Last Update : 17-December-2012, Monday

 

બીજા તબક્કાની ચૂંટણીમાં ૧.૯૮ કરોડ મતદારો ૮૨૦ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે
આજનો દિવસ મારો દિવસ ઃ ૯૫ બેઠકો પર મતદાન

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, શંકરસિંહ વાઘેલા સહિતના દિગ્ગજ નેતાઓ અને મંત્રીઓના ભાવિનો ફેંસલો

અમદાવાદ, તા.૧૬
ગુજરાત વિધાનસભાના બીજા તબક્કામાં સમાવિષ્ટ ૧૨ જિલ્લાની ૯૫ બેઠકો માટે આવતીકાલે તા.૧૭ ડિસેમ્બર સોમવારે ચૂંટણી યોજાશે. અમદાવાદ, કચ્છ સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ૧.૯૮ કરોડ મતદારો ભાજપ-કોંગ્રેસના દિગ્ગન નેતા નરેન્દ્ર મોદી, શંકરસિંહ વાઘેલા સહિતના ૮૨૦ ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. ૨૩૩૧૮ મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. મુકત ,ન્યાયી અને પારદર્શક વાતાવરણમાં ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ચૂંટણી પંચે પ્રત્યેક મતદાન મથકોની સુરક્ષાની જવાબદારી અર્ધલશ્કરી દળોને સોંપી છે. ડીજીટલ કેમેરાથી મતદાન મથકોમાં વિડીયો રેકોંડીંગ પણ કરાશે તેવુ મુખ્ય ચૂંટણી અધિકારી અનિતા કરવાલે જણાવ્યું હતુ.
અમદાવાદની ૧૭, મધ્ય ગુજરાતની ૪૦, ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાની કુલ ૩૨ અને કચ્છની છ બેઠકો પર આવતીકાલે સોમવારે સવારે આઠ થી પાંચ વાગ્યા સુધી મતદાન યોજાશે. કુલ ૧.૯૮ કરોડ મતદારો પૈકી ૧.૦૩ કરોડ પુરુષ મતદારો અને ૯૫ લાખ મહિલા મતદારો મતદાન પ્રક્રિયામાં ભાગ લેશે અને ભાજપના ૯૫, કોંગ્રેસના ૯૨ અને ગુજરાત પરિવર્તન પાર્ટીના ૮૪ ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે.
જેમાં દિગ્ગજ નેતાઓ નરેન્દ્ર મોદી, કોંગ્રેસના શંકરસિંહ વાઘેલા, તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા, પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ, સસ્પેન્ડેડ આઈપીએસ સંજીવ ભટ્ટના પત્ની શ્વેતા ભટ્ટ ઉપરાંત વર્તમાન સરકારના મંત્રી આનંદીબેન પટેલ, સૌરભ પટેલ, જયનારાયણ વ્યાસ, રમણલાલ વોરા, પ્રફુલ પટેલ, પ્રદિપસિંહ જાડેજા અને ફકીર વાઘેલા તથા પૂર્વ ગૃહમંત્રી અમિત શાહનો પણ સમાવેશ થાય છે. ભાજપનો ગઢ ગણાતી એલિસબ્રીજ બેઠક ઉપર જીપીપીએ મેદાનમાં ઉતારેલા ભાજપના પૂર્વ ગૃહમંત્રી સ્વ.હરેન પંડયાના પત્ની જાગૃતિબેન પંડયાના રાજનીતિના ભવિષ્યનો પણ ફેંસલો થશે.
મુખ્ય ચૂંટણી અધિકારી અનિતા કરવાલે જણાવ્યું હતું કે, 'મુકત અને પારદર્શક વાતાવરણમાં ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ૭૨૫૬ માઈક્રો નિરીક્ષકો મતદાન મથકો ખાતે કાર્યરત રહેશે. મતદાન મથકમાં કોઈ પણ પ્રકારની ગડબડ કે અવ્યવસ્થા ન થાય તેનુ ધ્યાન માઈક્રો નિરીક્ષકો રાખશે. મતદારોએ મતદાન વેળાંએ પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવા ફોટો ઓળખકાર્ડ સાથે રાખવાનું રહેશે. જો કોઈ મતદાર પાસે પોતાનું ફોટો ઓળખકાર્ડ ન હોય તો તેવા કિસ્સામાં ૧૫ વૈકલ્પિક દસ્તાવેજો પૈકીના પુરાવા રજૂ કરી મતદાન કરશે. ઉમેદવારો દ્વારા નિયુકત કરાયેલા પોલીંગ એજન્ટો કે મતદારો મતદાન મથકની અંદર મોબાઈલ ફોન લઈ જઈ શકશે નહીં. મતદાન મથકમાં કાયદો અને વ્યવસ્થા જવાબદારી અર્ધલશ્કરી દળોને સોંપવામાં આવી છે. કુલ ૧૪૧૬૨ મતદાન મથક વિસ્તારોના ૨૩ હજાર મતદાન મથકો ખાતે ૧.૬૦ લાખ કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ફરજ બજાવશે.'
ઉલ્લેખનીય છે કે, પ્રથમ તબક્કાની ૮૭ બેઠકોના વિક્રમી ૭૦.૭૫ ટકા મતદાન બાદ બીજા તબક્કાના મતદાન પર સૌ કોઈ રાજકીય પક્ષોનો મદાર છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેન્દ્રની અડધાથી વધુ યોજનાઓ નહેરૃ-ગાંધી પરિવારના નામે છે
મોટી જાત્રા કરી પાછા ફરતા જૈન યાત્રાળુઓ પટના સ્ટેશને અટવાઈ ગયા

ભારતે સ્વીડનમાંથી ખરીદેલા શસ્ત્રો મ્યાનમારમાં દેખાતાં ભારે વિવાદ

કેશિયરે બેંકમાં આગ લગાડીને ૬૦ લાખ રૃપિયાની ચોરી કરી
શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. કૂરિયનના પત્ની મોલી કૂરિયનનું નિધન
ઈંગ્લેન્ડનો નાટકિય ધબડકો થાય તો જ ભારતને શ્રેણી સરભર કરવાની તક

કોહલી અને ટ્રોટ વચ્ચે શાબ્દિક ટકરાવ ભારતીય ખેલાડીઓએ રોષ ઠાલવ્યો

ઓસ્ટ્રેલિયાના ૪૫૦ના જવાબમાં શ્રીલંકા ૩૩૬ રનમાં ઓલઆઉટ

પાકિસ્તાનમાં ત્રાસવાદીઓ સુરક્ષાદળ વચ્ચે સંઘર્ષ ઃ પાંચ ઉગ્રવાદી ઠાર

પ્રિન્સીપાલ અને કર્મચારીની બહાદુરીથી વધુ ખુવારી અટકી
ભારત માટે પાકિસ્તાન નહી પણ ચીન ચિંતાનો વિષય

અમેરિકાના ન્યુ ટાઉનના મૃતકો પ્રથમ ધોરણના વિદ્યાર્થીઓ હતા

જીએમઆરે માલદિવના પાસે ૮૦ કરોડ ડૉલરનું વળતર માગ્યું
ભારતીય હોકી લીગ ઃ સરદાર સિંઘ રૃપિયા ૪૨.૪૯ લાખમાં કરારબદ્ધ
અશ્વિને ટેસ્ટ જીતવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો
 
 

Gujarat Samachar Plus

સૂરજનાં કિરણો 'કામશક્તિવર્ધક' છે
વધુ પડતા 'કોલ્ડ ડ્રિન્ક્સ' નુકશાનકારક
રૃપેરી વાળને સોનેરી બનાવતી 'ડાઈ' શોધાઈ
માતા-પિતાને ઘરડાઘરનો રસ્તો ક્યારેય નહીં બતાવીએ
જૂના લગ્ન ગીતોના બદલે ફિલ્મી આઇટમ સોંગની ધૂમ
યંગસ્ટર્સની વિકેન્ડમાં મિની ટૂર
 

Gujarat Samachar glamour

રણબીરની માંગ વધતી જાય છે
હું ફક્ત એક્ટ્રેસ બનીને રહેવા માંગતી નથીઃ અનુષ્કા
ફિલ્મ માટે ૧૪૦ દિવસ પૂરતા છેઃ દીપીકા
સલમાનને છોડીને અજય શાહરૃખ સાથે
ખિલાડીએ મને અક્ષય બનાવ્યો છે
સોનાક્ષી ક્લાસિકલ ડાન્સ કરશે
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved