Last Update : 14-December-2012, Friday

 

આપણી અતિ પ્રાચીન છતાં જીવંત પરંપરાઓ

- વૈદિક પરંપરા
- ઋષભદેવ પ્રણિત શ્રમણ પરંપરા વૈદિક પરંપરાથી પણ જૂની
- પૌરાણિક હિન્દુ પરંપરા

આપણા દેશની અનેક પ્રાચીન પરંપરાઓ અદ્વિતિય છે. તેમાં પણ તેની (૧) ધર્મ- અધ્યાત્મ (૨) રાજકીય (૩) કાળગણત્રીઓની પરંપરાઓ ખરેખર વિશિષ્ટ છે. પ્રવાસી ધોળકિયાએ ઉપરોક્ત પરંપરાઓનું ટુંકુ વિશ્લેષણ કર્યું છે. તે પર પ્રસ્તુત લેખ આધારિત છે.
(૧) ધર્મ અધ્યાત્મની પરંપરા
હજારો વર્ષથી આપણો દેશ ધર્મ અને અધ્યાત્મમાં વિશ્વભરમાં અગ્રેસર છે. આ પરંપરાના ત્રણ ફોટાઓ- વૈદિક, શ્રમણ અને પૌરાણિક (હિંદુ) છે. વૈદિક પરંપરાના પુરસ્કર્તાઓ ઋષિઓ હતા. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, આરણ્યકો, ઉપનિષદો અને બ્રાહ્મણગ્રંથોના સમગ્ર સાહિત્યને વૈદિક જ્ઞાાન ગણવામાં આવે છે.
આમ તો આપણા પ્રાચીન સાહિત્યમાં હજારો ઋષિઓનાં નામ મળે છે. પરંતુ કેટલા ઋષિઓએ વૈદિક પરંપરા પ્રસ્થાપિત કરી તે વિદ્વાનો નક્કી કરી શક્યા નથી. જો કે આપણા મધ્યકાળના સંતો આ સંખ્યા ૮૮ની મૂકે છે. ઈસરદાસજી આ સંખ્યાને ૮૮૦૦૦ તરીકે વર્ણવે છે. વેદપ્રથા જ્યારે ટોચ પર હતી ત્યારે તેની ૧૧૦૦થી વધારે શાખાઓ હતી. તેથી ૮૮,૦૦૦ ઋષિઓની સંખ્યા પણ બરાબર હોઇ શકે. આજે વેદની ફકત ૧૧ શાખાઓ જ વિદ્યમાન છે. વેદ તો ચાર જ હતા પણ એને શીખવવાની પધ્ધતિને શાખા કહે છે. વેદમાં પરમ શક્તિ રૃપે ''બ્રહ્મ''ની ઉપાસના ઋષિઓએ કરી છે. માનવ બુધ્ધિ એટલી મર્યાદિત છે કે તે કદી પણ ઈશ્વરી તત્ત્વને બ્રહ્મ સ્વરૃપે સમજી ન શકે. તેથી આ શક્તિને વેદોમાં ઈન્દ્ર, અગ્નિ, સોમ, વાયુ અને અનેક કુદરતી પરબિળ તરીકે જ આરાધવામાં આવી છે.
વેદોમાં યજ્ઞાનું પ્રાધાન્ય છે. યજ્ઞા એક માધ્યમ હતું. તે દ્વારા કોઇ પણ ધન ધાન્ય અને દેવત્વને પામવા હકદાર હતો. વેદના પ્રધાન ઋષિઓમાં વામદેવ, ગૃત્સમદ, ગૌતમ, ગોપાલ, કણ્વ, ભારદ્વાજ, ઔર્વ અને અગત્સ્યનાં નામો ગૌરવપૂર્વક લઇ શકાય. શતપથ બ્રાહ્મણ અને બૃહદારણ્યક ઉપનિષદના કર્તા યાજ્ઞાવલ્કય ઋષિ, શ્રી રામનું ઘડતર કરનાર વશિષ્ટ ઋષિ, પાંડવોના ગુરૃ ધૌમ્ય ઋષિ તથા સૃષ્ટિની રચના અને પૃથ્વીની ગતિ પરથી કાળગણત્રીના અદ્ભૂત શ્લોક રચનારા દીર્ઘતમસ ઋષિનાં નામો આજે તેજસ્વી તારલા જેવા ચમકે છે. પ્રસિધ્ધ ગાયત્રી મંત્રની રચના કરી વિશ્વામિત્ર ઋષિએ આપણા જેવા સામાન્ય માણસને સૂર્ય જેવી પ્રખર બુધ્ધિ પ્રાપ્ત કરવાનો સરળ માર્ગ દેખાડયો છે. ઋષિઓએ આપણે પશુ જેવા હતા એમાંથી માનવ જેવા સંસ્કારી બનાવ્યા તેમાં બેમત નથી.
ઋષભદેવ પ્રણિત શ્રમણ પરંપરા વૈદિક પરંપરા જેટલી કે તેથી પણ વધારે પ્રાચીન છે તેના ત્રણ મુખ્ય વિભાગો- આજિવડ, જૈન અને બૌધ્ધ. એમાંથી આજિવડ સંપ્રદાય અતિશય દેહ દમનમાં માનતો જે આજે વિદ્યમાન નથી. જૈન સંપ્રદાયના ૨૪ તીર્થંકરોમાં ઋષભ દેવ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીના જીવન વિશે પ્રમાણમાં વિસ્તૃત માહિતી ઉપલબ્ધ છે.
આજથી લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં મહાવીર સ્વામીએ જૈન સંપ્રદાયને વિશ્વધર્મનું સ્વરૃપ આપી તેને ટોચ પર પહોંચાડયો. તે જ રીતે બુધ્ધ સંપ્રદાયમાં ૨૪ બુધ્ધ થયા. ગૌતમ બુધ્ધે શ્રમણ પરંપરાના આ ફાંટાને મજબૂત બનાવી વિશ્વધર્મ બનાવ્યો. ધર્મ પરિવર્તનમાં જૈનો માનતા નથી. તેથી તેનો વિસ્તાર આપણા દેશ પુરતો જ મર્યાદિત રહ્યો. જ્યારે સમ્રાટ અશોકના ધર્મ પ્રચારથી મહાયાન અને હીનપાન શાખા સમગ્ર એશિયામાં ફેલાઇ. શ્રમણ પરંપરાના આ બે મહાન ધર્મોમાં બાહ્ય આડંબરવાળાં વિધિવિધાન જોવા મળતાં નથી. અહિંસા, સૂક્ષ્મ કર્મવાદમાં શ્રધ્ધા, તપ, દેહદમન, આત્મસંયમ અઇને જાત સુધારણા પર અહીં ખૂબ જ ભાર મૂકવામાં આવે છે.
આ બન્ને પરંપરામાં દેવોની પૂજાને બદલે સાદું અને નીતિવાળું જીવન જીવવા પર આગ્રહ રાખવામાં આવે છે. જૈન ધર્મના નવકારમંત્રને જીવનમાં ઉતારવામાં આવે અને પ્રતિક્રમણ (ક્ષમાપના) જો જીવનધ્યેય બને તો બીજી કોઇ સાધના આવશ્યક નથી. બુધ્ધ ભગવાનના મધ્યમ માર્ગને જીવનમંત્ર બનાવવામાં આવે તો આજે કુટુંબ-સમાજ, રાષ્ટ્ર અને વિશ્વમાં જોવા મળતાં ક્લેશ, અને વિખવાદને કોઇ સ્થાન જ ન રહે. આ બંને ધર્મોનું ભાવિ ઉજ્જવળ છે અને યુધ્ધોથી ગ્રસિત વિશ્વને તેના મૂળ સિધ્ધાંતો અપનાવ્યા સિવાય છૂટકો નથી.
પૌરાણિક (હિંદુ) ધર્મ એ સંખ્યાની દ્રષ્ટિએ ત્રીજા ક્રમના વિશ્વની વસ્તી સમાવતો ધર્મ છે. આજે શાળા મહાશાળાઓમાં એવું શીખવવામાં આવે છે કે પૌરાણિક વર્ષનો પ્રારંભ આજથી લગભગ ૨૦૦૦ વર્ષ પહેલાં કેટલાક બ્રાહ્મણ પુરોહિતોએ કર્યો હતો, પરંતુ આ વાતમાં તથ્ય જરાય નથી.
અંગ્રેજોએ પોતાનું વર્ચસ્વ બતાવવા ઠોકી બેસાડેલું ગણ્યું છે. એમ જણાય છે કે હજારો વર્ષથી આ પરંપરાનું સ્થાપન અને સંવર્ધન ''વ્યાસ'' પરિવારોએ કર્યું હતું. વાયુ પુરાણ આવા ૨૮ વ્યાસની કેટલીક માહિતી આપે છે. પ્રથમ વ્યાસ પરમેષ્ટી અતિ પ્રાચીનકાળમાં થયા. રામાયણ મહાગ્રંથના રચયિતા ૨૮મા વ્યાસ હતો. કેટલાંક પુરાણો વ્યાસની સંખ્યા ૩૦ની મૂકે છે.
પૌરાણિક પરંપરામાં અનેક દેવતાઓને પુજવામાં આવે છે. ત્રિમૂર્તિૃ-બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, માતાજી, દેવોના પરિવારો અને અનેક પરબળોને દૈવી માનીને તેમને આરાધવામાં આવે છે. તંત્ર, યોગ અને કર્મકાંડ દ્વારા પરમ તત્વને પામવાના અનેક અનુભવસિધ્ધ પ્રયોગો તેમાં છે, કર્મવાદ, અવતાર પુનર્જન્મમાં શ્રધ્ધા, મૂર્તિપુજા, મંદિરમાં દર્શન, જ્યોતિષ, ૧૬ સંસ્કારો, શ્રાધ્ધમાં શ્રધ્ધા, તિર્થયાત્રા, તહેવારો, ઉત્સવો અને વ્રતોમાં અનન્ય આસ્થાવાળો હિંદુ ધર્મ અતિ ગતિશીલ અને જીવંત છે.
તેના બે કલંકો પાછળથી ઘુસાડેલા છે એ દલિતોને નીચા ગણવા અને સ્ત્રીઓને હલકી ગણવાની વૃત્તિ છે. જોકે આજે આ બન્ને કલંકોનો ધોઇ નાંખવા હિંદુ સમાજ કટિબધ્ધ બન્યો છે. હિંદુધર્મનું સૌથી સબળ પાસું તેનો ભક્તિમાર્ગ છે. કહેવાય છે કે ભગવાન શિવ, માર્કંડેય ઋષિ, નારદ અને શાંડિલ્ય જેવા ભક્તોએ ભક્તિમાર્ગનું પ્રચલન કરેલું.
શંકરાચાર્યના અથાક પ્રયત્નો છતાં પૌરાણિક ધર્મ અને તેના ભક્તિ સંપ્રદાયના ૧૦મી સદીમાં વળતાં પાણી થયાં. આપણા સદ્નસીબે ત્યારે ગોરખનાથનું પ્રાગટય થયું. નવનાથ અને અનેક સંતોએ પોરાણિક હિંદુ પરંપરામાં નવા પ્રાણ પુર્યા. દક્ષિણના આલવાર સંતો, રામાનુજ, માધવાચાર્ય, વલ્લભાચાર્ય, માતંગદેવ, રામદેવ પીર, કબીર, ગુરૃનાનક, મીરાં, નરસિંહ મહેતા, ચૈતન્ય અને સહજાનંદ સ્વામી જેવા સંતોએ ભક્તિવાદને ટોચ પર પહોંચાડયો.
રામકૃષ્ણ પરમહંસ અને શિરડીના સાંઈબાબા આપણા સમયના મહાન સંતો છે. શ્રી અરવિંદ, જે. કૃષ્ણમૂર્તિ અને આચાર્ય રજનીશે આ પરંપરાનું અતિ આધુનિક દર્શન રચ્યું છે. એવું દાવા સાથે કહી શકાય કે ૨૧મી સદી પૌરાણિક પરંપરાના સનાતન તત્વને ઓળખીને તેનો સાર્વત્રિક શિકાર શક્ય બનાવશે.
(૨) રાજકીય પરંપરા
પ્રવાસી ધોળકિયા પ્રાચીન ભારતની રાજકીય પરંપરા પર લખતાં જણાવે છે કે તેનો ઈતિહાસ એટલે સૂર્ય-ચંદ્રવંશનો ઈતિહાસ છે. પુરાણ ગ્રંથો, રામાયણ, મહાભારત અઇને શતપથ બ્રાહ્મણમાં તેનું વ્યવસ્થિત નિરૃપણ મળે છે. શ્રી રામ, શ્રી કૃષ્ણ અને કૌરવ-પાંડવો જેવા મહાનુભાવો આ વંશમાં થયા. આપણા રાજપુત રાજવીઓ પણ સૂર્ય-ચંદ્રના વંશના આજના પ્રતિનિધિ છે. ઉપરોક્ત ગ્રંથોમાં એવું જણાવાયું છે કે સમગ્ર માનવજાતનો અતિપ્રાચીન ઈતિહાસ મન્વંતરોમાં સમાઇ જાય છે. આ કાળમાં રાજાને બદલે પ્રજાપતિઓએ લોકોની રક્ષા અને તેના સંસ્કારોનં સિંચન કર્યું. દક્ષ નામના પ્રજાપતિ ૪૫ પ્રજાપતિઓમાં છેલ્લા હતા. તેમના એક વંશજ મનુ વૈવશ્વને આપણા દેશમાં સૂર્ય- ચંદ્ર વંશની સ્થાપના કરવામાં મદદ કરી. આ મનુ વિવશ્વાનના પુત્ર હતા અને તેમનો મનુ તરીકે ૭મો ક્રમો હતો. તેથી તેઓ મનુ વૈવશ્વત કહેવાયા.
મનુ વૈવશ્વતે નીચેના મહાન કાર્યો કર્યા. (૧) તેના સમયમાં પ્રાચીન વિશ્વમાં વિખ્યાત એવો જળપ્રલય થયેલો. મનુએ મોટાભાગની પ્રજાને ઊચાઇ પર લઇ જઇને પ્રલયમાંથી બચાવેલી. (૨) જળપ્રલય ઉતરી ગયા પછી આ પ્રજાનો નીચેની ભૂમિ પર વસવાટ કરાવ્યો. ત્યારે સંસાધનોની ભારે અછત હોવાથી ચારે તરફ અફડાતફડી અને અંધાધૂંધી હતાં. મનુએ દંડ ધારણ કરી રાજા બની શાંતિ અને વ્યવસ્થા કાયમ કર્યા. (૩) સમાજમાં બધાં કાર્યો સુચારૃરૃપ ચાલે તે માટે તેણે માનવકુળોને તેની આંતરિક શક્તિ પ્રમાણે ચાર વર્ણ બ્રાહ્મણ (શિક્ષક) ક્ષત્રિય (રક્ષક) વૈશ્ય (ઉદ્યોગપતિ) અને ક્ષુદ્ર (સેવક)માં વિભાજિત કર્યા. (૪) ચાર આશ્રમો બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ સ્થાપીને માનવમાત્ર માટે સારી રીતે જીવન જીવવાનો માર્ગ મોકળો કર્યો. (૫) મનુએ ઋષિઓની મદદથી સૌપ્રથમવાર યજ્ઞા કર્યો.
તેઓએ પંચયજ્ઞાોની પ્રથા પણ દાખલ કરી. જેમાં આપણા પૂર્વજોને પણ શ્રાધ્ધ દ્વારા કાયમી સ્થાન આપ્યું. (૬) તેઓએ હજારો વર્ષ જુની માતૃપ્રધાન સમાજવ્યવસ્થાને સ્થાને પિતૃપ્રધાન સમાજની સ્થાપના કરી. તેથી જ યોગ્ય કહેવાયું છે કે મનુ જે કરી શકે છે તે દેવો પણ કરી શકતા નથી.
મનુને ૯ પુત્રો અને ઈલા નામની પુત્રી મળી. ૧૦ સંતાનો થયાં. મનુએ જુદા જુદા વિસ્તારોમાં આ પુત્રોને રાજ્યો આપ્યાં. ઈક્ષ્વાકુને અયોધ્યાનો રાજ્ય વિસ્તાર મળ્યો. શર્યાતિને ગુજરાતનો પ્રદેશ વારસામાં મળ્યો. તેના વંશજ ભાર્ગવ કહેવાયા. મનુ પાસે તેના એક પુત્ર નાભાગ નેદિષ્ટિને આપવા માટે જ્યારે કંઇ ન બચ્યું ત્યારે વારસામાં તેને વેદની બે ઋચાઓ આપી. વિશ્વમાં કોઇપણ જગ્યાએ આવો અદભૂત વારસો મળ્યો નથી. ઈશ્વાકુ કુળના ૧૫૦ પ્રખ્યાત રાજાઓનાં નામ પુરાણોમાં મળે છે.
ઈશ્વાકુ ઉપરાંત વિકુક્ષિ, શશાદ, યુવનાશ્વ, માંદાતા, અંબરીશ, સત્યવાદી હરિશ્ચંદર, સગર, ગંગાને પૃથ્વી પરલાવનાર ભગીરથ, સુદાસ, રઘુ, અજ, દશરથ અને ભગવાન શ્રીરામ થયા. સીતામાતા અને હનુમાનજી પણ ઈક્ષ્વાકુને લઇને આપણને મળ્યા. સૂર્યવંશની બીજી શાખાને મૈથિલી તરીકે ઓળખવામાં આવે છે. તેના ૯૧ રાજાઓમાં નિમિ, મિથિ, સીતાના પિતા જનક અને વીતિહોત્ર થયા.
ંચંદ્રવંશની સ્થાપના મનુના જમાઇ બુધ્ધે કરી. તેઓ અત્રિ ઋષિના વંશજ ચંદ્રદેવના પુત્ર હતા. તેણે ગંગા-યમુના સ્થિત પ્રયાગ ખાતે પોતાના પિતા ચંદ્રની સ્મૃતિમાં ચંદ્રવંશનો પ્રારંભ કર્યો. તેમના પ્રખ્યાત પુત્ર પુરૃરવાએ યજ્ઞાના અગ્નિને વ્યવસ્થિત રીતે ઉપયોગમાં લેવાની પરિપાટી શરૃ કરી. તેઓ પાસે સોમદત્ત નામનો દિવ્ય રથ હતો. પુરૃરવા વિશ્વવિજેતા હતા. તેમનાં લગ્ન ઉર્વશી નામની અપ્સરા કુળની સ્ત્રી સાથે થયાં હતાં. તેઓ એક ભૂલ કરી બેઠાં. ઋષિઓ સાથે અથડામણમાં ઉતરીને તેઓ મોતને ભેટયા. પુરૃરવા વંશમાં કાન્ય કુબ્જ, કાશી, બાર્હદ્રથ અને પંચાલ કુળના ૧૯૩ રાજાનાં નામ પુરાણોએ સાચવ્યાં છે. તેના હૈહય શાખામાં ૧૨૨ રાજાઓ થયા. ચંદ્રવંશના કેટલાક પ્રતાપી રાજાઓનાં નામ આ પ્રમાણે છે. યયાતિ, યદુ, તુર્વસુ, અનુ, પુરૃ, દ્રુયુ, રજિજય, પરીક્ષિત, શાંતનુ, વિચિત્રવીર્ય, પાંડુ, યુધિષ્ઠિર, વિશ્વામિત્ર, જરાસંઘ, પાંડવ, કૌરવ અને ભગવાન શ્રીકૃષ્ણ, આ વંશે માનવજાતને અવતાર પુરૃષ કૃષ્ણ અને સતી દ્રૌપદીની અમુલ્ય ભેટ આપી.
(૩) કાળગણતરી
આપણી પ્રાચીન કાળગણત્રીનો આધાર કલ્પ, મન્વંતર અને ચતુર્યુગી (કૃત, દ્વાર, ત્રેતા અને કળિ) છે. આજનું કોઇપણ પંચાંગ જોશો તો તેમાં એમ દર્શાવાયું હશે કે શ્વેતવરાહ કલ્પના વૈવશ્વત મન્વંતરના ૨૮ ચતુર્યુગોને અંતે આજ દિન સુધી ૧,૯૭,૨૯,૪૯,૧૧૨ વર્ષ પૂર્ણ પૂર્ણ થયાં છે.
આધુનિક વિજ્ઞાાન સૃષ્ટિની રચનાના સમય માટે ઉપરોક્ત ૧.૯૭ અબજ વર્ષનો કદાચ સ્વીકાર કરશે. પણ માનવ સભ્યતાના સંદર્ભમાં તેનો હરગીજ સ્વીકાર નહીં કરે. અંગ્રેજોએ આપણને ગુલામી દરમ્યાન ભારતનો પ્રાચીન ઈતિહાસ વિકૃત રીતે શીખવ્યો છે. આઝાદી પછી પણ કમનસીબે આ વિકૃત ઈતિહાસ જ શાળા-મહાશાળાઓમાં આપણે ભણીએ છીએ. તેમાં ઉપરોક્ત કાળગણત્રીનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. તો પછી આનું સમાધાન શું છે?
આપણા સદ્નસીબે મધ્યકાળના ત્રિકાળજ્ઞાાની અને સંત મામૈદેવે પોતાની જ્ઞાાનવાણીમાં આ કોયડાનો ઉકેલ શોધી કાઢ્યો છે. પ્રવાસી ધોળકિયાએ મામૈદેવના વંશજો માલસીભાઇ લધા ભાગવંત, સ્વ. લક્ષ્મણભાઇ માતંગ અને વેરશીભાઇ લાલણના પુસ્તકો અને લેખોને આધારે નીચેની તારવણી કરી છે.
૧) પ્રથમ સતયુગનો ગાળો ૩,૭૦૦ વર્ષનો હતો. તેનો અંત વિષ્ણુ વામને બલિરાજાનો પરાજય કરીને કર્યો. આ યુધ્ધમાં આસુરી શક્તિ પર દૈવી શક્તિનો વિજય થયો હતો અને તે ભારત બહાર હરિવર્ષ (ચીનનો શિકયાંગ પ્રદેશ)માં થયો હતો.
૨) દ્વાપર યુગનો અંત પણ રાજા રામે રાવણને ભારત બહાર શ્રીલંકામાં વધ કરીને આણ્યો હતો. આ યુગ ૫૦,૦૦૦ વર્ષ ચાલ્યો. જેમાં આર્યશક્તિએ રાક્ષસી બળ પર વિજય મેળવ્યો હતો.
૩) ત્રેતાયુગનો અંત ૮,૪૦૦ વર્ષ પછી થયો. દરેક યુગાંતર યુધ્ધથી જ થાય છે તેમ આ યુગનો અંત પણ મહાભારતના યુધ્ધથી થયો. આ યુધ્ધમાં પણ ધર્મ સામે અધર્મનો પરાજય થયો. અહીં પણ ભગવાનને શ્રીકૃષ્ણરૃપે આપણા વચ્ચે આવવું પડયું. સતી, દ્રૌપદી પણ આ યુગે જ આપણને મળ્યાં. પ્રથમ વખત આ યુગ પરિવર્તન ભારતમાં થયું.
૪) પુરાણો પ્રમાણે કળિયુગનો સમય ગાળો ૪,૩૨,૦૦૦ વર્ષનો છે. જેનાં ફક્ત ૫,૧૧૨ વર્ષ જ પુરાં થયાં છે. મામૈદેવની જ્ઞાાનવાણી જણાવે છે કે પૃથ્વી પર એટલો બધો અનાચાર થઇ ગયો કે કળિનો અંત આજથી ૩૩ વર્ષ પહેલાં શક સંવતના ૧૯૦૧નાં વર્ષમાં થઇ ગયો. આજે શક સંવતનું ૧૯૩૪મું વર્ષ ચાલે છે. જો કે મામદેવનાં જણાવ્યા પ્રમાણે કળિયુગની સંધિ ચાલી રહી છે. જે હજુ ૬૬ વર્ષ ચાલશે. યુગસંધિ દરમ્યાન ભારે વિષમ કાળ હશે. જેમ આગળના ૩ યુગોનો અંત મહાસંગ્રામમાં આવેલો તેમ કળિયુગનો સંપૂર્ણ અંત મહાસંગ્રામથી જ થશે. મામૈદેવની જ્ઞાાનવાણી પ્રમાણે વિશ્વ આખું યુધ્ધગ્રસ્ત હશે પણ તેનો નિર્ણાયક અંત આપણા દેશમાં ભગવાન કલ્કિ સ્વરૃપે ઉજ્જૈનમાં પ્રગટ થઇ કળિને મારીને કરશે.
આજ સુધી આપણે એમ માનીએ છીએ કે સતયુગ હજારો વર્ષ પહેલાં થઇ ગયો. પરંતુ ઈતિહાસ સાક્ષી પૂરે છે કે માનવજાતે ક્યારેય પણ સાચું સુખ જોયું નથી. માનવવસ્તી ઓછી હતી એટલે કદાચ સંશોધનોની કમી ન લાગતી. બાકી સાચા સતયુગનો (પંચો રથ) પ્રારંભ આજથી લગભગ ૭૦ વર્ષ પછી થશે. તેથી હવે પછી આવનારી પેઢી ભારે નસીબવંતી હશે કેમ કે તે ઈશ્વરના અવતારને પ્રત્યક્ષ રીતે નિહાળશે અને તેના કળિ સામેના અભિયાનમાં સામેલ હશે. મામૈદેવ અવિરત ચક્રાકારે ફરતા કાળના લય-પ્રલયથી માનવજાતને ચિંતા ન કરવા કહે છે કેમકે દરેક મુશ્કેલીના સમયે ઈશ્વરના આવા લગભગ ૧૦૧ અવતારો હજુ પૃથ્વી પર અવતરિત થવાના છે. માનવજાત ખરેખર ભાગ્યશાળી છે.
ગુણવંત છો. શાહ

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અફઝલને ફાંસીના બદલે આજીવન કેદ કરો ઃ બેનીપ્રસાદનો વધુ એક વિવાદ
અમદાવાદથી ગુમ થયેલા કિશોરે મુંબઈ આવીને તેનું અપહરણ થયાનો ફોન કર્યો

હરદીપ અને દિલ્હીના બે પ્રધાનો વચ્ચેની વાતચીતની વિગતોથી તપાસમાં વળાંક

બાંગ્લાદેશી ઘૂસણખોરો પાસે આધાર કાર્ડ પણ આવી ગયું
ભૂમિ સંપાદન વખતે જમીનના ૮૦ ટકા માલિકોની સંમતિ જરૃરી
ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલ્યું ઃ પાંચ વિકેટે ૧૯૯ રન

ધોનીએ તેંડુલકર જ જાણે કેપ્ટન હોય તેમ આદર આપીને નિર્ણયો લીધા

વન-ડે અને ટી-૨૦ના અતિરેકને લીધે ટેસ્ટમાં ભારતનો દેખાવ કથળ્યો છે

ભારતીય મૂળની નર્સનો મૃતદેહ રૃમમાં લટકતો મળી આવ્યો હતો

બ્રિટન હવે સ્ટુડન્ટ વિઝા માટે ફેસ-ટુ-ફેસ ઇન્ટરવ્યૂ વધારશે
પં. રવિશંકરને મરણોત્તર લાઇફટાઇમ એચિવમેન્ટ ગ્રેમી એવોર્ડ અપાશે

બ્લુટૂથની મદદથી હવે ખોવાયેલી ચીજો સરળતાથી મળી જશે

ચીને વિવાદિત ટાપુ પર હવાઈ નિરીક્ષણ ચાલુ રાખતા જાપાન નારાજ
નાગપુર પીચનો લો-બાઉન્સ ભારતને પણ પરેશાન કરી શકે છે
હાલ ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધે તેવા પ્રયાસ કરવાની જરૃર છે
 
 

Gujarat Samachar Plus

વ્યક્તિના વ્યક્તિત્વને ખિલવતાં વસ્ત્રો
અતિશય કૉફી-સેવન ગર્ભાધાનમાં અંતરાયરૃપ
ક્રિસ્ટિના એગ્યુલેરાનાં ભરાવદાર સ્તનનો ભેદ ખૂલી ગયો
શરાબ બનાવી શકાય એવા સિરપની ફ્લેવર
ચહેરાને યુવાન અને આકર્ષક બનાવવા ફૅટ બેંકનું વધી રહ્યું છે ચલણ
પપ્પા એવો દુલ્હો શોધો જે સ્વાદિષ્ટ રેસિપી બનાવી શકે
હોમડેકોરેશનમાં હેન્ડીક્રાફ્ટ આઇટમ્સની પસંદગીનો ટ્રેન્ડ
 

Gujarat Samachar glamour

ગેરાર્ડ બટલરની હિટ ફિલ્મના અધિકાર મેળવવાનો જ્હોનનો પ્રયાસ
હું ઇન્ટરનેશનલ લૂકમાં જોવા મળીશઃ જેકલીન
બી.આર. ચોપરાના બંગલૉની લિલામી યોજાશે
'આ ઉંમરે હું ઝાડ ફરતે રાસડા લઇ શકું નહીં ઃમાધુરી
૨૦૧૨ની ટોપ અભિનેત્રીમાં સન્ની લિયોન નંબર ૧
ફિલ્મમાં પ્રણય ત્રિકોણનો રોમેન્ટિક ટચ
સંસદમાં પણ રેખાનું ગેસ્ટ અપિઅરન્સ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved