Last Update : 14-December-2012, Friday

 

સત્તા બદલાતા જ જીએમઆરનો કોન્ટ્રાક્ટ રદ
ટચુકડું માલદીવ ભારતનું નાક દબાવે છે ઃ ચીનનું સ્મિત

 

- વ્યૂહાત્મક રીતે ભારત માટે માલદીવ મત્ત્વનું હતું ઃ હવે ચીનનો પગપેસારો

 

ટચુકડા માલદીવ સામે ભારતની કંપનીનો કોન્ટ્રાક્ટ રદ થાય તે વિવાદાસ્પદ મુદ્દો બન્યો છે. માલદીવનું નવું શાસન ભારત સાથે બહુ શુભેચ્છાના મુડમાં હોય તેમ લાગતું નથી. ભારતને માલેમાં ૫૧૧ મિલિયન ડોલરનો કોન્ટ્રાક્ટ રદ્દ થયો તેનું દુઃખ નથી પણ ભારતનું એકમિત્ર રાષ્ટ્ર માલદીવ ચીનની દિશામાં જઈ રહ્યું છે તેનું દુઃખ છે ચીન સાથે માલદીવની ફ્રેન્ડશીપ વધ તે ભારત માટે ટેન્શન એટલા માટે છે કે ઇન્ટરનેશનલ દરિયાઇ રૃટ માટે માલદીવ ભારત માટે મહત્ત્વનું છે.
ચીન અને અમેરિકા બંનેની નજર માલદીવ પર હતી. માલદીવમાં લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકાર ઉથલાવવા પ્રયાસો ચાલે છે તેની ગંધ ભારતને આવી ગઈ હતી.
પાડોશમાં આવેલા નાના દેશોમાં બીગ બ્રધર થઈને ફરતા ભારત માટે આ સ્થિતિ લપડાક સમાન છે. ભારતની કંપનીઓ નાના દેશોમાં જઈને મોનોપોલી ઉભી કરે છે અને નોકરીમાં ભારતીયોને રાખે છે. માલદીવમાં આવી સ્થિતિ ઉભી થતાં પ્રમુખ મોહમ્મ નશીદને પ્રજાનો ટેકો મળતો બંધ થઈ ગયો હતો આ સમય દરમિયાન જીએમઆર સાથે કરાર થતા માલદીવમાં ભારત વિરોધી મોજું સપાટી પર આવી ગયું હતું.
ભારતાં તાજેતરમાં કેન્દ્રીય પ્રધાનમંડળમાં થયેલા ફેરફારોમાં વિદેશ પ્રધાન બનેલા સલમાન ખુરશીદ સામે માલદીવનો પ્રશ્ન પડકાર સમાન છે. સલમાન ખુરશીદે એવું સૂચન કર્યું હતું કે, માલદીવના સત્તાવાળાઓએ જીએમઆર સાથેના મતભેદો કોઈ આંતરરાષ્ટ્રીય સ્તરના મધ્યસ્થીને રોકીને ઉકેલવા સૂચન કર્યું હતું પરંતુ આ સૂચન ફગાવી દેવાયું હતું.
જીએમઆરનો મુદ્દો કંઈ અચાનક ઉભો નથી થયો. ભારતની કંપની જીએમઆરનું રોકાણ એ ટચુકડા માલદીવ માટે સૌથી મોટું રોકાણ હતું. ત્યારે મોહમ્મદ નશીદની સરકાર સામે સ્થાનિક ઇસ્લામિક સંગઠનોએ વિરોધ કર્યો હતો. કરાર અનુસાર માલદીવનું એરપોર્ટ છોડતા પ્રવાસીઓને એરપોર્ટ ડેવલપમેન્ટ ચાર્જ તરીકે ૨૫ ડોલર ભરવાના હતા. આ કરાર નવેમ્બર ૨૦૧૦માં થયો હતો. ૨૫ ડોલર એરપોર્ટ ડેવલપમેન્ટ ચાર્જ સામે ૨૦૧૧માં કોર્ટે આ ચાર્જ સામે સ્ટે આપ્યો હતો જેથી નશીદની સરકાર ઉથલી કે તરત જ સોદો જોખમમાં આવી ગયો હતો. માલદીવના લોકો એમ માનતા હતા કે ભારતની કંપની સૌથી વધુ રોકાણ લઈને આવશે એટલે તેનુ વર્ચસ્વ વધશે.
હાલમાં જીએમઆરનો કોન્ટ્રાક્ટ ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલમાં છે જેમાં વળતર આપવાનું વિચારાય છે પરંતુ મહત્ત્વની વાત એ છે કે ઇન્ટરનેશનલ ફાયનાન્સ કોર્પોરેશન વતી વર્લ્ડ બેન્કે ટેન્ડર મેનેજ કર્યું હતું. એરપોર્ટ પ્રોજેક્ટ માટેના ટેન્ડર માલદીવ ગવર્નમેન્ટ સમયસર પાસ કરી શકી નહોતી. અંતે ઇન્ટરનેશનલ ફાયનાન્સ કોર્પોરેશન દરમિયાનગીરી કરી હતી પરંતુ માલદીવના નવા શાસકો ભારત વિરોધી સ્ટન્ડ ઉભું કરીને માલદીવની પ્રજાના દિલ જીતવા માગે છે.
ભારત કંઈ વિચારે તે પહેલા ફેબુ્રઆરી- ૨૦૧૨માં મોહમ્મદ નશીદની સરકારને એક બળવા સાથે ઉથલાવી મારવામાં આવી હતી. માલદીવના ભૂતપૂર્વ પ્રમુખ નશીદ ભારતની ખૂબ નજીકના હતા જેના કારણે ભારતની ઘણી કંપનીઓએ માલદીવમાં રોકાણ કર્યું હતું.
માલદીવનું નવું શાસન એમ માને છે કે, જીએમઆર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેનો સોદો પારદર્શક નહોતો આ સોદામાં ઘણી ટેકનિકલ ખામીઓ નવા શાસકોને દેખાઈ હતી.
ભૂતપૂર્વ પ્રમુખ મોહમ્મદ નશીદે ગઈકાલે જણાવ્યું હતું કે, તેમનો પક્ષ માલદીવન ડેમોક્રેટીક પાર્ટીને વહેલી ચૂંટણી વિના બીજું કશું ખપતું નથી. તેમણે એમ પણ કહ્યું કે જો અમે સત્તા પર આવીશું તો જીએમઆરને તેનો કોન્ટ્રાક્ટ પાછો મળશે.આમ તો, માલદીવમાં તાત્કાલીક નવેસરથી ચૂંટણીઓ આવે તેમ નથી આ સમય દરમિયાન માલદીવમાં ભારત વિરોધી મોજું વધુ મજબૂત બની ગયું હશે. ભારત- માલદીવ વચ્ચે પડેલી તિરાડને વધુ પહોળી કરવા ચીન અને પાકિસ્તાન કામે લાગી ગયા હશે તેમાં શંકાને સ્થાન નથી.
માલે એરપોર્ટનો સોદો ચીનને મળશે એમ લાગે છે જીએમઆર કંપની સાથે ૨૦૧૦માં એવા કરાર થયા હતા કે માલે ખાતે ઇબ્રાહીમ નસીર ઇન્ટરનેશનલ એરપોર્ટ બાંધવું. આટલા મોટા કરારના પ્રત્યાઘાત પડયા હતા. માલદીવના બળવાખોર સંગઠનોને પાકિસ્તાનના ત્રાસવાદી સંગઠનોએ સરકાર ઉથલાવવાના પૈસા આપ્યા હતા. માલદીવમાં સરકાર સામે થતાં બળોએ ભારત વિરોધી પ્રચારનો ઉપયોગ કર્યો હતો.
માલદીવમાં વિદેશના કારીગરોની સંખ્યા ૧ લાખની છે તે પૈકી ૩૦ હજાર લોકો ભારતના છે. ભારતની કંપનીઓ અહીંના સ્થાનિક લોકોને લૂંટવા આવે છે માટે તેનો વિરોધ થવો જોઈએ એવું પણ વિરોધીઓ કહેતા હતા.
ભારતે વિદેશ પ્રધાન સલમાન ખુરશીદને માલદીવના નવા સત્તાધીશોને સમજાવવા કામે લગાડયા હતા પરંતુ ચીને તેનું લોબીંગ શરુ કરી દીધું હતું. મલદીવ પર ચીનની વગ વધે તો સંરક્ષણની દ્રષ્ટિએ ભારતની મુશ્કેલી વધી શકે એમ છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અફઝલને ફાંસીના બદલે આજીવન કેદ કરો ઃ બેનીપ્રસાદનો વધુ એક વિવાદ
અમદાવાદથી ગુમ થયેલા કિશોરે મુંબઈ આવીને તેનું અપહરણ થયાનો ફોન કર્યો

હરદીપ અને દિલ્હીના બે પ્રધાનો વચ્ચેની વાતચીતની વિગતોથી તપાસમાં વળાંક

બાંગ્લાદેશી ઘૂસણખોરો પાસે આધાર કાર્ડ પણ આવી ગયું
ભૂમિ સંપાદન વખતે જમીનના ૮૦ ટકા માલિકોની સંમતિ જરૃરી
ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલ્યું ઃ પાંચ વિકેટે ૧૯૯ રન

ધોનીએ તેંડુલકર જ જાણે કેપ્ટન હોય તેમ આદર આપીને નિર્ણયો લીધા

વન-ડે અને ટી-૨૦ના અતિરેકને લીધે ટેસ્ટમાં ભારતનો દેખાવ કથળ્યો છે

ભારતીય મૂળની નર્સનો મૃતદેહ રૃમમાં લટકતો મળી આવ્યો હતો

બ્રિટન હવે સ્ટુડન્ટ વિઝા માટે ફેસ-ટુ-ફેસ ઇન્ટરવ્યૂ વધારશે
પં. રવિશંકરને મરણોત્તર લાઇફટાઇમ એચિવમેન્ટ ગ્રેમી એવોર્ડ અપાશે

બ્લુટૂથની મદદથી હવે ખોવાયેલી ચીજો સરળતાથી મળી જશે

ચીને વિવાદિત ટાપુ પર હવાઈ નિરીક્ષણ ચાલુ રાખતા જાપાન નારાજ
નાગપુર પીચનો લો-બાઉન્સ ભારતને પણ પરેશાન કરી શકે છે
હાલ ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધે તેવા પ્રયાસ કરવાની જરૃર છે
 

 

 

Gujarat Samachar Plus

વ્યક્તિના વ્યક્તિત્વને ખિલવતાં વસ્ત્રો
અતિશય કૉફી-સેવન ગર્ભાધાનમાં અંતરાયરૃપ
ક્રિસ્ટિના એગ્યુલેરાનાં ભરાવદાર સ્તનનો ભેદ ખૂલી ગયો
શરાબ બનાવી શકાય એવા સિરપની ફ્લેવર
ચહેરાને યુવાન અને આકર્ષક બનાવવા ફૅટ બેંકનું વધી રહ્યું છે ચલણ
પપ્પા એવો દુલ્હો શોધો જે સ્વાદિષ્ટ રેસિપી બનાવી શકે
હોમડેકોરેશનમાં હેન્ડીક્રાફ્ટ આઇટમ્સની પસંદગીનો ટ્રેન્ડ
 

Gujarat Samachar glamour

ગેરાર્ડ બટલરની હિટ ફિલ્મના અધિકાર મેળવવાનો જ્હોનનો પ્રયાસ
હું ઇન્ટરનેશનલ લૂકમાં જોવા મળીશઃ જેકલીન
બી.આર. ચોપરાના બંગલૉની લિલામી યોજાશે
'આ ઉંમરે હું ઝાડ ફરતે રાસડા લઇ શકું નહીં ઃમાધુરી
૨૦૧૨ની ટોપ અભિનેત્રીમાં સન્ની લિયોન નંબર ૧
ફિલ્મમાં પ્રણય ત્રિકોણનો રોમેન્ટિક ટચ
સંસદમાં પણ રેખાનું ગેસ્ટ અપિઅરન્સ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved