્તમાનમાં જીવીએ છીએ.
૯૯ ટકા કિસ્સામાં લીવ-ઈન પધ્ધતિ છેવટે બ્રેક થઈ જાય છે. અને ત્યારબાદ થતાં દુઃખ પરત્વે યુવાનો ધ્યાન આપતાં નથી. તેમનું કહેવું છે કે લીવ-ઈન વગર લગ્ન કરવા અત્યંત અચરજભરી બાબત છે. આજે આપણે પાશ્ચાત્ય દેશની ફિલ્મો, સંગીત તથા પુસ્તકોને અપનાવ્યાં છે તો આ વિચારધારાને શા માટે નહીં?
જો કે, કેતન જેવા કેટલાક યુવાનો માટે આ પાશ્ચાત્ય નહીં પણ અત્યંત પ્રેક્ટિકલ વિચારે છે. તેમના મતે એક વ્યક્તિ સાથે આજીવન બંધાઈને રહેવા કરતાં તે વ્યક્તિ સાથે ફાવશે કે નહીં તેનો અંદાજ આ રીતે રહીને લઈ શકાય છે. જો ન ફાવે તો સહેલાઈથી છૂટા પડી જવાય છે.
લાંબી મગજમારી થતી નથી. એવા વિચારો તેમણે વ્યક્ત કર્યાં હતા.
ફિલ્મ અભિનેત્રી અમિષા પટેલ અને વિક્રમ ભટ્ટ પણ આ જ રીતે રહેતા હતા. અને તેનાથી કંઈ યુવાનો બહુ આકર્ષાયા હોય તેવું લાગતું નથી. આજે વાસ્તવમાં ઘણા યુવાનો આ પ્રકારે રહેતા હોવા છતાં ફિલ્મોમાં તેનું ચિત્રણ સમજમાં અસ્વીકાર્ય બનશે. ફિલ્મ ઈન્ફોર્મેશનનાં તંત્રીએ કહ્યું હતું કે 'પ્રેક્ટીકલી ભલે લોકો લીવ ઈન પધ્ધતિથી રહે પરંતુ તેની ફિલ્મ બનતાં હજી વર્ષો લાગશે.
આપણા સમાજમાં આવી રહેલા બદલાવનું ચિત્રણ છેલ્લા થોડા વર્ષોમાં રજુ થયેલી ફિલ્મમાં જોવા મળે છે. જેમ કે, ''દિલ ચાહતા હૈ'' જેમાં અક્ષય ખન્ના તેનાથી ૧૫ વર્ષ મોટી ત્યક્તા ડિમ્પલ કાપડિયાના પ્રેમમાં પડે છે. 'જીસ્મ'માં બિપાશા બાસુ પોતાની જાતીય ઈચ્છા વર્ણવે છે.
'કલ હો ના હો'માં સૈફ અલી ખાન પ્રિટીને પ્રેમ કરે છે. જે શાહરૃખને પ્રેમ કરે છે અને પ્રિટી શાહરૃખની વિધવા બનવાને બદલે સૈફ સાથે રહેવાનું પસંદ કરે છે. 'મર્ડર'માં સેક્સી પત્ની મલ્લિકાની સેક્સની ઈચ્છા પૂરી ન કરી શકતાં પતિ અસ્મિત પટેલને છોડીને તે લગ્નબાહ્ય સંબંધ ધરાવે છે. 'હમતુમ' માં પણ વિધવા રાની મુખરજી ડેનીમ અને સ્કાર્ફ પહેરે છે. તેની અને સૈફની વચ્ચે સંબંધ બંધાય છે. પણ તેઓ લઘુતાગ્રંથિ નથી અનુભવતા. છેલ્લે સૈફ તેની સાથે લગ્નનો પ્રસ્તાવ મુકે છે. પરંતુ તે ના પાડે છે. હમણાં રજૂ થયેલી ફિલ્મ 'ગર્લફ્રેન્ડ'ની કથા તો સહુ જાણે છે. બે સ્ત્રી વચ્ચેના જાતીય પ્રેમનું નિરુપણ આમાં કરવામાં આવ્યું છે. સમાજમાં છાને ખૂણે આ પ્રવૃત્તિ ચાલે છે તેને ઉઘાડે છોગ દેખાડવાની હિંમત દિગ્દર્શકે કરી છે.
આમ બધી ફિલ્મોઉપર નજર નાખીએ તો જાણવા મળશે કે ભારતીય સમાજમાં જબરજસ્ત બદલાવ આવ્યો છે. અને આ બધી ફિલ્મોએ સમાજનાં બદલાયેલા સ્વરૃપનું નિરૃપણ કર્યું છે. અને તેથી જ આ ફિલ્મો હીટ ગઈ છે.
ઘણા માતા-પિતાને સંતાનોના વિચારો પસંદ નથી હોતા. પરંતુ સંતાનો મોટા થઈ ગયા હોવાથી તેઓ પોતાના વિચારો તેમના પર લાદી શકતા નથી. અને એમ વિચારે છે કે જો વધારે દબાણ કરીશંું તો તેઓ હાથમાંથી જશે. તેથી વધારે પડતો વિરોધ તેઓ કરતાં નથી. પરંતુ લીવ ઈન પધ્ધતિથી રહેનારા યુવાનો માટે ઘર મેળવવાની સમસ્યા મોટી છે. તેમ જ કહે છે, 'એક વખત તમારા કુટુંબીઓ તમને સ્વીકારી લે છે પરંતુ આ સ્થિતિમાં રહેવા માટે ઘર ગોતવું એ બહુ મોટી સમસ્યા છે. અને તેના ઉકેલ રૃપે ઘણા યુવાનો સહિયારી જગ્યા ખરીદે છે. જેથી લોકોને જવાબ દેવાની જરૃર પડતી નથી.
લગ્ન કરતાં પૂર્વે વ્યક્તિને ઓળખવાના જનૂનમાં લગ્ન વગર સાથે રહેતા યુવાનો શું ખરેખર આ રીતે સાથે રહીને એકબીજાને ઓળખી શકે છે? પરંતુ આ સંબંધને જો લાંબો ન ટકે તો? સાથે રહેવા માટે ખરીદેલી જગ્યા કે આ સંબંધથી જન્મેલા બાળકોને શું? આ પ્રશ્ન પૂછતાં તેઓ પણ વિચારમાં પડી જાય છે. કારણ કે તેઓ પણ જાણે છે કે આ સંબંધમાં સુરક્ષાની કોઈ ગેરન્ટી નથી. એક વખત આ યુગલ છૂટું પડે પછી એકબીજામાં રોકેલા નાણા પાછા મેળવવા અત્યંત મુશ્કેલ થઈ જાય છે.
છતાં ઘણી વ્યક્તિઓ એક વખત લગ્નમાં નિષ્ફળતા મેળવ્યા બાદ બીજા લગ્ન કરવાને બદલે આ રીતે રહેવાનું પસંદ કરે છે. જેથી છૂટા પડવાનું આવે તો પણ બહુ દુઃખ ન થાય.
બે અજાણી વ્યક્તિ એકસાથે રહેવા લાગે ત્યારે સમય જતાં તેમની વચ્ચે લાગણી બંધાય છે. અને જ્યારે છૂટા પડવાનું આવે છે ત્યારે દુઃખ પણ એટલું જ થાય છે.
ભલે યુવાનો આ વાત ન કબૂલે પણ આ વાસ્તવિકતાનો સ્વીકાર તો તેમણે કરવો જ રહ્યો!

Share |
 

Gujarat Samachar Plus

સૂરજનાં કિરણો 'કામશક્તિવર્ધક' છે
વધુ પડતા 'કોલ્ડ ડ્રિન્ક્સ' નુકશાનકારક
રૃપેરી વાળને સોનેરી બનાવતી 'ડાઈ' શોધાઈ
માતા-પિતાને ઘરડાઘરનો રસ્તો ક્યારેય નહીં બતાવીએ
જૂના લગ્ન ગીતોના બદલે ફિલ્મી આઇટમ સોંગની ધૂમ
યંગસ્ટર્સની વિકેન્ડમાં મિની ટૂર
 

Gujarat Samachar glamour

રણબીરની માંગ વધતી જાય છે
હું ફક્ત એક્ટ્રેસ બનીને રહેવા માંગતી નથીઃ અનુષ્કા
ફિલ્મ માટે ૧૪૦ દિવસ પૂરતા છેઃ દીપીકા
સલમાનને છોડીને અજય શાહરૃખ સાથે
ખિલાડીએ મને અક્ષય બનાવ્યો છે
સોનાક્ષી ક્લાસિકલ ડાન્સ કરશે
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved