Last Update : 17-December-2012, Monday

 
 

ઇનિંગ ડિકલેર કરવાના ધોનીના નિર્ણયને બોલરોનો સાથ ના મળ્યો
ઈંગ્લેન્ડનો નાટકિય ધબડકો થાય તો જ ભારતને શ્રેણી સરભર કરવાની તક

ચાર રનની પાતળી સરસાઇ બાદ ઈંગ્લેન્ડના બીજી ઇનિંગમાં ૩ વિકેટે ૧૬૧ ઃ ભારતની પ્રથમ ઇનિંગ ૩૨૬/૯ ડિકલેર
સવારના સેશનમા ભારતે ધીમી બેટિંગ કરતાં ૧૩ ઓવરમાં ૨૯ રન જોડયા

નાગપુર,તા.૧૬
શ્રેણીની હારથી બચવા માટે આખરી નાગપુર ટેસ્ટમાં વિજય મેળવવાના લક્ષ્યને હાંસલ કરવાના ભારતના અતિ ઉત્સાહી પ્રયાસની સામે ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ મક્કમતાથી બેટિંગ કરતાં ટેસ્ટ ડ્રો તરફ આગળ વધી રહી છે. ભારતીય કેપ્ટન ધોનીએ ઇનિંગ ડિકલેર કરવાનો બોલ્ડ નિર્ણય લેતાં ઈંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં ચાર રનની પાતળી સરસાઇ મેળવી હતી. જોકે ત્યાર બાદ ભારતીય બોલરો ઈંગ્લેન્ડના બેટ્સમેનોને ભીંસમાં મુકવામાં નિષ્ફળ રહ્યા હતા અને પ્રવાસી ટીમે ચોથા દિવસની રમતના અંતે ત્રણ વિકેટે ૧૬૧ રન કરતાં કુલ ૧૬૫ રનની સરસાઇ મેળવી લીધી હતી.
ભારતે હવે જીતવા માટે આવતીકાલના આખરી દિવસે ઈંગ્લેન્ડને સવારના સેશનમાં જ ઓલઆઉટ કરી દેવું પડે અને ત્યાર બાદ આક્રમક બેટિંગ કરતાં ૨૦૦ની નજીકના સ્કોરને હાંસલ કરવો પડે તો જ શ્રેણી ૨-૨થી ડ્રો થાય તેમ છે.
આજે સવારે અશ્વિન (૭) અને ઓઝાની જોડીએ ભારતની ઇનિંગને ગઇકાલના ૮ વિકેટે ૨૯૭ના સ્કોરથી આગળ ધપાવી હતી. ભારતે આજે વધુ ૨૯ રન ઊમેરતા એક વિકેટ ગુમાવી હતી અને ઇનિંગ ડિકલેર કરી હતી. જો કે અંહી ભારતના પુંછડિયા બેટ્સમેનોએ અત્યંત ધીમી રમત રમતાં ઈંગ્લેન્ડની મેચ ડ્રો કરવાની ઇચ્છાને મદદ કરી હોય તેવુ અનુભવાતું હતુ. ભારતે આજે ૧૩ ઓવરમાં ૨૯ રન કર્યા હતા અને આખરે ધોનીએ ૧૪૩ ઓવરમાં ૯ વિકેટે ૩૨૬ રને ઇનિંગ ડિકલેર કરી હતી.
ઈંગ્લેન્ડે બીજી ઇનિંગમાં રીતસર મેચ ડ્રો કરવાનું જ વલણ દર્શાવતા સમય વેડફ્યો હતો. ધોનીએ પણ આક્રમક ફિલ્ડિંગ ન ગોઠવવાની ભુલ કરતાં ઈંગ્લેન્ડને અનુકૂળતા કરી આપી હતી.કૂકે ૭૬ બોલમાં પ્રથમ ત્રણ રન નોંધાવ્યા હતા. જે પછી તેણે ૭૯માં બોલ પર પહેલો ચોગ્ગો ફટકાર્યો હતો. ઈંગ્લેન્ડના કેપ્ટન એક કલાક અને ૪૫ મિનિટની ઇનિંગમાં ૯૩ બોલનો સામનો કરતાં એકમાત્ર બાઉન્ડ્રીની મદદથી માત્ર ૧૩ રન નોંધાવ્યા હતા.
દરમિયાનમાં ઇનિંગની ૪૩મી ઓવરમાં ઇશાંત શર્માની બોલિંગમાં ટ્રોટ કોટ બિહાઇન્ટ વિકેટ આઉટ હોય તેમ બધાએ ઉજવણી શરૃ કરી હતી. અમ્પાયર ધર્મસેનાએ તેને આઉટ આપ્યો નહતો. જેના કારણે ભારતીય કેપ્ટન ધોની, ઇશાંત સહિતના બધા અપસેટ દેખાતા હતા. પછીના બોલ પર ઇશાંત ટ્રોટની નજીક દોડી ગયો હતો અને કંઇક બોલ્યો હતો, જેનાકારણે તનાવ વધ્યો હતો. તે ઓવર પુરી થઇ પછી કેપ્ટન ધોની અને વિરાટ કોહલીએ અમ્પાયરો સાથે ઉગ્ર દલીલબાજી કરી હતી.
કોમ્પ્ટોન પણ ૧૩૫ બોલમાં ૧ ચોગ્ગા સાથે ૩૪ રને ઓઝાનો શિકાર બન્યો હતો. પીટરસન માત્ર ૬ રને જાડેજાની બોલિંગમાં આઉટ થતાં ભારતને ઈંગ્લેન્ડના બાકીના બેટ્સમેનોને સસ્તામાં આઉટ કરવાની આશા જન્મી હતી. જો કે ટ્રોટે ૧૫૩ બોલમાં ૯ ચોગ્ગા સાથે નોટઆઉટ ૬૬ અને બેલે ૬૭ બોલમાં ૪ ચોગ્ગા સાથે નોટઆઉટ ૨૪ રન કરીને ભારતની આશા પર પાણી ફેરવ્યું હતુ.

ઈંગ્લેન્ડ પ્રથમ ઇનિંગ ૩૩૦
ભારત પ્રથમ ઇનિંગ

-

રન

બોલ

ગંભીર કો.પ્રાયર બો.એન્ડરસન

૩૭

૯૩

સેહવાગ બો.એન્ડરસન

૦૦

૦૨

પૂજારા કો.બેલ બો.સ્વોન

૨૬

૭૨

તેંડુલકર બો.એન્ડરસન

૦૨

૧૩

કોહલી એલબી બો.સ્વોન

૧૦૩

૨૯૫

૧૧

ધોની રનઆઉટ

૯૯

૨૪૬

જાડેજા એલબી બો.એન્ડરસન

૧૨

૩૧

અશ્વિન અણનમ

૨૯

૬૫

ચાવલા બો.સ્વોન

૦૧

૦૨

ઓઝા બો.પાનેસર

૦૩

૩૨

ઇશાંત અણનમ

૦૨

૦૭

વધારાના (લેગબાય ૭, બાય ૫)

૧૨

 

 

 

કુલ ૧૪૩ ઓવરમાં ૯ વિકેટે ડિક.

૩૨૬

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૧ (સેહવાગ ૦.૩), ૨/૫૯ (પૂજારા ૨૨.૩), ૩/૬૪ (તેંડુલકર ૨૭.૫), ૪/૭૧ (ગંભીર ૩૧.૪), ૫/૨૬૯ (કોહલી ૧૧૬.૧), ૬/૨૮૮ (જાડેજા ૧૨૩.૬), ૭/૨૯૫ (ધોની ૧૨૯.૧), ૮/૨૯૭ (ચાવલા ૧૩૦.૧), ૯/૩૧૭ (ઓઝા ૧૪૦.૧).
બોલિંગ ઃ એન્ડરસન ૩૨-૫-૮૧-૪, બ્રેસ્નેન ૨૬-૫-૬૯-૦, પાનેસર ૫૨-૧૫-૮૧-૧, સ્વોન ૩૧-૧૦-૭૬-૩, ટ્રોટ ૧-૦-૨-૦, રૃટ ૧-૦-૫-૦.
ઈંગ્લેન્ડ બીજી ઇનિંગ

-

રન

બોલ

કૂક કો.ધોની બો.અશ્વિન

૧૩

૯૩

કોમ્પ્ટોન એલબી બો.ઓઝા

૩૪

૧૩૫

ટ્રોટ રમતમાં

૬૬

૧૫૩

પીટરસન બો.જાડેજા

૦૬

૩૦

બેલ રમતમાં

૨૪

૬૭

વધારાના (લેગબાય ૬,

 

 

 

 

બાય ૮, નોબોલ ૪)

૧૮

 

 

 

કુલ ૭૯ ઓવરમાં ૩ વિકેટે

૧૬૧

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૪૮ (કૂક ૨૯.૫), ૨/૮૧ (કોમપ્ટોન ૪૬.૪), ૩/૯૪ (પીટરસન ૫૫.૫).
બોલિંગ ઃ ઇશાંત ૧૨-૩-૨૭-૦, ઓઝા ૨૩-૧૦-૩૯-૧, અશ્વિન ૧૮-૯-૩૪-૧, ચાવલા ૧૦-૨-૨૦-૦, જાડેજા ૧૬-૯-૨૭-૧.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેન્દ્રની અડધાથી વધુ યોજનાઓ નહેરૃ-ગાંધી પરિવારના નામે છે
મોટી જાત્રા કરી પાછા ફરતા જૈન યાત્રાળુઓ પટના સ્ટેશને અટવાઈ ગયા

ભારતે સ્વીડનમાંથી ખરીદેલા શસ્ત્રો મ્યાનમારમાં દેખાતાં ભારે વિવાદ

કેશિયરે બેંકમાં આગ લગાડીને ૬૦ લાખ રૃપિયાની ચોરી કરી
શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. કૂરિયનના પત્ની મોલી કૂરિયનનું નિધન
ઈંગ્લેન્ડનો નાટકિય ધબડકો થાય તો જ ભારતને શ્રેણી સરભર કરવાની તક

કોહલી અને ટ્રોટ વચ્ચે શાબ્દિક ટકરાવ ભારતીય ખેલાડીઓએ રોષ ઠાલવ્યો

ઓસ્ટ્રેલિયાના ૪૫૦ના જવાબમાં શ્રીલંકા ૩૩૬ રનમાં ઓલઆઉટ

પાકિસ્તાનમાં ત્રાસવાદીઓ સુરક્ષાદળ વચ્ચે સંઘર્ષ ઃ પાંચ ઉગ્રવાદી ઠાર

પ્રિન્સીપાલ અને કર્મચારીની બહાદુરીથી વધુ ખુવારી અટકી
ભારત માટે પાકિસ્તાન નહી પણ ચીન ચિંતાનો વિષય

અમેરિકાના ન્યુ ટાઉનના મૃતકો પ્રથમ ધોરણના વિદ્યાર્થીઓ હતા

જીએમઆરે માલદિવના પાસે ૮૦ કરોડ ડૉલરનું વળતર માગ્યું
ભારતીય હોકી લીગ ઃ સરદાર સિંઘ રૃપિયા ૪૨.૪૯ લાખમાં કરારબદ્ધ
અશ્વિને ટેસ્ટ જીતવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો
 
 

Gujarat Samachar Plus

સૂરજનાં કિરણો 'કામશક્તિવર્ધક' છે
વધુ પડતા 'કોલ્ડ ડ્રિન્ક્સ' નુકશાનકારક
રૃપેરી વાળને સોનેરી બનાવતી 'ડાઈ' શોધાઈ
માતા-પિતાને ઘરડાઘરનો રસ્તો ક્યારેય નહીં બતાવીએ
જૂના લગ્ન ગીતોના બદલે ફિલ્મી આઇટમ સોંગની ધૂમ
યંગસ્ટર્સની વિકેન્ડમાં મિની ટૂર
 

Gujarat Samachar glamour

રણબીરની માંગ વધતી જાય છે
હું ફક્ત એક્ટ્રેસ બનીને રહેવા માંગતી નથીઃ અનુષ્કા
ફિલ્મ માટે ૧૪૦ દિવસ પૂરતા છેઃ દીપીકા
સલમાનને છોડીને અજય શાહરૃખ સાથે
ખિલાડીએ મને અક્ષય બનાવ્યો છે
સોનાક્ષી ક્લાસિકલ ડાન્સ કરશે
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved