Last Update : 17-December-2012, Monday

 

વોલમાર્ટનો હોબાળો ચાલુ છે પણ ૨૦૧૨માં
ભારતમાં વેપાર કરવા માટે અમેરિકાની ૧૫ જેટલી કંપનીઓએ લોબિંગ કર્યું હતું

અમેરિકી સંસદમાં જારી કરાયેલાં રિપોર્ટમાં ખુલાસોઃ જીઇ અને મોર્ગન સ્ટેનલી જેવી કંપનીઓનો સમાવેશ

(પી.ટી.આઇ.) વૉશિંગ્ટન, તા. ૧૬
રિટેલક્ષેત્રની અગ્રણી વૈશ્વિક કંપની વોલમાર્ટે ભારતમાં કરેલાં લોબિંગ અંગે હોબાળો મચ્યો છે ત્યારે હવે તેના માટે રાહતરૃપ એક અહેવાલ પ્રકાશમાં આવ્યો છે. સંસદમાં આ મુદો ગરમાયો છે અને નેતાઓ તે વિશે ખુલાસો કરવા કાગારોળ મચાવી રહ્યા છે ત્યારે તેને ઓછામાં ઓછી ૧૫ જેટલી મોટી અમેરિકન કંપનીઓનો સાથ મળ્યો છે. આ કંપનીઓએ પણ ભારતમાં વ્યાપાર કરવા માટે લોબિંગ માટે વર્ષ ૨૦૧૨માં લાખો ડોલર ખર્ચ્યા છે.
આ મોટી કંપનીઓમાં ફાર્મા કંપની ફાઇઝર, કોમ્પ્યુટર બનાવતી કંપનીઓ ડેલ અને એચપી, ક્વાલકોમ અને આલ્કાટેલ-લુસેન્ટ જેવી ટેલિકોમ કંપનીઓ, ્મોર્ગન સ્ટેનલી અને પ્રૂડેન્શિયલ ફાયનાન્સિયલ જેવી નાણાકીય સેવા આપતી કંપનીઓ અને એલાયંસ ઑફ ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ અને એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ઑફ અમેરિકાનો સમાવેશ થાય છે તેમ કોંગ્રેસનલ લોબિંગ ડિસ્ક્લોઝર રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત ફાયનાન્સિયલ એક્ઝિક્યુટિવ્સ ઇન્ટરનેશનલ, બિઝનેસ રાઉન્ડટેબલ, બિઝનેસ સોફ્ટવેર એલાયન્સ અને ફાયનાન્સિયલ ફોરમ તેમજ ગ્રાહકલક્ષી ચીજો બનાવતી કારગિલ ઇન્કા. અને કોલગેટ પામોલિવ જેવી કંપનીઓ પણ ૨૦૧૨માં અત્યારસુધી અમેરિકી સાંસદો સાથે લોબિંગ કરી ચૂકી છે.
બોઇંગ, એટીએન્ડટી, સ્ટારબક્સ, લોકહીડ માર્ટિન, એલી લિલી અને જીઇ જેવી મોટી કંપનીઓ પણ અગાઉ ભારત સાથે સંબંધિત લોબિંગના ચોક્કસ મુદા પર અમેરિકી સાંસદો સાથે લોબિંગના ચોક્કસ મુદા પર લોબિગ કર્યું હતું. આમાં બજાર ખુલવાની પહેલ પર ચર્ચા અને દેશમાં આ કંપનીઓના વેચાણ અને વેપારની તકો માટે ટેકો માગ્યો હતો.
યુએસ સેનેટ અને હાઉસ ઑફ રિપ્રેન્ઝેટેટિવ્સમાં ફાઇલ કરવામાં આવેલાં ત્રિમાસિક ડિસ્ક્લોઝર રિપોર્ટ મુજબ ઓછામાં ઓછા ત્રણ સંગઠનો ફાયનાન્સિયલ સર્વિસિઝ ફોરમ, બિઝનેસ રાઉન્ડટેબલ અને ફાયનાન્સિયલ એક્ઝિક્યુટિવ્સ ઇન્ટરનેશનલએ પણ ટેક્સેશનને સંબંધિત પ્રશ્નો અને આ વર્ષે સંસદમાં રજૂ કરવામાં આવેલાં ફાયનાન્સ બિલની અન્ય દરખાસ્તો પર લોબિંગ કર્યું હતું.
ક્વાલકોમે તો સ્પેક્ટ્રમ લાયસંસ તો અલ્કાટેલ-લુસેન્ટે પ્રેફરેન્શિયલ માર્કેટ એસેસ રેગ્યુલેશન્સ અને ફાઇઝરે જેનરિક દવાઓના ભાવ નક્કી કરવાના મોરચે સુપ્રિમ કોર્ટે આપેલાં નિર્ણયને લગતાં પ્રશ્નોમાં લોબિંગ કર્યું હતું. પ્રૂડેન્શિયલે તો રિટેલમાં એફડીઆઇને મંજૂરી આપવાની જેમ વીમા ક્ષેત્રે એફડીઆઇની મર્યાદા વધારવાની દરખાસ્ત કરી હતી. જોકે ભારતમાં વિભિન્ન રાજકીય પક્ષોએ તેનો જોરદાર વિરોધ કર્યો હતો. કંપનીએ અત્યારસુધી આ પ્રકારના લોબિંગ પાછળ ૬૦ લાખ ડોલર ખર્ચી નાખ્યા છે.

 

અમેરિકામાં લોબિંગ કાયદેસરની પ્રવૃત્તિ
અમેરિકામાં બિઝનેસ કે રાજકીય પ્રવૃત્તિ માટે લોબિંગ ગેરકાયદેસરની પ્રવૃત્તિ માનવામાં આવે છે. પરંતુ કંપનીઓ દ્વારા હાયર કરવામાં આવતી લોબિંગ કંપનીઓએ તેમની પ્રવૃત્તિઓ અને ચુકવણી માટે દર ત્રણ મહિને ખુલાસો કરવાનો હોય છે. જોકે ભારતમાં લોબિંગ અંગે કોઇ ચોક્કસ નિયમો નથી.

લોબિંગ પાછળ ખર્ચ કરતી અમેરિકી કંપનીઓ
નામ ખર્ચ(ડોલરમાં)
પ્રૂડેન્શિયલ ૬૦ લાખ
બિઝનેસ રાઉન્ડટેબલ ૬૬ લાખ
એલાયન્સ ઑફ ઓટોમોબાઇલ ૮૦ લાખ
ડેલ ૨૦ લાખ
એચપી ૧૫ લાખ
કાર્ગિલ ૧૦ લાખ
એરોસ્પેસ ૨૦ લાખ

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેન્દ્રની અડધાથી વધુ યોજનાઓ નહેરૃ-ગાંધી પરિવારના નામે છે
મોટી જાત્રા કરી પાછા ફરતા જૈન યાત્રાળુઓ પટના સ્ટેશને અટવાઈ ગયા

ભારતે સ્વીડનમાંથી ખરીદેલા શસ્ત્રો મ્યાનમારમાં દેખાતાં ભારે વિવાદ

કેશિયરે બેંકમાં આગ લગાડીને ૬૦ લાખ રૃપિયાની ચોરી કરી
શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. કૂરિયનના પત્ની મોલી કૂરિયનનું નિધન
ઈંગ્લેન્ડનો નાટકિય ધબડકો થાય તો જ ભારતને શ્રેણી સરભર કરવાની તક

કોહલી અને ટ્રોટ વચ્ચે શાબ્દિક ટકરાવ ભારતીય ખેલાડીઓએ રોષ ઠાલવ્યો

ઓસ્ટ્રેલિયાના ૪૫૦ના જવાબમાં શ્રીલંકા ૩૩૬ રનમાં ઓલઆઉટ

પાકિસ્તાનમાં ત્રાસવાદીઓ સુરક્ષાદળ વચ્ચે સંઘર્ષ ઃ પાંચ ઉગ્રવાદી ઠાર

પ્રિન્સીપાલ અને કર્મચારીની બહાદુરીથી વધુ ખુવારી અટકી
ભારત માટે પાકિસ્તાન નહી પણ ચીન ચિંતાનો વિષય

અમેરિકાના ન્યુ ટાઉનના મૃતકો પ્રથમ ધોરણના વિદ્યાર્થીઓ હતા

જીએમઆરે માલદિવના પાસે ૮૦ કરોડ ડૉલરનું વળતર માગ્યું
ભારતીય હોકી લીગ ઃ સરદાર સિંઘ રૃપિયા ૪૨.૪૯ લાખમાં કરારબદ્ધ
અશ્વિને ટેસ્ટ જીતવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો
 
 

Gujarat Samachar Plus

સૂરજનાં કિરણો 'કામશક્તિવર્ધક' છે
વધુ પડતા 'કોલ્ડ ડ્રિન્ક્સ' નુકશાનકારક
રૃપેરી વાળને સોનેરી બનાવતી 'ડાઈ' શોધાઈ
માતા-પિતાને ઘરડાઘરનો રસ્તો ક્યારેય નહીં બતાવીએ
જૂના લગ્ન ગીતોના બદલે ફિલ્મી આઇટમ સોંગની ધૂમ
યંગસ્ટર્સની વિકેન્ડમાં મિની ટૂર
 

Gujarat Samachar glamour

રણબીરની માંગ વધતી જાય છે
હું ફક્ત એક્ટ્રેસ બનીને રહેવા માંગતી નથીઃ અનુષ્કા
ફિલ્મ માટે ૧૪૦ દિવસ પૂરતા છેઃ દીપીકા
સલમાનને છોડીને અજય શાહરૃખ સાથે
ખિલાડીએ મને અક્ષય બનાવ્યો છે
સોનાક્ષી ક્લાસિકલ ડાન્સ કરશે
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved