Last Update : 17-December-2012, Monday

 

ઇશાંત અને ઓઝા મેદાન પર ઝોકા ખાતા જોવા મળ્યા
કોહલી અને ટ્રોટ વચ્ચે શાબ્દિક ટકરાવ ભારતીય ખેલાડીઓએ રોષ ઠાલવ્યો

ધોની પણ અમ્પાયર સાથે જીભાજોડીમાં ઉતર્યો

નાગપુર,તા.૧૬
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ચોથી અને આખરી ટેસ્ટમાં ચોથા દિવસે બંને ટીમો વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો હતો. જો કે કેટલાક તબક્કે સફળતા ન મળવાને કારણે અકળાયેલા ભારતીય ખેલાડીઓ પોતાનો રઘવાટ મેદાન પર ઠાલવતા જોવા મળ્યા હતા. ભારત શ્રેણીમાં ૨-૧થી પાછળ છે અને ઘરઆંગણે શ્રેણીની હારની નાલેશીથી બચવા માટે ધોનીની ટીમે આ આખરી મુકાબલો જીતવો જ પડે તેમ છે. જો કે ઈંગ્લેન્ડ પણ ભારતને ઘરઆંગણે શ્રેણીમાં હરાવવાની તક જતી કરવા તૈયાર નથી અને તેમણે આપેલી લડતને કારણે મેચ હવે ડ્રો તરફ જતી જોવા મળી રહી છે.
ઈંગ્લેન્ડની બીજી ેઇનિંગની ૪૩મી ઓવરમાં ઇશાંત શર્માની બોલિંગમાં ટ્રોટને વિકેટની પાછળ કેચ આઉટ હોવાની જોરદાર અપીલ ભારતે કરી હતી. કેપ્ટન ધોની તેમજ બોલર ઇશાંત સહિતના બધાને ટ્રોટ કેચઆઉટ હોવાના વિશ્વાસ સાથે જોરદાર અપીલ કરી હતી. જો કે અમ્પાયર ધર્મસેનાએ તેને નોટઆઉટ જાહેર કરતાં મેદાનમાં સન્નાટો છવાઇ ગયો હતો. ધોનીએ આ અંગે નારાજગી દર્શાવી હતી. આ પછી ભારતના ભાવિ કેપ્ટન તરીકે જેને જોવામાં આવે છે તે કોહલી તરત જ ટ્રોટની જોડે દોડી ગયો હતો અને તેની સાથે દલીલ બાજીમાં ઉતર્યો હતો. કોહલીની આ પ્રકારની હકરત જોતાં લેગ અમ્પાયર રોડ ટુકેર વચ્ચે પડયા હતા અને તેમણે ધોનીને વાત કરવા બોલાવ્યો હતો. ધોની પણ અમ્પાયર સાથે દલીલબાજી કરતો જોવા મળ્યો હતો.
નોંધપાત્ર છે કે અગાઉ ધર્મસેનાએ અશ્વિનની બોલિંગમાં કૂકને વિકેટની પાછળ કેચ આઉટ જાહેર કર્યો હતો. જો કે તે ખરેખર નોટઆઉટ હતો. કૂક પોતાનો વિરોધ દર્શાવતા થોડો સમય ક્રિઝ પર ગાળ્યો હતો પણ આખરે તે અમ્પાયરના નિર્ણયને માનીને પેવેલિયનમાં પરત ફર્યો હતો. દરમિયાનમાં આજના દિવસમાં ઈંગ્લેન્ડની બેટિંગ એટલી ધીમી હતી કે, એક તબક્કે તો ઇશાંત અને ઓઝા મેદાન પર જ ઝોકા ખાતા હોય તેવું જોવા મળ્યું હતુ. આ તબક્કે બોલ તેમની નજીક આવ્યો ત્યારે તેમને ખબર જ નહતી કે બોલ તેમની તરફ આવી રહ્યો છે. આ તબક્કે કોમેન્ટેટર તરીકે કામગીરી સંભાળી રહેલા અરૃણ લાલ અને કપિલ દેવે પણ ભારતીય ખેલાડીઓના આ પ્રકારના વર્તનની ઝાટકણી કાઢતી ટીકા કરી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેન્દ્રની અડધાથી વધુ યોજનાઓ નહેરૃ-ગાંધી પરિવારના નામે છે
મોટી જાત્રા કરી પાછા ફરતા જૈન યાત્રાળુઓ પટના સ્ટેશને અટવાઈ ગયા

ભારતે સ્વીડનમાંથી ખરીદેલા શસ્ત્રો મ્યાનમારમાં દેખાતાં ભારે વિવાદ

કેશિયરે બેંકમાં આગ લગાડીને ૬૦ લાખ રૃપિયાની ચોરી કરી
શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. કૂરિયનના પત્ની મોલી કૂરિયનનું નિધન
ઈંગ્લેન્ડનો નાટકિય ધબડકો થાય તો જ ભારતને શ્રેણી સરભર કરવાની તક

કોહલી અને ટ્રોટ વચ્ચે શાબ્દિક ટકરાવ ભારતીય ખેલાડીઓએ રોષ ઠાલવ્યો

ઓસ્ટ્રેલિયાના ૪૫૦ના જવાબમાં શ્રીલંકા ૩૩૬ રનમાં ઓલઆઉટ

પાકિસ્તાનમાં ત્રાસવાદીઓ સુરક્ષાદળ વચ્ચે સંઘર્ષ ઃ પાંચ ઉગ્રવાદી ઠાર

પ્રિન્સીપાલ અને કર્મચારીની બહાદુરીથી વધુ ખુવારી અટકી
ભારત માટે પાકિસ્તાન નહી પણ ચીન ચિંતાનો વિષય

અમેરિકાના ન્યુ ટાઉનના મૃતકો પ્રથમ ધોરણના વિદ્યાર્થીઓ હતા

જીએમઆરે માલદિવના પાસે ૮૦ કરોડ ડૉલરનું વળતર માગ્યું
ભારતીય હોકી લીગ ઃ સરદાર સિંઘ રૃપિયા ૪૨.૪૯ લાખમાં કરારબદ્ધ
અશ્વિને ટેસ્ટ જીતવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો
 
 

Gujarat Samachar Plus

સૂરજનાં કિરણો 'કામશક્તિવર્ધક' છે
વધુ પડતા 'કોલ્ડ ડ્રિન્ક્સ' નુકશાનકારક
રૃપેરી વાળને સોનેરી બનાવતી 'ડાઈ' શોધાઈ
માતા-પિતાને ઘરડાઘરનો રસ્તો ક્યારેય નહીં બતાવીએ
જૂના લગ્ન ગીતોના બદલે ફિલ્મી આઇટમ સોંગની ધૂમ
યંગસ્ટર્સની વિકેન્ડમાં મિની ટૂર
 

Gujarat Samachar glamour

રણબીરની માંગ વધતી જાય છે
હું ફક્ત એક્ટ્રેસ બનીને રહેવા માંગતી નથીઃ અનુષ્કા
ફિલ્મ માટે ૧૪૦ દિવસ પૂરતા છેઃ દીપીકા
સલમાનને છોડીને અજય શાહરૃખ સાથે
ખિલાડીએ મને અક્ષય બનાવ્યો છે
સોનાક્ષી ક્લાસિકલ ડાન્સ કરશે
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved