Last Update : 14-December-2012, Friday

 

ઇન્ટરનેટ વપરાશકારોની 'પ્રાઇવસી' માટે વિકિલિક્સના સ્થાપકની લડત

બ્રિટનમાં નજરકેદ ભોગવી રહેલા વ્હીસલબ્લોઅર જુલિયન અસાંજે હાલ ઓનલાઇન એક્ટિવિસ્ટો અને નેટિઝનોની સ્વંતત્રતા અને સુરક્ષા માટે એક પુસ્તક લખી રહ્યા છે

વિશલબ્લોઅર વેબસાઇટ વિકિલિક્સ પર અમેરિકાના વિદેશ વિભાગના ગુપ્ત કેબલ જાહેર કરીને વિશ્વભરના રાજકારણમાં સનસનાટી મચાવનારો વિકિલિક્સના સ્થાપક જુલિયન અસાન્જ હલ લંડનમાં નજરકેદ ભોગવી રહ્યા છે. તેઓ હાલ ઇક્વેડોરિયન એમ્બેસીમાં વસવાટ કરે છે. દિવસભર તેઓ બહાર અવર-જવર કરી શકે છે, પરંતુ સાંજ પડે તેને દૂતાવાસમાં પાછા આવી જવું પડે છે. મૂળ ઓસ્ટ્રેલિયાના જૂલિયન અસાંજ પર સ્વીડનમાં બે યુવતીનો બળાત્કાર ગુજારવાનો આરોપ છે.
આ મામલે ગયા વર્ષે બ્રિટનમાં તેની ધરપકડ થઈ હતી. તેના પર કેસ ચલાવવામાં આવ્યો હતો. તેના પર કેસ ચલાવીને તેને સજા કરી શકાય એ માટે સ્વીડને તેના પ્રત્યાર્પણની માગણી કરી હતી.
બ્રિટિશ સરકાર આ વિશે ગંભીર હતી. પોતે નિર્દોષ હોવાનો દાવો કરતા અસાંજને દહેશત હતી કે જો એક વખત સ્વીડનના હાથમાં તેને સોંપવામાં આવશે તો તે ત્યાંથી સરળતાથી અમેરિકાના હાથમાં આવી જશે. આથી અસાંજે તેનું પ્રત્યાર્પણ ન કરવામાં આવે એવી માગણી કરી.
અસાંજનું પ્રત્યાર્પણ માગી રહેલી સ્વીડન સરકાર પાસે બ્રિટિશ સરકારે વચન માગ્યું કે જો તેઓ અમેરિકાને તેનું પ્રત્યાર્પણ નહીં કરે તો જ તેનો કબ્જો તેમને સોંપવામાં આવશે, પરંતુ સ્વીડને આવા કોઇપણ પ્રકારના વચનમાં બંધાવાનો ઇનકાર કરી દીધો. આથી જુલિયન અસાંજનું પ્રત્યાર્પણ હાલ પૂરતું ટળ્યું છે. જોકે બ્રિટનની સરકારે તેને ચેતવણી આપી છે કે જો તે નજરકેદમાંથી ભાગી છૂટશે તો પછી તેઓ તેને પકડીને સ્વીડનના હાથમાં સોંપી દેશે.
જુલિયન અસાંજને ૨૦૧૦માં દસ દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા. તેઓ હાલ નજરકેદ છે, પરંતુ તેની આવી તેને લાગે છે કે તે જેલના સળિયા પાછળ જ છે. તેના પગમાં ઇલેક્ટ્રોનિક બેડી લગાવવામાં આવી છે, જે બ્રિટિશ સરકારને હાલ અસાંજ ક્યાં છે એ વિશે સતત માહિતગાર કરતી રહે છે. તે કહે છે કે 'મેં મારી સમગ્ર યુવાની લોકોને આઝાદી મળે એ માટે ખર્ચી છે અને આજે મારી આ હાલત છે, એ વાત અસહ્ય છે.'
જુલિયન અસાંજે વિકિલિક્સ દ્વારા જગત જમાદારને બેનકાબ કર્યા બાદ અમેરિકાએ આ વેબસાઇટ તોડી પાડવા માટેના અનેક પ્રયાસો કર્યા હતા. આ વેબસાઇટને હેક કરવાની મથામણો પણ ચાલી હતી, પરંતુ બધી જ મહેનત પાણીમાં ગઈ હતી. અમેરિકાને પણ થાપ આપનારો આ માણસ કદાચ ઇન્ટરનેટ જગતનો અત્યારનો સૌથી શક્તિશાળી માણસ હશે. વિકિલિક્સના આઇપી(ઇન્ટરનેટ પ્રોટોકોલ) પર જેટલી વખત અને જેટલા દેશોમાં પ્રતિબંધ મૂકાયો એટલી વખત તે જુદા આઇપી એડ્રેસ સાથે જુદા દેશમાંથી ચાલું કરવામાં આવી હતી.
હાલ જુલિયન અસાંજ 'ક્રિપ્ટોપંક્સ ફ્રિડમ' નામનું પુસ્તક લખી રહ્યા છે. આ પુસ્તકમાં તેમણે ઓનલાઇન પ્રાઇવેસી માટેની લડત ચલાવતા પોતાના સિવાયના પણ બીજા ત્રણ ક્રિપ્ટોપંક(ઇન્ટરનેટ એક્ટિવિસ્ટ) સાથે વાતચીત કરીને માહિતી એકઠી કરી આ પુસ્તક તૈયાર કરી રહ્યા છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે 'ઇન્ટરનેટ પર અત્યારે એકહથ્થુ આણ વર્તી રહી છે.
મોબાઇલ ફોન અથવા કમ્પ્યુટર વડે ઇન્ટરનેટ સાથે જોડાતા લોકો આ એકહથ્થુ સત્તાનો ભોગ બની રહ્યા છે. નેટિઝનો દ્વારા મૂકવામાં આવતી બધી જ વિગતો શક્તિશાળી દેશો દ્વારા આંતરવામાં આવે છે.
આવા દેશો બહારના દેશોની માહિતી આંતરીને પોતાનો લાભ મેળવતા હોય છે તથા તેમના જ દેશોમાં અંદરખાને પણ એકબીજાની માહિતી ચોરી લેવાની કે જાણી લેવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. પરિણામે પ્રાઇવેસી જેવી કોઇ જ ચીજ રહી નથી. અમે પોતે પણ આવી સમસ્યાનો ભોગ બની ચૂક્યા છીએ.'
તેમણે કહ્યું હતું કે 'કોઇપણ દેશ અત્યારે વર્ષે માત્ર ૧૦ લાખ ડોલર(રૃા.પાંચ કરોડ) ખર્ચીને દેશની તમામ ટેલિ કોમ્યુનિકેશન પ્રવૃત્તિ પર નજર રાખી શકે છે. આવામાં સરકાર વિરોધી આંદોલન કે કોઇને ઉઘાડા પાડવાની પ્રવૃત્તિ કરતા લોકોની વેબસાઇટને સુરક્ષીત રાખવી મુશ્કેલ છે. ઇન્ટરનેટ પર લડત ચલાવતા લોકો તથા તમામ નેટિઝનોને ઓનલાઇન સ્વતંત્રતા મળે એ માટે અમે એક એલ્ગોરિધમ તૈયાર કર્યું છે. એ પ્રમાણે તેમની બધી જ માહિતી ગુપ્ત લખાણમાં પરિવર્તિત થઈ જશે. આરીતે મહિતી ગુપ્ત લખાણમાં પરિવર્તીત થયા બાદ માહિતીના મૂળ સ્રોત સિવાય કોઇપણ વ્યક્તિ તેને ઉકેલી શકશે નહીં કે તેને હાનિ પહોંચાડી શકશે નહીં. એમ કરવાથી ઇન્ટરનેટ એક્ટિવિસ્ટોને તેમની લડત માટે સુરક્ષીત માહોલ મળશે.'
અસાંજે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે 'ઇન્ટરનેટ અત્યારે જાસૂસીનું સૌથી મોટું માધ્યમ છે.'
આપણે નાની અમથી કોઇ વેબસાઇટ પર આપણુ ઇમેઇલ આઇડી લખ્યું હોય તો પણ એ વેબસાઇટ આવો ડેટા એકઠો કરી વેચી મારતી હોય છે તથા તેમાંથી પુષ્કળ પૈસા કમાય છે. આવો ડેટા ખરીદનારી કંપનીઓના ઇમેઇલોનું આપણા ઇમેઇલ એકાઉન્ટ પર રીતસરનું બોમ્બાર્ડિંગ થતું હોય છે. આવું થતું રોકવા માટેના પણ કોઇ રેગ્યુલેટરી બોડી વિકસે એવી આવશ્યક્તા છે.
એ તો ઠીક પણ આપણે જે વેબસાઇટો પર એકાઉન્ટ ધરાવતા હોઇએ છીએ એ વેબસાઇટો આપણી જ પરવાનગી વિના કે ચાલાકીપૂર્વક આપણને ખબર ન પડે એ રીતે આટીઘુટીવાળી ઓનલાઇન પ્રોસેસ દ્વારા આપણી મંજૂરી લઇને આપણી માહિતી બીજી કે ત્રીજી કંપનીને વેચી નાખે છે. આરીતે આપણી અંગતતાનો ભંગ થાય છે. જો જુલિયન અસાંજના પ્રયાસો સફળ નિવડે તો આવું થતું અટકી શકે છે. ઇન્ટરનેટ જગતનો આ બહુ પ્રાથમિક તબક્કો છે. અત્યારે તો ઇન્ટરનેટ પર જાસૂસોનું જ રાજ છે અને અરાજકતા જ પ્રવર્તી રહી છે.
અસાંજને ખબર નથી કે તેની આવતીકાલ કેવી છે. તેનું પ્રત્યાર્પણ કરવામાં આવશે, તેને મુક્ત કરવામાં આવશે કે પછી તેની જિંદગી નજરકેદમાં જ વિતી જશે એ તો આવનારો સમય જ કહેશે, પણ હાલ તે બધુ જ ભૂલીને એક નવતર દિશમાં કામે લાગી ચૂક્યા છે. તેમની પહેલ કદાચ ઇન્ટરનેટ જગતના નવા યુગનો પણ આરંભ કરી શકે છે.
જુલિયન અસાંજ કહે છે કે 'અમારા દ્વારા કરવામાં આવેલા રહસ્યસ્ફોટે મિડલ ઇસ્ટમાં મોટી ક્રાન્તીમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આ ઉપરાંત અમેરિકાના વિદેશ વિભાગના કેબલ જાહેર કરીને અમે અફઘાનિસ્તાન અને ઇરાકના લોકો માટે નેક કામ કર્યું છે.'
જુલિયન અસાંજના સારા પાસાની વાત કરીએ છીએ ત્યારે તેમની વરવી બાજુ પણ જોવી રહી. તેમના પર તેમના જ સહકર્મચારી ડેનિયલ ડોમશેલ્ટ-બર્ગે આરોપ મૂક્યો હતો કે 'જુલિયન સ્વભાવે ખૂબજ તોછડા છે અને એક શાસકની માફક વર્તે છે.'
આ મામલે જુલિયને તેમના બચાવમાં કહ્યું હતું કે 'મેં તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. એટલા માટે તે આટલી તોછડાઈપૂર્વક વર્તી રહ્યો છે.'

Share |
 

Gujarat Samachar Plus

વ્યક્તિના વ્યક્તિત્વને ખિલવતાં વસ્ત્રો
અતિશય કૉફી-સેવન ગર્ભાધાનમાં અંતરાયરૃપ
ક્રિસ્ટિના એગ્યુલેરાનાં ભરાવદાર સ્તનનો ભેદ ખૂલી ગયો
શરાબ બનાવી શકાય એવા સિરપની ફ્લેવર
ચહેરાને યુવાન અને આકર્ષક બનાવવા ફૅટ બેંકનું વધી રહ્યું છે ચલણ
પપ્પા એવો દુલ્હો શોધો જે સ્વાદિષ્ટ રેસિપી બનાવી શકે
હોમડેકોરેશનમાં હેન્ડીક્રાફ્ટ આઇટમ્સની પસંદગીનો ટ્રેન્ડ
 

Gujarat Samachar glamour

ગેરાર્ડ બટલરની હિટ ફિલ્મના અધિકાર મેળવવાનો જ્હોનનો પ્રયાસ
હું ઇન્ટરનેશનલ લૂકમાં જોવા મળીશઃ જેકલીન
બી.આર. ચોપરાના બંગલૉની લિલામી યોજાશે
'આ ઉંમરે હું ઝાડ ફરતે રાસડા લઇ શકું નહીં ઃમાધુરી
૨૦૧૨ની ટોપ અભિનેત્રીમાં સન્ની લિયોન નંબર ૧
ફિલ્મમાં પ્રણય ત્રિકોણનો રોમેન્ટિક ટચ
સંસદમાં પણ રેખાનું ગેસ્ટ અપિઅરન્સ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved