Last Update : 15-December-2012, Saturday

 

સીબીઆઈના પૂર્વ ડિરેક્ટર મિશ્રાનો આક્ષપ
માયાવતીની સંપત્તિની તપાસ કરવા માટે સરકારનું દબાણ હતું

સરકારે આક્ષેપ નકાર્યા ઃ સીબીઆઈનો દુરુપયોગ થયાની વાત સાચી પડી ઃ ભાજપ

નવી દિલ્હી, તા. ૧૪
ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન માયાવતીના બેહિસાબ સંપત્તિના કેસની તપાસ દરમિયાન સરકારનું દબાણ હતું તેવો સીબીઆઈના પૂર્વ ડાયરેક્ટર યુ.એસ. મિશ્રાએ આક્ષેપ મુક્યો છે. બીજી બાજુ સરકારે મિશ્રાના આક્ષેપોને પાયાવિહીન ગણાવીને ફગાવી દીધા છે.
વડાપ્રધાન કાર્યાલયમાં રાજ્ય કક્ષાના પ્રધાન બી.નારાયણ સામીએ જણાવ્યું હતું કે સીબીઆઈ સ્વતંત્ર સંસ્થા છે અને તે તેના સત્તા વિસ્તારમાં કામ કરે છે. સીબીઆઈની કામગીરીમાં યુપીએ સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી. સીબીઆઈના ડાયરેક્ટર પર કોઈ દબાણ હતું તેવા આક્ષેપોને કાયદા પ્રધાન અશ્વિનીકુમારે પણ નકારી કાઢ્યા છે.
સંસદીય બાબતોના પ્રધાન રાજીવ શુક્લાએ આક્ષેપ મુક્યો હતો કે મિશ્રા એનડીએના શાસનકાળ દરમિયાન સીબીઆઈના ડાયરેક્ટર હતા. તેથી મિશ્રાના આક્ષેપોનો જવાબ ભાજપે આપવો જોઈએ. મિશ્રા આ મુદ્દે બિનજરૃરી વિવાદ ઊભો કરી રહ્યાં છે અને આ બાબત યોગ્ય નથી.
દરમિયાન સરકાર સીબીઆઈનો દુરુપયોગ કરતી હોવાના આક્ષેપોને ભાજપ વળગી રહ્યો છે. ભાજપે કહ્યું હતું કે મિશ્રાના આક્ષેપો ભાજપની વાતને સમર્થન આપે છે. ભાજપના વરિષ્ઠ નેતા વૈંક્યા નાયડુએ પત્રકારોને જણાવ્યું હતું કે રાજકીય હિતો સાધવા અને અન્ય પક્ષોને દાબમાં રાખવા માટે સરકાર સીબીઆઈનો દુરુપયોગ કરતી હોવાનું ભાજપ પહેલેથી કહેતો આવ્યો છે. સીબીઆઈ હવે 'કોંગ્રેસ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન' બની ગઈ છે.
ઉલ્લેખનીય છે કે મિશ્રાએ ગઈકાલે એક ચેનલને જણાવ્યું હતું કે તેઓ સીબીઆઈના વડા તરીકે માયાવતીના બેહિસાબ મિલકત કેસની તપાસ કરી રહ્યાં હતા ત્યારે તેમના પર કેન્દ્ર સરકારનું દબાણ હતું. તપાસનો અહેવાલ દબાવી રાખવા અથવા ચોક્કસ રીતે રજૂ કરવાનું પણ સરકાર તરફથી દબાણ થતું હતું.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉત્તર ભારતમાં હિમવર્ષા ઃ જમ્મુ શહેરમાં ઠંડીને કારણે બેનાં મોત
છત્રપતિ શિવાજી મહારાજે ૧૬૪૬માં લખેલો ઐતિહાસિક પત્ર હાથ લાગ્યો

શાકભાજીના ભાવ ઓછા થતાં ફુગાવો ઘટીને ૭.૨૪ ટકા

૫૩ ખાનગી યુનિવર્સિટી પૈકી માત્ર પાંચ જ વ્યવસ્થિત જણાઇ
મોન્ટેક અને તેમનાં પત્નીની સંપત્તિ રૃ ૩.૮૫ કરોડ
ફુગાવો ઘટીને ૭.૨૪% વ્યાજ દર ઘટાડાની શક્યતાએ અફડાતફડીના અંતે સેન્સેક્ષ ૮૮ પોઇન્ટ વધીને ૧૯૩૧૭
સોનામાં આંચકા પચાવી ભાવો ફરી ઉંચકાયાઃ વિશ્વ બજાર ૧૭૦૦ ડોલરને આંબી ગઈ
ડિપોઝીટ વૃદ્ધિ ૧૨.૭૬% ઃ નવ વર્ષના તળિયે લિકિવડિટી પોઝીશન ખરાબ થવાના એંધાણ
ઈંગ્લેન્ડના ૩૩૦ના સ્કોર સામે ભારતનો ધબડકો ઃ ૪ વિકેટે ૮૭

સારો ખેલાડી દબાણથી ભરપુર મેચનો રોમાંચ અનુભવતો હોય છે

ઇન્ડિયન હોકી લીગ ઃ સંદિપ અને સરદારની બેઝ પ્રાઇઝ રૃ. ૧૫ લાખ
ઇન્ઝમામને પાકિસ્તાનની ક્રિકેટ ટીમનો બેટિંગ કોચ બનાવાયો
પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકા સામે ઓસ્ટ્રેલિયાના ચાર વિકેટે ૨૯૯

ખાંડ ઉદ્યોગ માટે ક્વોટાની ફાળવણી અર્ધવાર્ષિક ધોરણે કરવા વિચારણા

વાયદા પર પ્રતિબંધ છતાં ગુવારના ભાવમાં ફરી ઉછાળોઃ ખેડૂતોએ માલ દબાવી રાખ્યાની આશંકા
 
 

Gujarat Samachar Plus

શિયાળામાં તરડાતી ત્વચાને તરોતાજા રાખો
ચાનાં પાંદડાં પરથી ભવિષ્યવાણી કરવાની પ્રથા
હુક્કાબારમાં ૩૬૩ યુજી/એમ૩ જેટલું પ્રદૂષણ
સેલફોનના વપરાશનું વળગણ
ઓછી ઊંઘ ઘણી બિમારી લાવી શકે
 

Gujarat Samachar glamour

પ્રિયંકા ચોપરાની હોલિવૂડમાં માંગ
એશિયાનો સેક્સીમેન ઋત્વિક
મારી માટે આમિર લકીઃ કરીના
સિદ્ધાર્થ ગુડ બોય છેઃ વિદ્યા
બોલિવુડમાં આખરે ફિલ્મ મળીઃ મરિયમ જકારીયા
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved