Last Update : 17-December-2012, Monday

 

ફિલ્મ માટે ૧૪૦ દિવસ પૂરતા છેઃ દીપીકા

રણવીર સિંહ સાથેની આ ફિલ્મ માટે અભિનેત્રી એક પણ દિવસ આરામ કર્યા વગર કામ કરી રહી છે.

આ વરસની જેમ ૨૦૧૩ પણ દીપિકા પદૂકોણ માટે ખૂબ જ વ્યસ્ત રહેશે. કારણ કે જાન્યુઆરીમાં 'રેસ-ટૂ' રિલિઝ થયા બાદ 'યે જવાની હૈ દીવાની', 'ચેન્નાઈ એક્સપ્રેસ' અને 'કૌચાદૈયાન' (જેમાં તે રજનીકાંત સાથે જોવા મળશે) એમ એક પછી એક ફિલ્મો રજૂ થવા માટે તૈયાર છે. એવામાં દીપિકાએ સંજય લીલા ભણશાળીની આગામી ફિલ્મ 'રામ લીલા' માટે ૧૪૦ દિવસનું શેડયુલ ફાળવીને એક નવો વિક્રમ સર્જ્યો છે. આ ફિલ્મમાં તે રણવીર સિંહ સાથે અભિનય કરશે.
આ ફિલ્મ સાથે સંકળાયેલા એક સૂત્રે જણાવ્યું હતું કે, ''દીપિકાએ 'રામ લીલા' માટે ૧૪૦ દિવસ એટલે કે ચાર મહિના જેટલા દિવસો ફાળવ્યા છે. જે બોલીવૂડમાં અત્યાર સુધી કોઈ અભિનેત્રીએ એક ફિલ્મ માટે આપેલા દિવસોમાં સૌથી વધારે છે. આ ફિલ્મ માટે તે ખૂબ જ મહેનત કરી રહી છે અને નવેમ્બર મહિનાથી શૂટિંગ શરૃ થયું ત્યારથી તે સતત ઘડિયાળને કાંટે કામ કરી રહી છે. સામાન્ય રીતે કોઈપણ કલાકાર એક ફિલ્મ માટે ૬૦થી ૯૦ દિવસ ફાળવે છે જેથી તે વરસમાં ચાર-પાંચ ફિલ્મો કરી શકે.''
દીપિકાએ આટલા બધા દિવસો શા માટે ફાળવ્યા એવા પ્રશ્નના જવાબમાં સૂત્રે કહ્યું હતું, ''તે એક સાથે ૧૪૦ દિવસ શૂટિંગ નહિ કરે પરંતુ અમુક તારીખો પ્રમાણે દિવસો ફાળવશે. કારણ કે તેણે રોહિત શેટ્ટીની 'ચેન્નાઈ એક્સપ્રેસ'નું શૂટિંગ પણ ચાલુ રાખવાનું છે. એ ઉપરાંત તેણે 'રામ લીલા' માટે ડાન્સ રહિર્સલ, વર્કશોપ અને બીજી તૈયારીઓથી લઈને ફાઈનલ શૂટિંગ સુધીમાં ઘણી મહેનત કરવાની છે. સંજય પોતાની ફિલ્મ માટે ઝીણામાં ઝીણી બાબતે અત્યંત ચીવટ રાખે છે. અને એ જ કારણે દીપિકા પણ આ ફિલ્મ માટે શ્રેષ્ઠ કામ આપવા ઇચ્છે છે. તેના માટે આ એક મોટી ફિલ્મ છે અને આ ફિલ્મનો તેનો રોલ તેની ઇમેજના મેકઓવર જેવો હશે.''
ટૂંકમાં દીપિકા અત્યારે શાહરૃખ ખાન અને રણવીર સિંહ સાથે શૂટિંગ કરવા માટે વારાફરતી તારીખો ફાળવી રહી છે. તે એક ફિલ્મના સેટ પરથી બીજી ફિલ્મના સેટ પર શૂટિંગ કરવા માટે પહોંચી જાય છે. ૨૦૧૩માં રિલિઝ થનારી પાંચ ફિલ્મો દ્વારા દીપિકા કેટલી સફળતા મેળવશે એ હવે જોવું રહ્યું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેન્દ્રની અડધાથી વધુ યોજનાઓ નહેરૃ-ગાંધી પરિવારના નામે છે
મોટી જાત્રા કરી પાછા ફરતા જૈન યાત્રાળુઓ પટના સ્ટેશને અટવાઈ ગયા

ભારતે સ્વીડનમાંથી ખરીદેલા શસ્ત્રો મ્યાનમારમાં દેખાતાં ભારે વિવાદ

કેશિયરે બેંકમાં આગ લગાડીને ૬૦ લાખ રૃપિયાની ચોરી કરી
શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. કૂરિયનના પત્ની મોલી કૂરિયનનું નિધન
ઈંગ્લેન્ડનો નાટકિય ધબડકો થાય તો જ ભારતને શ્રેણી સરભર કરવાની તક

કોહલી અને ટ્રોટ વચ્ચે શાબ્દિક ટકરાવ ભારતીય ખેલાડીઓએ રોષ ઠાલવ્યો

ઓસ્ટ્રેલિયાના ૪૫૦ના જવાબમાં શ્રીલંકા ૩૩૬ રનમાં ઓલઆઉટ

પાકિસ્તાનમાં ત્રાસવાદીઓ સુરક્ષાદળ વચ્ચે સંઘર્ષ ઃ પાંચ ઉગ્રવાદી ઠાર

પ્રિન્સીપાલ અને કર્મચારીની બહાદુરીથી વધુ ખુવારી અટકી
ભારત માટે પાકિસ્તાન નહી પણ ચીન ચિંતાનો વિષય

અમેરિકાના ન્યુ ટાઉનના મૃતકો પ્રથમ ધોરણના વિદ્યાર્થીઓ હતા

જીએમઆરે માલદિવના પાસે ૮૦ કરોડ ડૉલરનું વળતર માગ્યું
ભારતીય હોકી લીગ ઃ સરદાર સિંઘ રૃપિયા ૪૨.૪૯ લાખમાં કરારબદ્ધ
અશ્વિને ટેસ્ટ જીતવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો
 
 

Gujarat Samachar Plus

સૂરજનાં કિરણો 'કામશક્તિવર્ધક' છે
વધુ પડતા 'કોલ્ડ ડ્રિન્ક્સ' નુકશાનકારક
રૃપેરી વાળને સોનેરી બનાવતી 'ડાઈ' શોધાઈ
માતા-પિતાને ઘરડાઘરનો રસ્તો ક્યારેય નહીં બતાવીએ
જૂના લગ્ન ગીતોના બદલે ફિલ્મી આઇટમ સોંગની ધૂમ
યંગસ્ટર્સની વિકેન્ડમાં મિની ટૂર
 

Gujarat Samachar glamour

રણબીરની માંગ વધતી જાય છે
હું ફક્ત એક્ટ્રેસ બનીને રહેવા માંગતી નથીઃ અનુષ્કા
ફિલ્મ માટે ૧૪૦ દિવસ પૂરતા છેઃ દીપીકા
સલમાનને છોડીને અજય શાહરૃખ સાથે
ખિલાડીએ મને અક્ષય બનાવ્યો છે
સોનાક્ષી ક્લાસિકલ ડાન્સ કરશે
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved