Last Update : 17-December-2012, Monday

 

આરટીઆઇમાં મળેલી માહિતી
કેન્દ્રની અડધાથી વધુ યોજનાઓ નહેરૃ-ગાંધી પરિવારના નામે છે

રાજીવ ગાંધીના નામે ૧૬ યોજના છે, મહાત્મા ગાંધીના નામે ચાર અને વાજપેયીના નામે માત્ર એક યોજના

નવી દિલ્હી, તા. ૧૬
દેશના રાજકારણમાં નહેરૃ-ગાંધી પરિવારનો કેવો દબદબો છે તેની પ્રતીતિ એના પરથી આવી જાય કે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી આશરે અડધી જેટલી યોજનાઓ નહેરૃ-ગાંધી પરિવાર (નહેરૃ, ઇન્દિરા, રાજીવ)ના નામે છે. જ્યારે મહાત્મા ગાંધીના નામે કુલ ૫૮માંથી માત્ર ચાર સંસ્થા કે પરિયોજના છે.
આરટીઆઇને પગલે યોજના મંત્રાલયથી મળેલી જાણકારી મુજબ દેશમાં હાલમાં કેન્દ્રસરકારની ૫૮ સંસ્થાઓ અને પરિયોજના છે. જેમાંથી નહેરૃ-ગાંધી પરિવારના નામે ૨૬ સંસ્થાઓ અને પરિયોજના છે. સૌથી વધુ ૧૬ જેટલી પરિયોજના અને સંસ્થાન રાજીવ ગાંધીના નામે છે. તેમની માતા ઇન્દિરા ગાંધીના નામે ૮ અને નાના જવાહર લાલ નહેરૃના નામે ૩ યોજના કાર્યરત છે. મહાત્મા ગાંધીના નામે માત્ર ચાર સંસ્થાન અને પરિયોજના છે.
મહાત્મા ગાંધી સાથે સંકળાયેલી પરિયોજના અને સંસ્થાઓમાં સાંસ્કૃતિક મંત્રાલય સાથે સંકળાયેલી ગાંધી સ્મૃતિ અને ગાંધી દર્શન, ગાંધી શિલ્પ બજાર, મહાત્મા ગાંધી વણાટ વીમા યોજના અન યુપીએ સરકારની મહત્વાકાંક્ષી મહાત્મા ગાંધી ગ્રામ્ય રોજગાર ગેરેંટી યોજના (મનરેગા) સામેલ છે.
બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ભીમ રાવ આંબેડકરના નામે કેન્દ્ર સરકારમાં માત્ર ચાર સંસ્થા અને પરિયોજના ચાલી રહ્યા છે. ૧૯૯૨થી આંબેડકરના નામે સંસ્થા અને પરિયોજનાની શરૃઆત કરવામાં આવી હતી અને એ પણ જ્યારે દલિત નેતાઓ કાંશી રામ અને માયાવતીનું દેશના રાજકારણમાં પ્રભુત્વ વધ્યું.
દેશના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના નામે કેન્દ્રની બે, સરદાર વલ્લભ ભાઇ પટેલના નામે એક અને બાબૂ જગજીવન રામના નામે એક યોજના ચાલે છે. આરટીઆઇ મારફત મળેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે મહાત્મા ગાંધીના પત્ની કસ્તૂરબાના નામે પણ એક યોજના ચાલે છે. આ યોજનાનું નામ 'કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલય' છે.
રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના સંસ્થાપકોમાંથી એક એવા પંડિત દીનદયાલના નામે બે પરિયોજના ચાલે છે. પૂર્વ વડાપ્રધાન અટલબિહારીના નામે એકમાત્ર સંસ્થા ચાલે છે. મૌલાના અબુલ કલામના નામે ત્રણ સંસ્થાન છે તો જાકિર હુસૈનના નામે એક જ પરિયોજના છે. સ્વામી વિવેકાનંદ અને રવીન્દ્રનાથ ટૈગોરના નામે એક-એક સંસ્થા છે.
કેન્દ્ર સરકારમાં સૌથી વધુ યોજના સાંસ્કૃતિક મંત્રાલયની ૮ છે તો સામાજિક ન્યાય અધિકારિતા મંત્રાલયની ૭ છે, જ્યારે ગ્રામ્ય વિકાસ મંત્રાલય માત્ર પાંચ યોજના ધરાવે છે. માહિતી અને પ્રસારણ તેમ જ યુવા મામલો અને રમત-ગમત મંત્રાલયની ચાર-ચાર યોજના છે. મહિલા અને બાળ વિકાસ અને કાપડ મંત્રાલય સાથે ૩-૩ પરિયોજના છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેન્દ્રની અડધાથી વધુ યોજનાઓ નહેરૃ-ગાંધી પરિવારના નામે છે
મોટી જાત્રા કરી પાછા ફરતા જૈન યાત્રાળુઓ પટના સ્ટેશને અટવાઈ ગયા

ભારતે સ્વીડનમાંથી ખરીદેલા શસ્ત્રો મ્યાનમારમાં દેખાતાં ભારે વિવાદ

કેશિયરે બેંકમાં આગ લગાડીને ૬૦ લાખ રૃપિયાની ચોરી કરી
શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. કૂરિયનના પત્ની મોલી કૂરિયનનું નિધન
ઈંગ્લેન્ડનો નાટકિય ધબડકો થાય તો જ ભારતને શ્રેણી સરભર કરવાની તક

કોહલી અને ટ્રોટ વચ્ચે શાબ્દિક ટકરાવ ભારતીય ખેલાડીઓએ રોષ ઠાલવ્યો

ઓસ્ટ્રેલિયાના ૪૫૦ના જવાબમાં શ્રીલંકા ૩૩૬ રનમાં ઓલઆઉટ

પાકિસ્તાનમાં ત્રાસવાદીઓ સુરક્ષાદળ વચ્ચે સંઘર્ષ ઃ પાંચ ઉગ્રવાદી ઠાર

પ્રિન્સીપાલ અને કર્મચારીની બહાદુરીથી વધુ ખુવારી અટકી
ભારત માટે પાકિસ્તાન નહી પણ ચીન ચિંતાનો વિષય

અમેરિકાના ન્યુ ટાઉનના મૃતકો પ્રથમ ધોરણના વિદ્યાર્થીઓ હતા

જીએમઆરે માલદિવના પાસે ૮૦ કરોડ ડૉલરનું વળતર માગ્યું
ભારતીય હોકી લીગ ઃ સરદાર સિંઘ રૃપિયા ૪૨.૪૯ લાખમાં કરારબદ્ધ
અશ્વિને ટેસ્ટ જીતવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો
 
 

Gujarat Samachar Plus

સૂરજનાં કિરણો 'કામશક્તિવર્ધક' છે
વધુ પડતા 'કોલ્ડ ડ્રિન્ક્સ' નુકશાનકારક
રૃપેરી વાળને સોનેરી બનાવતી 'ડાઈ' શોધાઈ
માતા-પિતાને ઘરડાઘરનો રસ્તો ક્યારેય નહીં બતાવીએ
જૂના લગ્ન ગીતોના બદલે ફિલ્મી આઇટમ સોંગની ધૂમ
યંગસ્ટર્સની વિકેન્ડમાં મિની ટૂર
 

Gujarat Samachar glamour

રણબીરની માંગ વધતી જાય છે
હું ફક્ત એક્ટ્રેસ બનીને રહેવા માંગતી નથીઃ અનુષ્કા
ફિલ્મ માટે ૧૪૦ દિવસ પૂરતા છેઃ દીપીકા
સલમાનને છોડીને અજય શાહરૃખ સાથે
ખિલાડીએ મને અક્ષય બનાવ્યો છે
સોનાક્ષી ક્લાસિકલ ડાન્સ કરશે
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved