Last Update : 14-December-2012, Friday

 

મતદાનના દિવસે


છેલ્લી ત્રણ વિધાનસભા ચૂંટણીઓમાં સૌથી રસાકસીભરેલી ગણી શકાય એવી ગુજરાત વિધાનસભાની ૨૦૧૨ની ચૂંટણીમાં આજે પહેલા તબક્કાનું મતદાન થશે. તેમાં આવરી લેવાયેલા મુખ્ય વિસ્તારોમાં સૌરાષ્ટ્રનો સમાવેશ થાય છે.
ગુજરાતના રાજકારણમાં બે ને બદલે ત્રણ પક્ષો વચ્ચે સારીએવી ટક્કર હોય એવું નજીકના ભૂતકાળમાં ખાસ બન્યું નથી. ભાજપની વર્તમાન સરકારથી અસંતુષ્ટ કેશુભાઇ પટેલ સહિતના નેતાઓ થોડા મહિના પહેલાં ખુલ્લેઆમ બહાર આવ્યા ત્યારે ભાગ્યે જ કોઇએ તેમને ગંભીરતાથી લીધા હશે. તેનાં ઘણાં કારણમાં એક તો ટુ લીટલ ટુ લેટ (મોડા અને મોળા હોવાની લાગણી) અને બીજું કારણ પટેલવાદ હતું. ગુજરાત ભયભીત છે, એ પ્રકારના પ્રચારથી ગુજરાત પરિવર્તન પક્ષની શરૃઆત નબળી રહી. ગુજરાત કે પટેલો ભયભીત હોવાનો દાવો લોકોને ખાસ પચે એવો ન હતો. ત્રીજા પક્ષ વિશે લોકોને ખાસ ભાવ પેદા થાય એવું જણાતું ન હતું, પરંતુ થોડા સમય પછી ચિત્ર બદલાતું હોય એવા કેટલાક સંકેત મળે છે.
ગુજરાતમાં સામાન્ય રીતે નબળા વિરોધ પક્ષ તરીકે વગોવાઇ ચૂકેલી કોંગ્રેસ આ વખતે કશું ઉકાળે એવી આશા શા માટે રાખવી જોઇએ? એવી માન્યતા આરંભિક તબક્કે પ્રવર્તતી હતી, પરંતુ કોંગ્રેસે જાહેર કરેલી ઘરનું ઘર યોજના અને તેને મળેલા પ્રચંડ પ્રતિસાદથી ભાજપ તો ઠીક, ખુદ કોંગ્રેસને પણ નવાઇ લાગી હશે. મોટી સંખ્યામાં મહિલાઓ આ યોજનાનાં ફોર્મ લેવા ઉમટી પડી. એ બધી મહિલાઓ કોંગ્રેસને મત આપી દેશે એવું તો કોઇ ન માની લે. છતાં આટલી મોટી સંખ્યામાં સંભવિત મતદાતાઓને આકર્ષવા માટે રાજકીય પક્ષો શું નથી કરતા.
રાજ્ય સરકાર સફાળી જાગી. વિકાસના દાવાની વચ્ચે બેઘર લોકોની સમસ્યા સાવ વિસારે પડી ગઇ હોવાનું સરકારને પણ સમજાયું હશે. કારણ કે ઘરનું ઘર યોજનાની સફળતાના પગલે શાસક પક્ષે પણ ઘરની યોજનાઓ આગળ કરી અને આગળ જતાં ચૂંટણીવચનોમાં તેનો સમાવેશ કરી લીધો. વિકાસના દાવાની સાથે બેઘરોને ઘર આપવાની વાતથી વિરોધાભાસ સર્જાશે કે નહીં, એ વિચારવાનું પણ શાસક પક્ષને પરવડે એમ ન હતું.
શાસક પક્ષની શરૃઆત અગાઉની બે ચૂંટણીઓની જેમ આત્મવિશ્વાસથી ભરપૂર હતી. પરંતુ ઘરનું ઘર યોજનાએ પહેલા રાઉન્ડમાં શાસક પક્ષને જરા વિચારતો કરી મૂક્યો અને કદાચ પહેલી વાર શાસક પક્ષને વિરોધ પક્ષના એજેન્ડા પ્રમાણે પોતાની યોજના ગોઠવવી પડી. તેમ છતાં, પરિવર્તન પક્ષ ત્યારે અસરકારક પરિબળ તરીકે ઉભર્યો ન હતો. ભાજપ કે મુખ્ય મંત્રી કેશુભાઇ પટેલને લેખામાં લેતા ન હતા. પરંતુ સમય વીતતાં સ્થિતિ બદલાઇ. મતદાન કઇ તરફ થશે એ કોઇ કળી શકતું નથી, પણ હવાની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાંથી એવા અહેવાલ મળવા લાગ્યા કે પરિવર્તન પક્ષને ભાજપ પોતાના હિસાબે ને જોખમે જ હળવાશથી લઇ શકે. કેશુભાઇની સભાઓમાં ઉમટી પડતી મેદનીએ આ પ્રકારની હવાને વેગ આપ્યો.
ભાજપે આ સંકેત બરાબર ઝીલ્યા હશે તેનો અંદાજ તેના બેફામ વક્તા અને ભૂતપૂર્વ ક્રિકેટર નવજોતસિંઘ સિદ્ધુનાં કેશુભાઇ વિશેનાં ઉચ્ચારણોમાંથી મળી રહે છે. તેમણે કેશુભાઇને મત આપવાને રાષ્ટ્રદ્રોહ સમાન અને ગોમાંસ ખાવા બરાબર ગણાવીને હદ વટાવી. તેનાથી પરિવર્તન પક્ષના સઢમાં વધારે હવા ભરાઇ અને અપમાનબોધ તથા બતાવી આપવાની વાતો થવા લાગી.
શાસક પક્ષને સૌથી મોટી આશા કોંગ્રેસની કેન્દ્રિય નેતાગીરી- ખાસ કરીને સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મનમોહન સિંઘ તરફથી હતી. એ લોકો પ્રચાર માટે ગુજરાત આવે, કંઇક આડુંઅવળું બોલે અને મુખ્ય મંત્રી તેને મુદ્દો બનાવીને મતદારોનું ધુ્રવીકરણ કરી નાખે, એટલે થયું.
પરતુ આ વખતે છેક સુધી એવી તક જ ન આવી. સોનિયા ગાંધીએ તેમનાં પ્રવચનોમાં મુખ્ય મંત્રીના નામનો ઉલ્લેખ સુદ્ધાં ન કર્યો અને રાહુલ ગાંધીએ તો એક ડગલું આગળ જઇને, મુખ્ય મંત્રીવિરોધી સૂત્રોચ્ચાર અટકાવ્યા. આ પ્રકારના વાતાવરણમાં ૨૦૧૨ની ચૂંટણીમાં જ્ઞાાતિનાં સમીકરણો સિવાય કોઇ મોટો મુદ્દો રહ્યો નહીં.
ટિકિટની ફાળવણી વખતે દરેક પક્ષમાં અસંતોષના ભડકા થયા. કેટલાય ઉમેદવારોએ ટિકિટ ન મળતાં પક્ષપલટા કરીને સામા પક્ષની ટિકિટ મેળવી લીધી. આ શરમજનક પદ્ધતિમાંથી કોઇ પક્ષ બાકાત ન રહ્યો. પણ તેના લીધે મતદારોની મૂંઝવણ વધી ગઇ. બધા પક્ષ એક સરખા ખરાબ છે એવું માનતા મતદારોને કેટલાક કિસ્સામાં તો ઉમેદવારનો ખરેખરો પક્ષ કયો કહેવાય, એ નક્કી કરવામાં મૂંઝવણ થઇ પડી. તેમનો નિરાશાવાદ વધારે ઘેરો બને અને મત આપવાનું મન ન થાય એ પણ માનવસહજ ગણાય. છતાં, મત આપવાથી દૂર રહીને પોતે આ વ્યવસ્થાના ભાગ બન્યા નથી એવું આશ્વાસન છેતરામણું છે. કોઇની તરફેણમાં મત આપવાનો ન હોય, તો કોઇની વિરુદ્ધમાં મત આપીને પણ મતદારે પોતાના લોકશાહી અધિકારનો ઉપયોગ કરવો રહ્યો.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અફઝલને ફાંસીના બદલે આજીવન કેદ કરો ઃ બેનીપ્રસાદનો વધુ એક વિવાદ
અમદાવાદથી ગુમ થયેલા કિશોરે મુંબઈ આવીને તેનું અપહરણ થયાનો ફોન કર્યો

હરદીપ અને દિલ્હીના બે પ્રધાનો વચ્ચેની વાતચીતની વિગતોથી તપાસમાં વળાંક

બાંગ્લાદેશી ઘૂસણખોરો પાસે આધાર કાર્ડ પણ આવી ગયું
ભૂમિ સંપાદન વખતે જમીનના ૮૦ ટકા માલિકોની સંમતિ જરૃરી
ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલ્યું ઃ પાંચ વિકેટે ૧૯૯ રન

ધોનીએ તેંડુલકર જ જાણે કેપ્ટન હોય તેમ આદર આપીને નિર્ણયો લીધા

વન-ડે અને ટી-૨૦ના અતિરેકને લીધે ટેસ્ટમાં ભારતનો દેખાવ કથળ્યો છે

ભારતીય મૂળની નર્સનો મૃતદેહ રૃમમાં લટકતો મળી આવ્યો હતો

બ્રિટન હવે સ્ટુડન્ટ વિઝા માટે ફેસ-ટુ-ફેસ ઇન્ટરવ્યૂ વધારશે
પં. રવિશંકરને મરણોત્તર લાઇફટાઇમ એચિવમેન્ટ ગ્રેમી એવોર્ડ અપાશે

બ્લુટૂથની મદદથી હવે ખોવાયેલી ચીજો સરળતાથી મળી જશે

ચીને વિવાદિત ટાપુ પર હવાઈ નિરીક્ષણ ચાલુ રાખતા જાપાન નારાજ
નાગપુર પીચનો લો-બાઉન્સ ભારતને પણ પરેશાન કરી શકે છે
હાલ ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધે તેવા પ્રયાસ કરવાની જરૃર છે
 
 

Gujarat Samachar Plus

વ્યક્તિના વ્યક્તિત્વને ખિલવતાં વસ્ત્રો
અતિશય કૉફી-સેવન ગર્ભાધાનમાં અંતરાયરૃપ
ક્રિસ્ટિના એગ્યુલેરાનાં ભરાવદાર સ્તનનો ભેદ ખૂલી ગયો
શરાબ બનાવી શકાય એવા સિરપની ફ્લેવર
ચહેરાને યુવાન અને આકર્ષક બનાવવા ફૅટ બેંકનું વધી રહ્યું છે ચલણ
પપ્પા એવો દુલ્હો શોધો જે સ્વાદિષ્ટ રેસિપી બનાવી શકે
હોમડેકોરેશનમાં હેન્ડીક્રાફ્ટ આઇટમ્સની પસંદગીનો ટ્રેન્ડ
 

Gujarat Samachar glamour

ગેરાર્ડ બટલરની હિટ ફિલ્મના અધિકાર મેળવવાનો જ્હોનનો પ્રયાસ
હું ઇન્ટરનેશનલ લૂકમાં જોવા મળીશઃ જેકલીન
બી.આર. ચોપરાના બંગલૉની લિલામી યોજાશે
'આ ઉંમરે હું ઝાડ ફરતે રાસડા લઇ શકું નહીં ઃમાધુરી
૨૦૧૨ની ટોપ અભિનેત્રીમાં સન્ની લિયોન નંબર ૧
ફિલ્મમાં પ્રણય ત્રિકોણનો રોમેન્ટિક ટચ
સંસદમાં પણ રેખાનું ગેસ્ટ અપિઅરન્સ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved