Last Update : 14-December-2012, Friday

 

ચૂંટણી-શબ્દોની લેટેસ્ટ વ્યાખ્યાઓ...

- મન્નુ શેખચલ્લી

ગુજરાતની આ ચૂંટણીએ ભલભલા ખેરખાંઓની હાલત 'પતલી' કરી નાંખી છે. પરિણામો આવશે ત્યાં સુધીમાં કંઈ કેટલાની 'પથારી' પણ ફરી જવાની છે!
આવી હાલતમાં ચૂંટણીને લગતા શબ્દોની 'વ્યાખ્યાઓ' પણ શી રીતે સખણી રહી શકે? વાંચો નવી વ્યાખ્યાઓ...
* * *
ઈવીએમ
એક એવું મશીન જેમાંથી દર પાંચ વરસે અમુક લોકોને કરોડો-અબજો રૃપિયાની લોટરીઓ લાગે છે!
* * *
મતદાન
એક એવી પરંપરાગત પ્રથા જેમાં સીધા સાદા માણસોને બે મિનીટ માટે ઘેટાં બનાવી દેવામાં આવે છે.
* * *
મતદાન બુથ
ઉપર જણાવેલા ઘેટાંને બે મિનીટ માટે ગોંધી રાખવાની નાની નાની કોટડીઓ.
* * *
ચૂંટણી ઢંઢેરો
જે તે પક્ષ આવતા પાંચ વરસમાં જે હરગિઝ નથી કરવાનો એવી ખયાલી વાતોનો એક લેખિત દસ્તાવેજ.
* * *
ચૂંટણી વચનો
જેનાથી કોઈ નેતાની દરિદ્રતા ઘટતી નથી છતાં દરેક મતદારને સમૃધ્ધ થવાનાં સપનાં દેખાય એવી કાલ્પનિક જડીબુટી.
* * *
મત
નેતાઓ માટે માગવાની વસ્તુ છે, જનતા માટે આપવાની વસ્તુ છે, જેની આપ-લે તદ્દન ખાનગી રખાય છે. પરંતુ આપનારને તેના બદલામાં કશું મળતું નથી, અને લેનાર એકવાર લઈને જતા રહે પછી પાંચ વરસ લગી પાછા દેખાતા નથી.
* * *
કૌભાંડ
ચૂંટણી વખતે સામસામે ઉઘાડા પાડવાની ચીજ, એ પછી અંદરોઅંદર સમજી લેવાની વસ્તુ.
* * *
આક્ષેપ
એવી વસ્તુ, જે કરો, તો પુરવાર કરવાની જરૃર નથી હોતી અને થાય, તો કદી પુરવાર થવાના નથી... માટે જલ્સા કરો.
* * *
ચૂંટણીનાં પરિણામો
એક્સ્પર્ટો માટે ચર્ચાનો વિષય, જીતનારા માટે ઉજવવાનો પ્રસંગ, હારેલાઓ માટે વાંધાવચકાનું બહાનું, પોલીસો માટે રાહતનો દમ અને પ્રજા માટે પાંચ વરસની નવી મુસીબતની શરૃઆત...
- મન્નુ શેખચલ્લી
Share |
 

Gujarat Samachar Plus

વ્યક્તિના વ્યક્તિત્વને ખિલવતાં વસ્ત્રો
અતિશય કૉફી-સેવન ગર્ભાધાનમાં અંતરાયરૃપ
ક્રિસ્ટિના એગ્યુલેરાનાં ભરાવદાર સ્તનનો ભેદ ખૂલી ગયો
શરાબ બનાવી શકાય એવા સિરપની ફ્લેવર
ચહેરાને યુવાન અને આકર્ષક બનાવવા ફૅટ બેંકનું વધી રહ્યું છે ચલણ
પપ્પા એવો દુલ્હો શોધો જે સ્વાદિષ્ટ રેસિપી બનાવી શકે
હોમડેકોરેશનમાં હેન્ડીક્રાફ્ટ આઇટમ્સની પસંદગીનો ટ્રેન્ડ
 

Gujarat Samachar glamour

ગેરાર્ડ બટલરની હિટ ફિલ્મના અધિકાર મેળવવાનો જ્હોનનો પ્રયાસ
હું ઇન્ટરનેશનલ લૂકમાં જોવા મળીશઃ જેકલીન
બી.આર. ચોપરાના બંગલૉની લિલામી યોજાશે
'આ ઉંમરે હું ઝાડ ફરતે રાસડા લઇ શકું નહીં ઃમાધુરી
૨૦૧૨ની ટોપ અભિનેત્રીમાં સન્ની લિયોન નંબર ૧
ફિલ્મમાં પ્રણય ત્રિકોણનો રોમેન્ટિક ટચ
સંસદમાં પણ રેખાનું ગેસ્ટ અપિઅરન્સ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved