Last Update : 17-December-2012, Monday

 

રાજકીય ઉથલ-પાથલો અને નેગેટીવ ટ્રેન્ડનો ગાળો
કોઈ રાજકીય પક્ષ વહેલી ચૂંટણી ઇચ્છે છે

ઓનલાઇન - અરૃણ નહેરૃ
- વીવીઆઈપી અને વીઆઈપીની સિક્યોરીટી અંગે સમીક્ષા થવી જોઈએ ઃ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગંભીર છે
- અસલામત સ્થિતિનો અનુભવ કરતા સાંસદો સ્થિરતા ઇચ્છે છે ઃ મમતાને ટેકો આપનાર કોઈ નથી, ડાબેરી પક્ષોને લાભ

 

રાજકીય જોડાણો વિવિધ દિશામાં ફંટાતા જોવામાં આવે છે. તૃણમુલ કોંગ્રેસ અને અન્ના ડીએમકે પોત પોતાના મત પ્રમાણે આગળ વધી રહ્યા છે. તેમ છતાં વહેલી ચૂંટણી બહુ ઓછા લોકો ઇચ્છે છે. આ સંજોગોમાં રાજકીય ઉથલ-પાથલ નકારી શકાય નહીં. કોંગ્રેસ કેબીનેટમાં ફેરફાર કરીને પોતે કઇ દિશામાં જવા માગે તે બતાવી આપ્યું છે તેમજ ૨૦૧૩ના જંગ માટે કમિટીઓની જાહેરાત પણ કરી દીધી છે જયારે ભાજપ તેના ટોપના હોદ્દા માટે વિવાદનો સામનો કરી રહ્યું છે. આરએસએસના વડા ભાજપના પ્રમુખ નીતીન ગડકરી તરફ ઢળે છે. જયારે જે કંઇ નુકશાન થયું છે તે ભવિષ્યમાં ભરપાઇ થઇ જશે. કોંગ્રેસ અને ભાજપ તરફેણ કરતો કોઇ દેખીતો ટ્રેન્ડ દેખાતો નથી જેના પ્રત્યાઘાત હિમાચલ પ્રદેશ અને ગુજરાતના પરિણામો પર જોવા મળશે. ગુજરાતમાં તીવ્ર રસાકસી જોવા મળશે. કોંગ્રેસ સખત પ્રયાસો કરશે પણ નરેન્દ્ર મોદી સ્પષ્ટ બહુમતીથી જીતી જશે એમ મનાય છે.
તૃણમુલ કોંગ્રેસ વહેલી ચૂંટણી ઇચ્છે છે તેટલે જ તે અવિશ્વાસની દરખાસ્ત માટે પ્રયાસ કરે છે. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાનને ટૂંકમાં પંચાયતની ચૂંટણીઓનો સામનો કરવાનો આવશે. સીપીઆઈ (એમ) અને કોંગ્રેસ તેમના ૨૦ ટકાથી વઘુ એવા લધુમતી વોટના કાપ મુકી શકે છે. આ સંજોગોમાં તે શું ભાજપ સાથે જોડાણ કરશે ખરા ? આગામી છ મહિનામાં નાટકીય રીતે પરિસ્થિતિ બદલાઇ શકે છે. મેં અગાઉ પણ લખ્યું છે કે ત્રિપાંખીયા જંગમાં ડાબેરી પક્ષોને વઘુ લાભ થશે. સીપીઆઈ (એમ) દ્વારા મમતાને ટેકો ના અપાતા મમતા એક ખૂણામાં ધકેલાઇ ગયા તે દુઃખદ છે. બીજી તરફ અન્ના ડીએમકે સહિતના પક્ષો જયાં સુધી જોઈતી સંખ્યા નહીં થાય ત્યાં સુધી કોઇ ટેકો આપવા તૈયાર નથી. તમિળનાડુમાં અન્નાડીએમકેનું જોડાણ વાળા પક્ષો સાથે સમસ્યા હોવા છતાં તે સારી સ્થિતિમાં છે. તે કેન્દ્રમાં વગ ઉભી કરી શકે એ રીતે ૨૦-૨૫ બેઠકો લાવવા માગે છે પરંતુ અન્નાડીએમકેના વડા કોઇ ઉતાવળમાં નથી કેમ કે ડીએમકે ડામાડોળ છે.
રાજકીય ઉથલ-પાથલો શકય છે. પક્ષે નક્કી કરેલી લાઇનને ઓળંગવા કોઇ તૈયાર નથી. હવે જયારે નેગેટીવ ટ્રેન્ડ દેખાય છે ત્યારે ૫૦ થી ૭૫ કા જેટલા સાંસદો નવી ચૂંટણીઓ ઇચ્છતા નથી. જે સાંસદો અસલામત સ્થિતિનો અનુભવ કરી રહ્યા છે તે તો ક્યારેય વહેલી ચૂંટણીઓ અંગે નહીં વિચારે. એટલે જ વહેલી ચૂંટણીઓ બહુપ્રિય વિષય નથી. મને લાગે છે કે મે-૨૦૧૩માં ચૂંટણીથી બધા ખુશ છે.
કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એ ગંભીર પ્રશ્ન છે. આસામમાંથી આઘુનિક શસ્ત્રો પકડાયા છે તેથી કોઇ આશ્ચર્ય થયું નથી. કેમ કે ભારતના કોઇપણ ભાગમાં તે મળી શકે છે. મને લાગે છે કે ભવિષ્ય માટે બધાએ સાથે બેસીને કોઇ સિસ્ટમ ઘડી કાઢવી પડશે.
દેશમાં ઘણાં માટે પ્રાઇવેટ સશસ્ત્ર સિકયોરીટી જરૂરિયાતવાળી બની ગઇ છે. જયારે બઘુ પેપર પર હોય ત્યાં સુધી ઠીક છે પણ અમલીકરણની વાત ગંભીરતાપૂર્વક નથી લેવાતી. ઇન્ટરનલ સિકયોરીટી બાબતે મને થોડો અનુભવ છે તે માટે આઘુનિક શસ્ત્રો વાપરતા પહેલા સખત તાલિમ અને ટેસ્ટીંગ જરૂરી હોય છે. આ કામ માટે વર્ષો લાગે છે. મને લાગે છે કે કોઇએ છેલ્લા ત્રણ વર્ષની ઘટનાઓ તારવીને તેમાં સલામતી રક્ષકોએ કેટલીવાર શસ્ત્રો વાપર્યા છે અને લશ્કરના તેમજ સલામતી દળોના કેટલા જવાનોને ઇજા થઇ છે વગેરે તૈયાર કરવું જોઈએ. પ્રાઇવેટ સિકયોરીટી એજન્સી નિવાસ સ્થાનો પર પણ સિકયોરીટી ગોઠવે છે તેની પાછળનું કારણ શું હોઇ શકે છે ?
દશ દિવસ અગાઉ આપણે મેહરોલીમાં ખુબ કમનસીબ ઘટના જોઇ હતી. જેમાં શૂટ આઉટથી પોંટી ચઢ્ઢા અને તેનો ભાઈ હરદીપ માર્યા ગયા હતા. આ દુર્ઘટનાને શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. તેમના કુટુંબ અને માતા માટે આઘાતભરી ઘટના હતી. સમય આવે તપાસમાં વિગતો બહાર આવશે પરંતુ લોકની જાણકારી માટે કેટલીક વિગતો બહાર પાડવી જોઈએ. શુટ આઉટ માટે જગ્યા પર પૂરતી ગોળીઓ હશે. પંજાબ પોલીસ, ઉત્તરાખંડ સિકયોરીટી હોવા છતાં ઘટના દિલ્હીમાં આ ઘટના બને કેવી રીતે ?
મેં ઘણા વર્ષોથી વીવીઆઈપીઓ અને વીઆઈપીઓના કોઇપણ કાર્યક્રમમાં જવાનું બંધ કરી દીઘું છે. જેમાં સરકારી કાર્યક્રમો અને વ્યકિતગત પ્રોગ્રામોનો સમાવેશ થાય છે. મોટા ભાગના આવા લોકો સશસ્ત્ર ગાર્ડથી ઘેરાયેલા હોય છે. આ એક પ્રકારનો ત્રાસ લાગે છે. એકાદ મહિના પહેલાં મેં લોઢી ક્રિમેટોરીયમમાં પંજાબના લોકસભાના સાંસદને માત્ર એક સલામતીના જવાન સાથે આવ્યા હતા. આ જવાન નબળો દેખાતો હતો અને વર્ષો જુની પિસ્તોલ અને કાર્બાઇન સાથે હતો. મને લાગતું હતું કે જો તે પડી જાય તો શું થાય ? જયારે કોઇ પ્રસંગે ખાસ કરીને જાહેર જગ્યાઓ પર સલામતી માટે વ્યકિતગત ચેકીંગ થાય ત્યારે થોડું અજુગતું લાગે છે પરંતુ હવે તે રોજીંદી વાત બની ગઈ છે.
આપણે એકાદ દુર્ઘટના બને તેની રાહ જોઈએ છીએ, પછી તેના પર પ્રત્યાઘાત આપીને એમ ઇચ્છીએ છીએ કે ફરીવાર આવું ના બનવું જોઈએ. પરંતુ જયાં અનેક એજન્સીઓનો સિકયોરીટી ગાર્ડ આઘુનિક શસ્ત્રો સાથે ઉભા હોય તેવા લગ્ન કે બર્થ ડે બુક ઉદ્ધાટન સમારોહમાં જવામાં સલામતી છે. મને લાગે છે કે ગૃહ પ્રધાન સલામતીના પ્રશ્ને સમીક્ષા કરશે, આવા સંવેદનશીલ મુદ્દાને બંધ બારણે ચર્ચવો જોઈએ જેમાં અન્ય રાજયોના સિકયોરીટી ગાર્ડના ઉપયોગ અંગે પણ ચર્ચા કરવી જોઈએ.
બાલાસાહેબ ઠાકરેનું અવસાન થયું છે અને મુંબઇએ તેમને લાગણીસભર વિદાય આપી છે પરંતુ ત્યારબાદ જે કાંઇ બન્યું તે ખુબ દુઃખ છે. જસ્ટીસ માર્કંડે કાત્ઝુનો આભાર માનવો જોઈએ કે ત્વરીત પગલાં લઇને સ્પષ્ટતા કરી હતી. બે યુવતીઓ અને તેમના કુટુંબીઓના ચહેરા પર ડર વર્તાતો હતો. કેન્દ્રીય પ્રધાનોએ પ્રત્યાઘાત આપ્યા હતા પરંતુ પગલાં જ વઘુ બોલે છે. જે લોકો કાયદા તોડતા હોય અને દાદાગીરી કરતા હોય તે ડર ફેલાવે તે આઘાત જનક છે. આવા લોકોને લાંબો સમય જેલવાસ આપવો જોઈએ. શિવસેના એ રાજકીય બળ છે તે રાજકારણમાં સક્રિય છે. રાજકારણમાં કોઇપણ સ્તરે ખાલી જગા નથી રહેતી. અહીં ભાવિ માટેની લડાઇ શરૂ થઇ ગઈ છે. જો કે આ પ્રકારની ઘટનાઓ શિવસેનાને તેની ગુમાવેલી પક્કડ મેળવવામાં સહાયરૂપ નહીં થાય.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેન્દ્રની અડધાથી વધુ યોજનાઓ નહેરૃ-ગાંધી પરિવારના નામે છે
મોટી જાત્રા કરી પાછા ફરતા જૈન યાત્રાળુઓ પટના સ્ટેશને અટવાઈ ગયા

ભારતે સ્વીડનમાંથી ખરીદેલા શસ્ત્રો મ્યાનમારમાં દેખાતાં ભારે વિવાદ

કેશિયરે બેંકમાં આગ લગાડીને ૬૦ લાખ રૃપિયાની ચોરી કરી
શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. કૂરિયનના પત્ની મોલી કૂરિયનનું નિધન
ઈંગ્લેન્ડનો નાટકિય ધબડકો થાય તો જ ભારતને શ્રેણી સરભર કરવાની તક

કોહલી અને ટ્રોટ વચ્ચે શાબ્દિક ટકરાવ ભારતીય ખેલાડીઓએ રોષ ઠાલવ્યો

ઓસ્ટ્રેલિયાના ૪૫૦ના જવાબમાં શ્રીલંકા ૩૩૬ રનમાં ઓલઆઉટ

પાકિસ્તાનમાં ત્રાસવાદીઓ સુરક્ષાદળ વચ્ચે સંઘર્ષ ઃ પાંચ ઉગ્રવાદી ઠાર

પ્રિન્સીપાલ અને કર્મચારીની બહાદુરીથી વધુ ખુવારી અટકી
ભારત માટે પાકિસ્તાન નહી પણ ચીન ચિંતાનો વિષય

અમેરિકાના ન્યુ ટાઉનના મૃતકો પ્રથમ ધોરણના વિદ્યાર્થીઓ હતા

જીએમઆરે માલદિવના પાસે ૮૦ કરોડ ડૉલરનું વળતર માગ્યું
ભારતીય હોકી લીગ ઃ સરદાર સિંઘ રૃપિયા ૪૨.૪૯ લાખમાં કરારબદ્ધ
અશ્વિને ટેસ્ટ જીતવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો
 

 

 

Gujarat Samachar Plus

સૂરજનાં કિરણો 'કામશક્તિવર્ધક' છે
વધુ પડતા 'કોલ્ડ ડ્રિન્ક્સ' નુકશાનકારક
રૃપેરી વાળને સોનેરી બનાવતી 'ડાઈ' શોધાઈ
માતા-પિતાને ઘરડાઘરનો રસ્તો ક્યારેય નહીં બતાવીએ
જૂના લગ્ન ગીતોના બદલે ફિલ્મી આઇટમ સોંગની ધૂમ
યંગસ્ટર્સની વિકેન્ડમાં મિની ટૂર
 

Gujarat Samachar glamour

રણબીરની માંગ વધતી જાય છે
હું ફક્ત એક્ટ્રેસ બનીને રહેવા માંગતી નથીઃ અનુષ્કા
ફિલ્મ માટે ૧૪૦ દિવસ પૂરતા છેઃ દીપીકા
સલમાનને છોડીને અજય શાહરૃખ સાથે
ખિલાડીએ મને અક્ષય બનાવ્યો છે
સોનાક્ષી ક્લાસિકલ ડાન્સ કરશે
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved