Last Update : 17-December-2012, Monday

 

જૂના લગ્ન ગીતોના બદલે ફિલ્મી આઇટમ સોંગની ધૂમ

- ડિસેમ્બરમાં આવેલી લગ્નની સિઝનમાં લોકોએ વીસથી વધુ આઈટમ સોંગ્સમાં નાચીને મજા માણી છે.લગ્ન ગીતો અને લગ્નના ફિલ્મી ગીતો હવે યુવાનોને ગમતા નથી. તેના બદલે આઇમટ સોંગ્સ હોટ ફેવરિટ બન્યા છે.

આઆઠ દસ બંદૂકધારી હાથમાં દારુની બાટલીઓ લઈને વચ્ચે એકાદ સુંદર આઈટમ ગર્લ્સની સતત મટકતી કમર સાથે મુન્ની બદનામ હુઈ...કે સી સી સી કરતી મેં મરુ જેવા ગીતો રેખા ભારદ્વાજ અને સુનિધીના અવાજમાં માત્ર ફિલ્મી પડદે જ નહીં પણ ગુજરાતના ફટાણા અને બેન્ડમાં વાગતા આજ મેરે યાર કી શાદી હૈની જગ્યાએ ગવાય છે. આઈટમ સોંગ્સની આદત હવે પ્રોડયુસરોને એટલી હદે પડી ગઈ છે કે દરેક ફિલ્મમાં એકાદું આઈટમ સોંગ્સ તો હોય જ. જેમ બોલીવુડમાં આઈટમ સોંગ્સ વગર ના ચાલે તેમ હવે ગુજરાતના લગ્નોમાં રોડ પર બેન્ડવાજા વગાડતા લોકો મુન્નીના તાલે કે શીલાના તાલે બહુ સરળતાથી ઝૂમી લે છે.
જીઆ બેન્ડના સલીમભાઈ કહે છે, આઈટમ સોંગ્સથી થોડો બદલાવ આવ્યો છે પણ અમને ઘણો સંતોષ છે. કારણ કે વર્ષોથી ...આજ મેરે યાર કી શાદી હૈ...વગાડી વગાડીને થાકી ગયા છીએ. એટલીસ્ટ કંઈક તો બદલાયું.
લગ્નમાં પરસેવે નીતરતો કાળો કોટ પહેરીને નાચતા શૈલેષ ગીડવાણી કહે છે, આજ મેરે યાર કી શાદી હૈ સાંભળીને એટલા ત્રાસી ગયા હતા કે હવે આઈટમ સોંગ્સમાં વધારે મજા આવે છે. હા, છોકરીઓ પણ નાચે છે. આમા કશું ખોટું નથી. માત્ર સંગીત તો છે. હા, એ બિહારવાળી સ્ટાઈલ ગુજરાતમાં ના આવવી જોઈએ તેનું થોડું ધ્યાન રાખવું પડે.
ડિસેમ્બરમાં દસમી અને ચૌદમી તારીખે મોટા પાયે લગ્નો થયા. જેમાં ચીકની ચમેલી, મુન્ની બદનામ, છોકરા જવાન રે, છલ્લા તેરા આશિક બલમા છલ્લા...જેવા ગીતોએ રમઝટ રાખી છે. ડીજે અને બેન્ડ વચ્ચેની એક કોમ્પિટિશનમાં પણ છોકરા છોકરીઓ ડીજેના તાલે ઝૂલવાનું વધુ પસંદ કરે છે કેમ કે એક તો હાઈવોલ્યુમ સ્પિકર્સ અને બાસની મજા વચ્ચે એક ડાન્સ પાર્ટી જેવો માહોલ બને છે. પરંતુ જ્યારે જાનૈયાઓ સાથે બેન્ડ વાજા લઈને એન્ટ્રી મારવાની પ્રથામાં પણ થોડો ફેરફાર થયો છે. ઘણાં લગ્નોમાં એક નવા શિરસ્તા રૃપે સ્પિકરો સાથે ડિજે અને જાનૈયાઓ એક સાથે એન્ટ્રી મારતા જોવા મળે છે. જો કે છેલ્લા પાંચ વર્ષથી ડીજેઈંગમાં જોડાયેલા લોકલ ડીજે સમીર કહે છે, આમાં નવું કશું જ નથી. પણ વર્ષો પહેલાં ...આજ મેરે યાર કી શાદી હૈ...અને બાબુલ કી દુઆએ લેતી જા...કે કાલા કૌઆ કાટ ખાયેગા જેવા ગીતોનું આધિપત્ય રહ્યું નથી. ઘણાં આ ગીતોનો આગ્રહ પણ રાખે છે. પણ એકવાર ડીજેના તાલે નાચેલા વ્યક્તિઓ ફરી ફરી મુન્ની કે શીલા કે ચીકની ચમેલીને ધૂનમાં નાચવા માટે મજબૂર થઈ જાય છે. ગુજરાત સંગીતનું દીવાનું રાજ્ય છે. અહીં ડિસિપ્લીન છે જેના કારણે લોકો વસ્તુને સારી રીતે માણે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેન્દ્રની અડધાથી વધુ યોજનાઓ નહેરૃ-ગાંધી પરિવારના નામે છે
મોટી જાત્રા કરી પાછા ફરતા જૈન યાત્રાળુઓ પટના સ્ટેશને અટવાઈ ગયા

ભારતે સ્વીડનમાંથી ખરીદેલા શસ્ત્રો મ્યાનમારમાં દેખાતાં ભારે વિવાદ

કેશિયરે બેંકમાં આગ લગાડીને ૬૦ લાખ રૃપિયાની ચોરી કરી
શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. કૂરિયનના પત્ની મોલી કૂરિયનનું નિધન
ઈંગ્લેન્ડનો નાટકિય ધબડકો થાય તો જ ભારતને શ્રેણી સરભર કરવાની તક

કોહલી અને ટ્રોટ વચ્ચે શાબ્દિક ટકરાવ ભારતીય ખેલાડીઓએ રોષ ઠાલવ્યો

ઓસ્ટ્રેલિયાના ૪૫૦ના જવાબમાં શ્રીલંકા ૩૩૬ રનમાં ઓલઆઉટ

પાકિસ્તાનમાં ત્રાસવાદીઓ સુરક્ષાદળ વચ્ચે સંઘર્ષ ઃ પાંચ ઉગ્રવાદી ઠાર

પ્રિન્સીપાલ અને કર્મચારીની બહાદુરીથી વધુ ખુવારી અટકી
ભારત માટે પાકિસ્તાન નહી પણ ચીન ચિંતાનો વિષય

અમેરિકાના ન્યુ ટાઉનના મૃતકો પ્રથમ ધોરણના વિદ્યાર્થીઓ હતા

જીએમઆરે માલદિવના પાસે ૮૦ કરોડ ડૉલરનું વળતર માગ્યું
ભારતીય હોકી લીગ ઃ સરદાર સિંઘ રૃપિયા ૪૨.૪૯ લાખમાં કરારબદ્ધ
અશ્વિને ટેસ્ટ જીતવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો
 
 

Gujarat Samachar Plus

સૂરજનાં કિરણો 'કામશક્તિવર્ધક' છે
વધુ પડતા 'કોલ્ડ ડ્રિન્ક્સ' નુકશાનકારક
રૃપેરી વાળને સોનેરી બનાવતી 'ડાઈ' શોધાઈ
માતા-પિતાને ઘરડાઘરનો રસ્તો ક્યારેય નહીં બતાવીએ
જૂના લગ્ન ગીતોના બદલે ફિલ્મી આઇટમ સોંગની ધૂમ
યંગસ્ટર્સની વિકેન્ડમાં મિની ટૂર
 

Gujarat Samachar glamour

રણબીરની માંગ વધતી જાય છે
હું ફક્ત એક્ટ્રેસ બનીને રહેવા માંગતી નથીઃ અનુષ્કા
ફિલ્મ માટે ૧૪૦ દિવસ પૂરતા છેઃ દીપીકા
સલમાનને છોડીને અજય શાહરૃખ સાથે
ખિલાડીએ મને અક્ષય બનાવ્યો છે
સોનાક્ષી ક્લાસિકલ ડાન્સ કરશે
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved