Last Update : 17-December-2012, Monday

 

પાક. ગૃહપ્રધાનનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન
૨૬ નવેમ્બરના હુમલાને ખાળવા ભારતીય સલામતી દળો નિષ્ફળ

તોઇબાના આતંકવાદી અબુ જુંદાલને ભારતીય ગુપ્તચર સંસ્થાનો એજન્ટ ગણાવતાં હોબાળો

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૬
ભારતના પ્રવાસે આવેલા પાકિસ્તાની ગૃહપ્રધાન રહેમાન મલિકે વિવાદાસ્પદ નિવેદનો આપવાનું ચાલુ રાખ્યું છે. આજે ૨૬/૧૧ના હુમલા અંગે તેમણે જણાવ્યું હતું કે મુંબઇમાં આતંકવાદી હુમલો થતો રોકવામાં ભારતીય સલામતી સંસ્થાઓ નિષ્ફળ ગઇ હતી. આ હુમલામાં ભારતની બહારના તત્વોની સંડોવણી હોવાનું પણ તેમણે કહ્યું હતું. દરમિયાન મલિકે દાવો કર્યો હતો કે લશ્કર-એ-તોઇબાનો આતંકવાદી અબુ જુંદાલ ભારતીય ગુપ્તચર સંસ્થાનો એજન્ટ હતો.
મલિકે જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે નિયમિતપણે માહિતીનું આદાન-પ્રદાન થતું હોત તો મુંબઇ હુમલાને થતો અટકાવી શકાયો હોત. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાની મૂળના અમેરિકી આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીએ અલ કાયદાના આતંકવાદી ઈલ્યાસ કાશ્મીરી સાથે મળીને મુંબઇ હુમલાનું કાવતરું ઘડયું હતું. કાશ્મીરી પાક. સૈન્યનો નિવૃત મેજર છે. આ કાવતરામાં અબુ જુંદાલ, જબિબુલ્લાહ અને ફાહિમ અન્સારી પણ સંડોવાયેલા હતા.
પાકિસ્તાની ગૃહપ્રધાને જણાવ્યું હતું કે મુંબઇ હુમલામાં ભારતનું કોઇ સંડોવાયેલું નથી. આ બહારના તત્વોનું જ ષડયંત્ર હતું. હેડલીએ ભારતમાં આવીને હુમલાના સ્થળોની રેકી કરી, ભારતમાં ફર્યો અને સંબંધો વિકસાવ્યા. આ તમામ બાબતો ભારતીય સંસ્થાની નજરમાં આવવી ઔજોઇતી હતી.
પાકિસ્તાન અને ભારતીય સંસ્થાઓ આ હુમલાના સંદર્ભે નિષ્ફળ ગઇ છે. જેનું એકમાત્ર કારણ બન્ને દેશો વચ્ચે માહિતીની આપ-લેનો અભાવ છે. તેમણે ઈલ્યાસ કાશ્મીરીને પાકિસ્તાનનો દુશ્મન ગણાવતા કહ્યું હતું કે મેજર કાશ્મીરી લશ્કર-એ-તોઇબામાં જોડાયો હતો અને તેણે પાકિસ્તાની સૈન્યને બદનામ કર્યું છે.
દરમિયાન એલઈટીના આતંકવાદી જુંદાલને ભારતીય ગુપ્તચર સંસ્થાનો એજન્ટ ગણાવતા મલિકે કહ્યું હતું કે જુંદાલ ભારતીય છે અને તે બે સાથીઓ સાથે પાક.માં કેવી રીતે ઘુસ્યો તે નવાઇની વાત છે. જુંદાલ ભારતીય ગુપ્તચર સંસ્થાનો બાતમીદાર હતો અને આ વાત જુંદાલે કબુલ કરેલી છે. હુમલા બાદ બન્ને દેશના નેતાઓએ સમજદારી ન દેખાડી હોત તો સ્થિતિ વણસવાની શક્યતા હતી. જોકે જુંદાલ અંગેના મલિકના દાવાને ભારતે રદીયો આપ્યો હતો.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેન્દ્રની અડધાથી વધુ યોજનાઓ નહેરૃ-ગાંધી પરિવારના નામે છે
મોટી જાત્રા કરી પાછા ફરતા જૈન યાત્રાળુઓ પટના સ્ટેશને અટવાઈ ગયા

ભારતે સ્વીડનમાંથી ખરીદેલા શસ્ત્રો મ્યાનમારમાં દેખાતાં ભારે વિવાદ

કેશિયરે બેંકમાં આગ લગાડીને ૬૦ લાખ રૃપિયાની ચોરી કરી
શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. કૂરિયનના પત્ની મોલી કૂરિયનનું નિધન
ઈંગ્લેન્ડનો નાટકિય ધબડકો થાય તો જ ભારતને શ્રેણી સરભર કરવાની તક

કોહલી અને ટ્રોટ વચ્ચે શાબ્દિક ટકરાવ ભારતીય ખેલાડીઓએ રોષ ઠાલવ્યો

ઓસ્ટ્રેલિયાના ૪૫૦ના જવાબમાં શ્રીલંકા ૩૩૬ રનમાં ઓલઆઉટ

પાકિસ્તાનમાં ત્રાસવાદીઓ સુરક્ષાદળ વચ્ચે સંઘર્ષ ઃ પાંચ ઉગ્રવાદી ઠાર

પ્રિન્સીપાલ અને કર્મચારીની બહાદુરીથી વધુ ખુવારી અટકી
ભારત માટે પાકિસ્તાન નહી પણ ચીન ચિંતાનો વિષય

અમેરિકાના ન્યુ ટાઉનના મૃતકો પ્રથમ ધોરણના વિદ્યાર્થીઓ હતા

જીએમઆરે માલદિવના પાસે ૮૦ કરોડ ડૉલરનું વળતર માગ્યું
ભારતીય હોકી લીગ ઃ સરદાર સિંઘ રૃપિયા ૪૨.૪૯ લાખમાં કરારબદ્ધ
અશ્વિને ટેસ્ટ જીતવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો
 
 

Gujarat Samachar Plus

સૂરજનાં કિરણો 'કામશક્તિવર્ધક' છે
વધુ પડતા 'કોલ્ડ ડ્રિન્ક્સ' નુકશાનકારક
રૃપેરી વાળને સોનેરી બનાવતી 'ડાઈ' શોધાઈ
માતા-પિતાને ઘરડાઘરનો રસ્તો ક્યારેય નહીં બતાવીએ
જૂના લગ્ન ગીતોના બદલે ફિલ્મી આઇટમ સોંગની ધૂમ
યંગસ્ટર્સની વિકેન્ડમાં મિની ટૂર
 

Gujarat Samachar glamour

રણબીરની માંગ વધતી જાય છે
હું ફક્ત એક્ટ્રેસ બનીને રહેવા માંગતી નથીઃ અનુષ્કા
ફિલ્મ માટે ૧૪૦ દિવસ પૂરતા છેઃ દીપીકા
સલમાનને છોડીને અજય શાહરૃખ સાથે
ખિલાડીએ મને અક્ષય બનાવ્યો છે
સોનાક્ષી ક્લાસિકલ ડાન્સ કરશે
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved