Last Update : 17-December-2012, Monday

 

માથા ભારે તત્વોએ રેલવેની બોગીનો કબજો લઈ લેતાં
મોટી જાત્રા કરી પાછા ફરતા જૈન યાત્રાળુઓ પટના સ્ટેશને અટવાઈ ગયા

વૃદ્ધો, બાળકો, મહિલાઓએ યાતનામય ૨૪ કલાક વિતાવ્યા ઃ દિલ્હી સુધી રજૂઆત પછી રવિવારે રાત્રે ઉકેલ નિકળ્યો !

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૧૬
બિહારમાં સમ્મેત શિખરજી તીર્થની મોટી જાત્રાએ ગયેલા જૈન સંઘને જાત્રા કરીને પાછા વળતી વખતે બિહારના જંગલરાજનો અનુભવ થતાં જૈન સમાજમાં આજે વ્યાપક ચકચાર જાગી હતી. બિહારથી પાછા વળતા પટના સ્ટેશને પૂનાના જૈન સંઘના ૧૧૫થી ૧૨૦ યાત્રીઓને બિહારની કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિનો સામનો કરવાનું આવતા વિવિધ યાતનામય સ્થિતિમાંથી વૃદ્ધ વડીલજનો, મહિલાઓ, નાના બાળકો સહિતના આ સંઘને પસાર થવું પડયાનો કિસ્સો પ્રકાશમાં આવતાં જૈન સમાજ આજે ચોંકી ઉઠયો હતો. પૂનાથી નિકળેલો આ સંઘ શનિવાર રાત્રે મોટી જાત્રા કરી પાછો ફરી રહ્યો હતો ત્યારે અગાઉથી રેલવેનું રિઝર્વેશન બુકિંગ થઈ ગયું હોવા છતાં જે બોગીમાં તેઓ પાછા આવવાના હતા એ બોગી બિહારના માથાભારે વિદ્યાર્થીઓએ રીતસરની કબજે કરી લીધી હતી અને પટના રેલવે સ્ટેશનના અધિકારીઓની વિનવણી છતાં આ માથાભારે વિદ્યાર્થીઓ ટસના મસ ન થતાં તથા તેમણે કાયદો પોતાના હાથમાં લઈ લીધો હોવા છતાં પોલીસનો પ્રભાવ પણ ઝાંખો રહેતાં અગાઉથી રિઝર્વેંશન અને બુકિંગ છતાં આ જૈન પ્રવાસીઓની શનિવારે રાત્રે પટનાથી રવાના થનારી ગાડી યાત્રીઓને લીધા વિના રવાના થઈ ગઈ હતી અને વૃદ્ધો, મહિલાઓ, નાના બાળકો સહિતનો આ સંઘ બિહારની ઠંડીમાં ઠુંઠવાતો આખી રાત પટના સ્ટેશન પર વિવિધ યાતનાઓ અને અનિશ્ચિતતાઓમાંથી પસાર થયો હતો.
બિહારના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા હતા અને આ વિદ્યાર્થીઓએ યાત્રાળુઓની જગા કબજે કરી લીધી હતી છતાં રેલવે સ્ટેશનના અધિકારીઓ આ વિદ્યાર્થીઓને દૂર કરવા અસફળ અને અસમર્થ રહ્યા હતા એવું યાત્રાળુઓએ પટનાથી 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું. ટ્રેનમાં એકસ્ટ્રા બોગી લગાડી આપવા યાત્રાળુઓએ રેલવે અધિકારીઓને જણાવ્યું હતું પરંતુ શનિવાર રાત્રે રેલવે પ્રશાસન કોઈ નક્કર ભૂમિકા ભજવે પહેલા તો ટ્રેન ઉપડી ગઈ હતી એવું પૂનાના ગારમેન્ટ ઉત્પાદક તથા આ જૈન સંઘમાં યાત્રાએ ગયેલા કેતન નેમચંદ ગાલાએ પટનાથી જણાવ્યું હતું. પટના રેલવે સ્ટેશનના અધિકારીઓ સાથે વ્યાપક ચર્ચા અને રજૂઆતો શનિવારે મોડી રાત્રે થઈ હતી. યાત્રાળુઓ રેલવે સ્ટેશન પર રીતસરના ફસાઈ ગયા હતા, મુંઝવણ વધી રહી હતી. મુંબઈમાં મોડી રાત્રે વાવડ વહેતાં થતાં રેલવે બોર્ડના ઝેડ.આર.યુ.સી.સી તેમ જ ડી.આર.યુ.સી.સી.ના કિશોર ખારાવાલાએ પટનામાં આ અંગે ડિવીઝનલ રેલવે મેનેજર સાથે વાત કરી તાકીદે માર્ગ કાઢવા રજૂઆત કરી હતી. પટનામાં અટવાયેલા જૈન સંઘના અમુક વડીલોએ છેક રેલવે મંત્રાલય અને રેલવે પ્રધાન સુધી વાત પહોંચાડી હતી. આ બધી ગતિવિધિઓના પગલે રેલવે પ્રશાસને આ જૈન યાત્રાળુઓ માટે રવિવારે રાત્રે પટનાથી ઉપડતી ટ્રેનમાં પૂના માટે એકસ્ટ્રા બોગી આપવા સહમતિ બતાવી હોવાના નિર્દેશો મળ્યા હતા. શનિવારની રાત તથા રવિવારનો આખો દિવસ ગણતાં આ યાત્રાળુઓ ૨૪ કલાક અનિશ્ચિતાઓ વચ્ચે અથડાતા રહ્યા હતા. રેલવેના વેઈટિંગ રૃમમાં રહેવાનો અને સ્ટેશન પર જમવાનો વારો આવ્યો હતો.
જૈન યાત્રાળુઓ વર્ષોથી મોટી જાત્રા કરવા સમ્મેત શિખરજી જવા બિહાર જાય છે છતાં બિહારમાં યાત્રાળુઓની સલામતી અવારનવાર અધ્ધરતાલ રહે છે. મહિનાઓ અગાઉ રેલવે બુકિંગ થયા પછી પણ આવો કિસ્સો બને છે. અને માથાભારે તત્વોના કારણે મહિલાઓ, બાળકોને સ્ટેશન પર ઠંડીમાં રાત વિતાવવી પડે છે એ વાત રેલવે પ્રશાસન માટે શરમજનક હોવાન ું જૈન અગ્રણીઓએ જણાવ્યું હતું. આ પ્રશ્ન હવે કદાચ કન્ઝયુમર કોર્ટ સુધી પહોંચે એવી પણ શક્યતા છે. દિલ્હીમાં રેલવે મંત્રાલયે આ કિસ્સો લક્ષમાં લઈ હવે પછી ભવિષ્યમાં યાત્રાળુઓ સાથે આવા બનાવો ન બને એ માટે બિહાર રેલવે પ્રશાસન સાથે વાત કરવાનો તથા બિહાર પોલીસે પણ આવા બનાવો હવે ન બને એ માટે વધુ સક્રિયતા અને આક્રમકતા બતાવવી જરૃરી હોવાનું સૂત્રોેએ જણાવ્યું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેન્દ્રની અડધાથી વધુ યોજનાઓ નહેરૃ-ગાંધી પરિવારના નામે છે
મોટી જાત્રા કરી પાછા ફરતા જૈન યાત્રાળુઓ પટના સ્ટેશને અટવાઈ ગયા

ભારતે સ્વીડનમાંથી ખરીદેલા શસ્ત્રો મ્યાનમારમાં દેખાતાં ભારે વિવાદ

કેશિયરે બેંકમાં આગ લગાડીને ૬૦ લાખ રૃપિયાની ચોરી કરી
શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. કૂરિયનના પત્ની મોલી કૂરિયનનું નિધન
ઈંગ્લેન્ડનો નાટકિય ધબડકો થાય તો જ ભારતને શ્રેણી સરભર કરવાની તક

કોહલી અને ટ્રોટ વચ્ચે શાબ્દિક ટકરાવ ભારતીય ખેલાડીઓએ રોષ ઠાલવ્યો

ઓસ્ટ્રેલિયાના ૪૫૦ના જવાબમાં શ્રીલંકા ૩૩૬ રનમાં ઓલઆઉટ

પાકિસ્તાનમાં ત્રાસવાદીઓ સુરક્ષાદળ વચ્ચે સંઘર્ષ ઃ પાંચ ઉગ્રવાદી ઠાર

પ્રિન્સીપાલ અને કર્મચારીની બહાદુરીથી વધુ ખુવારી અટકી
ભારત માટે પાકિસ્તાન નહી પણ ચીન ચિંતાનો વિષય

અમેરિકાના ન્યુ ટાઉનના મૃતકો પ્રથમ ધોરણના વિદ્યાર્થીઓ હતા

જીએમઆરે માલદિવના પાસે ૮૦ કરોડ ડૉલરનું વળતર માગ્યું
ભારતીય હોકી લીગ ઃ સરદાર સિંઘ રૃપિયા ૪૨.૪૯ લાખમાં કરારબદ્ધ
અશ્વિને ટેસ્ટ જીતવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો
 
 

Gujarat Samachar Plus

સૂરજનાં કિરણો 'કામશક્તિવર્ધક' છે
વધુ પડતા 'કોલ્ડ ડ્રિન્ક્સ' નુકશાનકારક
રૃપેરી વાળને સોનેરી બનાવતી 'ડાઈ' શોધાઈ
માતા-પિતાને ઘરડાઘરનો રસ્તો ક્યારેય નહીં બતાવીએ
જૂના લગ્ન ગીતોના બદલે ફિલ્મી આઇટમ સોંગની ધૂમ
યંગસ્ટર્સની વિકેન્ડમાં મિની ટૂર
 

Gujarat Samachar glamour

રણબીરની માંગ વધતી જાય છે
હું ફક્ત એક્ટ્રેસ બનીને રહેવા માંગતી નથીઃ અનુષ્કા
ફિલ્મ માટે ૧૪૦ દિવસ પૂરતા છેઃ દીપીકા
સલમાનને છોડીને અજય શાહરૃખ સાથે
ખિલાડીએ મને અક્ષય બનાવ્યો છે
સોનાક્ષી ક્લાસિકલ ડાન્સ કરશે
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved