Last Update : 15-December-2012, Saturday

 

વન મિનિટ પ્લીઝ

 

રાષ્ટ્રીય
૧) મુંબઈના પરેશ ઠક્કર નામના બેરોજગાર યુવાને પોતાની સાસુના મહેણાં-ટોણાંથી તંગ આવી જઈને તેની હત્યા કરવા તેના મિત્ર અનિલ રાયબોલેને પચાસ હજાર રૃપિયાની 'સોપારી' આપી. રાયબોલેએ માયા બહુલેકર નામની આ ૬૩ વર્ષીય વૃદ્ધાની માથામાં હથોડા ઝીંકીને નિર્મમ હત્યા કરી. જો કે મુંબઈ પોલીસે સમગ્ર કાવતરાનો પર્દાફાશ કરીને આરોપીઓને જેલ ભેગા કરી દીધા છે.
૨) ભારતની વ્યાપારી રાજધાની મુંબઈને વિશ્વના સૌથી અસ્વચ્છ શહેરોની યાદીમાં સ્થાન મળ્યું છે. એક આંતરરાષ્ટ્રીય સંસ્થાએ હાથ ધરેલા સર્વેમાં 'સૌથી સ્વચ્છ સડકો'ની યાદીમાં મુંબઈ છેલ્લા સ્થાને રહ્યું. એ જ પ્રમાણે 'ફરવા માટે આરામદાયક સ્થળ'ની યાદીમાં પણ મુંબઈને અંતિમ સ્થાન મળ્યું છે.
૩) બે મહિના અગાઉ કતાર આંતરરાષ્ટ્રીય જળસીમા પાસે ઝડપાયેલા ભારતના ૨૯ માછીમારો ઈરાનની જેલમાં સબડી રહ્યા છે. આ માછામારોને જેલમાં પૂરતો ખોરાક પણ ન મળતો હોવાનું અને સખત મજૂરી કરાવતા હોવાનું જાણવા મળ્યું છે. માછીમારોના કુટુંબીજનો આક્ષેપ કરી રહ્યા છે કે સરકાર તેમને છોડાવવા પૂરતા પ્રયત્નો કરી રહી નથી.
૪) પંજાબના પતિયાલાની એક હોસ્પિટલમાં દર્દીઓની ખબર કાઢવા આવેલા મુલાકાતીઓ દંગ રહી ગયા જ્યારે તેમણે હોસ્પિટલમાં મંત્રોચ્ચાર સાથે યજ્ઞા થઈ રહેલો જોયો. હોસ્પિટલના આંખોની સારવાર વિભાગના વડા ડો. ધર્મવીર છલિયાએ વોર્ડના શુદ્ધિકરણ માટે આ યજ્ઞાનું આયોજન કરેલું. વોર્ડમાં રહેલાં આંખોની શસ્ત્રક્રિયા કરાવનાર દર્દીઓને યજ્ઞાના ધુમાડાને કારણે ભારે હાલાકી ભોગવવી પડી.
૫) કેગે આજે સંસદમાં રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું છે કે દેશની લશ્કરી હોસ્પિટલોમાં તબીબી અધિકારીઓની ભારે અછત છે. અહેવાલ મુજબ સેનાની હોસ્પિટલોમાં એકંદરે ૧૨ ટકા તબીબી અધિકારીઓ ઓછા છે. થોડા દિવસ પૂર્વે સેનામાં ઉચ્ચ અધિકારીઓની ઘર હોવાનું પણ જાહેર થયેલું. સેનામાં ફરજ બજાવવા પ્રત્યેની ભારતીયોની આ ઉદાસીનતાના કારણે દેશની સંરક્ષણ હરોળ નબળી પડવાનો ભય ઊભો થયો છે.

આંતરરાષ્ટ્રીય
૧) સિરીયાના સંભવિત મિસાઈલ હુમલાથી રક્ષણ આપવા અમેરિકા તુર્કી ખાતે 'પેટ્રિઓટ' એર ડિફેન્સ મિસાઈલ અને ૪૦૦ જવાનો મોકલશે. તુર્કી નાટોનું સ્થાપક સભ્ય હોવાથી અમેરિકા ઉપરાંત જર્મની અને નેધરલેન્ડ જેવા નાટોના અન્ય દેશો પણ તુર્કીને લશ્કરી સહાય આપશે. બેલાસ્ટિક મિસાઈલો અને લડાકૂ વિમાનો તોડી પાડવામાં 'પેટ્રિઓટ' મિસાઈલ ભારે સક્ષમ મનાય છે.
૨) ઈટાલીના આશિકમિજાજ ભૂતપૂર્વ વડાપ્રધાન સિલ્વિયો બર્લુસ્કોનીને નવી પ્રેમિકા મળી છે. ૨૭ વર્ષીય ફ્રાન્સેસ્કા પાસ્કલ તેમના જ પક્ષની સભ્ય છે. બર્લુસ્કોનીની આ નવી પ્રેમિકા ફ્રાન્સેસ્કા તેમની ઉંમરના ત્રીજા ભાગની છે. ૭૬ વર્ષીય બર્લુસ્કોનીએ બે વખત લગ્ન કર્યા છે અને પાંચ સંતાનોના પિતા છે.
૩) દિવસે ને દિવસે પ્રગતિના નવા શિખરો સર કરી રહેલું ચીન હવે દુનિયાનો સૌથી લાંબો હાઈ-સ્પીડ રેલ માર્ગ શરૃ કરવા જઈ રહ્યું છે. ચીનના પાટનગર બીજિંગથી દક્ષિણે આવેલા શહેર ગુઆંગઝોઅુ શહેરને જોડતો આ રેલમાર્ગ ૨૬ ડિસેમ્બરે ખુલ્લો મુકાશે. ચીનના દાવા પ્રમાણે બીજિંગથી ગુઆંગઝોઅુની ૨૨ કલાકની મુસાફરી હવે માત્ર આઠ કલાકમાં પૂરી થઈ જશે.
૪) ચીનના જ એક અધિકારીની ચાર લગ્નો કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. ઝિકુઆન ગામના આ ભૂતપૂર્વ વડા, ૪૩ વર્ષીય લી જૂનવેનને દસ સંતાનો પણ છે. લીને ગેરકાયદેસર રીતે મદદ કરનાર અન્ય ૧૪ અધિકારીઓ પણ સરકારની ઝપટમાં આવી ગયા છે. ચીનમાં એક પત્નીત્વ અને એક બાળકના કાયદાનું કડક અમલીકરણ થાય છે.
૫) બ્રિટનની એક સંસ્થાએ હાથ ધરેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લા ચાર દાયકામાં પર્યાવરણમાં થઈ રહેલા ફેરફારોના કારણે નીપજતા મૃત્યુમાં પાંચ ગણો વધારો થયો છે. જોકે દુનિયાભરમાં સૌથી વધુ આશરે ૧૨.૮ ટકા મૃત્યુ હૃદયરોગના કારણે થાય છે. માનવીઓનું મોત નીપજાવવામાં માર્ગ અકસ્માતો અને એઈડ્સ ૧૦.૭ ટકા સાથે બીજા સ્થાને છે. ડાયેરિયા, ડાયાબિટીસ, ટી.બી. અને મેલેરિયા પણ માણસોનો ખાત્મો બોલાવવામાં મોખરે છે.


 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉત્તર ભારતમાં હિમવર્ષા ઃ જમ્મુ શહેરમાં ઠંડીને કારણે બેનાં મોત
છત્રપતિ શિવાજી મહારાજે ૧૬૪૬માં લખેલો ઐતિહાસિક પત્ર હાથ લાગ્યો

શાકભાજીના ભાવ ઓછા થતાં ફુગાવો ઘટીને ૭.૨૪ ટકા

૫૩ ખાનગી યુનિવર્સિટી પૈકી માત્ર પાંચ જ વ્યવસ્થિત જણાઇ
મોન્ટેક અને તેમનાં પત્નીની સંપત્તિ રૃ ૩.૮૫ કરોડ
ફુગાવો ઘટીને ૭.૨૪% વ્યાજ દર ઘટાડાની શક્યતાએ અફડાતફડીના અંતે સેન્સેક્ષ ૮૮ પોઇન્ટ વધીને ૧૯૩૧૭
સોનામાં આંચકા પચાવી ભાવો ફરી ઉંચકાયાઃ વિશ્વ બજાર ૧૭૦૦ ડોલરને આંબી ગઈ
ડિપોઝીટ વૃદ્ધિ ૧૨.૭૬% ઃ નવ વર્ષના તળિયે લિકિવડિટી પોઝીશન ખરાબ થવાના એંધાણ
ઈંગ્લેન્ડના ૩૩૦ના સ્કોર સામે ભારતનો ધબડકો ઃ ૪ વિકેટે ૮૭

સારો ખેલાડી દબાણથી ભરપુર મેચનો રોમાંચ અનુભવતો હોય છે

ઇન્ડિયન હોકી લીગ ઃ સંદિપ અને સરદારની બેઝ પ્રાઇઝ રૃ. ૧૫ લાખ
ઇન્ઝમામને પાકિસ્તાનની ક્રિકેટ ટીમનો બેટિંગ કોચ બનાવાયો
પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકા સામે ઓસ્ટ્રેલિયાના ચાર વિકેટે ૨૯૯

ખાંડ ઉદ્યોગ માટે ક્વોટાની ફાળવણી અર્ધવાર્ષિક ધોરણે કરવા વિચારણા

વાયદા પર પ્રતિબંધ છતાં ગુવારના ભાવમાં ફરી ઉછાળોઃ ખેડૂતોએ માલ દબાવી રાખ્યાની આશંકા
 
 

Gujarat Samachar Plus

શિયાળામાં તરડાતી ત્વચાને તરોતાજા રાખો
ચાનાં પાંદડાં પરથી ભવિષ્યવાણી કરવાની પ્રથા
હુક્કાબારમાં ૩૬૩ યુજી/એમ૩ જેટલું પ્રદૂષણ
સેલફોનના વપરાશનું વળગણ
ઓછી ઊંઘ ઘણી બિમારી લાવી શકે
 

Gujarat Samachar glamour

પ્રિયંકા ચોપરાની હોલિવૂડમાં માંગ
એશિયાનો સેક્સીમેન ઋત્વિક
મારી માટે આમિર લકીઃ કરીના
સિદ્ધાર્થ ગુડ બોય છેઃ વિદ્યા
બોલિવુડમાં આખરે ફિલ્મ મળીઃ મરિયમ જકારીયા
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved