Last Update : 17-December-2012, Monday

 

રણબીરની માંગ વધતી જાય છે

આસાથે તેણે ટોચના સિનિયર કલાકારોની હરોળમાં સ્થાન મેળવ્યું

કારકિર્દી દરમિયાન હજુ સુધી માત્ર દસ ફિલ્મ આપનારો રણબીર કપૂર અત્યારથી જ ફિલ્મના નફામાં મોટો હિસ્સો મેળવતા ટોચના કલાકારોની યાદીમાં સામેલ થઈ ગયો છે.
જાણવા મળ્યા પ્રમાણે આ યુવા અભિનેતા હવે ફિલ્મના નફામાંથી ૭૦ ટકા જેટલા હિસ્સાની માગણી કરવા માંડયો છે. આમિર ખાન અને શાહરૃખ ખાન આટલા વર્ષો પછી ફિલ્મના નફાનો આટલો હિસ્સો મેળવે છે અને રણબીર કારકિર્દીની શરૃઆતમાં જ આ કલાકારોની યાદીમાં આવી ગયો છે.
એક ગણગણાટ પ્રમાણે આ પાછળ રણબીરના પિતા ઋષિ કપૂરનું દિમાગ કામ કરી ગયું છે. 'મારા પુત્રને તમારી ફિલ્મ માટે સાઈન કરવો હોય તો તમારે એને ફિલ્મના નફાનો ૭૦ ટકા હિસ્સો તેને આપવાની તૈયારી રાખવી પડશે.'' એવી શરત તેઓ ફિલ્મસર્જક સામે મૂકે છે. સાંભળવા મળ્યા પ્રમાણે 'બેશરમ'ની ડીલ આ જ શરતે પાર પડી હતી અને આ શરત સામે વાયકોમ૧૮ નમતું જોખવા તૈયાર ન હોવાને કારણે તેઓ આ ફિલ્મમાંથી ખસી ગયા હતા.
આ પૂર્વે ઓગસ્ટ મહિનામાં અભિનવ કશ્યપે તેના અને તેના સંપૂર્ણ ક્રુને ફિલ્મના નફામાં ભાગ મળે એવી માગણી કરી હોવાને કારણે વાયકોમ ૧૮એ અભિનવની ફિલ્મમાંથી પોતાના હાથ ખેંચી લીધા હતા. આ કારણે ઋષિ કપૂરની આ માગણીને કારણે ઇતિહાસનું પુનરાવર્તન થયું હતું. હોલીવૂડની આ સ્ટાઈલથી કામકાજ કરવું જરા વધુ પડતું હોવાનું પ્રોડક્શન હાઉસને લાગતા તેઓ ખસી ગયા હતા. પરંતુ પાછળથી બધા પાસા ગોઠવાઈ ગયા હતા અને વાયકોમ ૧૮એ આ ફિલ્મનું નિર્માણ કરવાની સંમતી આપી હતી.
ટ્રેડ પંડિત અમોદ મહેરાને લાગે છે કે રણબીરની ઈમેજ અને લોકપ્રિયતા આ પાછળ કામ કરી ગઈ છે. ''તેના અભિનય બદલ રણબીરને ઘણી પ્રશંસા મળે છે. આથી યુવા પેઢીના અભિનેતાઓમાં તે સુપરસ્ટાર છે. આથી તેના પિતા આ પરિસ્થિતિનો પૂરતો લાભ ઉઠાવે એ વાત માની શકાય તેવી છે. અહીં સ્માર્ટ માર્કેટિંગ અને સ્માર્ટ વિચાર બાજી મારે છે. આજના કલાકારો ઘણા સ્માર્ટ છે. ફિલ્મ સાથે સ્ટાર પાછળ હોય તો જ મોટા ભાગની ફિલ્મો સારો દેખાવ કરે છે. એ હકીકતથી દૂર ભાગી શકાય નહીં. આથી આ વાતનો તેઓ પોતાના લાભમાં ઉપયોગ કરી શકે છે.''
ટ્રેડ પંડિત તરણ આદર્શે જણાવ્યા પ્રમાણે શાહરૃખ, સલમાન, આમિર, અજય, સૈફ, અક્ષય અને હવે રણબીર ફિલ્મના નફામાં ભાગ માગવા લાગ્યા છે. તેમની આ માગણી સાથે સંમત થયા એવા જ ફિલ્મસર્જકો સાથે તેઓ કામ કરશે. મોટા ભાગના આ કલાકારો પોતે જ નિર્માતાઓ બની ગયા છે.
પાંચ વરસ પહેલા નિર્માતાઓની મરજી પ્રમાણે સ્ટારે તેમની નક્કી કરેલી કિંમતથી સંતોષ માનવો પડતો હતો પરંતુ આજે આખી બાજી પલટાઈ ગઈ છે. રણબીર પોતાની ફિલ્મોને લઇને અત્યારે ખુબ જ ઉત્સાહમાં જોવા મળે છે આ ઉપરાંત તે પાતાના પિતાની સલાહથી એક્ટિંગમાં ફેરફાર લાવી રહ્યો છે તેની છેલ્લી ફિલ્મમાં તેના દાદા અને પિતાની એક્ટિંગની કેટલીક ઝલક જોવા મળી હતી બરર્ફીની સફળતા બાદ હવે રણબીર તેની અગામી ફિલ્મ માટે ખુબ જ વ્યસ્ત બન્યો છે. કારણ કે રણબીર પોતાની ફિલ્મની તમામ કામ પોતે જ કરવાનું પસંદ કરે છે તેથી ફિલ્મ અલગ જ પરીણામ લાવે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કેન્દ્રની અડધાથી વધુ યોજનાઓ નહેરૃ-ગાંધી પરિવારના નામે છે
મોટી જાત્રા કરી પાછા ફરતા જૈન યાત્રાળુઓ પટના સ્ટેશને અટવાઈ ગયા

ભારતે સ્વીડનમાંથી ખરીદેલા શસ્ત્રો મ્યાનમારમાં દેખાતાં ભારે વિવાદ

કેશિયરે બેંકમાં આગ લગાડીને ૬૦ લાખ રૃપિયાની ચોરી કરી
શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. કૂરિયનના પત્ની મોલી કૂરિયનનું નિધન
ઈંગ્લેન્ડનો નાટકિય ધબડકો થાય તો જ ભારતને શ્રેણી સરભર કરવાની તક

કોહલી અને ટ્રોટ વચ્ચે શાબ્દિક ટકરાવ ભારતીય ખેલાડીઓએ રોષ ઠાલવ્યો

ઓસ્ટ્રેલિયાના ૪૫૦ના જવાબમાં શ્રીલંકા ૩૩૬ રનમાં ઓલઆઉટ

પાકિસ્તાનમાં ત્રાસવાદીઓ સુરક્ષાદળ વચ્ચે સંઘર્ષ ઃ પાંચ ઉગ્રવાદી ઠાર

પ્રિન્સીપાલ અને કર્મચારીની બહાદુરીથી વધુ ખુવારી અટકી
ભારત માટે પાકિસ્તાન નહી પણ ચીન ચિંતાનો વિષય

અમેરિકાના ન્યુ ટાઉનના મૃતકો પ્રથમ ધોરણના વિદ્યાર્થીઓ હતા

જીએમઆરે માલદિવના પાસે ૮૦ કરોડ ડૉલરનું વળતર માગ્યું
ભારતીય હોકી લીગ ઃ સરદાર સિંઘ રૃપિયા ૪૨.૪૯ લાખમાં કરારબદ્ધ
અશ્વિને ટેસ્ટ જીતવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો
 
 

Gujarat Samachar Plus

સૂરજનાં કિરણો 'કામશક્તિવર્ધક' છે
વધુ પડતા 'કોલ્ડ ડ્રિન્ક્સ' નુકશાનકારક
રૃપેરી વાળને સોનેરી બનાવતી 'ડાઈ' શોધાઈ
માતા-પિતાને ઘરડાઘરનો રસ્તો ક્યારેય નહીં બતાવીએ
જૂના લગ્ન ગીતોના બદલે ફિલ્મી આઇટમ સોંગની ધૂમ
યંગસ્ટર્સની વિકેન્ડમાં મિની ટૂર
 

Gujarat Samachar glamour

રણબીરની માંગ વધતી જાય છે
હું ફક્ત એક્ટ્રેસ બનીને રહેવા માંગતી નથીઃ અનુષ્કા
ફિલ્મ માટે ૧૪૦ દિવસ પૂરતા છેઃ દીપીકા
સલમાનને છોડીને અજય શાહરૃખ સાથે
ખિલાડીએ મને અક્ષય બનાવ્યો છે
સોનાક્ષી ક્લાસિકલ ડાન્સ કરશે
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved