Last Update : 17-December-2012, Monday

 

આઇપીએલ સ્ટાઇલની લીગથી હોકી ખેલાડીઓ પર નાણાંનો વરસાદ
ભારતીય હોકી લીગ ઃ સરદાર સિંઘ રૃપિયા ૪૨.૪૯ લાખમાં કરારબદ્ધ

૭.૩૬ લાખની બેઝપ્રાઇઝ ધરાવતા રઘુનાથના ૪૧.૪૦ લાખ ઉપજ્યા
સંદિપ સિંઘ ૧૫.૧૩ લાખમાં મુંબઇ ટીમમાં

નવી દિલ્હી,તા.૧૬
ક્રિકેટરો બાદ ભારતના હોકી ખેલાડીઓ પર નાણાનો વરસાદ કરનારી આઇપીએલ સ્ટાઇલની લીગ યોજાવા જઇ રહી છે, જેની હરાજી આજે યોજાઇ હતી. આ હરાજીમાં ભારતીય હોકી ટીમના કેપ્ટન સરદાર સિંઘ માટે સૌથી વધુ રૃપિયા ૪૨.૪૯ લાખની બોલી બોલાઇ હતી. આ સાથે તે હાઇએસ્ટ પેઇડ હોકી ખેલાડી તરીકે પસંદ થયો હતો. તેને દિલ્હીની ફ્રેન્ચાઇઝીએ ખરીદ્યો હતો. જ્યારે માત્ર ૭.૩૬ની બેઝ પ્રાઇઝ ધરાવતા ડ્રેગ ફ્લિકર વી.રઘુનાથને ખરીદવા માટે ટીમો વચ્ચે તીવ્ર સ્પર્ધા યોજાઇ હતી અને આખરેે તેને ૪૧.૪૦ લાખમાં ઉત્તર પ્રદેશની ફ્રેન્ચાઇઝીએ કરારબદ્ધ કર્યો હતો.
ઉત્તરપ્રદેશની ફ્રેન્ચાઇઝીએ તેના સ્ટાર ખેલાડી તરીકે નેધરલેન્ડના લેજન્ડ ટેયુન ડે નૂઇજેર કરતાં પણ રઘુનાથની વધુ કિંમત ઉપજી હતી. નુઈજેરને ૩૫.૯૩ લાખમાં ખરીદવામાં આવ્યો હતો. જો કે નિયમ પ્રમાણે નૂઇજેરને હાઇએસ્ટ પેઇડ ખેલાડી કરતાં ૧૫ ટકા વધુ રકમ મળવાની છે અને તેના કારણે તેને મળનારી રકમ વધશે.
જો કે રઘુનાથના સિનિયર અને ઓલિમ્પિકના ફ્લોપ શો બાદ ટીમમાંથી બહાર ફેંકી દેવાયેલા સંદિપ સિંઘના માત્ર ૧૫.૧૩ લાખ જ ઉપજ્યા હતા, તેને મુંબઇની ટીમે કરારબદ્ધ કર્યો હતો.
યુવા ડિફેન્ડર રૃપિન્દર પાલ સિંઘની બેઝ પ્રાઇઝ ૫ લાખ નક્કી કરવામાં આવી હતી. જો કે તેને દિલ્હીની ટીમે રૃપિયા ૩૦.૪૮ લાખની બોલી લગાવીને ખરીદ્યો હતો. ભારતના ટોચના ડ્રેગ ફ્લિકર અને સ્ટાર ખેલાડી સંદિપ સિંઘ માટેની પરિસ્થિતી મુશ્કેલ હતી. તેણે સ્ટાર ખેલાડીઓમાં સામેલ કરવામાં આવ્યો હતો. જો કે તેને મુંબઇએ તેની બેઝપ્રાઇઝ એટલે કે ૧૫.૧૩ લાખમાં ખરીદ્યો હતો. જ્યારે ઓલિમ્પિકમાં ભારતની ટીમના કેપ્ટન તરીકેની કામગીરી સંભાળનારા ભરત છેતરીને તો કોઇ ખરીદદાર જ મળ્યો નહતો.
હોકી ઇન્ડિયા હવે હોકીની લીગનું આયોજનકરવા જઇ રહી છે. જેમાં દેશ-વિદેશના ખેલાડીઓ ભાગ દેશે. જો કે હોકી ઇન્ડિયા છ ટીમોની લીગ રમાડવા ઇચ્છી રહી છે. જ્યારે વિવિધ પક્ષકારોએ માત્ર પાંચ જ ટીમો ખરીદવામાં રસ દાખવ્યો છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેન્દ્રની અડધાથી વધુ યોજનાઓ નહેરૃ-ગાંધી પરિવારના નામે છે
મોટી જાત્રા કરી પાછા ફરતા જૈન યાત્રાળુઓ પટના સ્ટેશને અટવાઈ ગયા

ભારતે સ્વીડનમાંથી ખરીદેલા શસ્ત્રો મ્યાનમારમાં દેખાતાં ભારે વિવાદ

કેશિયરે બેંકમાં આગ લગાડીને ૬૦ લાખ રૃપિયાની ચોરી કરી
શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. કૂરિયનના પત્ની મોલી કૂરિયનનું નિધન
ઈંગ્લેન્ડનો નાટકિય ધબડકો થાય તો જ ભારતને શ્રેણી સરભર કરવાની તક

કોહલી અને ટ્રોટ વચ્ચે શાબ્દિક ટકરાવ ભારતીય ખેલાડીઓએ રોષ ઠાલવ્યો

ઓસ્ટ્રેલિયાના ૪૫૦ના જવાબમાં શ્રીલંકા ૩૩૬ રનમાં ઓલઆઉટ

પાકિસ્તાનમાં ત્રાસવાદીઓ સુરક્ષાદળ વચ્ચે સંઘર્ષ ઃ પાંચ ઉગ્રવાદી ઠાર

પ્રિન્સીપાલ અને કર્મચારીની બહાદુરીથી વધુ ખુવારી અટકી
ભારત માટે પાકિસ્તાન નહી પણ ચીન ચિંતાનો વિષય

અમેરિકાના ન્યુ ટાઉનના મૃતકો પ્રથમ ધોરણના વિદ્યાર્થીઓ હતા

જીએમઆરે માલદિવના પાસે ૮૦ કરોડ ડૉલરનું વળતર માગ્યું
ભારતીય હોકી લીગ ઃ સરદાર સિંઘ રૃપિયા ૪૨.૪૯ લાખમાં કરારબદ્ધ
અશ્વિને ટેસ્ટ જીતવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો
 
 

Gujarat Samachar Plus

સૂરજનાં કિરણો 'કામશક્તિવર્ધક' છે
વધુ પડતા 'કોલ્ડ ડ્રિન્ક્સ' નુકશાનકારક
રૃપેરી વાળને સોનેરી બનાવતી 'ડાઈ' શોધાઈ
માતા-પિતાને ઘરડાઘરનો રસ્તો ક્યારેય નહીં બતાવીએ
જૂના લગ્ન ગીતોના બદલે ફિલ્મી આઇટમ સોંગની ધૂમ
યંગસ્ટર્સની વિકેન્ડમાં મિની ટૂર
 

Gujarat Samachar glamour

રણબીરની માંગ વધતી જાય છે
હું ફક્ત એક્ટ્રેસ બનીને રહેવા માંગતી નથીઃ અનુષ્કા
ફિલ્મ માટે ૧૪૦ દિવસ પૂરતા છેઃ દીપીકા
સલમાનને છોડીને અજય શાહરૃખ સાથે
ખિલાડીએ મને અક્ષય બનાવ્યો છે
સોનાક્ષી ક્લાસિકલ ડાન્સ કરશે
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved